સાચી સમજ
મોહનભાઈ આનંદ
=====================°==°======
તમે ગમે તેવી પરિસ્થિતિમાં માં કેમ ના હોય?
તમારે એટલું જ સમજવાનું છે કે, હું કર્તા નથી, હું ભોક્તા નથી, જે થાય છે તે બધું પ્રકૃતિ માં જ થાય છે.અને પ્રાકૃતિક
વસ્તુ વ્યક્તિ ને પરિસ્થિતિ બદલાઈ જાય એ સ્વાભાવિક છે.
આપણા પ્રયત્નો દ્વારા મનને જે અનૂકુળ છે તે સુખ રૂપ છે
અને પ્રતિકૂળ છે એ દુઃખ રૂપછે,
શરીર,મન, બુધ્ધિ ,સમાજ બધું પ્રકૃતિમા માં છે, તેથી તેમાં થી
મળતું સુખ શાંતિ ક્ષણિક છે, તેના હરખ શોક ના કરવો.
તો પછી પ્રશ્ન છે. શાશ્વત શાંતિ કેવી રીતે મળે?
જવાબ પ્રશ્ન જેટલો જ સરળ છે. જે જેનું હોય ત્યાં થી મળે.
એટલે નાશવંત માં થી નાશવંત ને શાશ્વત માં થી શાશ્વત મળે
. કેવી રીતે ???
શાશ્વત શાંતિ મળે તેના સામાન્ય ત્રણ માર્ગ છે.તેમાથી તમને
જે અનુકૂળ લાગે તેને અનુસરવાનું , પરિણામ તો બધાનું એક જ છે. શાશ્વત શાંતિ આનંદ ને પ્રેમ ની પ્રાપ્તિ.
૧ .ભક્તિ ૨. યોગ ૩ .જ્ઞાન.
આ તો બધાને ખબર જ છે, નવું શું છે ??
નવું જુનું કશું નહીં, સત્ય આચરણ ને સમજણની જરૂર છે
તમે ભાવ સાથે ભગવાન સાથે જોડાયેલા રહી, શરણાગતિ દ્વારા આત્મ નિવેદન કરો. બધાજ કર્મ પ્રભુ પ્રિત્યર્થે કરો
તે ભક્તિ માર્ગ છે.
તમે યોગ્ય ગુરુ ના માર્ગદર્શન દ્વારા, પ્રાણ સ્પંદન થી થતી પ્રત્યેક ક્રિયા પ્રભુ ને અર્પણ કરો, દેહ ને સાધન માનો
ને સાધ્ય પરમાત્મા ને શરણે પ્રાણ અર્પણ કરો.આ યોગ છે.
જ્ઞાન માર્ગ ની લાયકાત પ્રબળ વિતરાગી કે વૈરાગ્ય જેના મનમાં છે, તેવા વ્યક્તિને આત્મા અનાત્મા વિવેક દ્વારા બધામાં ભગવાન છે એમ સમજી , બ્રહ્મ રૂપ જવું, અથવા
આ નથી વિશ્લેષણ નેતિ નેતિ દ્વારા શેષ બચી જાય તે આત્મચેતના માં સ્થિતિ કરવી.
આ સનાતન ધર્મ નો સનાતન માર્ગ છે, વિશ્વ ના દરેક ધર્મ માં
ઈશ્વર ને શરણે જવાનો ને અહં કાર દુર કરવાનો જ ઉપદેશ છે. તેથી માનવ માત્ર અહં કાર ત્યાગી નિષ્કામ ભાવે કર્મ કરે
તો પછી શાશ્વત શાંતિ કેમ ના મળે.
ધર્મ વાતો કરવા નો વિષય નથી, આચરણમાં મૂકીને ચાલવાની વાત છે. સત્સંગ નામે વાર્તાલાપ કરી પૈસા ભેગા કરવા કે
આશ્રમ બનાવવા માટે નથી, પણ આચરણમાં જોડવા કંઈ કરી એ તો સારું જ છે,
જીવન નો ઉદ્દેશ સર્વપ્રથમ નક્કી કરો કે ભૌતિકતા માં જીવન
જીવવું છે કે આધ્યાત્મિકતા માં, કે મધ્યમ માર્ગ બેઉ ને અનુસરવું છે , આ વ્યક્તિ ની મનઃ સ્થિતિ પર આધારિત છે.
સારાંશ, શાશ્વત સુખ શાંતિ ને આનંદ આત્મા માં છે, તેને
અપરોક્ષ અનુભૂતિ દ્વારા જ મેળવી શકાય.
આ લેખમાં જેને જેટલી સમજ પડે તેટલું ગ્રહણ કરી બાકી નું
છોડી દેવું એમાં જ ભલાઈ છે, મનની સ્થિતિ વ્યક્તિ તેની ઉંમર પરિસ્થિતિ ને દેશ કાળ પર આધારિત છે.
આશા રાખું છું, બધાને સુખ શાંતિ ને સમૃદ્ધિ મળે, બધાનું કલ્યાણ થાય ને જીવન માં આનંદ મંગલ થાય
બધાને સુખ જોઈએ છે, દુઃખ કોઈ ને જોઈતું નથી.પરંતુ સત્ય એટલું છે કે, દરેક ના જીવન માં સુખ સાથે દુઃખ આવે છે. આ અનિવાર્ય બાબત છે.
સુખ દુઃખ જીવનરૂપી સિક્કા ની બે બાજુ ઓ છે..
દરેક સુખ જ્યાં થી મળે છે, તે વસ્તુ વ્યક્તિ ને પરિસ્થિતિ
પ્રાકૃતિક હોવાથી બદલાયા કરે છે, પરિવર્તન પ્રકૃતિ માં અનિવાર્ય છે, તેથી દરેક સમયે બધુજ અનુકૂળ હોવું શક્ય નથી, તેથી પ્રતિકૂળતા માનવ ને દુઃખદાયક લાગે છે અને તેને
અનુકૂળ કરી ફરી સુખની શોધ માં જીવન વ્યવહાર કરે છે.
સૌપ્રથમ જીવનમાં સંયમ હોવો જરૂરી છે, ૐ ૐ
મોહનભાઈ આનંદ