Kone bhulun ne kone samaru re - 137 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 137

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 137

૫૦/૫૬ સુતારચાલમા બીજે માળે દાદરાને અડીને એક મારવાડીની રુમ...નામ સોહનમલ્લજૈન..મિત્રાચારી આવતાજતા વધતી ગઇ એટલે ક્યારેક બપોરે ચંદ્રકાંત ટહુકો કરતા થયા...તેમનુકામકાજ પણ સ્ટેશનરીનુ... જમાનામાં અમારા સંધવી કુટુંબના વિલ્સનપેનનું રાજ ચાલતુ હતુ..તેઓજોટર રીફિલ બનાવે વીલ્સન નામની દસના પેકમા પ્લાસ્ટીકના પાઉચમા રીફીલોની ધુમ ચાલે..જેરીફીલ માગે તે વિલ્સન માગે તેવી દાદાગીરી હતી દબદબો હતો... છીપીચાલ એટલે શ્યામશેઠ સ્ટ્રીટઅમારી સુતાર ચાલ પાછળની ચાલમાં એમની માર્કેટ ઓફિસમા દ્વારકાદાસકાકાના દિકરાઓ ખુદપોતે પણ રોજ આવે રોજ માર્કેટમા રાઉંડ મારે..પણ મુળ એમની ચાણક્યબુધ્ધીને ચંદ્રકાંતે સલામકરેલી...ફક્ત સોળ રુપીયામા એક ગ્રોસઇકોરીફીલ વેંચે ..!!!ના ના જેમને ઇકો રીફીલ જોઇએ તેમણેબેડઝન જોટર રીફીલનાં દસ પાઉચ વિલ્સન રીફીલ લેવી પડેતો ઇકો એક ગ્રોસ મળે...ઇકોએટલી સરસ રીફીલ કે સારી બોલપેન બનાવવા વાળા હંમેશા ઇકો રીફીલ માંગે એટલે બકરૂ જોતુહોયતો ઉંટ લેવુ પડે એવી વાત આખી સોહનમલ કરતા હતા ત્યારે તેમનો જરા છૈલો નાનો ભાઇનેમીચંદ બોલપેનમાં ઇકો રીફીલો ભરતા જાય...અને હા માં હા મિલાવતો જાય.

"સોહનકાકા બોલપેનો ક્યાં જાય છે...?"

"અટે કલકત્તા પેનનું બહુ મોટુ બજાર સે..શીંગવી તે લોકોને આપણા જેવી પેન બનાવવાનું જામતુંનથી કાચો સામાન પણ મુંબઈમાં મળે એટલે તૈયાર બોલપેનુ મંગાવે ..અમારુ વિરારમા કારખાનુ છે નેમી ત્યાંથી રોજ બેગ ભરીને માલ લાવે.."

"બેગમાં કેમ...?" ચંદ્રકાંતનો સવાલો સ્વભાવ ચુપ રહી શક્યો.

અટે શીધવીભાઇ ઓક્ટ્રોઇ લાગે નીકર મોંધી પડે ને.. ?એટલે વાંદરાવ ગ્રાંટ રોડ ચર્ની રોડ મરીનલાઇન્સ ઉપર સુંઘતા ઉભા હોય...કોક દી પકડે તો વીસ રુપીયા લઇ લે...બોલો આમાં માણસ ધંધોકેમ કરે..?"

આખા દેશમા આજે પણ કપડા સ્ટેશનરી હાર્ડવેરની માર્કેટમાં નેવુ ટકા બે નંબરનો ધંધો બેધડક ચાલે છેતેના મુળીયા ચંદ્રકાંત ત્યારે તપાસતા હતા...તેમને નવાઇ લાગતી કે વિલ્સનની બોલપેન વિલ્સન કરતાસસ્તી કેમ મળે છે...?

ચંદ્રકાંત સ્પેશિયલ ફાઇલો બનાવતા હતા પણ તેનુ સેલ લિમિટેડ હતું એટલે સાથે કંઇક કરવું પડશેતેવો વિચાર ચાલતો હતો .એવી કોઇ વસ્તુ જે વજનમાં હળવી હોય રોજ જરૂરી હોય તો તે રીફીલો હતી ..મોટીબેન સાથે અમસ્તી વાત કરતા હતા ત્યાં મોટી બેને ખબર આપ્યાઅમે શ્રીનાથજીનાં દર્શનેજવાના છીએ ત્યાં એક કરોલી બાજુનાં ગામમાં એક બહુ જોરદાર જ્યોતિષ છે ,તું કહે તો તારાજન્માક્ષર મારી પાંસે પડ્યા છે તે લઇને જઇશ અને પુછી લઇશ.”

બેન બસ અટલુ કામ કરી દયો કારણકે હવે ખર્ચા તો નિકળે છે પણ ભાઇ ભાભી(બા બાપુજી) આવેત્યારે તાણ તો પડશે વળીને પૈસા ભેગા થતા નથી આવે એવા વપરાય જાય . એટલે મારુ અટલુકામ કરજો . મહેનત કરવામાં પાછો નહી પડુ પોણ એક ભાગ્યનો આશરો જોઇએ છીએ ..”

