Mrugtrushna - 11 in Gujarati Love Stories by Hiral Zala books and stories PDF | મૃગતૃષ્ણા - ભાગ 11

Featured Books
Categories
Share

મૃગતૃષ્ણા - ભાગ 11

[ RECAP ]
( અનંત પાયલ લેટ આવે છે એટલે એને મિટિંગ એટેંડ નથી કરવા દેતા , જેના લીધે પાયલ ગુસ્સે થઈ જાય છે. બધાં જ એમ્પ્લોઇઝ નીચે આવી પાયલ ને હેરાન કરે છે , સંજય અનંત સાથે પાયલ ની વાત કરવા જાય છે અને અનંત નથી સાંભળતાં. બીજી તરફ વૈદેહી દી ઘરે આવે છે. )

હવે આગળ.........

વૈદેહી : કેમ છો ભાઈ?

ધનરાજ : એક દમ મજા માં.
( દીપક એ ધનરાજ પાસે આવી એમને ગળે મળે છે. )

ધનરાજ : દીપક આવી રીતે આવવા નું રાખો તોહ ગમે મને.

દીપક : અરે..ક્યાં ટાઈમ મળે આ કામ માંથી.

ધનરાજ : એ વાત તોહ છે.
( અજીત દેવાંગી પાસે આવી એમને ગળે મળે છે. )

દેવાંગી : અજીત વૈશાલી ભાભી ક્યાં?

અજીત : એ અને નિશા બંને એક સેમિનાર છે નિશા નો વેન્કોવર માં એટલે બે દિવસ થી એ લોકો નીકળી ગયા.

વૈદેહી : અરે... વાહ
( બધાં સાથે ઊભી ને વાત કરતાં હોય છે અને તરત j રૂહાંન રૂમ માં આવે છે. )

રૂહાંન : હું શું કવ ફઈ , વાતો થી પેટ ભરસો કે તમને મમ્મી માં હાથ નું માઇન્ડ બ્લોઈંગ જમવા માં ઇન્ટરેસ્ટ છે?

ધનરાજ : ચાલો જઈએ નીચે....

અનંત : ભાઈ હું ચેન્જ કરી ને આવું.

ધનરાજ : જલ્દી આવો..અને રૂહાંન આદિત્ય ને કોલ કર જલ્દી આવે.

રૂહાંન : હમણાં જ કોલ કર્યો ડેડ..આવે જ છે.
( બધાં સાથે નીચે જાય છે અને અનંત એમના રૂમ માં જતાં હોય છે એન્ડ એમને કોલ આવે છે. પણ અનંત એ નંબર જોઈ ને કોલ કટ કરી દેઇ છે. )

( ડાઇનિંગ ટેબલ પર બધાં જમવા બેસે છે. અને આદિત્ય આવે છે. અને તરત વૈદેહી જ્યાં બેઠાં હોય છે ત્યાં જાય છે. ત્યારે વૈદેહી ઊભા થઈ જાય છે.)

વૈદેહી : આવો...આવો , કેમ છે બચ્ચાં?

આદિત્ય : આઈ એમ પરફેક્ટલી ફાઈન...તમે કહો ક્યારે આવ્યા

વૈદેહી : અમે બસ 10 વાગે. કેવી ચાલે છે ઓફિસ તારી.

આદિત્ય : મારે શું વાંધો હોય, ડેડ છે , કાકા છે હું તોહ બસ હમણાં કામ શીખું છું.

દીપક : રૂહાંન તું કયાર થી કામ શીખે છે 😂
( પાછળ થી અનંત આવે છે અને ધનરાજ ની બાજુ માં બેસી છે. )

અનંત : દિપક....રૂહાંન પ્રીમિયમ માણસ છે એને ક્યાં શીખવા ની જરૂર છે.

રૂહાંન : શેર... તમને મારા સિવાય કોઈ ખેચવા મળતું નથી.

આદિત્ય : બીજું કોઈ તારા જેવું કાબિલે તારીફ નથી ને એટલે😂

વૈદેહી : સારું...સારું..જમી લો..પછી આરામ થી બેસી ને વાત કરી શું..
( બધાં જમવા નું સ્ટાર્ટ કરે છે. પણ ધનરાજ ની નજર સતત આદિત્ય તરફ હોય છે. જે અનંત અને દેવાંગી જોઈ જાય છે. )

રૂહાંન : મોમ યુ આર ફેબ....

