Kone bhulun ne kone samaru re - 138 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 138

Featured Books
Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 138

ચંદ્રકાંત માહીમ સ્ટેશનથી લોકલ ટ્રેનમાં રોજ પસાર થાય પણ ક્યારેય લગભગ સુમસામ જેવા જુનીબાંધણીના સ્ટેશનઉતર્યા નહોતા કારણ કે એક બાજુ ધારાવહિની ઝુપડપટ્ટી બીજી બાજુ કંઇકઅજાણી જગ્યા લાગતી હતી..પણ આજે સવારે વહેલા ઉઠી તૈયાર થઇને માહીમ જવાનુ હતુ.. સારીકંપનીમાં જવું હોય તો સારા કપડા પણ જોઇએ ….

કુલ સારા ત્રણ પેંટ અને ત્રણ શર્ટ બસ મુખ્ય અસબાબ...આજની તારીખ સુધી કહેવતસતત કાનમાં ગુંજે "એક નુર આદમી હજાર નુર કપડા.."પણ બહુ કિંમતી બ્રાંડેડ કપડા પહેરવાનુ કોઇઆકર્ષણ નથી થતુ..

"હવે મંગળદાસ માર્કેટ બહાર જઇને લારીમાં વેંચાતા પરદેશી પેન્ટ શર્ટ લઇ ગુલાલવાડી કોર્નર ઉપરહરબંધ ઓલ્ટેરેશન વાળા બેસતા ત્યાં જઇને આવા પેંટ શર્ટ ઓલ્ટર કરાવી લઇશ.."ચંદ્રકાંતબબડ્યા..

-----

માહીમ સ્ટેશન ઉતરીને વેસ્ટમા બહાર નીકળતાજ સામે બે નામ હંમેશા યાદ રહેલા છે એક માહિમની'માહીમ હલવા'ની પહૈચાન ઉભી કરનાર આઇસ હલવાની મીઠાઇની દુકાન બીજી "બુઢીમાં કા ખોજાતીસુરમા...જાઇ કાજલ ...." પછીના સમયમાં ખબર પી કે હાથી છાપ શુ પોલીશ પણ અંહીજ બનતુ હતુ જેચંદ્રકાંતની જીંદગીમા ભાગ આગળ ભજવવાનુ હતુ..!!!

દાદર બાજુ રેલ્વેલાઇનની પેરેલલ કદાચ જોહ્નસન એન્ડ જ્હેનસનની ફેકટરી હતી તેનાંથી આગળવધ્યા ત્યારે હાઇકો કેમીકલની ફેક્ટરી આવી પછી અંદર રસ્તે વળ્યો ત્યારે અમરડાઇકેમ કલર કંપનીઆવી .એમ એસ એમ રિફિલની કરતાં પણ હાઇકો અને અમર ડાઇકેમ સાથે અલગ નાતો આગળનાંસમયમાં બંધાવાનો હતો માત્ર કાળને ખબર હતી...

માહિમ ઉદ્યોગ ભવન ઇન્ડ.એસ્ટેટમાં ચંદ્રકાંત પહોંચ્યા .સીક્યોરીટી ગાર્ડને પુછ્યુ "બાબુ વો રિફિલકંપની કીધર હૈ..?"

" યે સામનેકી પુરી લાઇનમે હૈ લોહી એમ એસ એમ રિફિલ કંપની હી હૈવોચમેન

અરે બાબુ ઇતનાં ગાલા સીર્ફ રીફીલ કંપનીના હૈ તો મુઝે ઉનકા ઓફિસ દીખા દો મુઝે ઓફિસમાંજાના હૈ .” ચંદ્રકાંતને ઇશારાથી વેચમેને બીજાગેટથી પહેલો ગાળો મોંઢામાં છલોછલ ભરેલા માવાવચ્ચે મોઢું ઊંચું રાખી બે હાથથી ઇશારા કરતા સમજાવ્યું ત્યારે મુળ નાટકનાં માણસને તેનાહાવભાવબરાબર યાદ રહી ગયા.

અંતેચંદ્રકાંત શોધતા શોધતા એમ એસ એમ રીફીલની ઓફિસમાં પહોચ્યા ..

કાર્ડ આપ્યુ ..."શેઠકો કાર્ડ દેગે..?"

"ક્યા નામ..આપકા..?"

"ચંદ્રકાંત સંઘવી..."

