Kone bhulun ne kone samaru re - 132 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 132

Featured Books
  • Whisper of Love

    In the quaint town of Solstice Hollow, where every sunrise p...

  • Rain Flower - 19

    Rain Flower Kotra Siva Rama Krishna “I also read that and ca...

  • Who hunts Who? - 5

    Next day-Ding-dong...*Door opens-*"Welcome! I thought You wi...

  • Melody of Memories

    On a quiet autumn morning, a women named Sofia found her her...

  • Flu and Heart

                                                         Flu and...

Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 132

આજે રવિવાર હતો...રુમની બહાર લીમડાની ડાળી ઉપર ઝુકી ઝુકીને કાગડો ઇશારા કરતોહતો...ચંદ્રકાંતને આપવિતિનો કાગડો યાદ આવ્યો જેણે ચંદ્રકાંતને ભર ઉનાળે ત્રણ મહીના એકહાથમા છત્રી સાથે સાઇકલીંગ કરાવ્યું હતુ પછી ગાંઠીયાના પારણા કરાવ્યા પછી વટથી અમરેલીનાબંગલાની બારી ઉપર રૂઆબ કરતો જોયો હતો...ઇસ સીકંદરકો ઉસને રુલાયા થા...ઉપરથી જાણેલાંબો રાગડો તાણીને ગાતો હતો.."ક્યું આયા અબ લાઇન પે?..." .ચંદ્રકાંતે નરહાને નમસ્કાર કરીચકલીઓ પોપટ બાઘડા કબુતરો પંચાતડી કાબરોમા મન પરોવ્યુ...ત્યાં પાછળથી ફુટનો સુરેશદેસાઇ અનાવીલએ પીઠ ઉપર નાનકડો ધબ્બો માર્યો..."સંધવા...શું વિચાર કઇરા કરતો છે ?"

ચંદ્રકાંતે મજાક લંબાવવા પુછ્યુ" હે દેહાઇડા સ્કર્ટ જેવી લુંગી કાણાવાળુ એરકંડીશન ગંજી તને શરમ નહી આવતી...?"

"સંઘવા તો તારા માટે તને શરમ ની આવે એટલે પેરતો છું હમજ્યો નહિતર...હેં હેં.."કરતાસીગરેટનાં ધુમાડાની રીંગ કાઢતો રહ્યો..

હર ફિક્રકો ધુંએમે ઉડાતા ચલા ગયા..મે જીંદગીકા સાથ નિભાતા ચલા ( સુરેશ જીંદગીના અનેકપડાવોમાં મળી ગયો છે .)ગયા...બરબાદીઓ કા જશ્ન મનાના જુરુર થા એટલે ચંદ્રકાંતે આજેગેસ્ટહાઉસના મિત્રો સાથે સવાર વિતાવવી તેવુ નક્કી કર્યુ..

નીચે ઇસ્ત્રીવાળા ત્યાં ઉભેલા શંભુ ઘરઘાટીને બુમ પાડી..."શંભુ બગ જરા દોન કપડા ગેઉન જા ઇસ્ત્રીકરાઇચી આહે..."

"આવુ છુ રે બાબા જરા માવા ખાને દે..બસ ઉતાવળ ઉતાવળ...શું લુટી જવાનુ હૈ..!"

કપડા પલંગ ઉપર મુકી દેહાઇ સાથે ચંદ્રકાંત નીચે ઉતર્યા...આજે પણ વિષ્વકર્મા બાગની કોર્નરની દુકાન તેના વડાપાંવ અને ચા માટે બહુ વખણાય છે...ત્યા એક પ્લેટ વડા ને બે કટીંગ મંગાવીને વાતોકરતા બેઠા હતા...

"સંઘવા હાલી લાઇફ છે...? ગોકળીબાઇની પીટીની નોકરીમા કઇ મળતુ છે ."

"તારે હું ફિકર..?હુંડો સુંડલો ભરીને આવહે..વળી ટીચર બૈરી મલહે...ટેસ કરને.. મારી હાલત જોઅમે બહુ ઉંચ્ચા ખાનદાનના કહેવાયે એટલે હુંડો હુંડી કંઇ મલે જે આપવુ હોય તે પ્રેમથી આપે બાકીમંગાય નહી..."ચંદ્રકાંતે પોતાની વાત સાથે કરી દીધી.

