Kone bhulun ne kone samaru re - 128 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 128

Featured Books
Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 128

"ભાઉ મોઠા શેઠ તુમચા નાવાની બોમાબુમ કરત હોતે...તુમચા કાઇ વરક કંતરલ કાઇતરી સાઠીઓર્ડરચી વારતા કરત હોતે.."સખારામે બ્યુગલ વગાડી દીધુ..

"બરા બરા.."ચંદ્રકાંતે મરાઠીમા અચ્છા અચ્છા કહ્યુ...

ત્યાં મોટાશેઠની કેબીનની રીંગ વાગી...સખારામ અંદર ગયો...ચંદ્રકાંતનું દિલ ધકધક થતુ હતુ..

સખારામ બહાર આવ્યો અને મેનેજરને લઇને પાછો મોટાશેઠની કેબીનમાં ગયો...બહાર થોડા ઉંચાઅવાજો સંભળાયા.."નક્કી મોડો પડ્યોએટલે ચંદ્રકાંતને આઉટ કરી દેવો એવું સમજીને ચંદ્રકાંત આંખબંધ કરી શાંતિથી ઉંડા શ્વાસ લેતાબેઠા હતા...

સખારામે ચંદ્રકાંતને ઢંઢોળ્યા..."અરે ભાઉ તુમચા નસીબ જાગલા આણી તુમી ઝોપતા...?શેઠ તમનેબોલાવે છે જાવ અંદર..”

વિશાળ એરકંડીશન ઓફિસના વિશાળ ટેબલની પાછળ એક્ઝીક્યુટીવ ચેરમા બ્લુ સુટમાં શોભતામોટાશેઠે ચંદ્રકાંતને કહ્યુ...

"વોટ ઇઝ ધીસ ચંદ્રકાંત..?તે મને નહી આખી ઓફિસના સ્ટાફને ઉંચાનીચા કરી દીધા...ધીસઇઝ નોટફેર..."

"સર આઇ એમ વેરી સોરી સર..એક્સસ્ટ્રીમલી સોરી સર.."

શેઠ હસી પડ્યા ..."મારી ભુલ છે કે તારુ સરનામાવાળુ કાર્ડ મીસપ્લેસ થઇ ગયુ એટલે મારે પણસીસ્ટમેટીક થવાનું છે... કે નાવ કમીંગ ટુ પોઇન્ટ.. તારે દસેદસ કંપનીના દસ મેનેજરોને તારી વર્કમેમરી કન્ટ્રોલ સીસ્ટમ આપવાની છે...તારો ઓર્ડર ટાઇપ થાય છે કે..?જલ્દી લઇ આવજે.."

ચંદ્રકાંત બેહોશી જેવી હાલતમા સાંભળી રહ્યા..."સર કેટલી સીસ્ટમ..?"

"દસ..હમણા પછી બીજા ત્રીસ માટે પણ લેવી પડશે.."

સાક્ષાત શ્રીનાથજીબાવા બંધ આંખોમા હસતા હતા ખુલ્લી આંખો સામે મોટા શેઠમહેન્દ્રભાઇ..કુવરજીભાઇ મેનેજરે ચંદ્રકાંતને સાવધાન કર્યો...

"સર ઓર્ડર ટાઇપ થઇ જશે પણ...."ચંદ્રકાંત અટકી ગયા.

"પણ શું ?..." શેઠ મહેન્દરભાઇનો અવાજ સહેજ ઉંચો થઇ ગયો.

ચંદ્રકાંતની આંખમા ઝળઝળીયા ઝલકી ગયા.."સર,એડવાન્સ મળશે..?"

"અરે ચંદ્રકાંત ધંધામા મુંઝાવાનું નહી માંગવાનું ...કુવરજીભાઇ છોકરાને પુરા પૈસા કેશ દસસીસ્ટમનાં હમણા એડવાન્સમા આપી દો...બસ..."

"સર હજી એક રીકવેસ્ટ છે...."

"હજી..?"હવે શેઠ ચોંકી ગયા"બોલ હવે શું છે ?”

"સર તમારા આશિર્વાદ...એમ બોલી ચંદ્રકાંત વિશાળ ટેબલની પાર કરી મરીવાલા મહેંન્દર શેઠનાચરણોમા ઝુકી ગયા ત્યારે શેઠના કોમળ હાથ તની પીઠ ઉપર ફરી રહ્યા હતા અને ચંદ્રકાંતની આંખોનાઆંસુ શેઠના શુઝ ઉપર અનરાધાર વરસી રહ્યા...

