//નવજીવન//
હિંદુસ્તાનમાં જે રીતે દિવાળીનો તહેવાર ભારે હર્ષોલ્લાસ પૂર્વક પાંચ-દિવસ ચાલ્યો હોય છે. પ્રજા પણ તેની મન મૂકીને ઉજવણી કરતી હોય છે. કે મુજબ અન્ય દેશોમાં જ્યાં મોટાભાગે ખ્રિસ્તી ધર્મ પાળવામાં આવે છે આ દેશોમાં ર૫મી ડીસેમ્બર થી ૧લી જાન્યુઆરી સુધી નાતાલ-નવા વર્ષની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. ૨૬ ડિસેમ્બરની સાંજ હતી. નાતાલના દિવસોની ઉજવણીના ઉત્સાહમાં સૌ હતાં. જ્યાં જુઓ ત્યાં આનંદનો ક્ષીરસાગર લહેરાઈ રહ્યો હતો. આનંદ, ઉમંગ, ઉત્સાહ અને સાથે સૌને ઉતાવળ પણ ખરી. જેક અને મૅડમ પાલેટ બસલટન થી પર્થ સીટી તરફજઈ રહ્યાં હતાં. તેઓને ક્રિસમસના એક શાનદાર ફંક્શનમાં પહોંચવાનું હતું. ઘણો ખ્યાલ રાખવા છતાં નીકળવામાં જ મોડું થયું હતું.
ટાઉનમાંથી નીકળવામાં મોડું થયેલ હોવાને પરિણામે હવે તો સ્પીડ વધારી સમયસર પહોંચવા સિવાય બીજો કોઈ વિકલ્પ જેક થોમસ પાસે નહોતો. તેમણે કારની ઝડપ વધારી. આજુબાજુનાં દૃશ્યો તેજ ગતિથી પસાર થવા લાગ્યા. એક વળાંક પર કારની સ્પીડ સહેજ ધીમી પડી એક ડૉક્ટરસાહેબની નેઈમ પ્લેટ પર જેક થોમસની નજર પડી. વળી ગતિ વધી. જેક થોમસ ઠરેલ હતા , અનુભવતી હતા . ડાહ્યો માણસ ઉતાવળમાં ન હોય એવું એ જાણતા હતા , છતાં ઉતાવળનો જે અંજામ હંમેશાં આવે છે તે જ આવ્યો.
એક બાળકને બચાવવા અંકલ જેકે ટર્ન માર્યો , સામેની કારથી બચવા ફરી ટર્ન મારવો પડ્યો, પરિણામે કાર એક ઝાડ સાથે અથડાઈ પડી. અકસ્માતમાં મૅડમ પોલેટને વધુ પડતી ઈજા થઈ. જેકને પણ માથામાં વાગ્યું હતું. ડાબો હાથ મચકોડાઇ ગયો હતો. મહામહેનતે હાથવેંત પરથી અન્ય રાહદારીઓની સહાયથી તેમણે પોલેટ માથુરને પાછલી સીટ પર સુવડાવ્યા. પોતે જમણા હાથે સ્ટીયરિંગ સંભાળ્યું.
આટલી ઉતાવળમાં પણ પાછળ એક ડૉક્ટરની ડિસ્પેન્સરી (દવાખાનુ) છે એવું તેમના ખ્યાલમાં રહી ગયું હતું એટલે મોટર પાછી લીધી, ઊભી રાખી, ઊતર્યા અને જેક થોમસે ડોરબેલ વગાડી ,બારણું ખૂલ્યું અને એક પડછંદ આદમી બહાર આવ્યો. તેણે ખૂબ જ વિવેકથી કહ્યું.” આપની હું શું સેવા કરી શકું ? આપ મને જણાવશો ?” જેક થોમસે સંક્ષેપમાં અકસ્માતની વિગત આપી.
ડૉક્ટર સાહેબ કહે , “ગભરાવાની બીલકુલ પણ જરૂર નથી.” તેમણે બહાર આવી બાળક રમકડાને ઉઠાવે તેમ સાવ આસાનીથી પોસ્ટ માથુરબેભાન જેવા દેહને ઉઠવ્યો અને ડ્રેસિંગ ટેબલ પર સુવડાવી દીધો. અંકલે દવાખાનું, સાધનો, ડૉક્ટર બધાંનું નિરીક્ષણ કર્યું. આ સ્થાન હતું વ્યવસ્થિત, પણ તેનો ઉપયોગ થતો હોય તેમ લાગ્યું નહીં .
ડૉક્ટરે તો ઝડપથી કામગીરી શરૂ કરી જેક થોમસને જણાવ્યું : “આપ મને થોડી મદદ કરી શકશો ? “ જેક થોમસે પ્રયાસ તો કર્યો પણ તેમને ચક્કર આવવાથી ડૉક્ટરે તેમને બહાર મોકલી ખુરશી પર આરામથી બેસવા જણાવ્યું. ‘નો પ્રૉબ્લેમ‘ કહી ફરી એ ટ્રીટમેન્ટ આપવા લાગ્યા.
