Shapit - 26 in Gujarati Fiction Stories by bina joshi books and stories PDF | શ્રાપિત - 26

Featured Books
Categories
Share

શ્રાપિત - 26








અવનીની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો. બીજા દિવસે આકાશનાં લગ્નનુ મુહૂર્ત હતું. આથી બધાં મિત્રો જમીને વહેલા સુઈ ગયા. બીજા દિવસે આકાશનાં લગ્ન હતાં છતાં આકાશનાં ચહેરા પર ઉદાસી છવાયેલી હતી. લગ્ન જેવાં પવિત્ર બંધનથી બંધાવાનો સૌ કોઇને ઉત્સાહ અને વર્ષોથી સેવેલાં સપના હોય છે. પણ આકાશનાં ચહેરા પર હરખને બદલે ઉદાસી અને ઉત્સાહ ને બદલે ચિંતા ચોખ્ખી ચહેરા પર વર્તાતી હતી.

રાત્રિના બાર વાગવા આવ્યા હતાં. બધાં મિત્રો સુતાં હતાં. આકાશ વારંવાર પડખાં ફેરવતો હતો છતાં આંખમાં નિદ્રાનું અણસાર નથી. વર્ષો પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી હતી. માયાળું માંની મમતાનો એક સહારો એકમાત્ર ઘરનો વારિસ માં અને નિઃસંતાન કાકા કાકીએ આપેલો અપાર પ્રેમ અને વાત્સલ્યનો ઋણ ચૂકવવા માટે આકાશ પોતાનાં હાથ વડે પોતાના અવની સાથે જોયેલાં સપનાંની કુરબાની આપવાનો સમય આવી ગયો હતો.

આકાશ ઘડિયાળ તરફ નજર કરી તો બાર વાગવા આવ્યા હતાં. મનમાં જાતજાતના વિચારો ફરતા હતા. આંખોમાંથી લાગણીની સરવાણી વહેતી હતી. એક તરફ પ્રેમનું બલિદાન અને બીજી તરફ પોતાની જવાબદારી આકાશ બન્ને તરફથી મુંજવણ અનુભવતો હતો.

છમ...છમ...છમ... ઝાંઝરનો અવાજ સંભળાયો. આકાશનાં મનમાં જાતજાતના વિચારો અને સવાલો મગજમાં ફરતાં હતાં. આકાશ ફરી અવાજ સંભળીને પથારીમાંથી ફટાફટ ઉભો થઇ ગયો. બાજુમાં સમીર, પિયુષ અને અક્ષય બધાં ઘોર નિદ્રામાં સુતાં હતાં. સમીરની બાજુમાં જતાં સમીરને જગાડવા આગળ કરેલો હાથ ત્યાં થોભી ગયો. મનમાં વિચાર આવ્યો ખાસ મિત્ર છે પણ હવે એનો શું વાંક ? હર એક મુસિબતોથી લડવા અને બચાવવાં પોતાના જીવના જોખમે એક ઘડી પણ વિચાર કર્યા વગર મારો સાથ આપ્યો છે. આજનાં સમયમાં સગો ભાઈ પણ આટલો મદદરૂપ નથી બનતો. આગળ વધેલો હાથ ત્યાંથી આકાશ પાછો ખેંચી લીધો.

સમીર, પિયુષ અને અક્ષયની બાજુમાંથી ધીમેથી નીકળીને આકાશ પાછળ વળ્યો ત્યાં રૂમનાં બંધ દરવાજા પાસેથી કોઈ ઝડપથી પસાર થયું હોય એવો પડછાયો આકાશને દેખાણો. આકાશ મનોમન હિમ્મત કરીને પાછળ વધીને રૂમનો દરવાજો ખોલ્યો. અંધારું હોવાથી આકાશને ઝાંખું ઝાંખું દેખાતું હતું. ધીમે-ધીમે આગળ વધવા લાગે છે.

