Kone bhulun ne kone samaru re - 136 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 136

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 136

ફેસબુક મિત્ર પંકજ મહેતાએ પોતાની સખત મહેનતની જીંદગીની વાત પોસ્ટ કરતાં મારા મિત્રબાબુની વાત કરી.બાબુનુ નામ આખા માર્કેટમા હીરો પડી ગયેલુ એની ફાઇલો પણ હીરો નામથી વેચતો હતો .મહેરા કરીને પંજાબી પાંસે તેની સોલસેલીંગ એજન્સી...તેના જેવી બોક્સફાઇલ કોઇ બનાવી શકે એવો રુઆબ...

કોણ હતો બાબુ..?

મરીનલાઇન્સ સ્ટેશનરી ઇસ્ટમા બહાર નીકળો તો સોનાપુર લેનનો આખરી છેડો કબ્રસ્તાન અનેસોનાપુર સ્મશાન જવા માટે તો ઠીક પણ મરીનલાઇન્સ સ્ટેશન જવા માટેનો રસ્તો.. છેલ્લુ મકાન જેમાનેશનલ ચીક્કી વાળો ભૈયો અને સામેજ ફાઇલવાળો હીરો..

તેનો મોટોભાઇ કદાચ નામ અસલમનુ કામ મુંબઇમા જે પીક્ચર રીલીઝ થાય ત્યાર પહેલા આખામુંબઇમા પોસ્ટર બનાવીને ચીપકાવવાનુ તેનું કામ વરસોથી હતું ….બહુ મોટા પાયા ઉપર લીથો પ્રેસમા પોસ્ટરો બને પછી તેના ત્રીસ ચાલીસ છોકરાઓની ટોળી રાતના દસ વાગ્યાથી આખી રાત હરેકગલ્લીના દુરથી વાંચી શકાય તેવી મોકાની દિવેલ ઉપર પોસ્ટરો ચીપકાવે...

ચીપકાવવા માટે મોટા મોટા તપેલામાં સરેશ બને તેડબલા ભરીને છોકરાઓ લઇ જાય...

હવે અમારો હીરો પીક્ચરમા આવે છે...

ફિલ્મવાળા બે હજાર પોસ્ટરનો ઓર્ડર આપે તેમા સો તો જાયંટ સાઇના હોય એમા ચોરી કરે તોપકડાય જાય..એટલે દિવાલે લાગતા આવારા કે જંગલી કે મુગલેઆઝમનાં બે હજાર પોસ્ટરમાંથીઅઢારસો લાગે બસ્સો પોસ્ટર અમારા હીરોના દરબારમા આવે એટલે પોસ્ટરોને ઉંધા કરી સરેશલગાડીને સ્મશાન કબ્રસ્તાનમાં જુની મઝારો ઉપર (અંદર વરસો પહેલા મૃત્યુ પામેલાને માથું ફાડીનાખેતેવી દુર્ગંધ આવે તો ચંદ્રકાંતને એમ થતું કે ક્યાંક લાશ જાગીને કહેશે કે યાર ઇસાકભાઇની ઉપરસુકાને સાલ્લા બહુ વાસ મારે છેપણ તો અસલી હીરો તરત જવાબ દેતો હશે અલ્લાતાલાનોપાડ માન કે દોજખમાંથી મેં જગાવ્યોપાછી ઇસાભાઇની લાશ જો મીલા વો બીસમિલ્હા કરીને સુઇજતી હશે તેવી કલ્પના કરતા રહ્યા પણ હીરો તો એવી લાંબી ઉંચી મઝારો ઉપર પેપરનાંચીપકાવેલા પુઠા જ્યાં સુધી સુકાય નહી ત્યાં સુધી તડકામાં મુકી દે...અડધા સુકાય અટલે મોટી પ્લેટકે પ્લાઇ નીચે મુકી પથ્થરથી પ્રેસ કરવા મુકી દે . પછી જે પુઠ્ઠા કડક બંને તે સરેશના લીધે પ્લાય જેવાકડક થઇ જાય.કોઇ મીલ આવા પુઠા બનાવી શકે નહી એટલે જ્યાં હીરો પોંક્યા ફાઇલ જાય ત્યાં કોઇબીજાની ફાઇલ ચાલે નહીગામ કરતા હીરોનો ભાવ પણ વધારે રહેતો.

બે ગલ્લી છોડીને કરેલવાડીમાં રેખાબુકવાળા હેમરાજભાઇ શાહ પણ ચક્કર ખાઇ જતા કે સાલુ અમેમીલમાંથી પુઠા મગાવીને અટલી સરસ બોક્સફાઇલ બનાવીએ પણ બાબુ જેવી ટનાટન ફાઇલો થાય...તે થાયપણ કોઇએ ચંદ્રકાંતની જેમ

બાજ નજરથી હીરોનું સંશોધક કરેલુનહી સરેશ જાનવરોના હાડકાંમાંથી બંને એટલે બહુ સખતમજબૂત બંને ત્યારે ફેવીકોલનો જમાનો પણ નહી અને એપોસાય પણ નહી . બધા મોરથુથુ વાળીલૂગદી વાપરે ને બાબુ સરેશ વાપરે .....

