Atitrag - 53 in Gujarati Film Reviews by Vijay Raval books and stories PDF | અતીતરાગ - 53

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અતીતરાગ - 53

અતીતરાગ-૫૩

તમને કોઈ એવી ફિલ્મનું યાદ છે, જે ફિલ્મમાં ફિલ્મનો હીરો પરદા પર અનવીઝીબલ થઇ જાય. મતલબ, ગાયબ થઇ જાય. ?

એટલે આપ સૌ આસાનીથી કહેશો કે, જી હાં. ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા.’

અચ્છા, તો હવે શું આપને એ ખ્યાલ છે કે, બોલીવૂડમાં ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડયા’ જેવી બીજી છ એવી ફિલ્મો બની ચુકી છે, જેમાં ફિલ્મનો નાયક પરદા પરથી અદ્રશ્ય થઇ જાય છે. ?

કઈ છે, એ છ ફિલ્મો ?

તેના વિષે જાણીશું આ કડીમાં.

વર્ષ ૧૯૫૭માં, બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તદ્દન નવો કોન્સેપ્ટ લઈને એક એવી ફિલ્મ પરદા પર આવી કે, જે ફિલ્મમાં નાયક પરદા પર અનવીઝીબલ બની જાય, આલોપ થઇ જાય, અને પછી કંઈક અવનવા અઝબ ગઝબ કારનામા કર્યા કરે.
એ ફિલ્મના ડીરેક્ટર હતાં, મહેશ ભટ્ટના પિતા, નાના ભાઈ ભટ્ટ. ફિલ્મના નાયક હતાં, અશોકકુમાર અને ફિલ્મનું નામ હતું. ‘મિ.એક્સ.’.

પચાસના દાયકામાં નિર્માણધીન આ ફિલ્મમાં પરદા પર ફિલ્મનો હીરો ગાયબ થઇ જાય, એ વિષયની કથા વસ્તુ પ્રેક્ષક માટે આશ્ચર્યજનક અને કુતુહલ પ્રેરક હતી.

ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતાં પહેલાં અશોકકુમારે ડીરેક્ટર નાનાભાઈ ભટ્ટ સામે એવી શર્ત મૂકી કે, તે ફિલ્મના શૂટિંગ માટે દરેક દિવસના હિસાબે મહેનતાણું લેશે, તેમણે એક દિવસના શૂટિંગનું મહેનતાણું નક્કી કર્યું બે હજાર રૂપિયા.
અને અશોકકુમારના પ્રસ્તાવનો નાનાભાઈ ભટ્ટે સહર્ષ સ્વીકાર પણ કર્યો.
પણ નાનાભાઈ ભટ્ટે ફિલ્મમાં અશોકકુમારના ભાગે આવેલાં પાત્રનું શૂટિંગ માત્ર બે દિવસમાં સમેટી લીધું. અને પૂરી ફિલ્મ દરમિયાન તેમણે અશોકકુમારની અવેજીમાં અસ્સલ અશોકકુમાર જેવી કદ,કાઠી ધરાવતાં ડબલ બોડી આર્ટીસ્ટ પર ફિલ્મના તમામ સીન્સ ફિલ્માવ્યા.

ફિલ્મમાં નાયક પરદા પરથી અચાનક અદ્રશ્ય થઇ જાય, એ થીમ પર બીજી ફિલ્મ બની હતી, વર્ષ ૧૯૬૪માં. ડીરેક્ટર હતાં, શાંતિલાલ સોની, લીડ રોલમાં હતાં, ‘મિ. એક્સ’ના નાયક અશોકકુમારના નાના ભાઈ, કિશોરકુમાર, અને ફિલ્મનું નામ હતું,
‘મિ. એક્સ ઇન બોમ્બે.’
આજે પણ ફિલ્મ રસિકોને આ ફિલ્મ યાદ છે, કિશોરકુમારના કંઠે ગવાયેલ એક ખુબ જ લોકપ્રિય ગીતના કારણે.

‘મેરે મહેબૂબ કયામત હોગી..’
‘મિ.એક્સ ઇન બોમ્બે.’ ફિલ્મ હિટ જતાં, ફરી એકવાર નાનાભાઈ ભટ્ટને એ વિષય પર એક નવી ફિલ્મ નિર્માણ કરવાનો આઈડિયા આવ્યો.

નાનાભાઈ ભટ્ટે વર્ષ ૧૯૬૫માં ફિલ્મ નિર્માણ કરી, ફરીને એ જ નાયક હતાં, જી, હાં,
અશોકકુમાર. તેમની જોડે લીડ રોલમાં હતી, રાગીની.
ફિલ્મનું નામ હતું. ‘આધી રાત કે બાદ.’ ફિલ્મને બોક્સ ઓફીસ પર સરિયામ નિષ્ફળતા મળી.

આ જ વિષય પર ચોથી ફિલ્મ બની વર્ષ ૧૯૭૧માં. નાયકની ભૂમિકા ભજવી હતી, વિનોદ મહેરાએ, નાયિકા હતી રેખા, અને વિલનના પાત્રમાં હતાં, વિનોદ ખન્ના. ડીરેક્ટર હતાં, કે.રમણલાલ.ફિલ્મ હતી, ‘એલાન.’

