Dil-will, love-vyar in Gujarati Love Stories by Sachin Patel books and stories PDF | દિલ-વિલ, પ્યાર-વ્યાર - સુહાગરાત

Featured Books
Categories
Share

દિલ-વિલ, પ્યાર-વ્યાર - સુહાગરાત

લગભગ પાંચેક દિવસની વેડિંગ સેરેમની અને તેના માટે પાંચેક મહિનાઓથી ચાલતી તૈયારીઓથી પતિ-પત્ની બંને થાકી તો ખૂબ ગયા હતા. પણ આજે થાક કરતા ઉતેજના તેની ચરમ સીમાએ હતી. સેરેમની દરમિયાન સગા-સંબંધીઓ તરફથી મળેલ લિફાફાઓને ઉત્સાહ પૂર્વક ચેક કરતા કરતા વચ્ચે વાતમાંથી વાત નીકળી, અને એવામાં પતિએ પૂછ્યું

" શું વિચાર છે, આજે બંનેને મળાવી દેવા છે કે નહિ !"

" કોણ બંને ? "

"અરે એ બંને જ પાગલ !"

" હા પણ એ બંનેનું નામ તો હશે ને કંઇક "

" લે, હજી ના સમજી ? "

"તું સરખું સમજાવવાની કોશિશ કરે તો સમજુને "

" અરે એ જ........... "

(પત્ની હવે ચિડાઈને ખોળામાં રહેલ ઓશીકું પતિ તરફ ફેંકતા ફેંકતા બોલે છે)
" તું હવે એમ નહિ માને............. "

(પતિ નજાકત ભરેલ નિર્દોષ હાસ્ય ભાવ સાથે સ્વબચાવ કરતા કરતા કહે છે)
"અચ્છા સોરી બસ, એ બંને મતલબ તારો યંગ હસબન્ડ અને મારી યંગ વાઇફને મળાવવાની વાત કરું છું "

(પત્ની નજરોના બાણ સહેજ અમથા ઝુકાવીને, વાળની લટને કાન પાછળ સરકવવા વ્યર્થ પ્રયત્ન કરે છે)
"અચ્છા તો એમ કહે ને!, પણ તારી યંગ વાઇફને થોડો ડર લાગે છે"

(પતિ તેનો હાથ પોતાના હાથમાં લઈને ઉતેજનાનું તીર છોડતા છોડતા કહે છે)
"પણ યંગ હસબન્ડ તો ખૂબ એક્સાઈટેડ છે"

(શરમના સરોવરમાં છલોછલ ભીંજાઈને પત્ની કહે છે)
" એકસાઈટમેન્ટ તો તેને પણ છે, પણ અગાઉ આવી રીતે ક્યારેય મુલાકાત નથી થઈ તો નર્વસનેસ ખૂબ છે "

(પત્નીના સિલ્કી, સાઇની અને સ્મુથ વાળ વચ્ચે પોતાની આંગળીઓ સરકવતા સરકાવતા પતિ બોલ્યો)
" પ્રથમ તો શું, આવનારી તમામ મુલાકાત આવી જ રીતે સરળ અને સ્મુથ રહેશે "

"પણ, તેમ છતાં મનમાં હજી મિશ્ર ભાવ સાથે થોડો ડર તો લાગે છે ! "

(પતિ આજે જાણે વિશ્વાસ જીતી લેવાના મૂડમાં હોય તે રીતે જણાવે છે)
" હું સમજી શકું છું, અને આજે પ્રોમિસ પણ આપું છું કે તને અને યંગ વાઈફને ક્યારેય દર્દ નહિ આપું, ને જો જાણ્યા-અજાણ્યામાં કદાચ દર્દ પહોંચશે તો પણ મારા પ્રેમનો અહેસાસ જ એટલો મજબૂત હશે કે કોઈ પણ દર્દ જાજું ટકી નહિ શકે "

પત્નીના મનમાં પણ હવે લગભગ કોઈ મૂંઝવણ રહી નહોતી. આ વખતે તે જાણે ઉતેજનાના સાગરમાંથી ડર રૂપી પાણીને પ્યાલો ભરીને ઉલેચી રહી હોય તેમ જરાક નજરોથી ઈશારો આપી દીધો એટલે હવે બંને તૈયાર હતા નજીકથી પાસે અને પાસેથી શ્વાસે શ્વાસે આવવા.....

પૂર્વક્રીડા માણી લીધા બાદ હવે મુલાકાત શરૂ થવા જઈ રહી હતી. બંનેની આસપાસના વાતાવરણમાં જાણે શૂન્યતા છવાઈ ગઈ હતી. શિયાળાની બપોરે જેમ ધીમે ધીમે સૂસવાટા મારતો પવન આહ્લાદક અનુભવ કરાવે તેમ એકબીજાના શ્વાસોચ્છવાસના સૂસવાટા અને તેની ગરમાહટ જાણે મુલાકાતમાં ઉદિપકનો ભાગ ભજવી રહી હતી. શરીરના બધા અંગોની સાથે નસોમાં રુધિરનું અતિશય ઝડપી વહન કરતી ધમની - શિરાઓ પણ જાણે આ મુલાકાતમાં પોતાનો ફાળો આપી રહી હતી.

આમ પ્રેમના ચરમ સુખ રૂપી મુલાકાત માણી લીધા બાદ પત્નીએ પતિના ફોરહેડ પર ચુંબન કરતા જણાવ્યું કે,
" આજે યંગ વાઇફની સાથે મને પણ તારા પ્રેમનો અનંત અહેસાસ થઈ ગયો કે ગમે તેવા સંજોગ આવે, આપણે સાથે છીએ ત્યાં સુધી બંને માંથી કોઈને સહેજ પણ તકલીફ નહિ પડે "

પતિની એક આંખની કિનારીએથી સંતોષ રૂપી આંસૂનું એક ટીપું વહી ગયું. જેના તરફ ધ્યાન ન દઈને તેને પત્નીને પોતાના બાહોપાશમાં સમાવી લીધી અને બંને ભવિષ્યરૂપી શમણાંઓના શહેર તરફ જવા શયનના માર્ગે ચાલ્યા ગયા.....


-SK's ink
(અહીં અભદ્રતાને ત્યજીને પતિ-પત્નીના મધુર દાંપત્ય જીવનની આદર્શ
શરૂઆતને વર્ણવવા એક નિર્દોષ પ્રયાસ કર્યો છે)