આગળ સીડીનાં પગથિયાં પરથી છમ...છમ...છમ... કોઈનાં પગરવનો ઝડપથી અવાજ સંભળાતો હતો. આકાશ પણ પાછળ ધીમે-ધીમે સીડીનાં પગથિયાં ઉતરવા લાગ્યા. ઝાંઝરનો અવાજ આગળ‌ વધી રહ્યો હતો. હોલનો દરવાજો કોઇએ અંદરથી ખોલ્યું. દરવાજો ખુલ્લો હતો આકાશ ઝડપભેર પગથિયાં ઉતરવા લાગ્યા અને ખુલ્લા દરવાજાની બહાર નીકળી ગયો. આકાશ બહાર આંગણામાં આવીને જોતાં આગળ કોઈ ઝડપભેર ચાલીને જતું હતું.

આકાશ પડછાયાનો પીછો કરતા ફળિયામાં સુતેલો રોકી એકદમ અચાનક સફાળો ઉભો થઇને દોડીને ગેટ તરફ જવા લાગ્યો.‌આકાશ આમ અચાનક રોકીને ( કુતરો) દોડીને બહાર જતાં જોઇ એની પાછળ જવા લાગ્યો. આગળ દોડતાં રોકીની આંખો લાલ રંગની ચમકતી હતી. આકાશ રોકીની લાલ રંગની ચમકતી આંખો જોઇને સ્તબ્ધ બની જાય છે. રોકી દોડીને હવેલીના ગેટની બહાર નીકળીને આગળ વધવા લાગ્યો. આકાશ ઝડપભેર દોડીને ગેટની બહાર નીકળ્યો.


રોકી આગળ ઝડપથી દોડીને કોઈ પાસે અચાનક ઉભી ગયો. આકાશ હવેલીની બહાર લીમડાના ઝાડ નીચે ઉભીને જોવાં લાગ્યો. રોકીને ઉભો થતાં જોઈ આકાશ આશ્ચર્યચકિત થઈ ગયો. કોઈ કોઈ બીજાં નહીં પણ આગળ ચાલતી અવની પાસે આવીને ઉભી ગ્યો. રોડી પાસે ઉભેલી અવનીને જોતાં આકાશને ડર અને ચિંતા બંને થવા લાગ્યાં. મનમાં વિચારો આવતાં કે અવની અડધી રાત્રે સૂનસાન સડક પર એ પણ રોકી સાથે. નાનપણથી અવનીને કુતરાથી ડર લાગતો હતો.

આકાશ આગળ વધીને અવનીને બુમ પાડવા જાય છે. ત્યાં અવની નીચી વળીને પોતાનાં હાથવડે રોકીના માથાં પર હાથ ફેરવતી હતી. આકાશ ઝાડ પાછળ સંતાઈને આ બધું જોઈ રહ્યો હતો. રોકી પર હાથ ફેરવતાં રોકીની લાલ આંખો અવની તરફ હતી. સામે અવનીની લાલ રંગની ચમકતી આંખો જોતાં આકાશને ડરના કારણે પરસેવો વળવા લાગ્યો.

અવની ઉભી થઇને આગળ વધી રહી હતી. અવનીની પાછળ રોકી જતો હતો. આ બધું જોઇને ઝાડ પાછળ સંતાઈને ઉભેલાં આકાશને આ બધી વસ્તુનુ અકબંધ રહસ્ય જાણવું હતું. આથી આકાશ એક ઉંડો શ્વાસ ભરીને મનોમન પોતાને શાંત કરીને આગળ જવા માટે હિમ્મત એકઠી કરીને ઝાડ પાછળથી નીકળીને અવની અને રોકી પાછળ જવા લાગ્યો.

આગળ ચાલતાં અવનીના પગમાંથી ઝાંઝરનો અવાજ આવી રહ્યો હતો. આકાશ પાછળ ચાલી રહ્યો છે. અચાનક એકાએક વાતાવરણમાં પલટો આવવા લાગ્યો. જોરજોરથી પવન ફુંકાવા લાગ્યો. રસ્તા પરથી ઝાંખી પડેલી લાઈટો ચાલુ બંધ થવા લાગી. જોરથી પવન ફુંકાવાને કારણે કાનમાં એક ભયાનક ધ્વનિ ઉત્પન્ન થતી હતી.

આગળ ચાલતાં અવની અને રોકી તેજપુર ગામનાં શિવમંદિર પાસે આવી પહોંચ્યા.

ક્રમશ....