Kone bhulun ne kone samaru re - 135 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 135

Featured Books
Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 135

ચંદ્રકાંત દિવસરાત એકજ વિચાર કરતા રહ્યા"કેમ કરીને સ્ટેશનરીની લાઇનમાં નામ બનાવવુ..પૌતાનીઅલગ ઓળખ થાય તે માટે અલગ પ્રકારની ફાઇલો બનાવવી. હવે બેંક પૈસા આપશે એટલે ધંધોકરવાની મજા પડશે..ચંદ્રકાંતે પોતાના સગાને વાત કરી..."ગીરીશભાઇ આજે કપોળ બેંકમા ગયોહતો તો ત્યાં બે ચકલા પોપટ મળ્યા હતા...મને કહ્યુ આપણી બેંક લોન આપે છે તુ લોન લઇને ધંધોકર...બેંક શરુઆતમા બે હજાર આપશે લોન મહીના માટે આપશે પછી જો બરોબર ટાઇમે પેમેન્ટભરીયે તો પછી પાંચ હજાર એમ વધતા વધતા વીસ હજાર સુધી લોન મળી શકે એટલે હવે તમે મારાવડિલછો એટલે સલાહ આપો.."

"હું પોતે મોટી એંજીનીયરીંગ કંપનીમા કામ કરુ છું અને આવી મોંઘવારીમા પગારથી કંઇ વળતુ નથીએટલે કંઇક મોટુ કરવાનો વિચાર કરતો હતો...અત્યારે ઘર નીચેની નાની વર્કશોપમા કંઇ વળતુનથી...તે સારી વાત કરી..લાવ ફોર્મ એટલે એકાંઉટ ખોલાવીયે અને તું બે પૈસા કમા હું પણ બે રૂપીયાકમાવ...!!!"

"તમે આમ તો વડિલ છો ગુરુ છો તમારાથી હું બહુ શીખ્યો છું બહુ જાણવા મળ્યુ છે તમારે લીધે મુંબઇમા બી કોમમા ફેલ થયો ત્યારે તમે મને વર્કશોપમા કામ અને કામકાજની સીસ્ટમ શીખવીહતી કેમ ભુલું..?આખુ મુંબઇની ગલી ગલી રખડતો હતો તમારા કામ માટે એટલે કામ કરવાનીધગશ અને રીત તમેજ શીખવાડી હતીએ ક્યારેય નહી ભુલું.."

સાંજે વડિલ ગીરીશભાઇ સાથે સારી હોટલમા ઢોંસો અને ફિલ્ટર કોફી માણી..સાથે બેસીને ફોર્મભર્યા..

"ગીરીશભાઇ એકાઉન્ટ ખોલવા માટે થોડા પૈસા એટલે બસો રૂપીયા જોઇશે.."હું તો કડકો છું તમનેખબર છે..."

"અત્યારે તું આપી દે પછી તને આપી દઇશ..ચાલ,કલકત્તી મસાલા પાન મારા તરફથી.."

પાનવાળો પણ ગીરીશભાઇથીએવો અંજાયેલો કે બે પાનના પૈસા લીધા... ત્યારે પહેલીવારવિજય સ્મિત ફેલાવી ગીરીશજી રવાના થઇ ગયા .

"ચંદ્રકાંત જીંદગીમા ક્યારેય વાક્ય ભુલ્યા "હમણા તું આપી દે પછી હું આપી દઇશ.."

......

ચંદ્રકાંતે પોતાના લોન ફોર્મને ભરીને બેંકમા આપી દીધુ પછી દસ દિવસમા બોર્ડ મીટીંગમા ચંદ્રકાંતનીલોન પાસ કરીને મેનેજીંગ ડીરેક્ટર નટવરલાલ શામળદાસ વોરાએ તેને કેબીનમાં બોલાવ્યો.એમનોમોટો સત્તાવાહી અવાજ ગુંજી ઉઠ્યો..."ભાણીયા પૈસા ગરીબ વિધવા લાચારનાં છે, એટલે હું તારોમામો છું છતા સાવધાન કરુ છુ કે ગમ્મે તેવી તકલીફ આવે ટાઇમે પૈસા ભરી દેવાના..સમજ્યો..?"

ચંદ્રકાંતથી પણ ઢીંચકા દુરના કરોડપતિ મામાએ જે વાત કરી હતી ચંદ્રકાંતે જીંદગીભર પાળી...

