બાથરૂમ માં બખારો
સવાર નો સમય હતો અને બાથરૂમ માં એક નાના પથ્થર પર પોતાનું સ્થાન નક્કી કરવા માથાકૂટ ચાલતી હતી.જેમાં એક શેમ્પૂ,એક ફેસવોશ,એક સાબુ અને કપડાં ધોવા નું બ્રશ(મોટાભાઈ). અંદરો અંદર ઝઘડતા હતા પોતાના રહેવાની જગ્યા નક્કી કરવા અને એકબીજા ને અડપલા કર્યા કરતા એટલા મા નાનુ બ્રશ(ટુથ બ્રશ) બાર એમના શેઠ નું કામ પતાવી પાછું ફર્યુ. તો એની કોઈ જગ્યા આપવા માટે તૈયાર ના થયું.
અંદરો અંદર એક બીજા પર ઠાલવતા કે આને જગ્યા વધારે રોકી છે તુ જા અને એની પાસે તારી જગ્યા માગ. તો નાનું બ્રશ સૌથી પેલા ગયું મહાકાય જગ્યા રોકી ને બેઠેલા શેમ્પૂ પાસે અને કહ્યું મને પણ થોડી જગ્યા આપો પણ શેમ્પૂ બોલ્યું હું તમારા બધા મા સૌથી વધારે મોટુ અને ઘરમાં મારા ઉપયોગ થી બધા પોતાના વાળ ધોવે છે એટલે હું તો અહીંયાંથી ક્યાંય જઈશ નહીં તું જા પેલા ફેસ વોશ જોડે એ અભિમાની ને કે તને જગ્યા આપે એ એની કાયા કરતા વધારે જગ્યા રોકી ને બેઠયો છે. પાછું બ્રશ ગયુ ફેસવોશ પાસે અને કહ્યું જરા થોડું અંદર ખસો મારે જગ્યા નથી તો ફેસ વોશ બોલ્યું હું તમારા બધા મા સૌથી વધારે મૂલ્યવાન અને મારા લીધે ઘર મા બધા ના મોઢાં પર નિખાર આવે છે એટલે હું અહીંયા થી ક્યાંય નહીં જાઉં તું તારું કરી લે. તો પાછું બ્રશ ફરતું ફરતું આના મોટા ભાઈ જોડે પહોંચ્યુ. મોટા ભાઈ ને જઈ ને વાત કરવા પહોંચ્યો તો મોટા ભાઈ આરામ કરી રહ્યા હતા જઈને વાત કરી મોટા ભાઈ મોટા ભાઈ મને કોઈ જગ્યા આપતું નથી તમે વાત કરો ને. ત્યાં તો મોટા ભાઈ એમનુ કામ પતાવી ને આવ્યા હતા એટલે ગરમ થઈ ને બોલ્યા તું જા મને થાક લાગ્યો છે મને આરામ કરવા દે તું તારું કરી લે. બધે થી થાકી ને સાબુ પાસે ગયો અને બધી વાત કરી ત્યાં સાબુ પણ જગ્યા આપવા માટે તૈયાર ના થયો અને પેલા બધાની વાત સાંભળીને બોલ્યો હું પણ કયાં વ્યર્થ છું.મારા ઉપયોગ થી બધા ના શરીર ની અશુદ્ધિ દૂર કરું છું. અને હું તારી ભાવના સમજી શકુ છું પણ બધા પોતપોતાનુ ધાર્યું કરે છે તો હું શું કામ તને મારા મા થી ભાગ આપુ.આખરે કંટાળી ને બ્રશ નિરાશ થઈ ને દૂર જઈ ને બેઠું. હવે આ બધું દૂર કચરાપેટી મા પડેલા પોતાના જીવન ના અંતિમ સમય વિતાવી રહેલું ટબ આ બધું જોઈ રહ્યા હતા. અને પછી બધા ને પાસે બોલાવ્યો હવે એમના બધા મા મોટા હોવા ના કારણે કોઈ એમને ના પાડી શકે એમ નહોતું. એટલે બધા ગયા ટબ પાસે અને બોલ્યા હા બોલો શું થયું. ટબ એ એના શૈશવ નું સમરણ કર્યું અને કીધું કે આમ તમારી જેમ મારું પણ અભિમાન હતું કોઈ ને માન સન્માન નહોતો આપતો. પણ સમય બધું શીખવાડે છે.હાલ તમે જ્યાં રહેવા માટે ઝઘડા કરો છો ત્યાં મારું રાજ ચાલતું હતું પણ આજે કોઈ મારા સામે પણ કોઈ જોવા વાળું પણ નથી. જો હું મારા સમય પર બધા ને માન સન્માન આપી ને અને અભિમાન વગર રહ્યો હોત તો આજે બધા મારી સાથે હોય હું આમ મારા છેલ્લા દિવસો મા એકલતા ના અનુુભવતો હોત.
ક્યારેય કોઈનું અભિમાન કે એમનો પાવર હરહંમેશ માટે નથી રહેતો એટલે બધા સાથે પ્રેમ થી રહેવા મા અને બધા ને જરૂરિયાત ના સમય મદદરૂપ થાઓ તો તમારા છેલ્લા સમય મા તમારી સાથે ઊભું રહેવા કોઈક મળશે. આ સાંભળીને બધા ને પોતાની બુદ્ધિ ઠેકાણે આવી ગઈ અને બ્રશ ને સાથે લઈ ગયા અને બધા શાંતિ થી અને એકબીજા સાથે સમય વિતાવવા લાગ્યા.
આવી જ રીતે માણસ પણ જ્યારે હાથે પગે સંપૂર્ણ સારા હોય ત્યારે બધા ને મૂકી ને અભિમાન મા આવી જાય છે.
કોઈ ને માન સન્માન નથી આપતો એમ વિચારી ને આપણે ક્યાં કોઈની જરૂર છે પણ હમેશાં આ અભિમાન કે પાવર છેલ્લા સમય સુધી ક્યારેય કોઈનું રહ્યું નથી અને રહેવાનું પણ નથી બધા પોતપોતાના ક્ષેત્રમાં આગળ હોય છે પણ સમય જતાં બધા ને બીજા ની જરૂર પડે છે. એટલે જીવન મા પ્રેમ થી અને એકબીજાને મદદરૂપ થઈ ને રહીશું તો આપણા જીવન ના છેલ્લા સમય મા કોઈક આપણી સાથે રહી ને આપણ ને સહકાર આપશે.