ફિલ્મ ‘મિ.એક્સ ઇન મુંબઈ.’ અને ‘એલાન’ બંને વચ્ચે એક સામ્યતા એ હતી કે, બન્ને ફિલ્મમાં ખલનાયકનું પાત્ર ભજવ્યું હતું, અભિનેતા મદનપૂરીએ.’
પણ ફિલ્મ સદંતર ફ્લોપ સાબિત થઇ.

એ પછી એ જ ફોર્મ્યુલા પર વર્ષ ૧૯૮૭માં બની એક સુપરડુપર હીટ ફિલ્મ.
નિર્માતા બોની કપૂર, ડીરેક્ટર શેખર કપૂર, હીરો અનિલ કપૂર અને ફિલ્મ હતી, મિ. ઇન્ડિયા.’ આ સફળ ફિલ્મની વાર્તાનો શ્રેય જાય છે, મશહૂર લેખક જોડી સલીમ જાવેદને. રાઈટર સલીમ-જાવેદના સંયુક્ત લેખન વાળી આ અંતિમ ફિલ્મ હતી. ત્યારબાદ બંનેએ અલગ થઈને સ્વતંત્ર લેખન કાર્ય શરુ કર્યું.

ગાયબ થવાના વિષય પર અગાઉ બનેલી ફિલ્મો સાથે ફિલ્મ ‘મિ.ઇન્ડિયા.’ વચ્ચે ત્રણ સામ્યતા રહી છે.

વર્ષ ૧૯૫૭માં રીલીઝ થયેલી પહેલી ફિલ્મ ‘મિ. એક્સ.’ અને ૧૯૮૭માં રીલીઝ થયેલી ‘મિ. ઇન્ડિયા.’ બંને ફિલ્મમાં અશોકકુમાર હતાં.

વર્ષ ૧૯૬૪માં રીલીઝ થયેલી ફિલ્મ ‘મિ. એક્સ ઇન બોમ્બે’ના નાયક કિશોરકુમારે ફિલ્મ ‘મિ. ઇન્ડીયા.’માં અનિલ કપૂર પર ફિલ્માવેલા તમામ ગીતો માટે સ્વર આપ્યો છે.

અને ‘મિ.એક્સ.’ અને ‘મિ.ઇન્ડિયા.’ બંને ફિલ્મના સંગીતકાર એક જ છે, લક્ષ્મીકાંત- પ્યારેલાલ.

એ પછી ફરી એકવાર એ વિષય વસ્તુ પર ફિલ્મ બની. નિર્માતા હતાં, રામગોપાલ વર્મા. વર્ષ ૨૦૦૪માં આવેલી ફિલ્મના મુખ્ય કિરદારમાં હતાં, તુષાર કપૂર અને અંતરા માલી. ફિલ્મનું નામ હતું.
‘ગાયબ.’ ફિલ્મ સુપર ફ્લોપ રહી.

એ પછી નેક્સ્ટ ફિલ્મ આવી વર્ષ ૨૦૧૫માં. હીરો હતાં. ઇમરાન હાશમી. ફિલ્મનું નામ હતું, ‘મિ. એક્સ.’

અહીં મહા સંયોગ એ સર્જાયો કે, વર્ષ ૧૯૫૭ની ફિલ્મ ‘મિ.એક્સ.’ અને ૨૦૧૫ની ‘મિ.એક્સ.’ વચ્ચે શીર્ષક સિવાય, બીજી એક એ સામ્યતા હતી કે, આ ફોર્મ્યુલા પર જેમણે સૌથી પહેલી ફિલ્મનું નિર્માણ કર્યું હતું, એ નાનાભાઈ ભટ્ટના પુત્ર, મુકેશ ભટ્ટે આ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર કોઈ કમાલ ન કરી શકી.

એક જ ફોર્મ્યુલા પર ફિલ્મ નિર્માણની શરૂઆત કરી ભટ્ટ પરિવારે અને અંત પણ લાવ્યાં ભટ્ટ પરિવાર. આ રીતે ૧૯૫૭માં એક બિંદુથી શરુ થયેલું વર્તુળ ૨૦૧૫માં, અંતિમ બિંદુ પર પૂર્ણ થયું.

આગામી કડી.

વાત છે, એંસીના દસકની
ફિલ્મ એવોર્ડની વાત કરીએ તો તે સમયે ફક્ત એક ‘ફિલ્મફેર’ એવોર્ડનું જ અસ્તિત્વ હતું.

ચાર દાયકા પહેલાં અપાયેલા એ એવોર્ડનો રેકોર્ડ, આજે પણ કોઈ તોડી નથી શક્યું.

સૌથી નાની વયે મેળવેલાં પ્લેબેક સિંગરનો રેકોર્ડ.

કોણ હતું એ સિંગર ? કે, જેણે ગાયેલા ગીતની ઘેલછા અને લોકપ્રિયતા આજે ચાર દાયકા પછી પણ અકબંધ છે.

શું નામ હતું એ ફિલ્મનું ? વધુ વિગત જાણીશું આગામી કડીમાં.

વિજય રાવલ.
૨૮/૦૯/૨૦૨૨