બીજે દિવસે પૈસા ખાતામાં જમા થયા કે તુર્તજ કામકાજ બમણા વેગથી ચાલુ કર્યુ કારણ કે આજથી વ્યાજનું મીટર ચાલુ થઇ જવાનું હતું .

સવારે ચંદ્રકાંત રોજનાં નિયમ પ્રમાણે મુંબઇ સેન્ટ્રલ ઉતરી નાગપાડા પુલીસ સ્ટેશનથી સુરતીમહોલ્લાથી સરકીને "વિજળી જહાજ જે ડુબી ગયુ હતુ તેના માલીક કરોડપતિ કચ્છી મેમણ હાજીકાસમની ચાલમા તુહરાબભાઇના માઇક્રો પ્રેસમાં જઇ અડધી અડધી ચા પીએ..તેમનો નાનોભાઇકામનો મહાન આળસુ મુંબઇનો મોટો ક્રીકેટર ઝાહીદ સામે બેઠો હોય ...તેની સાથે પણ બે મીનીટ વાતોકરી તુહરાબભાઇને ધંધાની બધી વાત કરી...

હંમેશા હસમુખા શાંત સ્વભાવનાં બહુ પ્રેમાળ ચંદ્રકાંતને માટે ભાઇથી વિશેષ પ્રેમને લીધે ધંધાનીબધી આંટીધુટી સમજાવે.."હંમેશા નાના માણસ રહેવુ..સમજ્યો..?પછેડીથી ઓછુપથરાવુ...અલ્લાતાલા કે તારા ભગવાનથી ડર રાખવો...ઉઘરાણીમાં ઢીલ નહી રાખવાની..હવે તારેફાઇલોમા વેરાયટી બનાવવી હોય તો તારે માર્કેટમા બધા બેલાપુરનુ કાર્ડ વાપરે છે એને બદલેરોહિતમીલનુ ગ્રે કાર્ડ વાપરવુ કડક હશે એટલે ૯૦પાંઉંડની બેલાપુર સામે બોંતેર પાઉંડનુ કાર્ડ ટક્કરમારશે એક સાઇડ ગ્લેઝ છે એટલે ચાલશે..જન્મભુમિ ભવનમાં તેની ઓફિસ છે...થોડી એમચીમનલાલના મુંબઇ ખાદી ભંડારની ઉપર જઇ હેંડમેડ પેપર મા અવનવા અદભુત રંગના કાર્ડ મળશેએમા થોડી તારી સ્પેશીયલ ફાઇલ બનાવ ...આજથી લાગી જા ટાઇમ વેસ્ટ નકરતો તારી ઉપર મહીનાનો ટાઇમ બોંબ લાગેલો છે...યાદ રાખજે .

......

એકબાજુ જ્યોતિફાઇલનો દિલીપ..બીજીબાજુ મઝગાંવથી ઇબ્રાહિમ અને ત્રીજી બાજુ ફોરસરોડનાનાકા ઉપર કદાચ ગ્લોબ કે રેડીયો સીનેમાંની બાજુમા ડામર ગલ્લીમા ચારેબાજુ અગરબત્તીવાળા વચ્ચેપતરા ગોડાઉનમાં હુસેની..ચંદ્રકાંતના ડાબા જમણા હાથ બની ઉભા રહ્યા એટલે ત્રણ મહીનામા તોચંદ્રકાંતને અબદુલ રહેમાનના વોહરા કચ્છી વેપારીઓ " યોસવાળા..આવ આવ..."કરતા હતા પણભાવ આપે એટલે ફાઉન્ટન બોમ્બે સ્ટેશનરીથી લઇને બોરા બજાર બજાર ગેટ પી એમ રોડ ,ડી એમરોડ નગીનદાસ માસ્તર રોડ ફરી જેવા હાઇફાઇ વિસ્તારમાં ફરી વળ્યા..કાનજી લક્ષ્મીચંદ બ્લીટ્ઝવાળા કરંજીયા હાઉસ સામે મુખ્ય ડીલર બન્યા એટલે ચંદ્રકાંતને એમ લાગ્યુ કે .....

"અપની તો ચલ પડી... વાહચંદ્રકાંત ખુશ થઇને વિચારતા હતા પણ કુદરત શું કરે છે ?ભગવાનપોતાનાં પાના ક્યારેય દેખાડતા નથી બસ સમય આવે ઉતરી જાય ત્યારે આપણે સાવ વામણાલાગીયે .