દીપક : રૂહાંન... તને સારું ખાવા નો બોવ શોખ છે ને , તોહ એક કામ કર લગ્ન કરી લે. પછી તારી વાઇફ તને રોજ પાયલ બેસી ને જમવાનું જમાડશે.

( તરત આદિત્ય ની નજર દેવાંગી પર જાય છે અને દેવાંગી આદિત્ય સામે જોઈ રહ્યા હોય છે. આ જોઈ ને ધનરાજ દેવાંગી ને કહે છે. )

ધનરાજ : જમી લો...શાંતિ થી😊

રૂહાંન :( દીપક ને જવાબ આપે છે) DM , હું લગ્ન કરવા કરતાં અનશન કરવા નું વધારે પ્રિફર કરું. અને મારું એક સ્લોગન પણ છે. " હું મારા અનંત ના નક્ષે કદમ પર " બરાબર ને અનંત કાકા.
( દીપક અને બધાં હસવા લાગે છે. )

દીપક : તીર બરાબર નિશાન પર વાગ્યું રૂહાંન😆😆

ધનરાજ : દીપક....સાંજે રોકાવ. કૈક પ્લાન કરીએ.

દીપક : એ જ વિચારું છું...કાલે સવારે નીકળી જશું.

ધનરાજ : વાંધો નહીં..

________________________

( બધાં જમી લેઇ છે અને પોતાના રૂમ માં જતાં રહે છે. દેવાંગી એ ધનરાજ ને એમની દવા આપે છે. )

ધનરાજ : સરસ હતું જમવાનું😊

દેવાંગી : આજે ગમ્યું બધાં સાથે મળી ને જમ્યા. કેટલાં સમય થી વૈદેહી અને જીજુ આવ્યા નતા. સારુ થયું અનંત ને પણ મળી લીધું.

ધનરાજ : બેસો ને.....

( દેવાંગી ધનરાજ પાસે બેડ પર બેસી જાય છે. )

ધનરાજ : કંઈ થયું?

દેવાંગી : ના કંઈ નથી થયું.

ધનરાજ : તોહ આટલું ખરાબ મૂડ કેમ છે. કે મારી બપોર ની દવા ની જગ્યા પર મને રાત ની દવા આપી દીધી.

( દેવાંગી દવા ને જોવે છે છે. અને ધનરાજ ના હાથ માંથી દવા લઈ લેઇ છે. અને ઊભા થઈ બીજી દવા લેવા જાય છે. અને ધનરાજ એમનો હાથ પકડી એમને જતાં રોકી લેઇ છે. અને ઊભા થઈ ને કહે છે. )

ધનરાજ : દેવાંગી ફરી એક વખત પૂછું છું, કંઈ થયું છે , કોઈ વાત કરવી છે તમારે?

દેવાંગી : રાજ...તમે સાંભળશો તો નઈ પછી વાત કરી ને શું મતલબ

ધનરાજ : હું સાંભળીશ.... હંમેશા સાંભળીશ પણ ઝિદ નઈ સાંભળવી મારે...અને આ રીતે મને ઇમોશનલ રીતે મારા સંબંધ ને લઈને તમે એક તમારી જીદ પૂરી કરશો તો એમાં હું તોહ ખુશ નથી જ દેવું.... અને તમારે જો આ વાત ને આટલી જ વધારવી હોય ને તોહ આજે એક વાત સાંભળી લો...તમારી જો આ આદિત્ય ના સંબંધ કરવા ની જીદ છે ને તોહ આજ થી મારી પણ એક જીદ છે કઈ પણ થઈ જાય આદિત્ય ના એ છોકરી સાથે તોહ લગ્ન નઈ જ થાય. પછી જેને જેટલું દુઃખી થવું હોય થાય.

દેવાંગી : રાજ....શું પ્રોબ્લમ છે?? આટલી નાની વાત ને આટલી મોટી કેમ બનાઓ છો. હું ખાલી એટલું ઈચ્છું છું કે મારો છોકરો ખુશ રહે.

