નામકરણ ભાગ-૨
આગળના ભાગમાં આપણે જોયું તેમ, એક રાતે નિત્યાને શિવજીનું સપનું આવે છે જેમાં શિવજી તેને તેના અંશના જન્મવાની વાત કરે છે. આથી નિત્યા અને જતીનને શિવજીની કૃપાથી એક પુત્ર રત્નનો જન્મ થાય છે. બધા બહુ ખુશ હોય છે. ત્યાં નામકરણમાં જતીન બાળકની રાશિ પરથી નામ રાખવાની ના પાડે છે અને તેની ઇચ્છા તેણે પહેલેથી જે નામ વિચારી રાખેલ તે રાખવાની હતી. હવે આગળ.........................
નિત્યા હવે બહુ ટેન્શનમાં હતી. તેને ખબર નહોતી પડતી કે શું કરવું. કેમ કે, બાળકના જીવનમાં નામ મહત્વનું હોય છે અને પહેલેથી જ આવા નામ પાડવામાં વિઘ્નોથી તે થોડી પરેશાન હતી.
નિત્યા : એક કામ કરીએ. પહેલા આપણે જે મહારાજે આપણા લગ્ન કરાવ્યા છીએ તેને પૂછીએ કે બીજી રાશિ પરથી નામ રખાય કે નહિ ?
જતીન : ઓ.કે. મને મંજૂર છે. તો પૂછી લે.
નિત્યા મહારાજને ફોન લગાવે છે. થોડી ઔપચારિક વાત કરીને તે મહારાજને બાળકના બીજી રાશિના નામ પરની વાત સવિસ્તાર જણાવે છે.
મહારાજ : બેટા, જે નામ રાખવું હોય એ રખાય. માણસ તેના કર્મોથી ઓળખાય છે નહિ કે તેના નામથી. તું ચિંતામુક્ત થઇને તેનું જે નામ રાખવું હોય તે રાખ.
નિત્યા : પણ મહારાજ, એની મને ચિંતા નથી. હું પણ કર્મમાં જ માનું છું. પણ અલગ રાશિનું નામ છે તો બે રાશિનું ફળ ભોગવવું પડે એવું મને બધા કહે છે.
મહારાજ : ના બેટા ના.......પહેલાના સમયમાં એક નામ રાશિ પરથી હોય અને તેનું બીજું નામ તેમના કર્મ પર આધારિત રાખતા હોય છે. એટલે તું એની ચિંતા ના કર. તારા બાળકને બે રાશિનું ફળ નહિ ભોગવવું પડે.
નિત્યા : સારું મહારાજ. હું જતીન સાથે વાત કરી લઉં. પ્રણામ.
મહારાજ : પ્રણામ.
(નિત્યા ફોન મૂકી દે છે અને તરત જ જતીન તેને પૂછવા લાગે છે.
જતીન : બોલ હું કીધું, મહારાજે?
નિત્યા : મહારાજે તો હા પાડી કે અલગ રાશિ પરથી નામ રાખી શકાય. એને બે રાશિનું ફળ ભોગવવું નહિ પડે.
જતીન : (ખુશમાં) વાહ શું વાત છે. હવે આપણે નામ વિચારીએ.
નિત્યા : તમને કોઇ પસંદ હોય તો કહો.
જતીન : મે તને એક વાર કહ્યું હતું કે, જયારે આપણા બાળકનો જન્મ થશે ત્યારે તેનું નામ શિવજીના નામ પરથી રાખીશું.
નિત્યા : હા મને યાદ છે. બોલો તમારે કયું નામ રાખવું છે.
જતીન : રુદ્રાંશ
નિત્યા : રુદ્રાંશ ?
જતીન : હા, રુદ્રાંશ............
નિત્યા : પણ રુદ્રાંશ કરતાં એની જે રાશિ છે તેના પરથી નામ રાખીએ ને......તો કોઇ મગજમારી જ ના થાય. મને થોડી ચિંતા થાય છે અલગ રાશિના નામમાં.
જતીન : નિત્યા, જો સાંભળ. રુદ્રાંશ એટલે રુદ્રનો અંશ. મતલબ શિવનો પુત્ર અને પાછું આપણું બાળક તો નવમી પ્લસ દશેરાએ જનમ્યો છે. તો વિચાર કે, નવમી એટલે રામ ભગવાનનો દિવસ અને દશેરા એટલે રાવણના પતનનો. આ બંને ભગવાન શિવના પરમ ભકત છે. એટલે મે રુદ્રાંશ નામ રાખ્યું.
નિત્યા : અરે હા. આટલું લાંબુ તો મે કદી વિચાર્યુ જ નહિ. બરાબર છે આ રુદ્રાંશ નામ.
પછી તેઓ બંનેએ ઘરમાં નામની ચર્ચા કરી દીધી અને રુદ્રાંશ નામ રાખવાનું નકકી કરી દીધું. બંનેના ઘરમાં નામ બાબતે થોડી આનાકાની થઇ પણ છેલ્લે તેઓએ જતીનની વાત સહર્ષ સ્વીકારી લીધી. રુદ્રાંશના નામકરણની વિધિ થઇ. બંને પરિવારના સભ્યો બહુ ખુશ હતા. નામકરણની વિધિ બહુ સારી રીતે પૂર્ણ થઇ.
સમાપ્ત.
- પાયલ ચાવડા પાલોદરા