love marriage in Gujarati Love Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | પ્રેમવિવાહ

Featured Books
Categories
Share

પ્રેમવિવાહ

પ્રેમવિવાહ

માનવ જીવને પરમાત્માએ વિવિધ ઇન્દ્રિયો અર્પણ કરેલ છે. આ અર્પણ કરેલ ઇન્દ્રિયો નો ઉપયોગ કરવો કે દુરપયોગ કરવો આ બધી બાબત વિચારવા માટે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર નાનું-મોટું મગજ આપવામાં આવેલ છે. આ બંને મગજમાં અને પ્રકારના વિચારોની ઉત્પત્તિ થતી હોય છે. કયા પ્રકારના વિચારોની અમલીકરણથી સારું કે અયોગ્ય શું થશે તેનો વિચાર કરીને માનવીએ વિચારોને અમલમાં મુકવા જોઇએ. આ જ માનવ જીવનમાં એમપણ બની શકે કે, શું કોઈ બે વ્યક્તિ એકબીજાને મળ્યા વીના તેઓ આજીવન પ્રેમ કરી શકે ? તો આ પ્રશ્નનો જવાબ ,”હા “, હોઇ શકે પરંતુ તેમાં જો પ્રેમ નિ:સ્વાર્થ હોય તો એકબીજાની મુલાકાતની પણ જરૂરી નથી.

અમદાવાદ જીલ્લાના છેવાડનો તાલુકો એટલે ધંધુકા આ તાલુકા મથકના મુખ્ય મથક ધંધુકાના ગામ બાદ બીજા તાલુકા-જીલલાની હદ શરૂ થાય છે. આવા અવિકસીત એવા તાલુકાના ગામ ભીમનાથ કે આ ગામ પૌરાણિક કથા અનુસાર મહાભારતની કથાના પ્રસંગોને આવરી લીધેલ છે. એવી પૌરાણિક લોકવાયકા છે કે પાંડવો તેમના અજ્ઞાતવાસ દરમિયાન આ જગ્યાએ રોકાયેલ ગયા. આ જ ગામ ભીમનાથ ઉજળીયાત કોમની દીકરી શ્વેતા અને રાજકોના પટેલ કુળનો દીકરો એટલેહર્ષ. બન્ને એકબીજા માટે અપરિચીત હતાં. પરંતુ કહેવાય છે ને કે દુનિયા ઘણી વિશાળ છે, ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે તે કોઇ કહી શકે નહીં. આજની એકવીસમી સદી સોશ્યલ મીડિયા ક્યારે કોઇની કોની સાથે મુલાકાત થઈ જાય તે કહી ના શકાય. તે જ રીતે શ્વેતા-હષઁદની વાત પણ કંઇક એમજ આજના આ ઈલેક્ટ્રોનીક યુગમાં ઈન્ટરનેટના માધ્યમથી શ્વેતા અને હર્ષદની પણ અનાયાસે જ મુલાકાત થઈ. બન્યું એવું હતું કે જે રીતે કોરોનાની ભિષણ મહામારીનો દૌર ચાલી રહ્યો હતો, વિવિધ સોશ્યલ મીડિયા ની એપના માધ્યમથી બધા પોતાના વિચારો પ્રગટ કરી રહ્યા હોય છે, ત્યારે હર્ષ અને શ્વેતાએ પણ પોતાના વિચારો રજુ કર્યા. અને અનાયાસે બન્ને એકબીજાના વિચારોથી સહમત થતા ગયા. ધીરેધીરે ચર્ચાનો દૌર એવો વધતો ગયો. ઘણા મુદ્દાઓ પર બન્નેનાં એક જ મત થતાં. ઘણી વખત કોઈ મુદ્દા પર અનેકોનેક ચર્ચાઓ પણ થતી.

એવામાં હર્ષેદે જ પહેલ કરી શ્વેતાને કહ્યું કે આપણા વિચારો ઘણા મળે છે, તો શું આપણે મિત્ર બની શકીએ ? શ્વેતાએ પણ હષઁદની વાતને સહમતી આપી અને બન્નેએ વોટ્સએપ-ફેસબુક જેવા માધ્યમોનો ઉપયોગ કરીને એકબીજાને મેસેજ શરૂ કર્યા. દરરોજ કલાકો સુધી બન્ને વાતો કરવા લાગ્યા. એકબીજાની પસંદ નાપસંદ જાણવા લાગ્યા. સૌથી અગત્યની વાતતો એ હતી કે બન્નેમાંથી કોઈએ પણ એકબીજાને જોયા ન હતા અને બન્નેમાંથી કોઈએ ફોટામાં પણ એકબીજાને નહોતા જોયા. આમ જો કહેવા છે પાણી અને સમય જેની અનુસાર વહેતા હોય છે, આ બંનેના કિસ્સામાં પણ કંઇ એમ જ બનવા પામ્યું. સમયને જતા ક્યાં વાર લાગે છે ?

જોત જોતામાં કે છ મહીનાનો સમય આમ ને આમ પસાર થઈ ગયો. બન્ને એકબીજાને ખૂબ સારી રીતે ઓળખવા લાગ્યા હતાં. આ ઓળખાણે ક્યારે બન્નેના મનમાં પ્રેમના અંકુર વાવી દીધા ખબર જ એકબીજાને ના પડી. એક દિવસ શ્વેતાએ જ હર્ષદને કહ્યું, ”હર્ષ મને મનમાં ને મનમાં એમ લાગે છે હું તને પ્રેમ કરવા લાગી છું. તારી સાથે હું વિચારો થી જોડાઈ ગઈ છું. આપણે એકબીજાને મળ્યા નથી, આપણે એકબીજાને જોયા પણ નથી, છતાં પણ હું તને પ્રેમ કરવા લાગી છું.”

