Kone bhulun ne kone samaru re - 131 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 131

Featured Books
Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 131

ચંદ્રકાંત હવે સ્ટેશનરી બજારની ચાલ સમજી રહ્યા હતા... ખાલી કોન્ટેસાની સામે મોંટેસા મુકવાથીનામ ઉભુ થવાનુ નથી ,એટલા ઓર્ડર મળવાના નથી .માર્કેટમા સ્પ્રીંગ ફાઇલ ઉપર ચંદ્રકાંતે નજર ઠેરવી.તેમાં વપરાતી સ્પ્રીંગ જાડી હતી ...ફાઇલમાં રહેતા પતલા મેનીફોલ્ડ પેપર એકવાર ટ્રાંસફર કરોએટલે તેના પંચહોલ ફાટી જતા હતા...બસ અંહીયા નવુ કંઇક કરવાનું હતુ...જો લોખંડની સ્પ્રીંગનીજગ્યાએ પ્લાસ્ટીકની ટ્યુબ હોય તો...?ભટકતા નાગદેવીમા જ્યોતિ ઇન્ડસ્ટ્રીઝની દુકાનેથી ૩૦ મીટરનુંબંડલ લઇને બહાર નિકળ્યા ત્યાંથી જ્યોતિફાઇલ દિલીપને શું કરવાનુ સમજાવ્યુ ......અને રીતેફરીથી ડીઝાઇનને અને નામને રજીસ્ટર કરવા લોઅરપરલ ગયા...

ડીઝાઇનની કોપી સાથે લેટર હેડ ઉપર અરજી કાયદેસરની ફી રૂપીયા સો તથા 'ચાંદલાના'સો રૂપીયાઆપી ફરી પોતે પોતાની પ્રોડક્ટના ફૈબા બન્યા ..."સેવા"ધી ટ્યુબ ટ્રાંસફર ફાઇલ...ફસ્ટ ઇનઇંડીયા..!!

સ્ટેશનરી માર્કેટમાં ધીરે ધીરે ચંદ્રકાંતનું નામ થતુ ગયુ.. ચંદ્રકાંતે ત્યારપછી એટલા ઉધામાં કર્યા કેપ્લાસ્ટીકની ફાઇલો ફોલ્ડરો બનાવવા ભાઇખલામા એક મીંયા ઇકબાલના કારખાનામા એક મશીનભાડે રાખી કામ કર્યુ પછી ખબર પડી કે ઇકબાલનો ભાઇ પાયધુની મસ્જીદ પાંસે રહે નામેરાજુ(ખોટુ નામ)બહુ મોટુ બેનંબરનુ માથુ હતુ ...ત્યાંથી ભાગીને ત્રીભુવનકિર્તિ રોડ ઉપર નામ નહી લખુમકાનમાં ફરી પ્લાસ્ટીક ફાઇલો બનાવતા ત્યારે સાવ અડીને રુમમા રુપજીવીનીઓનો અડ્ડા હતા ત્યાંકારખાનુ કર્યુ ત્યાંથી હારી થાકીને ચીરા બજારમા સદોબા પાટીલ ગાર્ડન પાછળ નવરોજીલેનમાં પોચખાનાવાલા બાવાજીને ત્યાં ગોઠવાયા.. ચંદ્રકાંતની ભટક સતત ચાલુ રહી .આખી ફાઇલીંગસીસ્ટમ સ્ટેશનરી માર્કેટમાં હવે લોકો તેને સંધવીભાઇ ,કહીને કે મોટા કહે પણ બધા એટલુસમજી ગયા કે એક અલગ ટાઇપનો માણસ છે ..

