Kone bhulun ne kone samaru re - 139 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 139

Featured Books
Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 139

આજે ચંદ્રકાંત ઓફિસ વહેલા પહોચી ગયા...ત્યારે પચાસ છપ્પન સુતાર ચાલમા પોતાના મિત્રો સાથેસમય પસાર કરતા હતા..એક રુમમા રમેશ સાથે એક આજના મશહુર ઇલેક્ટ્રીક સ્વીચવાળા જૈન મિત્રવિનય અને તેનો ક્હ્યાગરો નાનો ભાઇ..મળ્યા...કરકરીયા વાળ જાણે સત્યસાંઇબાબા જોઇલો..વિનય આજે બહુજ મોટા પાયે વિનય બ્રાંડની ઇલેક્ટ્રીક સ્વીચો બનાવે છે બીજો ઉપેન્દ્ર જે જમાનામાકંપની સપ્લાય મેટલ નટબોલ્ટ એન ફોર્ટી ટુ ના કહીને સપ્લાઇ કરે.....તેના બનાવનારા તો અસલીચોર બજાર કુંભાર ટુકડાના ઉસ્તાદો...પુરો માલ નકલી ને પાછી પુરી ગેરંટી.થોડા વરસો પહેલા અંધેરીવેસ્ટમા ફરી ઉપેંન્દ્ર પાછો મળી ગયો ત્યારે કહ્યુ .."સંધવી હવે પુરો શરીફ હોં..પ્રવિણ શાહ દરેક બલ્કડ્રગનો ડુપ્લીકેટ કરનાર ગુણવંતશાહનો ભત્રીજો...એક સે બઢકર એક...

બાજુના રુમમા ચંદ્રકાંત ગયા ત્યાં સદાય હસમુખા શાંત સ્વભાવના જયસુખભાઇ સાથે બહુ લાગણીનોનાતો બંધાયેલો..કામ..?એસ કે એફ ના અને એન બી સીના જમાનામા મોનોપોલી વાળા બેરીંગચોર બજારથી જુના પોલીશ કરેલા માર્કા મારીને તેમની પાંસે આવે તેમા બેરીંગ પ્રમાણે ગ્રીસ લગાડવાનુબટર પેપરમાં પેક કરવાનુ પછી ચંદ્રકાંત જ્યાં કારખાનું કરેલું તે હરકીસન હોસ્પીટલ સામેનીપાંવવાલાલેનમાં એક સરદારજી દરેક માર્કાના બેરીંગના બોક્સ પ્રિંટ કરીને આપે અસ્સલ ઓરીજનલબસ.. સરદાર જયસુખભાઇને બેરીંગ બોક્સ આપે...તૈયાર માલ નાગદેવીનાં ડીસ્ટ્રીબ્યુટરને આપીઆવે હવે કેટલી મોટી જોલજાલ ચાલતી હતી તેના બધા મધ્મમ વર્ગના પુર્જા હતા...ચંદ્રકાંતને કેટલુજ્ઞાન બધા મિત્રોએ આપ્યું હતું .

"અરે સંધવી,હું તનેજ શોધતો હતો..."રમેશ લાખાણી.."અરે યાર મારે બીલબુક બનાવવી છે

"અરે શહેનશાહ આપનો ગુલામ હાજર છે.."ચંદ્રકાંત

રમેશ લાખાણી કલક્ત્તાથી પ્લેન ટ્યુબલાઇટો હોલસેલમાં તથા ચોક અને સ્ટાર્ટર મંગાવે પછીફિલિપ્સના માર્કા તેની ઉપર મારે ફરી સરદારજી પાંસેથી ફિલિપ્સના બોક્સ લે અને ટ્યુબ ઉપરફિલિપ્સનુ સ્ક્રીન પ્રિંટીગ કરી લુહાર ચાલમા હોલસેલવાળાને ડીસકાઉન્ટમાં વેંચે..!!આખી સુતારચાલનહી પુરા મુંબઇમા જે જોલજાલ ક્યાં કેટલી ચાલતી હતી તેની માહિતી રોજ સુતારચાલના ચોરેથીમળતી

રમેશ લાખાણીનો ઘેઘુર સાઇગલ જેવો અવાજ ફરી આવ્યો ત્યારે ટેબલ ઉપર તેની ઇકોલેકની જુનીબેગ ઉપર તબલા વગાડતો હતો..."પણ યાર પૈસા નથી"

ચંદ્રકાંતની નજર તેના તબલાના તાલ ઉપર હતી...કે તેની ઇકોલેક બેગ ઉપર...?

