A mother's heart in Gujarati Motivational Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | માતૃ હ્રદય

Featured Books
Categories
Share

માતૃ હ્રદય

//‘‘માતૃ હ્રદય//

‘‘પ્રેમ‘‘ આ નાનકડો અઢી અક્ષરનો શબ્દ માનવ જીવન હોય કે અન્ય જીવ હોય દરેક માટે ખૂબ જ મહત્વતા ધરાવતો આ શબ્દ છે. ઈશ્વરે જ્યારે આ અઢી અક્ષરના પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ. એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, આ એક જીવને જન્મ આપનાર તે માતાનો જોટો જડવો નામાંકુનિન છે.પોતાના વ્હાલસોયા બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી કયારેય વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોય તો આપણું શું થાત ? કોણે લાલન પાલન કર્યુ હોત, કોણે આપણને સંસ્કાર આપ્યા હોત. કોણે આટલો પ્રેમ લૂટાવ્યો હોત. માતાનુ મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી! સાચે જ, જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગની મૂર્તિ, બલિદાનની મૂર્તિ,સૌજન્યની મૂર્તિ અને પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે. ? જગતમાં સર્વપ્રથમ અને નાના બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે.

સન્માનીય દરેક કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે અનન્ય રીતે ગાયો છે અને બિરદાવ્યો છે. કવિ બોટાદકરે પોતાની કવિતામાં કહ્યું છે કે, “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ ! માતા એ માતા જ છે. ભલે એ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની ! માતાને મન એનુ પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરનીએના વાત્ય્સલયનુ ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે. વળી બાળક હ્રષ્ટપુષ્ટ અને દેખાવડુ જ હોય એ કાઈ જરૂરી નથી. માતાને મન તો એનુ લુલુ લંગડુ કે બહેરુ બોબડુ બાળક અપ્જ ગુલાબના ખીલેલા ગોટા જેવુ જ હોય છે. માતાને ઘડીને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટુ નથી.

બાળક માંદુ પડે. નિશાળેથી આવતા થોડુ મોડુ થાય કે કોઈ ચીજ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા લાખ કામ પડતા મુકીને કેવી બેબાકળી અને ચિંતાતુર બની જતી હોય છે ! બાળકના સુખે સુખી અને બાળકના દુખે દુ:ખી થનારી, રાત દિવસ તેના હિતની પ્રાર્થના કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ છે ખરી ? જીવન નૈયાનુ સુકાન માતા છે. માવિનાના બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અશ્ય હોય છે. રેટિયો કાતતી મા ઘોડે ચડતા બાપ કરતા હજાર દરજ્જે સારી છે. જીવનનુ સબરસ મા છે. એનો ત્યાગ એનુ વાત્સલ્ય એનુ માઘુર્ય એ તો સંતાનના જીવનની અણમોલ અદ્વિતીય મુડી છે.

આખા જગતનો આધાર માતાની આંગળી છે .એની આંગળીમાં અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે. ‘મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એના પોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને, વાંદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં ક્યારેય થાકતી નથી. કેવાં સાચવે છે, ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલી માયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાત જ શી કરવી ?

જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં નહીં પરંતું જીવનમાં દરેક માનવજીવન નર હોય કે નારી બધામાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવું પડેલું કે, “એકમાતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.” માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે, તે થકી સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે. આ “મા”બનવુ પણ સહેલુ નથી કારણકે નવ માસના ગર્ભધાન પછી આકરી પ્રસૂતિની પીડા અને શિશુપાલનની અઢળક જવાબદારી એ અનેક બલિદાન માંગી લે છે. નવ માસના ગર્ભાધાન પછી બાળકના જન્મની સાથે એની ‘મા‘ નો જન્મ પણે નવો છે કહેવામાં આવે તો કે અયોગ્ય નહીં લેખાય, અને આ બધુ એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી માત્ર પોતાના દેવના દીધેલા માટે.....!!આટલુ જતન કરીને વખત આવે તો પેટે પાટા બાંધીને પુત્રનુ જતન કરનાર માતાને ઘડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર, સહારાને બદલે અપમાન મળે અને મદદને બદલે ખરાબ વેણ સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કહેવો કે પત્થર ? આટલુ થવા છતા માતા કાયમ પોતાના દીકરાને આશીર્વાદ જ આપતી રહે છે. તેથી જ તો કહેવાય છે કે "છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.‘‘

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

DIPAK CHITNIS (dchitnis3@gmail.com) #DMC