પ્રિય ભાઈ આજે તારા વિશે મારા મનમાં ઉઠતા વિચારના મોજાને કલમે કંડારવની ઈચ્છા થઇ પરંતુ વિડંબના એ છે કે શરૂવાત ક્યાંથી કરું, કેટલું લખવું છે તેમ છતાં કય લખવાની ઈચ્છા જ નથી, કેટલું કહેવું છે તેમ છતા કય બોલવાની ઈચ્છા જ નથી, *કારણ કે કૃષ્ણ અને બલરામ જેવા અમૂલ્ય અને અદ્વિતીય ભાઈ સામે આ નાની સુભદ્રા શું બોલે...*
તેમ છતા થોડું લખવાની કોશિશ કરું...
આશા રાખું કે તમને ગમશે
સર્વ પ્રથમ તો ભાઈ એટલે શું....?
તો....
♥ જેની સાથે અનેક ઝગડા થાય
છતાં તેની સાથે બેસવું વહાલું લાગે તે નામ છે...
*ભાઈ*
♥ જેની સાથે થાય અઢળક વાતો
છતાં થાકના લાગે તે નામ છે...
*ભાઈ*
♥ જેની સાથે નાનકડી વાતમાં પણ
હસી શકાય તે નામ છે...
*ભાઈ*
♥ જેના ખંભે માથું ઢાળીને
રડી શકાય તે નામ છે ...
*ભાઈ*
દાવત લાગે તે નામ છે...
*ભાઈ*
♥ જેની સાથે વઘારેલા ભાત પણ
ચાઇનીસ વાનગી લાગે તે નામ...
*ભાઈ*
♥ જેની સાથે કરેલ નાસ્તો પણ
56 ભોગની તૃપ્તાતા આપે તે નામ...
*ભાઈ*
♥ જેને અડધી રાત્રે ઉઠાડી
હૈયું ઠાલવી શકાય તે નામ છે...
*ભાઈ*
♥ જેની સાથે વિતાયેલો સમય યાદ કરતાં
ચહેરા પર હંમેશા આવે સ્મિત તે યાદ છે...
*ભાઈ*
♥ જેની સાથે મુખોટા વગર જાત ખુલ્લી કરી શકાય
છતાં પણ તે સ્વીકારે તે છે...
*ભાઈ*
♥ છે બસ બે અક્ષરનું નામ પણ...
બેજાન જિંદગીમાં પણ જાન પૂરી દે તે છે
*ભાઈ*
ભાઈ શબ્દ સાંભળતાની સાથે જ મારી આંખની સામે બે ચહેરા ઉપસી આવે અને તે સાથે જ ચહેરા પર સ્મિત પણ. ભાઈ-બેનનો સંબંધ એક એવો અનોખો સંબંધ છે જે આ દુનિયાના બધા જ સંબંધોથી પર છે. સુખ હોય કે દુખ ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય ત્યારે ભલે આખી દુનિયા સાથ છોડી દે પણ તે તો હંમેશા પડછાયાની માફક સાથે જ રહે છે. અરે એક સમયે પડછાયો પણ અંધારામાં સાથ છોડી દે છે પરંતુ જો ભાઈ હાથ પકડી લે તો તે આખી જીંદગીભર નથી છોડતો. પણ આજના યુગમાં તેવા ભાઈ મળવા અશક્ય છે. આજનો યુગ તો દેખાવાનો યુગ થઈ ગયો છે તેમ છતાં હું ભાગ્યશાળી છું કે કલિયુગમાં પણ એક નહિ પરંતુ બે દ્વાપરયુગના કૃષ્ણ અને બલરામ જોવા ભાઈ માળિયા છે.
★ *મારી દૃષ્ટિમાં મારા ભાઈ એટલે....*
♦ મારા ભાઈ હજારો સંબંધીઓની ગરજ સારે છે.
♦ મારી દૃષ્ટિએ જેની પાસે ભાઈ નથી તે વ્યક્તિનું જીવન નિરર્થક છેે.
♦અંજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં મારા ભાઈ સાથે ચાલવું મને વધું સારુ લાગે.
♦છાયડામાં સુવા કરતા મારા ભાઈ સાથે તડકામાં ઉભવું મને વધુ સારું લાગે.
*★કારણ કે....*
♦ભાઈ એટલે બે શરીર અને એક આત્મા.
♦કંઈ પણ બોલ્યા વિના મારી આંખો જોઇને મારૂ દુ:ખ સમજી જાય તે મારા ભાઈ
♦મારી નાની સફળતા જોઇને મારા કરતાં પણ વધું ખુશ થાય તે મારા ભાઈ.
♦ મારા ભાઈ એક એવું ગુલાબ છે જેને મારા જીવનને પોતાની સુગંધથી ભરી દીધું છે.
♦મારા તમામ દુઃખ રૂપી અંધારામાં એક આશાનું કિરણ એટલે મારા ભાઈ.
♦મુશળધાર વરસાદમાં પણ મારા આંસુને ઓળખી લે તે મારા ભાઈ.
♦ મારી આંખમાંથી પડતાં આંસુ ઝીલી લે તે મારા ભાઈ.
♦જેની ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકુ તે મારા ભાઈ.
♦મારી એક ઈચ્છા પૂરી કરવા આકાશ-પાતાળ એક કરિદે તે મારા ભાઈ.
★ વધુ તો શું લખવું મારા શબ્દો ટૂંકા પડે છે.. મારા a અમૂલ્ય હિરાઓનું મૂલ્ય તો હું મારી જિંદગી વેચીને પણ આંંકી ન શકું...
★ અંતે એટલુજ કહીશ કે મારા ભાઈ એટલે મારા જીવ નો આધાર અને મારો પરણ વાયુ...