-----

થોડીવારે બહાર ગુણવંતભાઇ આવ્યા..."આવ ભાઇ બેસ હમણા મનુભાઇ મોટાશેઠ આવશે..પણએક વસ્તુ તું મને સમજાવ કે વિલ્સનવાળા યે સંધવી ને તું યે સંધવી..? તે તું પણ વૈષ્ણવ વાણીયોએટલે કપોળ અને પણ કપોળ તો તારા સગા થાય ?કાંઇ સંબધ ?"

"હા અમે બન્ને કપોળ ,બાકી પેન બજારમાં અમારા કેટલા કપોળ છે એમ હુ એક નાનકડી ચકલી છુ,વધારે કંઇ નહી "

તારા કાર્ડમાં નામ લખ્યુ છે યોસ કોર્પોરેશન નીચે લખ્યુ છે નેઇમ ફોર સીસ્ટમ..એટલે..?હું બહુભણેલો નથી એટલે એમ વિચાર તો આવેને..?" ગુણવંતભાઇ ચંદ્રકાંતની કુંડળી કાઢતા હતા .

"જરુર. ગુણવંતકાકા મુળ હું સીસ્ટમ મેનેજમેન્ટનું ભણેલો છુંઅને અલગ અલગ ટાઇપની ફાઇલીંગસીસ્ટમ બનાવું છુ એને વર્ક મેમરી કંટ્રોલ સીસ્ટમ કહેવાય આપણે દેશી ભાષામાં ફોલ્ડરોનો થોથો.... ઓફિસોમા ટાઇમે ક્યારેય કાંઇ મળે ને ગોતાગોત કરવી પડે ...રોજ કરવાના કામ...ઉઘરાણી...ખરીદી ..વેચાણ ..આમ દરેક જગ્યાએ સીસ્ટમ ગોઠવવાનુ કામ મારા થોડા કરે ..બસ મારુકામ ...અને યોસ એટલે ...સમજોને યોર સંઘવી સર્વિસીઝ..."

"ભારે કરી ભાઇ મને આમ તો કાંઇ ગળે ઉતરેપણ નવા જમાનાંનુ કામ છે એમ સમજાયુ .ભારે કરી...લે અડધી ચા ફટકાર પછી મનુભાઇને મળ..."

-----

"જી મનુભાઇ નમસ્તે ગુડ મોર્નિંગ..."

"આવ ભાઇ બેસ...મને ગુણુભાઇએ કહ્યુ કે તું અબ્દુલ રહેમાનમાં નવી નવી ડીઝાઇનની ફાઇલો વેંચે છેતો નવો ઉપાડો કેમ લેછે..?"

"મનુભાઇ આપ વરસોથી વિલ્સન સામે ટક્કર લ્યો છોને ..એટલે અમારા જેવા છોકરડાવને તમે હાથઆપો તો કંઇંક કરીયે સ્પેશિયલ મોંઘી ફાઈલોનો ધંધો બહુ લાંબો ચાલતો નથી એટલે નવુંકામ ઉપાડવું છે ...બસ હિંમત અને ઝનુનથી .."

"તારે રીફિલ રી પેક કરવી છે ?" મનુભાઇનો પહેલો સીધો સવાલ થયો .

"હા મને મારા ૫૦/૫૬,સુતારચાલના વડીલ મિત્ર સોહનમલજી અને નેમીચંદે આપની વાત કરી હતીસર.."

"અચ્છા અચ્છા...સોહનજીતો મારા મોટા ડીલર છે...હવે તારે થોડા રુપીયાયે કામ કરવા નાખવાપડશે.. એટલે બધી તૈયારી રાખજે . તારા કાકા બાપા વિલ્સનવાળા સામે ટક્કર લેવી સહેલી નથી સમજી લેજે બાકી તને હુંટેકો આપીશ બસ ?

રિફિલનું નામ પાડવુ પછી પાઉચ બનાવવા અને તેનું પેકીંગ કરવુ... બધુ તારે કરવું પડશે અમે તનેરીફિલો ગ્રુસનાં ભાવે કોરા ખોખામાં આપી દેશુ ...પેમેન્ટ શરુઆતમા તો રોકડા આપવા પડોશે .કે?...સેમ્પલો ગુણુકાકા પાંસેથી લઇ લેજે બસ...?"

"હજી સર એક કામ બાકી છે...!"

"શુ્?"

આપના આશિર્વાદ .."કહી ચંદ્રકાંત ઉભા થઇને મનુભાઇના ચરણ સ્પર્શ કર્યા

મનુભાઇ ચંદ્રકાંતની ખાનદાની જોઇ રહ્યા...”જા ફતેહ કર

"હવે પુરી તૈયારી કરીને મળીશ સર..."