Hetni Haley in Gujarati Short Stories by Pinkalparmar Sakhi books and stories PDF | હેતની હેલી

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

હેતની હેલી

માણસને એક વખત પ્રેમની અનુભૂતિ થઈ જાય પછી જીવન સ્વર્ગ બની જાય છે. પ્રેમ એટલે બે હૃદય અને એક જીવ. બસ પછી એ વ્યક્તિ અને એના વિચારો એજ આપણી દુનિયા બની જાય છે.
કોઈ વ્યક્તિનું શ્વાસમાં વસી જવું, કોઈ એક નામ હદયમાં ધબકવું, કોઈ એક છબીનું આંખોમાં કંડારાઈ જવું આ કંઈ અચાનક થઈ જતું નથી. આમ થવાનું કારણ પ્રેમ છે, અને પ્રેમથી પણ વિશેષ એ વ્યક્તિ પ્રત્યેની લાગણીઓ હોય છે. જ્યાં સાચી લાગણીઓ હોય છે ત્યાં આ બધું આપોઆપ થઈ જતું હોય છે.
પોતાની જાતમાં એકબીજાની હયાતી અનુભવાય છે. હૃદયના દરેક ધબકારે એનું નામ લેવાય છે. આંખો બંધ કરો ત્યાં એની તસ્વીર દેખાય છે. ક્યારેક ક્યારેક તો પોતાની મનગમતી વ્યક્તિની વાતો યાદ આવતાની સાથે એકાંતની પળોમાં પણ આપણા ચહેરા પર હાસ્ય આવી જાય છે. ઘણી વખત કોઈ પૂછી પણ લે કે, "સખી, તારા સ્મિત પાછળનું કારણ શું છે?" ત્યારે પણ બસ હાસ્યથી જવાબ અપાય જાય છે અને સામેવાળી વ્યક્તિ માણસના ચહેરા પરનું સ્મિત જોઈને વગર કહ્યે પણ ઘણું બધું સમજી જતો હોય છે.
ઘણી વખત આખી દુનિયામાં આપણને પ્રેમ દેખાય છે, તો ક્યારેક એક વ્યક્તિમાં આખી દુનિયા દેખાય છે. પ્રેમ પામવો અને પ્રેમ આપવો એ બંને નસીબની વાત છે. ક્યાંક કોઈ મુશળધાર વરસવા માગતું હોય છે તો ક્યાંક કોઈ બે બુંદ માટે પણ તડપતું હોય છે. આ તડપવું અને વરસવું વચ્ચેની જે ઘટના છે એજ પ્રેમ છે.
કોઈ દૂર રહીને પણ મનમાં વસી જાય છે. હજારો કિલોમીટરનું અંતર હોવા છતાં આંખ બંધ કરતાની સાથે જ આપણે આપણી મનગમતી વ્યક્તિને પોતાની પાસે અનુભવી શકીએ છીએ. તે સમયે લાગણીઓ, વહાલ, સ્પર્શ અને એની હયાતીનો અહેસાસ પણ આપણને થાય છે. આપણે જાણીએ છીએ કે આ એક કલ્પનાની દુનિયા છે, છતાં એ દુનિયામાં પ્રેમનો જે અહેસાસ થાય છે એ એક અદભુત હોય છે.
મનગમતી વ્યક્તિ પોતાની પાસે ન હોવા છતાં તેના સ્પર્શને અનુભવી શકાય છે, એના અહેસાસને માણી શકાય છે. આવા પ્રેમને હું પવિત્રતા સાથે સરખાવુ છું. જે ગંગા નદીના નિર જેવો હોય છે. જેમાં સતત વહેવાનું હોય છે, સમર્પણ કરવાનું હોય છે, ક્ષમા આપવાનું હોય છે. જીવનમાં આવતા તમામ અવરોધોને ઓળંગીને આગળ વધવાનું હોય છે. આપણા જીવનમાં રહેલી નકારાત્મકતાને પ્રેમના વહેણમાંથી કિનારા તરફ ધકેલી દઈને પોતાના ધ્યેય સુધી પહોંચવાનું શીખવે છે. આવા પ્રેમનો ધ્યેય પામી લેવું જ હોતો નથી, પણ પ્રેમ નગર સુધી પહોંચવું હોય છે.
પ્યાર, ઇશ્ક, મોહબ્બત, પ્રેમ, ચાહત ગમે તે કહો પણ આ નામોની પાછળ અંતે તો લાગણઓજ હોય છે. આ લાગણીઓ ક્યાં, ક્યારે અને કોના માટે ઉદભવી શકે એ કોઈ જાણી શકતું નથી. પણ હા, જ્યારે આ લાગણીઓના બીજ હૈયામાં રોપાય અને એ બીજ વટવૃક્ષ બની જાય ત્યાં સુધીની આ આખી સફરનો એક અનેરો આનંદ હોય છે, અને આવા આનંદને શબ્દોમાં વર્ણવી શકવો ખૂબ જ મુશ્કેલ હોય છે. જેમ તમે ફૂલની સુગંધને માણી શકો છો, તેની અનુભૂતિનો આનંદ ઉઠાવી શકો છો. બસ એમ જ પવિત્ર પ્રેમનો એક અહેસાસ હોય છે જેને માણી લેવાનો હોય છે, જેમાં જીવી લેવાનું હોય છે.
લાગણીઓની કોઈ ઋતુ નથી હોતી કે સમયસર આવે ને જતી રહે. પરંતુ આ એક એવો અહેસાસ છે જે કોના માટે, ક્યાં અને ક્યારે ઉદભવી શકે એ કોઈ જાણી શકતું નથી.
પ્રેમને વ્યક્ત કરવા માટે કોઈ તારીખ કે તીથિની જરૂર પડતી નથી, પણ સામેવાળી વ્યક્તિમાં તમારી ભાવનાઓને સમજવાની ક્ષમતા હોવી જરૂરી છે. જ્યાં પ્રેમ, લાગણી, સ્નેહ, કાળજી, માન સન્માન અને મર્યાદા હોય છે તે સંબંધ ગમે તેવા વાવાઝોડા સામે પણ અડીખમ ઉભો રહી શકે છે. કારણ કે ત્યાં વિશ્વાસ છે અને જ્યાં વિશ્વાસ છે ત્યાં પ્રભુનો વાસ છે.
વળગણ વળગ્યું છે મને તારા પ્રેમનું.
હકીમોને કહી દો દવા કામ નહી લાગે.
પ્રેમનું વળગણ જેને વળગી જાય ને એને ના તો કોઈ દવા કામ આવે છે, કે ના કોઈ દુઆ કામ આવે છે. આ સમયની જે અવસ્થા છે એ ખૂબજ આહલાદક હોય છે. બસ એમાં જીવી લેવાની એક મજા છે.
જો તમને સાચો પ્રેમ મળ્યો હોય તો એની કદર કરી લેજો, એને સાચવી લેજો. કારણ કે આ એક એવી હેતની હેલી હોય છે જેમાં ભિંજાવાનું દરેકના નસીબમાં નથી હોતું.

લેખન:- પિંકલ પરમાર "સખી"