બહાર સોફા પર જેક થોમસ શાંતિથી બેઠા હતા. એ જ વખતે એક આગેવાન અને તેની સાથેના થોડા માણસોએ ડૉક્ટરના મકાનમાં પ્રવેશવા પ્રયાસ કર્યા. ખૂબ સાવચેતી રાખી, આજુબાજુ બરાબર નિરીક્ષણ કરી. સૌ મકાનમાં દાખલ થયા. જેક થોમસ બેઠાંબેઠાં આ બધું જોયું .
જ્યારે આ આખી ટીમ એક લીડરની દોરવણી નીચે આગળ વધી કે તરત જ જેક થોમસને કડક શબ્દોમાં તેમને પડકાર્યા .‘‘ખબરદાર ! જ્યાં છો ત્યાં જ રહેજો ! જરા પણ આગળ વધશો નહીં ”
ટીમના આગેવાને કહ્યું : “ જેન્ટલમેન, આપ અમને શું ચોર ધારો છો ? આપ આવું અનુમાન કરી શકો છો તેમાં આપનો દોષ નથી, પરંતુ હું આપને જણાવવાની રજા લઉં છું કે અમે બાજુના પાગલખાનાના કર્મચારીઓ છીએ. અમારો એક પેશન્ટ આજે પાગલખાનું છોડીને નાસી ગયો છે. તેની શોધ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ .” જેક થોમસ કહ્યું , ‘’ આપની વાત સાચી હશે, પણ અહીં તો માત્ર એક સેવાભાવી ડૉક્ટર સાહેબ સિવાય બીજું કોઈ નથી. ” અધિકારીએ કહ્યું, “એ જ.. જેને તમે ડૉક્ટર કહો છો તે જ અમારા પેશન્ટ છે.
વર્ષો પહેલાંની વાત છે તેઓ તેમનાં પત્નિ સાથે તેઓ ક્રિસમસની પાર્ટીમાં જતા હતા. તેમની પાસે પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, સુખ, સ્વાથ્ય, સંપત્તિ બધું જ હતું . ડૉક્ટર ખૂબ જ સુખી માનવી હતા. તેમનાં પત્ની પણ એવાં જ સંસ્કારી, સુંદર અને સદાચારી હતાં, પરંતુ કુદરતને એમનું સુખ મંજૂર નહોતું. તેમની પત્ની સાથે ક્રિસમસની પાર્ટીમાં જતાં એક વૃક્ષ સાથે તેમની મોટર અથડાઈ. આ અકસ્માતમાં તેમનાં પત્નીનું અવસાન થયું.
આ દુ:ખ ડૉક્ટરસાહેબ સહન ન કરી શક્યા. આઘાત એવો ઊંડો હતો કે ડૉક્ટર પાગલ બની ગયા. પાગલખાનામાં પણ તેમનો કાંઈ ઉપદ્રવ નથી. બસ, આ દિવસોમાં (નાતાલના) એ ક્યારેક પાગલખાનું છોડી અહીં તેમના દવાખાને આવતા રહે છે અને દર્દીઓને સારવાર, આપવાના કામમાં લાગી જાય છે .
‘‘ઑપરેશન સક્સેસ, જેન્ટલમૅન ! આપ આપનાં પત્નિને લઈ જઈ શકો છો. માફ કરજો, હું બીજી કાંઈ આપની સેવા કરી નથી શક્યો. ‘‘આંખમાં આંસુ સાથે જેક થોમસે ડૉક્ટર સાહેબનો આભાર માન્યો. મોટરમાં પોલેટ માથુરને ધીરે રહીને સુવડાવી દીધાં. જેક પોતે બેઠા ત્યાં તેમણે જોયું. પાગલખાનાના અધિકારીઓ ડૉક્ટરને પકડીને લઈ જતા હતા.
જેક થોમસ ક્યાંય સુધી આ દ્રશ્ય જોઈ રહ્યા. પછી પોતાના ફેમિલી ડૉક્ટર એન્ડરસનને મળવા રવાના થયા. ડૉક્ટર એન્ડરસને પોલેટને તપાસી જણાવ્યું,“મિ. જેક , મારે આપને જણાવવું જોઈએ કે આપ ભાગ્યશાળી છો. અકસ્માત પછી તરત જ કોઈ નિષ્ણાત ડૉક્ટરની મૅડમને સારવાર મળી ગઈ છે. નહિતર મામલો ગંભીર હોત, હવે ચિંતાનું કોઈ કારણ નથી .”
જેક થોમસની આંખો બિજીવાર ભિંજાઇ ગઇ….મનમાં બોલી ઊઠ્યા શુ આ ડોક્ટરને તમે પાગલ કહેશો ?
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
DIPAKCHITNIS (dchitnis3@gmail.com) DMC