ધનરાજ : દેવાંગી....આદિત્ય નો દુશ્મન નથી હું. જે કરીશ એના સારા માટે જ કરીશ. હવે તમે વિચારો કે તમારે મારી સાથે રેહવું છે કે સામે.

( ધનરાજ ગુસ્સે થઈ રૂમ માંથી બહાર જતા રહે છે. )

_____________________


( આદિત્ય એના રૂમ માં લેપટોપ પર કામ કરતા હોય છે અને દિવ્યા નો મેસેજ આવે છે. )

દિવ્યા : મિટિંગ ઓવર?

આદિત્ય : હું ઘરે છું , મારા ફઈ આવ્યા હતા એટલે આજે બધાં ઘરે જ છે.

દિવ્યા : ઓકે..

આદિત્ય : હું સાંજે મળું?

દિવ્યા : કાલે...

આદિત્ય : સારું...કોઈ વાંધો નઈ. હું કાલે મળીશ. પણ કોલ કરીશ સાંજે.

દિવ્યા : નો પ્રોબ્લેમ આદિ.

આદિત્ય : દિવ્યા...

દિવ્યા : બોલો ને...

આદિત્ય : આઈ ડોન્ટ ફીલ ગુડ

દિવ્યા : શું થયું આદિત્ય?

આદિત્ય : કંઈ નઈ..તમે કામ કરો. આપડે કાલે મળી ને વાત કરીએ.

દિવ્યા : નહિ..હમણાં કહો શું થયું? મે તમને કીધું ને કે ચિંતા નઈ કરો.હું છું તમારી સાથે.

આદિત્ય : હંમેશા રેહશો??

દિવ્યા : આદિત્ય ટેન્શન નઈ લો. મને ખબર છે તમને કંઈ વાત ની ચિંતા છે. એટલે જ હું કવ છું કે થોડો વેટ કરો. સમય આપો તમારા મોમ ડેડ ને.

આદિત્ય : સારું...હું ટેન્શન નઈ લવ. તમે કામ માં ધ્યાન આપો. મને કંઈ નથી થયું. આઈ એમ ફાઈન.

દિવ્યા : ઓકે બાય...એન્ડ ટેક કેર 👋👋

___________________


( જેવી આદિત્ય એન્ડ દિવ્યા ની વાત પતે છે કે તરત અનંત આદિત્ય ના રૂમ માં આવે છે. અરે ડોર ખખડાવે છે. )

અનંત : આદિત્ય...આવું અંદર.

આદિત્ય : અરે...આવો ને
( અનંત ને જોઈ આદિત્ય એનું બધું કામ મૂકી દેઇ છે અને અનંત સાથે વાત કરવા લાગે છે.)
અનંત : હવે નથી જવાનું ઓફિસ..

આદિત્ય : ના..આજે કંઈ એટલું કામ નથી એટલે ઘરે જ

અનંત : સારું ચાલો..અમુક વાર બ્રેક પણ લેવો જોઈએ.

આદિત્ય : હા... એ વાત તોહ છે.

અનંત : આદિત્ય...એક વાત પૂછું?

આદિત્ય : હા પૂછો ને...

અનંત : આ દિવ્યા કોણ છે??

( આદિત્ય તરત આશ્ચર્ય માં પડી જાય છે અને થોડી વાર પછી જવાબ આપે છે. )

આદિત્ય : એક મિત્ર કરતાં વધારે છે અને મને મારા થી સારું સમજે છે. બોવ સિમ્પલ ફેમીલી થી છે અને મને એક મિત્ર કરતાં વધારે માને છે. ગર્લ ફ્રેન્ડ નઈ કવ કારણ કે હું હમણાં એમના પર હક જતાવા નથી માંગતો. એક સવાલ એમને પૂછ્યો તોહ મે કે લગ્ન કરશો મારી સાથે , અને એક સવાલ મે મોમ ને પૂછ્યો હતો કે શું લગ્ન કરવા દેશો મને દિવ્યા સાથે. એક જવાબ તોહ મળી ગયો. હવે બીજા નો વેટ કરું છું.

