in the night of garba, with the loveone in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | ગરબાની રાત, પ્રેમનો સાથ બીજીવાર

Featured Books
Categories
Share

ગરબાની રાત, પ્રેમનો સાથ બીજીવાર


કેટલા બધા લોકો, અને કેટલા બધા વિવિધ ચહેરાઓ, ભગવાને એક જેવો ચહેરો તો બધાને આપ્યો નહિ! હા, એટલે જ તો અમુક ચહેરાઓ જોઈને જ આપણને પોતાના હોવાનું ખબર પડી જાય છે ને! કેટલા બધા લોકો છે અહીં! ગરબાની જબરદસ્ત રમઝટ જામી છે. કેટલી બધી અલગ અલગ ફેશનના કપડાઓ અને એથી પણ અલગ અલગ ચહેરાઓ. બેકગ્રાઉન્ડ માં પોપ્યુલર ગરબો પણ મોટા અવાજમાં વાગે છે. એક મોટા વર્તુળાકાર માં સૌ એક પ્રકારના સ્ટેપ સાથે ગરબા કરી રહ્યાં છે.

"નીતિન," કોઈ એ મારું નામ લીધું તો જાણે કે હું તો હોશમાં આવ્યો. એક અલગ જ દુનિયામાં હું તો ચાલ્યો ગયો હતો. વિચારોની દુનિયામાં.

"ચાલ, ચાલ, પેલી બાજુ બધા રમે છે!" ગીતાએ મારો હાથ પકડ્યો અને અમે અમારી ટીમ પાસે પહોંચી ગયા. ગીતાએ હજી મારો હાથ નહોતો છોડ્યો અને એટલે જ માટે નીતિની નજરમાં કેદ થવું પડ્યું. એ અમને જ જોઈ રહી હતી, એની નજરમાં જાણે કે વજન હતું, હું વધારે સહન ના કરી શક્યો તો મેં જ ગીતાથી મારો હાથ છોડાવ્યો.

"સોરી ટુ સે, બટ, પ્લીઝ નીતિન તું મને ઘરે ડ્રોપ કરી દે ને! એક્ચ્યુલી મને સારું નહિ લાગતું." એ બોલી કે હું તુરંત જ એની પાસે ચાલ્યો ગયો.

"હા, હા, ચાલ! ના પાડી હતી ને મે, આજે પણ તું મોડેથી ઊંઘી હોઈશ!" અમે જેમ જેમ મ્યુઝિકથી દૂર ગયા, ગરબાની રમઝટ અને અવાજ પણ ધીમા થતાં ગયાં.

જેવા જ અમે બહાર નીકળી ગયા કે નીતિ કહેવા લાગી -

"કઈ ગયા હતા તું અને ગીતા, આમ હાથોમાં હાથ લઈને આવ્યા હતા?!" એને જે કહેવું હતું, આખરે એને કહી જ દીધું!

"ઓ પાગલ! હું તો તલ્લીન થઈને ગરબા જોતો હતો, વિચારોમાં થોડો ખોવાયો હતો એવામાં જ એ આવી અને મને લઈ આવી. મેં એનો હાથ નહોતો પકડ્યો!" મેં સફાઈ આપી.

"હમમ.." એને હળવેકથી કહ્યું. વિશ્વાસ તો એને મારી પર હતો જ. પણ એને મારા મોંથી બસ આ જ સાંભળવું હતું.

"તાવ તો નહીં ને?!" મેં એના માથે હાથ મૂક્યો, કપાળ તો ઠંડુ હતું.

"આખો દિવસ તો મને થોડી થોડીવારમાં કોલ કર્યા કરે છે અને અહીં તું એને હાથ પકડવા દે છે!" એ નારાજ થતાં બોલી.

"ઓહ કમ ઓન! હવે આવું જ નહિ એની સાથે!" મેં કહ્યું.

"તને ખબર છે, ગીતા તને પ્યાર કરે છે, તો પણ તારે તો એની સાથે જ આવવું છે!" બાઈકની પાછળ બેસતાં એ બબડી.

"સોરી બાબા! આપને કાલથી એકલા જ આવીશું!" મેં કીધું.

"તને ખબર તો છે, મને એ નહિ પસંદ, અને ખાસ તો ત્યારે જ્યારે એ તારી સાથે હોય છે!" એ બોલી.

"હા, બોલ જે કહેવું હોય એ, બટ લિસન, તારી તબિયત તો ઠીક છે ને, તે કહેલું તો!" મેં આખરે હિંમત કરીને કહી દીધું.

"હું તો મસ્ત જ છું, બસ મારે તો એ બધાથી દૂર આવવું હતું અને તને પણ લાવવો હતો!" એ જોરદાર હસી.

"વેરી ગુડ!" મેં એને મોં બનાવતા કહ્યું.

"હા, પણ એમ તો કે જ્યારે મારા લગ્ન થઈ જશે ત્યારે શું કરીશ?!" મેં અમસ્તાં જ કહ્યું હતું પણ એ તો એકદમ જ ચૂપ થઈ ગઈ, મને ચિંતા થવા લાગી.

"મારી સાથે જ લગ્ન થશે તારા!" એક ભીનો અવાજ એનો આવ્યો તો મેં બાઈક રોકી દીધી. ઠંડી પવનની લહેર અમને શિયાળાની ઋતુ નો આભાસ કરાવી રહી હતી.

"હા, હું તારી સાથે જ લગ્ન કરીશ," અને એક આઇસ્ક્રીમની દુકાનમાં હતા.

"તું વિચાર તો, હું તને ગીતા સાથે નહિ જોઈ શકતી તો તારા લગ્ન થાય ત્યારે તો.." એને બહુ જ મસુમિયથી કહ્યું. મેં એને બાહોમાં લઇ લીધી.

"મસ્તી કરતો હતો હું તો પાગલ! હું પણ તને જ પ્યાર કરું છું તો બીજે લગ્ન કેવી રીતે કરી શકું?!" મેં કહ્યું.

"થેંક યુ, ગીતા!" મેં કીધું.

"એના લીધે તો આજે મને ખબર પડી કે તું મને આટલો બધો લવ કરે છે!" એના હોઠ પરની આઇસ્ક્રીમ લૂછતાં મેં ઉમેર્યું, એને પણ એક સ્માઈલ આપી દીધી.