હવે મોટી કંપનીઓમા ચંદ્રકાંતે જવાનુ શરુ કર્યુ...ત્યારે કોણ કોણને મળ્યા?... જમાનામા ટોપમફતલાલ ગૃપના તમામ ડાયરેક્ટરોની ફાઇલો બનાવવા સાહેબોને મળવું અરવિંદભાઇ મફતલાલનાં સેક્રેટરી પટેલની દોસ્તી કરવી ...ટોડીગૃપ,મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર ગૃપના પરતેની મેનેજર ગણપતિ દ્વારાજ્યારે કેશુબ મહિન્દ્રાને મળ્યા ત્યારે ફુલીને ફાળકો થઇ જતા હતા...તેમની સહાયમાં એક સદાય દોસ્તરહેલા તુહરાબ મરચંટના માઇક્રો પ્રિંટીગ પ્રેસ વાળા સદાય સાથ રહ્યા..હાજી કાસમ ચાલ (મુંબઇનાગપાડાની સૌથી મોટામાં મોટી ચાલમા ચંદ્રકાંતને રોજ જવાનુ .એટલે ...?રોજ ચંદ્રકાંત મુંબઇ સેન્ટ્રલઉતરીને એમ એફ હુસેન દેશનાં સર્વોત્તમ પેંટર અમુક સમય પછી થયા તેને સેંટ્રલ સીનેમા બહારફિલમના બોર્ડ ચિતરતા ચંદ્રકાંતે નજરે જોયા છે !ફોરેસ અને ફોકલેન્ડના કોર્નર ઉપર.ત્યાંથી નાગપાડાપોલીસ સ્ટેશનથી સુરતી મહોલ્લાથી હાજી કાસમ ચાલથી ગોળ દેવળથી ગુલાલ વાડીથી પાયધુનીથઇને ઓફિસ ચાર ડઝન ફાઇલ ઉંચકીને પહોંચે...પાણી પી ને થોડીવાર આરામ કરી ફરી એટલી ફાઇલો ઓફિસબેગ લઇને ક્રાફટ માર્કેટથી વીટી થી બોરા બજારથી નગીનદાસ માસ્તર રોડ થઇનેજહાંગીર આર્ટ ગેલેરી સુધી ચાલતા લગભગ વીસ કીલોમીટર ચાલવુ પછી પાછા ઝવેરી બજાર જઇત્યાંથી મરીન લાઇન્સનો રુટમેપ લખતી વખતે કેટલા વિસામા કેટલા મહાનુભાવો કેવી ગાઢ દોસ્તીનીવાતો લખતી વખતે ...પછડાટો આઘાતોની વાતો હવેની જીંદગીમા આવવાની છે બહુ લાંબી વીતકકથા છે .

જીદગીના બીજા પડાવની વાતો લખતી વખતે માત્ર વિણેલા મોતી નહી ચુંનંદા ઘાવની પણલોહીઝાણ કહાની છે..સંઘર્ષો છે લડાઇ છે હાર છે નિસહાયતા છે સાવ શુન્ય થઇ ગયેલી આર્થીકસ્થિતિ પણ છેઅને તેની વચ્ચે એક શ્રધ્ધાનો દિવો પણ છે....કોને સહારે સફર પસાર કરી ?કોણનડ્યા કોણ ગમ્યા..? કેટલા સાવ અંગતોએ મઝધારે મુક્યો તો કોણે નાવડી ચલાવી ?તેની વાતોહવે બીજાભાગમા લખતી વખતે બહુ મોટા માણસોની અંગત માણસોની નાની વાતો પણ છે અને બહુનાના માણસોની મોટી વાતો પણ છે..કોઇક વાતો લખીને મારી જાતનો દ્રોહ કરુ છું પણ મારીજાંધખુલ્લી કરીને મને તમાશો નથી બનવાનુ તેની સભાનતા રાખી છે તો ક્યાંક એટલા મોટા દિગ્ગજોએચંદ્રકાંતને છાપરે ચડાવ્યો ..કહો તો ચણાના ઝાડે ઝુલાવ્યો તેની આપ બડાઇ આવશે ..આવુ લખતીવખતે "ખુશામત ખુદાકોભી પ્યારી લગતી હૈ "તો મૈં કોનસી વાડી કા મુલા હું..?!! જે લોકોએ મનેઆત્મશ્લાધાથી દુર રહેવાની ચેતવણી આપી છે તે લોકોનાં ગીરેહબાનમાં જોઉંછુ ત્યારે 'યુ ટુબ્રુટસ..'લાગે છેએટલે એમની પરવા વિના એક સાવ શુન્ય થઇ ગયેલો માણસ મુંબઇમાં કઇ રીતે કોઇબાંધછોડ વગર પોતાની રીતે આગળ વધ્યો અને જીંદગીના છેલ્લા પડાવે આરામથી ઝુલે ઝુલતા કથની કહી શકુછુ મારે માટે બહુ ગર્વની વાત છે બાકીનું માઇ ફુટ...