Shapit - 27 in Gujarati Fiction Stories by bina joshi books and stories PDF | શ્રાપિત - 27

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

શ્રાપિત - 27

આકાશ ઝાડ પાછળ સંતાઈને ઊભો હતો. અવની આગળ વધી રહી હતી અને પાછળ રોકી ચાલતો હતો. અવનીની ડરાવની લાલ રંગની ચમકતી આંખો અને ચહેરા પર એક અલંગ અટ્ટહાસ્ય આકાશને જોવાં મળે છે. ધીમે-ધીમે આકાશ અવનીનો પીછો કરવા લાગ્યો. અવની જેમ જેમ આગળ ચાલતી હતી તેનાં પગમાંથી ઝાંઝરનો અવાજ આવી રહ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતાં આકાશ ગભરાઈ જાય છે.

જોરવા આવતો પવન કાન પાસે આવીને અથડાતાં એક અલગ કાન પાસે ધ્વનિ ઉત્પન્ન થતી હતી. પવનનાં કારણે કાચાં રસ્તા પરની ધુળ આંખોમાં પડતી હતી. આકાશ ઝાંખી પહેલી અને વારંવાર ચાલું બંધ થતી લાઈટોના ધુંધળા અજવાળાંના સહારે આગળ વધી રહ્યો હતો. અવની આગળ વધીને ચાલી રહી હતી એ રસ્તો તેજપુર ગામનાં શિવમંદિર તરફ જતો હતો. આકાશ પાછળ ચાલતો હતો. થોડે દૂર રહેલી અવની અચાનક ઉભી જાય છે. પોતાની આંખો વડે ત્રાંસી નજર કરીને મંદિર તરફ જોવા લાગી.

આકાશ અવનીને આમ અચાનક થંભી જતાં જોઇ ઝાડ પાછળ સંતાઈ ગયો. અવની પોતાની આંખોમાંથી નીકળતાં લાલ રંગનો પ્રકાશ આગળ વધી રહ્યો હતો. અવની પોતાનું માથું ઉચું કરીને આકાશ તરફ જોવા લાગી. અને જોરથી ચીસ પાડી સાધુ.......

અવનીનો આવો ભયંકર અવાજ સંભળીને આકાશનાં ધબકારા વધી ગયાં. હાથના રૂંવાડા ઉભા થઈ ગયા. મગજ બહેર મારી જાય છે. કપાળમાં પરસેવો વળવા લાગ્યો. હાથ પગ ધ્રુજવા લાગ્યાં અવની ફરીથી આગળ ચાલવા લાગી. જેમ જેમ અવની આગળ વધી રહી હતી ત્યાં આગળ એની આંખોમાંથી લાલ રંગનો પ્રકાશ આગળ વધી રહ્યો હતો. આકાશ હિમ્મત કરીને અવનીની પાછળ જવા લાગ્યો. અવની લગભગ ગામની બહાર પાદરમાં પહોંચવા આવી હતી.


છમ...છમ...છમ...આવતો ઝાંઝરનો અવાજ થંભી ગયો. અવનીના પગ થંભી જાય છે. અવની પોતાનો ચહેરો ગામનાં પાદરમાં રહેલાં એક‌ જુનવાણી ઘર તરફ એકીટશે ધ્યાનથી જોઈ રહી હતી. ઘર તરફ જોતાં અવનીના ચહેરાનાં હાવભાવ બદલાવા લાગે છે. જાણે વર્ષથી ભટક્યા મુસાફરને પોતાની મંઝિલ મળી ગઈ હોય. અવની પોતાનો ચહેરો પાછળ ઉભેલા રોકી તરફ ફેરવ્યો. રોકી તરફ જોતાં રોકીની લાલ આંખો ચમકવા લાગી. રોકી કુદકો મારીને પોતાનાં દાંત વડે દરવાજાની બહાર લટકતા તાવીજ, લાલ રંગનાં દોરા, લીંબુ મરચાંને રોકી કાપી નાખે છે.

ઝાડ પાછળ સંતાઈને ઉભેલાં આકાશને આ દશ્ય ખુબ ડરામણું લાગતું હતું. આકાશનાં મનમાં જાતજાતના વિચારો આવતાં હતાં. આટલી મોડી રાત્રે અવની અહીંયા ગામનાં પાદરમાં આવેલા વર્ષો જુના ઘરમાં શું કામ આવી શકે. આકાશનાં મગજમાં જાતજાતના વિચારો આવતાં હતાં. અવની દરવાજા તરફ જોતાં દરવાજો એકાએક જોરથી ખુલી ગયો. અવની ઘરમાં અંદર જાય છે. આકાશ અવનીને ઘરમાં અંદર જતાં જોઇ પોતે પાછળ આવનીની પાછળ જવા માટે ઝાડ પાછળની નીકળીને આગળ વધી રહ્યો છે.

આકાશનુ એક એક કદમ મોતને આમંત્રણ આપતું હતું. આકાશ આગળ વધી રહ્યો હતો ફક્ત અવનીના પ્રેમ અને સલામતી માટે આકાશ હિમ્મત કરીને આગળ વધવા લાગ્યો. આકાશ ઘરથી બહાર ઉભો ત્યાં રોકી જમીન પર મરેલી હાલતમાં પડયો હતો. રોકીને હમણાં બે મિનિટ પહેલા અવનીની બાજુમાં ઉભેલો જોયો હતો. એટલી વારમાં રોકીને આમ જમીન પર મરેલી હાલતમાં જોતાં આકાશના હાથ-પગ ધ્રુજવા લાગે છે. વર્ષોથી બંધ પડેલાં ઘરને ખોલતાં સાથે અસહ્ય દુર્ગંધ અંદરથી આવતી હતી. સળગેલી હાલતમાં વેરવિખેર સામાન પડયો હતો.


નળીયા વાળું જુનવાણી ઘર અંદરથી નાજુક સ્થિતિમાં હતું. ગમે ત્યારે ઉપરની લાકડાની અડધી સળગેલી છત પડે એમ હતી. આકાશને મનમાં વિચાર આવ્યો કે જ્યારે હું રજાઓમાં ઘરે આવતો કાક કે મમ્મી સાથે ગામમાં આવતો ત્યારે ધણી વખત આ ઘર વિષે પુછ્યું હતું. પરંતુ ઘરનાં બધાં ડરાવીને કહેતાં તારે એ બધું જાણવાની જરૂર નથી. આ ગામનો અને આ ખરાબ ઘરનો પડછાયો તારી પર નથી પડવાં દેવો. આકાશને આ વાત યાદ આવી કે આ એજ ઘર છે. જેનાથી બધાં દુર રહેતાં અને આસપાસ કોઈ ભટકતું નહીં.

આકાશ ઘરની અંદર પ્રવેશ કર્યો અંદર જતાં ચહેરા પર કરોળિયાનાં ઝાળા ચહેરા પર વિટળાયા પોતાનાં હાથ વડે એને દુર કરીને જોતાં. ઘરની વચ્ચે સળગેલો સ્તંભ હતો. આસપાસ‌ વાસણો પડ્યાં હતાં. જેનાં પર ધુળ અને માટી ચોંટી ગયા હતા. આકાશની નજર સાઈડમાં ફેરવતાં પાછળ ફરીને નીચે બેઠેલી અવની કશુંક શોધથી હતી.


ક્રમશ....