"જો રમેશ તારી બીલ બુક બસ્સો રુપીયાની ટુ કલર પ્રિંટ કરીને આપીશ તો થશે ..પણ..."

"અરે બોલ જીગર બોલ અટકે છે કેમ..?" લાખાણી બોલ્યા.

"યાર મારી બોન વોયેજ રેક્ઝીન બેગ હવે સાવ ગઇ છે ને એક ઓફિસબેગ હોય તો મોટીઓફિસોમાં જાઉં ત્યારે વટ્ટ પડી જાય..."

"લે આજે લઇ લે ઇકોલેકની બેગ બસ..?સંધવી તું દોસ્તને યાદ કરીશ આપણી દોસ્તીને.બસ જા લઇ જજે .

"ઉપરનાં કંઇ આપવાનાં મારે..?"ચંદ્રકાંતે થોથવાતા ફુટ ઉંચા રમેશને પુછ્યુ..

"હા ઉપરથી ચા પીવડાવ આપણા આખા ગૃપને..."

બધાએ રમેશને તાલીયોથી વધાવ્યો...ચંદ્રકાંતની જૈ બોલાવી.રમેશની કટીંગના ઓર્ડરથી રમેશખુશ થઇ ગયો... છોટી છોટી ખુશીઓ કેવી હતી.. યાદ કરીને ચંદ્રકાંત મિત્રોને યાદ કરીનેઆજે પણ ક્યારેક બે બુંદ આંસુ સારી લે છે.. એક નંબર આદમી હજાર નંબર કપડા યાદ રાખીને જેમચાર જોડી પેન્ટશર્ટ જુના ઇમ્પોર્ટેડ ઉતારેલા પેંટની મગળદાસ માર્કેટ બહાર મોતી મસ્જીદથી મીર્ચીગલ્લી સુધી લારીઓમાં પડેલા ખડકલામાંથી શોધીને ગુલાલવાડી કોર્નર ઉપર ઓલ્ટર કરાવેલા તે રીતે ઓફિસમાં પ્રેઝંટેશન આપતી વખતે કે કોઇ મોટી કંપનીમાં જાવ ત્યારે ઓફિસબેગ સરસ જોઇએપણ ચંદ્રકાંતનુ બજેટ નહોતુ પણ લાખાણીની કડકાગીરી અને દરિયાદિલીથી સરસ બેગ હવે મળીજશે..અમરેલીનાં મોચીબજારનાં શહેનશાહ ધનામોચીનાં શુઝતો હજી અડીખમ હતા ખાલી વારતહેવારે ચંદ્રકાંત કાળા પોલીસની ડબ્બી ને બ્રશલઇને બેસી જતા બુટને ચમકાવવા ત્યારે તેને ખબરનહોતી કે એક વખતચમકોનામનું શું પોલીશપણ બનાવશે ..! જીંદગી ઇમ્તિહાન લેતી હૈ વાતચંદ્રકાંતને બે ડગલા ચાલે એટલે એક ડગલું પાછળ કરતી ભાગ્યની રમતના એક પ્યાદા હતા નહોતુ સમજવા તૈયાર , તેને તો બસ કંઇક નવું કર્યા કરવું તેના ખાંખાંખોળા ચાલતા રહેતા.

બહુ પછડાટો પણ સ્વભાવને લીધે ખાધી હતી જીંદગીમાં . ચંદ્રકાંતને બહુ વરસો પછી અનેકપછડાટો પછી માંડ એટલું સમજાયુ કે કોઇ શું કરે છે તેવું આપણે કરીયે તો જરૂરી નથી કે તેના જેવીસફળતા મળે ,તેનાં માટે ધંધાદારી કઠોર તપ આદરવું પડે ધીરજ ધરવી પડે કરોળિયાની જેમ સતતપ્રયત્ન કરવા પડે હાથી હારી જવાય .

પણ ઘરેથી લાવેલા છેલ્લા પાંચસો રૂપિયાની કહાની ભુલાતી નહોતી તો બીજીબાજુ ખોટું કરવાનું નથી એટલે ગમ્મેતેમ કરીને પૈસા બનાવી લેવા ક્યારેય આવડ્યું .

જીદગીની કહાણીમાં હવે કેટલા ટ્વીસ્ટ અને ટર્ન આવવાનાં છે તેનો હિસાબ ખુદ ચંદ્રકાંતને ખબરનહોતી.