( અનંત થોડી વાર આદિત્ય ની આંખો માં જોયા કરે છે. અને પછી કહે છે. )

અનંત : અને એ જવાબ " ના " માં આવ્યો તો??

આદિત્ય : (હસતા હસતા કહે છે) આજ સુધી મોમ ડેડ ની એવી કોઈ વાત નથી કે જેના ખિલાફ હું ગયો હોવ. તોહ એમના આ નિર્ણય નું પણ માન રાખીશ. પણ મને ત્યારે ખાલી એક જ વાત નું દુઃખ હસે કે ને કોઈ ને એક પ્રોમિસ આપ્યું છે. કોઈ એ વિશ્વાસ કર્યો છે મારા પર. એ વ્યક્તિ ને ક્યારે પણ ફેસ નઈ કરી શકું.

અનંત : આદિત્ય...મારી વાત ને ધ્યાન થી સાંભળ. હું જાણું છું કે પ્રેમ છે. પણ એ આપડી લાઈફ માં વચ્ચે નઈ આવવો જોઈએ. તારી દરેક વાત સાચી છે. પણ પોતાની જાત ને થોડો સમય આપ. હું માનું છું કે છોકરી સારી છે. પણ મારા ખ્યાલ થી મારા માટે તોહ હમણાં ખાલી તારી લાઈફ ઇમ્પોટેન્ટ છે. લગ્ન એક બોવ મોટી જવાબદારી છે. અને જ્યારે જવાબદારી આવે ને ત્યારે વ્યક્તિ નું જીવન બસ સંકળાઈ ને રઈ જાય છે.

આદિત્ય : મને ખબર છે જવાબદારી છે. પણ એમાં હું એકલો તોહ નઈ જ હોવ. જેના માટે હું આટલું મોટું કદમ ઉઠાવું છું એ પણ મારી સાથે હસે.

અનંત : આદિત્ય...કોઈ ના પર આટલો જલદી વિશ્વાસ તો નઈ કરવો જોઈએ. ભાભી એ ભાઈ ને વાત કરી અને તારો જવાબ પાસે છે. જે " ના " છે આદિત્ય

( આદિત્ય અનંત ની આંખો માં આશ્ચર્ય થી જોતા રહી જાય છે. )

અનંત : તોહ પણ...ભાભી ફરી એક વખત ભાઈ સાથે વાત કરશે...

આદિત્ય : અને તમારો શું જવાબ છે??

અનંત : આદિત્ય હું તારા ખિલાફ કે આ સંબંધ ના ખિલાફ નથી. પણ હા..હું હમણાં તોહ આ લગ્ન ના ખિલાફ છું.કારણ કે આ નિર્ણય તે બોવ જલ્દી લીધો છે. અને જે સંબધ જલ્દી જલ્દી થાય ને એનું કોઈ ભવિષ્ય નથી હોતું. હું તારા માટે એક મિત્ર રહ્યો છું હમેશાં, એન્ડ આજે એ જ હક થી કવ છું કે હમણાં આ સંબધ જોડવા માં કોઈ ભલાઈ નથી. હજી જીવન માં બધું બોવ બાકી છે એટલે એમાં ધ્યાન આપો.

આદિત્ય : હું મારા પરિવાર ના સામે ક્યારે પણ નથી થવા નો અને મારી હિંમત પણ નથી. પણ હા..હું એક ટ્રાય કરવા માંગુ છું.

અનંત : સો... એ વાત માં બેસ્ટ ઓફ લક. ટ્રાય કરો. પણ જે પણ કરો જીવન માં વિચારી ને કરો.કારણ કે ભવિષ્ય આગળ બોવ લાંબુ છે. ઓકે.

( અનંત ત્યાં થી જતાં રહે છે અને આદિત્ય એમને જોતો જ રહે છે. આદિત્ય ની આંખો માં સાફ સાફ એક દર્દ ઉભરાઈ આવ્યો હતો કારણ કે એને ઈનડાયરેક્ટલી એનો જવાબ મળી ગયો હતો. જે જવાબ દિવ્યા ને કેહવાની બિલકુલ હિંમત નથી. )

____________________________


રાત્રે 8 વાગે
( પાયલ ઘરે આવે છે અને દિવ્યા ના રૂમ માં જાય છે. દિવ્યા રૂમ માં કઈ વિચારી રહી હોય છે. જેના લીધે રૂમ માં પાયલ આવે છે એ પણ દિવ્યા ને નથી ખબર પડતી.પાયલ દિવ્યા ને અચાનક બોલાવે છે જેના થી દિવ્યા ડરી જાય છે. )

પાયલ : દી....શું થયું?? આટલા કેમ ડરી ગયા.