.......

કુવરજીભાઇ મેનેજરને પણ ચંદ્રકાંતે ચરણ સ્પર્શ કર્યો ત્યારે વડિલ બોલ્યા" આવા નેક છોકરા જાતને કોઇ રોકી નહી શકે...મારા દિલથી આશિર્વાદ...ફતેહ કર...પણ જીદગીમાં ખોટુ ખપે યાદરાખજે.."

કુંવરજીભાઇ શેઠની કેબીન અંદર ગયા અને થોડીવારમાં પાછા આવ્યા ત્યારે નવી કડકડતી સોનીનોટનો થપ્પો હાથમાં હતો .વાઉચરમાં એડવાન્સ લખાવતી વખતે ફરીથી કુંવરજી ભાઇએ ટકોર કરી . માલ બરોબર બનાવશે અને ટાઇમસર ડીલીવરી આપજે .જો તારા ભાગ્યનો દરવાજો શેઠે ખોલ્યો છે બાકીનું તારા હાથમાં છે….

"સંગવીભાઉ માલા પાર્ટી પાહીજે..." સખારામને ખબર પડી ગઇ એટલે પાછળથી ચા ના કપ સાથેપ્રગટ થતા ટહુક્યો.

ચંદ્રકાંતે સાડાચાર હજાર કોટનનાં પેંટના ચોર ખીસ્સામા મુકતા હતા તેમાંથી સો રુપીયા બહારકાઢ્યા...

"કુંવરજીભાઇ આના છુટ્ટા આપશો ?”

સમયે નીચે ફુવારા પાંસે દસ રુપીયામાં મસાલા ઢોસો મળતો હતો...બે રુપીયાની અમીરી ચાહ..

"લે સખારામ કહી વીસ "રુપીયા સોખારામનાં હાથમાં આપીને ઝડપથીઓફિસ છોડી નીચેઆવ્યા...આકાશ સામે જોયુ. “હે પ્રભુ તું કેવી કમાલ કરે છે ..તારી લીલા અપરંપાર છે.. છેક છેલ્લેસુધી કસોટી કરે છે તાવે છેપ્રભુ તું તરી અંદરનો વિશ્વાસ ડગી જાય ક્ષણ સુધી ચકાસે છે હે મારાવહાલા જેવોતેવો ડગમગી જાય પોણ હું તો તારું શરણે પકડીને બેઠો હતો . હે માં ભવાનીમાં બસએક વખત તારા દર્શન થાય એવી કૃપા કરજે માં…” આજની પાર્થના ભર બજારમાં સુરજસાખે સેંકડોલોકોની વચ્ચે બે હાથ જોડીને ચંદ્રકાંતે કરતી વખતે રસ્તો જોયો ભીડ શરમ સંકોચ બસ એક શરણાગતિ

સામે ફુવારા સર્કલ પાંસે બહુ જાણીતો મસાલાઢોસાવાળો અન્ના તાવડામા જીંદગીનો રણકાર કરતોહતો..આંખો સામે ગઇ રાતે હારીને થાકીને બાપુજીને લખેલું પોસ્ટકાર્ડ દેખાતું હતું તો શ્રીનાથજીદાદાએઆપેલી એક તક કોઇ સંજોગોમાં બીજી વાર નહી મળે તાકીદ અંદરથી આવતી હતીચંદ્રકાંતમાટે જંગનું પહેલુ પગથિયું પાર થયુ હતું હવે બીજા પગથીયા તેની રાહ જોઇરહ્યા હતાયે જીવન હૈઇસ જીવનકા યહીહૈ રંગ રુપ... મસાલાઢોસાવાળા અન્નાએ બુમ પાડીબોલો શેઠ ક્યા બનાઉં ? મસાલા મૈસુર કી સાદા ..?”

ચંદ્રકાંતને કોઇ સંબોધન કરે બોલો શેઠ ..?મનમાં ચંદ્રકાંત હસી પડ્યા સાલા મૈ તો સાંબ બન ગયાસાંબ બનકે કૈસા ઠન ગયા..

અન્ના મસ્ત યાદગાર તબિયતસે બનાઓ એક મસાલાઢોસા ..જરાકડક..” પછી પોતાની ઉપરચંદ્રકાંત હસી પડ્યા જાણે ટકોર કરતા હતા પોતાની જાતનેબેટા અભિ દિલ્હી બહોત દુર હે