બહેન બનેવી નાથદ્વારાથી પાછા આવ્યા ત્યારે ખાસ ચંદ્રકાંતને બોલાવ્યો. રવિવારનો દિવસ હતો સાંજેચંદ્રકાંત મોટીબેનને ધરે ભાણીયા સાથે મસ્તી કરતા રમતા હતા . બેન થેપલા ને સૂકી ભાજીનું શાકબનાવતી હતીરાત્રે જમતા જમતા ચંદ્રકાંતને વાત કરીતારા જન્માક્ષર બતાવ્યા હતા તારો શનિપાવરફુલ છે એટલે રીફીલ કાળી ગણાય તે ઉપરાંત તારા શુક્રને લીધે લખવાની કલમ બહુ ચાલશે

ચંદ્રકાંતને રાતે કોઠે દિવા થંઇ ગયા . શ્રીજી બાવાનું સ્મરણ કરી સોમવારે રીફીલની લાઇન માટેખાખાખોળા શરુ થયા. રીફીલના પાઉચ મુખ્ય હતું . પછી હૈલસેલ ભાવે ગ્રોસ રીફીલનાકારખાનાવાળાને શોધવાનાં હતા ……

ચંદ્રકાંત ત્યારે પ્લાસ્ટીકની ફાઇલો ફોલ્ડરો પણ બનાવવાનુ ચાલુ કરેલુ...ચકલા સ્ટ્રીટમા એક ગુરુમળી ગયા...નથુલાલ માખીચા..સીંધી માડુ..

"દેખ સીંગવી તેરેકો કામસે મતલબ રખનેકા તેરી આંખોકી ચમક મૈને દેખી હે તું મેરા પાંવ નહીદેખનેકા..તો માલ માંગ ઉતના દેગા વડી સાંઇ.."

"યે રીફીલ કા કવડ બનાકે દેગા ક્યા..?"ચંદ્રકાંતે પાઉચનુ સેંપલ આપ્યુ..

"યે તો એકદમ" ઇઝી "હૈં....મગર ડાઇકા પૈસા દેના પડેગા.જીસ દીન કામ બંધ કરેગા ઉસદિન ડાઇ હમખા જાયેગા...વડી પહેલેસે બોલને રખડી હૈ .પીત્તલકા કટીંગ ડાઇ પાંચસો રુપીયેમે બનેગા ઔર અગરઐસા કવર બનાયેગા તો કમસે કમ દો હજાર એક સાથમે બનાના પડેગા પાંચ પૈસે કા કવર બનેગાસાંઇ..લે આધી આધી ચા માર.. ગુલ્લુ એક ચાઇ ફટફટ લેકે .."

........

"ગુણવંતભાઇ મારે તમારું કામ છે.."ચંદ્રકાંત

"મારી પાછળ પાછળ આવ..."ગુણવંતભાઇ.

અંતે એક એમ એમ પાકીટવાલાની પાછળ ચાલમા એક દુકાને ઉભા રહ્યા "બોલ..?"

"તમારી કંપની સાદી રીફીલો સરસ બનાવે છે ઇકોની ટક્કર મારે એવી.. મારે રીફીલ રીપેકીંગનુ કામચાલુ કરવુ છે પણ તમારે મને ગાઇડ કરવો પડશે..."ચંદ્રકાંતે બાજી પાથરી.

"હા તને ગાઇડ કરીશ પણ પહેલા તારે અમારી કંપનીમાં આવવુ પડશે.."

"ક્યાં?"

"એમ એસ એમ રીફીલ...માહીમ..લે કાર્ડ.."

નેમીચંદ અને સોહનમલ્લને વાત કરી કે "આવી રીતે રીફીલો લઇને તમે પેનમા ભરો છો તેને બદલેરીફીલ પાઉચ પેક કરુ તો...?"

"દેખ તેરા બાપ જીફ્લો રીફીલ પાઉચ પેકમે પુરા ઇંડીયામે ફેલા હૈ ઉસસે ટક્કર લેના ભારી હૈ...યે તેરાચાચા વિલ્સનભી સાદા રીફીલકા પાઉચ છોડકે જોટરમે ચલા ગયા...ઇતના આસાન નહી હૈ..ઉસનેરામભાઇકો પાલ કે રખ્ખા હૈ..."

ચંદ્રકાંતની ડાયરીમાં નામ નોટ થતા ગયા...એમ એસ એમ રીફીલ, રામભાઇ ...મખીચા ...

ચંદ્રકાંત ફાઇલના વજન ઉચકીને ક્યારેક થાકી જતા ત્યારે આવા વિચારો ઇઝીલી આવતાહતા...જેમાંથી જન્મ થયો..."ઇઝી ફ્લો રીફીલ્સ.."