દિવ્યા : કંઈ નઈ તું બેસ ને.

પાયલ : કંઈ વાત ના લીધે ટેન્શન માં છો?

દિવ્યા : પાયલ એક વાત પૂછું?

પાયલ : મને ખબર છે તમારે શું પૂછવું છે. અને હું જવાબ પણ આપી દવ. દી...આદિત્ય બોવ સારા વ્યક્તિ છે. આટલી ઉંમર માં બોવ જ સમજદાર અને ખરેખર લાયક વ્યક્તિ છે. આજે જ્યારે આપડે મસ્તી કરતા હતા ને અને તમે અચાનક આવ્યા મે તોહ એમની આંખો માં એક ડર આવી ગયો હતો. તમને ખોવા નો ડર. એ ખરેખર તમને પ્રેમ પણ કરે છે અને એક દિવસ તમને કરેલા બધાં પ્રોમિસ પણ પૂરા કરશે. દી...એક વાત કવ તમારા માટે આદિત્ય થી સારો વ્યક્તિ દુનિયા માં બીજે નઈ મળે. એ કંઈ બોલતા નથી પણ એમની આખોં જ કહી દે છે કે એ તમને બોવ પ્રેમ કરે છે અને જો ખરેખર તમારા લગ્ન થયા ને તોહ એ તોહ તમારો સાથ ક્યારે પણ નથી છોડવાના.

( દિવ્યા પાયલ ને જોતી જ રહી જાય છે અને એની આંખો માં જ જોયા રાખે છે. )

દિવ્યા : પાયલ...મને ખબર છે કે મારો વિશ્વાસ નઈ તૂટે ક્યારે પણ...પર પ્રોબ્લેમ છે એક બોવ મોટી

પાયલ : શું???

દિવ્યા : પાયલ...આદિત્ય ની ફેમીલી બોવ wealthy family થી છે. આદિત્ય ને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એમના મોમ ડેડ?

પાયલ : દી...વિશ્વાસ રાખો ને એમના પર. આદિત્ય તમારાં માટે કંઈ પણ કરશે. અને પોતાની ફેમીલી ને પણ મનાવશે.

દિવ્યા : અને આપડી ફેમીલી નું શું?

પાયલ : એ તો સમય આવશે ત્યારે જ જોવાશે. પણ દી..હમણાં તમે બસ ખુશ રહો અને એમને હિંમત આપો. બાકી છોકરો જોરદાર સોધ્યો તમે😆લગ્ન થઈ ગયા તો પછી તોહ જેવું દિવ્યા મેમ કેસે એવું જ ચાલવાનું. બિચારા ભોળા છોકરા નું કંઈ નઈ આવે🤣🤣

દિવ્યા : પાયલ શું કઈ પણ...મારે ચલાવું મારું. મને ખબર છે આદિ બધું સંભાળી લેશે.

પાયલ : ઓહ... મેડમ તોહ ફેસ તોહ જોવો મતલબ ગાર્ડન ગાર્ડન થઈ ગયું.🤣🤣 વાહ...રે..વાહ જી આદિ સંભાળી લેશે. આદિ બધું સંભાળશે તોહ તમે કોને સંભાળશો બોલો બોલો😄😄બોલો ને

[ NEXT DAY ]

( દેવાંગી વૈદેહી ને આદિત્ય ની વાત કહે છે. આદિત્ય દેવાંગી પાસે જવાબ માંગે છે. ઓફિસ ની કેન્ટીન માં પાયલ અને અનંત ની કૉફી ચેન્જ થઈ જાય છે. અને પછી જલ્દી જલ્દી માં પાયલ ફરી અનંત ના કપડાં પર કૉફી ઢોરી દેઇ છે. )

BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા✍️