બાબુ દિવસે અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં એટલે કે સ્ટેશનરી બજારમાં ચંદ્રકાંતને નિરખતો સીગરેટનાસટ લેતો હતો...ચંદ્રકાંત હીરો સ્ટેશનરીમાં મહેરા સાથે માથા પચ્ચી કરતા હતા...બહાર અસલી હીરોહસતો ઉભો હતો...મોઢામા સીગરેટ, વાઇટ ઇસ્ત્રીટાઇટ પેન્ટ વાઇટ શર્ટ વાઇટ મોજા વાઇટ બુટ ..રંગેપાક્કી શ્યામ હોળેલા ઉભા સ્ટાઇલીસ્ટ વાળ કાનમાં અત્તરનો ફાયો મોઢામાં એકસોવીસ તમ્બાકુવાળુમઘમઘતુપાનલાલ રુમાલ કોલર ઉપર કાળો પટ્ટો કાળો ચહેરો શીળીના થોડા ડાધ..

હસતો બેફિકર ચહેરો જોતા ચંદ્રકાંતને એમ લાગ્યુ કે ફાઇલની લાઇનનો અસલી હીરો તો આજછે...

ચંદ્રકાંત મહરાને સમજાવતા અંતે થાકીને બહાર નિકળ્યા.

"સલામ વાલેકુમ.."હીરોએ પહેલી શરુઆત કરી

"સલામ બાબુભાઇ.."

"ચલ,આજ યે બાજુમે ઇરાનીકી પાનીકમ ચાય પીતે હૈ.."

"બાબુ તું મહાઘંટાલ હૈ યાર.."

"યાર એકબાજુ તુ ગાલી દેતા હૈ એક બાજુ યાર કહેતા હૈ કમાલ હૈ તું"બાબુએ હસતા હસતા પુછ્યુસીગરેટ લેગા ક્યા..?

"અરે બાબુ મૈ છોટા આદમી યે ચાલુ કરેગાતો ખાનેકા પૈસાભી નહી બચેગા...તેરે ભાવમે કોઇ નહીફાઇલ બના સકતા હૈ ઔર યે સાલે ગુજરાતી લોગ મારવાડી લોગ આજ ભી સબ બોક્સ ફાઇલહીમાંગતે હૈ...યેહી વાપરતે હૈખુદાનો ભી ખુશામદ પ્યારી હૈ તો યે તો બંદા હે

બાબુ સીગરેટની રીંગ ઉડાડતા ખુશખુશાલ થઇ ગયો...

"મેં સબ તેરી કુંડલી નિકાલ કેહી બોલ રહા હું કે તુઝસે કોઇ ટક્કર નહી લે સકતા...પીક્ચરકેપોસ્ટરોકી સરોશ ચીપકપટ્ટી તેરી બેમિસાલ આઇડીયા હૈ તું ખુદ બેમિસાલ હૈ.."ચંદ્રકાંતે બાબુનીઆખી સીક્રેટ ખોલી નાંખી .

દિવસથી બજારમા બાબુ એના ધંધાદારી હરીફ દુશ્મન ચંદ્રકાંતના ખભે હાથ મુકીને ફરતો રહ્યો..

"યાર યે સબ કિસ્મતકા ખેલ હૈ મેં ભી ભાઇકા પોસ્ટર ચીપકાને જાતા થા મગર વો સાલ્લા દોસોપોસ્ટર ગ્લેઝ કાર્ડકા પસ્તીમે બેચકે શરાબ પીતા થા તો એક દિન વો ફુલ ટાઇટ રાતકો બેઠાથા તભીબોલાભૈયા તું જો પસ્તીમે દેતા હૈ વો સાલા કાફર કાગઝકી થૈલી બનાતા હૈ તો તુમ મેરેકો બેચોનામેરીભી રોટી નિકલે...રાતકે પોસ્ટર ચીપકાના દિનકો યે સબ ફાઇલે લેબર પર બનાતે થક ગયા હું..."

"એક દિનભી પૈસા લેટ કીયાતો માલ નહી દુંગા સાલે..." ભાઇએ બાબુને આંખ લાલ કરી ને ચીમકીઆપી દીધી.ઉસી દિનસે પોસ્ટર મિલને લંગા ભાઇ કો એક બોતલકા પૈસા મિલને લગા તો ભાઇ ભીખુશઅબ સાલ્લા આખ્ખા દિન પી કે બહાર ખટીયામેં પડા રહેતા હૈ . પોસ્ટરકા હાથ ગાડી લીથો પ્રેસેઆતા હૈ તો ઉઠકે ગલ્લીકે ટપોરીઓકો બુલાકે કામ દે દેતા હૈસરેશ તો હમ દોનો કો લગતા થા તોમૈનેહી વો કામ લે લીયા , આખરી ભાઇ થા મેરા ..સમજાના યાર સીંધવી..?

બસ યેહી મેરી કહાની હૈ.ઉપરવાલા દેતા હૈ તો દેતા છપ્પર ફાડકે..મે ભી એશ કરતા હું . મુઝે એક હીશૌક હૈ બસ બજારને અપ ટુ ડેટ આનેકા ઔર હીરોગીરી કરનેકા..ઐસી મોનોપોલી બનાયા હૈ કીમહેરાભી પંજાંબી હોતે મેરે સામને ચુહા બન જાતા હૈ.