મઝા કે ખરેખરી મુશળધારમાં જ આવે,

ભલે ને પછી એ વરસાદ હોય કે પ્રેમ

જો હર્ષદ હું તને માત્ર મારા વિચાર જણાવું છું. તને કોઈ પણ બંધનમાં બાંધવા નથી માંગતી. તું આજે પણ તારા વિચાર જણાવા મુક્ત છે. ખડખડાટ હસતા હસતા હર્ષદે સામે કહ્યું, ” જે વિચાર મારા મગજમાં છેલ્લા ત્રણ માસ કરતાં વધુ સમયથી ઘૂમરાયા કરતો હતો જે જનો ન કહી શક્યો તે વાત આજે તે મને ખૂબ નીખાલસતા થી કહી દીધી. શ્વેતા આજે હું પણ મારા પ્રેમની કબૂલાત કરુ છું. હું પણ તને ખૂબ પ્રેમ કરુ છુ.”હર્ષદે હસતા હસતા જ કહ્યું, મારે તને માત્ર એટલું કહેવું છે, બધા લોકો એકબીજાને જોઈને, એકબીને મળીને, સાથે હરી ફરીને, પારખીને પ્રેમ કરતા હોય છે. પરંતુ હું તો માત્ર એટલું જ માનું છું કે પ્રેમ કરવા માટે કોઈને મળવું કે જોવું જરૂરી નથી. પ્રેમ તો બે હ્રદયને એક કરે છે, જ્યારે બન્નેના હ્રદય એકસાથે જ ધબકારા લે ત્યારે સમજવું પ્રેમની શરૂઆત થઈ રહી છે. હર્ષદની આ વાત સાંભળી શ્વેતા ખૂબ જ ખુશ થઈ. તેણે હર્ષદને કહ્યું, કે શું તું મારી સાથે લગ્ન કરશે ? હર્ષ તો આ વાત સાંભળી એકદમ ઉછળી જ પડ્યો. તેણે એક પણ ક્ષણ ગુમાવ્યા વિના જ હા પાડી કહ્યું , સારા કામમાં રાહ શેની?. બન્નેએ નક્કી કર્યુ કે તેઓ પોતાના માતા પિતાને લગ્ન વિશે વાત કરશે. આ પ્રેમ પણ કેવો હતો, એકરાર થયા પછી પણ બન્નેમાંથી કોઈએ પણ એકબીજાને મળવાની કે જોવાની વાત ન કરી. બન્ને એક સરખું જ વિચારતા હતાં. બન્નેએ પોતાના માતા પિતાને પોતાના પ્રેમની વાત કરી, બધી વાત તેમણે પ્રેમથી સમજાવી. તેમને વિશ્વાસ જ નહોતો બેસતો કે કોઈ એકબીજાને જોયા કે મળ્યા વગર કઈ રીતે પ્રેમ કરી શકે ? તેઓએ બન્નેને સલાહ આપી કે એકવાર તેઓ એકબીજાને મળીને પછી લગ્ન વિશે વિચારે. આ વાતમાં પણ બન્ને એકમત હતા. બન્નેએ પરિવારને માત્ર એટલું જ કહ્યું કે, અમારો પ્રેમ મનથી છે, એ કોઈપણ શારીરીક બંધનથી નથી જોડાયેલો, માટે તેમના માટે મળવું કે જોવું આવશ્યક નથી. અને હવે તેઓ એકબીજાને લગ્ન મંડપમાંજ જોશે. તેમના પરિવારે પણ તેમના આ નિર્ણયને સ્વિકારી તેમને લગ્નની મંજૂરી આપી. વહેલા માં વહેલી તકે તેમના લગ્ન લેવાયા. એ સમય પણ આવી ગયો જ્યારે બન્નેએ પહેલીવાર એકબીજાને જોયા. લગ્નમંડપમાં દુલ્હનનાં શણગારમાં શ્વેતા ખૂબ જ સુંદર લાગી રહી હતી. સામે હર્ષ પણ શેરવાનીમાં એકદમ અદભુત લાગી રહ્યો હતો. મંડપમાં જ્યારે વરમાળા પહેરાવાનો સમય આવ્યો અને પહેલીવાર બન્નેની આંખો એકબીજાને મળી ત્યારે પણ બન્નેનાં હ્રદયમાંથી એક જ અવાજ આવ્યો, અદભુત, અતિસુંદર. અને બન્ને એકબીજાને જોઈ હસી પડ્યા.અને અંતે તેઓ લગ્નગ્રંથીથી જોડાઈ એકબીજામાં સમાઈ ગયા. લગ્નમાં આવેલ તમામ લોકો આ અદભુત પ્રેમવિવાહથી સૌની નેત્ર અંજાઈ ગયા અને બધાના મોંમાંથી એક જ વાત નીકળી, પ્રેમનો આ પર્યાય છે બન્ને. અને અંતે બધાએ આશિર્વાદથી વધાવી લીધા. આમ એક ઈન્ટરનેટવાળી પ્રેમ કથાની સુખદ શરૂઆત નવા સહચર જીવન પરિણયથી થઈ.

DIPAKCHITNIS (dchitnis3@gmail.com) (DMC)