Qualification of heart Strength of love - 2 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | દિલની લાયકાત પ્રેમની તાકાત - 2 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

Featured Books
Categories
Share

દિલની લાયકાત પ્રેમની તાકાત - 2 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

દિલની લાયકાત પ્રેમની તાકાત - 2 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

કહાની અબ તક: વિરાટને કાજલ પર પ્યારની આશ છે, પણ કાજલ ને બંને ના લગ્નની અભિલાષ છે! સાવ એવું પણ નહીં કે કાજલ વિરાટને પ્યાર જ નહિ કરતી, પણ એણે થોડા સમય માટે જ વિરાટનો સાથ નહિ જોયતો! એણે તો આખી લાઈફ વિરાટ સાથે રહેવું છે. બંને એકમેકને પ્યાર તો કરે જ છે, પણ કાજલના પપ્પા એ વધારે કમાતો જમાઈ જોઈએ છે! જ્યારે બધા બીજી છોકરી રાગિણી સાથે વિરાટના લગ્નની વાત કરે છે તો કાજલ હચમચી જાય છે. એ ચિડાઈને દાંત ભિંસતા વિરાટને રાગિણી પાસે જવા કહી દે છે!

હવે આગળ: "ઓ! એ મારી નથી!!! મારી તો બસ તુ જ છું!!! બસ તું જ!" એણે હળવેકથી કહ્યું.

વિરાટને ભૂતકાળ યાદ આવવા લાગ્યો.

એણે હજી યાદ હતું કે જ્યારે તેઓ વિરાટના માસીના ઘરે ઉત્તરાયણ મનાવવા ગયા હતા.

સૌ તો ઉપર ધાબે હતા, બસ આ બે જ ઘરમાં હતા.

"મને તું બહુ જ ગમી છું..." વિરાટ એ કાજલના હાથને પકડીને એની આંખોમાં જોઈ ને કહેલું.

"આઈ ઓલ્સો લવ યુ, વિરાટ!!!" એણે પણ એકરાર કર્યો હતો.

બંને એ કેટલી બધી વાતો કરી હતી! વિરાટના ખોળામાં કાજલનું માથું હતું. બંને એ એકબીજાની લાઇફની દરેક વાતો કહી દીધી હતી.

એ દિવસ એ તો દૂર જવાનું મન જ નહોતું તો છેવટે કાજલનો રડમસ ચહેરો જોઈ, વિરાટ ત્યાં એ રાત માટે રોકાઈ જ ગયો.

"રહેવાશે ને તારાથી અહીં!!!" એની મોમ એ કહેલું.

"હા... આંટી! મેં છું ને એ તો!" કાજલને કહેવાનું તો થઈ જ ગયું હતું. પણ જો કહેત તો બધાને ખબર પડી જાત!

એ રાત્રે તેઓ જમીને કેટલું ચાલ્યા હતા!!! સાથે જ પાણીપુરી પણ તો ખાધી હતી!!! કાજલ અને વિરાટ તો એક બીજાની હાજરીમાં સ્વર્ગ જેવું મહેસૂસ કરતા હતા.

"કાલે તું મસ્ત તૈયાર રહેજે, તને જોવા આવવાના છે!!!" કાજલની મોમ ફોન પર બોલી. કાજલ પર તો જાણે કે આભ તૂટ્યો.

અચાનક ખુશીથી ચહેકતો એનો ચહેરો દુઃખથી ઘેરાઈ ગયો.

"શું થયું?!" વિરાટ રડમસ રીતે પૂછ્યું. શું પ્યારમાં હોઈએ તો કારણ વિના જ રડવું પણ આવી જતું હશે?! કાજલ વિચારી રહી હતી.

"કઈ નહિ." એણે બનાવટી હાસ્ય કર્યું.

"આઈ નો, બોલ ને તું, યાર, જો, તને મારા સમ છે..." એણે કહ્યું.

"કાલે મને જોવા આવે છે!!!" એણે વિરાટને ભેટી લીધો. એ એની બહેનો તરૂણા વગેરેની હાજરી ભૂલી ગઈ અને બસ એણે લીપટી જ રહી. ક્યારે ઘર આવી ગયું ખબર જ ના રહી.

એ પછી તો એ છોકરાંની ખામી ઓ એની બહેનો તરૂણા વગેરે એ કાઢી ને રિશ્તા ની મનાઈ કરાવી દીધી હતી.

"સાચી વાત ને?!" વિરાટને એની સગી બહેન એ કહ્યું તો એ બેસુધ બની રહેલો.

માંડ એણે ત્રીજીવાર કહ્યું તો સમજાયું કે એ લોકો વાત એ કરતા હતા કે વિરાટ ને તો મસ્ત કાજલ જેવી છોકરી જ ગમે એમ!!!

"હા તો!!!" વિરાટ બોલ્યો.

વિરાટ પર એક મેઈલ આવ્યો, એણે જોયું તો ખુશીથી પાગલ થઇ ગયો!!!

મેઈલ એના બોસ નો હતો!!! લખ્યું હતું કે સ્ટાફ ના સદસ્ય મિસ્ટર વિરાટને એમના હાલના કામમાં યોગ્યતા જોઈને આસિસ્ટન્ટ બનાવવામાં આવેલ છે!!!

એણે સૌને આ મેઈલ વાંચી સંભળાવ્યો તો સૌથી વધારે તો કાજલ ખુશ થઈ ગઈ. હવે એ એમના રિશ્તા ની વાત કરી શકાશે.

એની બાજુમાં રહેલી વિરાટની માસીની છોકરી તરૂણા એ કહ્યું, "બધું તું મારી ઉપર છોડી દે!!!"

બંને બહુ જ ખુશ હતા.

(સમાપ્ત)