"હવે રહેવા ડે..આમ આડી આંગલી કરીને...મેણા મારીને ટારાવાલા હાલા ભુખડ લોકોની વાત મેંગોકળીબાઇની મારી ટીચર ફ્રેંડ પાહેંથી હાંભલી છેતે..એના કરટા હમે દેહાઇડા હલા નાગા તો નાગાપણ બેધડક હુંડા માંગી લઇએ...ટને ખબરની મલે અમારી બેનને પૈણાવીએ ટારે અમારીતો હુંડામાંબેકી બોલી જાવ " ચા નાસ્તો પુરો કર્યો અંતે ઉભાથઇને ગેસ્ટહાઉસના પગથીયા ચડતા હતા ત્યારેચંદ્રકાંતે એક દમથી ખાંસતા કાળા બુઢ્ઢા તરફ ઇશારો કર્યો...સુરેશે ઉભા રહી બુઢ્ઢા સાથેઓળખાણ કરાવી.."સંધવા ફિલમની લાઇનનો કીડો છે કીડો...તીસ વરસથી રોજ કંઇને કંઇ નાનારોલ ભજવીને પેટ ભરે ...રોજ નવી છોકરીયુમા હમજ્યો ? ની મામલે તો બુઢ્ઢી એમાં દમલેલ થઇગીયો છે પુછ..."

ખાંસતા અમરતભાઇ હસી પડ્યા..."હાચુ કેવ છે ...બૈરીએ મારા પુરા લખણ સમજીને કાઢી મુઇકોછોકરો ગેસ્ટહાઉસના અને એક ટીફીનના પૈસા ભરી જાય પણ કોઇ મોઢુ જોવા ની આવે... મારાલખણે..એક આંખ મીચકારતા અમરતકાકા બોલ્યા...હવે રોજ શુટીંગમાં જંઉ ત્યારે નાચવાની ઉમ્મરેનાચવા પછી ઢોલી બનીને જે આપે લઇ લઉં પણ એકાદ નવી ફટકી આવી કે મારી જેવો ચમનછોડે...?પાછુ ઠુસકુ અને સુરેશ પાંસેથી એક સીગરેટ માંગી...

"ટારી બીડીની ઝુડી કાઢટો નથી છે ને મફતની મારી એક સીગરેટની રૂપીયાની અડાડી.."

.......

રૂમમા પહોંચ્યા ત્યારે એક ખુણામાં દાસ નાનકડી ઓફિસબેગ ખોલીને બેઠો હતો...ચંદ્રકાંતે સુરેશનેપોતાના પલંગ ઉપર બેસાડી તેનો હાથ જોવા લીધો...

"કેમ સંઘવા ઢંઢોબી કરટો છે...?હાલા. કેટલા ઢાંઢા શીખેલો છે ?

ચંદ્રકાંતે બહુ હસ્તરેખા સામુદ્રીકની કોલેજકાળમાં બુકો વાંચેલી એટલે શરુ કર્યુ...

"જો સામે દાસ બંગલી બેઠો છે તેના હાથના પંજાને જો..પતલી આંગળી ઉપર કેવડા મોટા ગોળનખ જોયા...?સમળીના નહોર જેવા છે..."દાસ બેગ પડતી મુકી ચંદ્રકાંતનાં પલંગ ઉપર બેઠો..

"ઉસસે ક્યા હોગા...?"

"અંદરસે તુમ બડા હિંસક આદમી હૈ ઇસ લીયે યે ચુહા મારનેકી કોક્રોચ મારનેકી દવા બેચતા હૈ મગરગુસ્સેસે દુર રહેના ...નહીતો કભી કીસી ક્રીમીનલ કામ કર દેગા..."...દાસ ઠંડો થઇ ગયો..

"સુરેશ તને બૈરી બહુ ગેરી નમણી મલહે હુંડો પૈસા પણ લાવહે નોકરી કરશે ને તારા જેવા માતેલાસાંઢને સાચવશે.. “મોટેથી સુરેશ ખડખડાટ હસી પડ્યો .

"પન ક્યારે મલહે..? કેટો છે કી ની ? હાલા વાનીયા એની માંને દે બધાને પોપટ બનાવતો છે જનાનાઝાડ પર ચડાવતો છે પણ સાંભર અમે દેહાઇડા ચોર્યાસી ગોળના હમજ્યો કેની ? તારોમોરારજી વાલા ..જો ટું ખોટો પઇડો ટો હમજી લે

"બસ હવે એક વરસમાં તુ ઘરબાર વાલો થવાનો ..બૈરીની કૃપાથી ઘર પણ મલહૈ.." ચંદ્રકાંતે હાથબરોબર ચેક કરી એક એક રેખા જોઇને કહ્યું .

"સંઘવા ટુ એમ ના હમજતો છે કે ટને બક્ષીસ મલહે હમજ્યો કે..."

"ઘંટલા તો ખબર છે ટારી પાંહેથી આશિર્વાદ મલહૈ.."