Micro fiction story collection in Gujarati Short Stories by Dharmista Mehta books and stories PDF | માઇક્રો ફિક્શન વાર્તા સંગ્રહ

Featured Books
Categories
Share

માઇક્રો ફિક્શન વાર્તા સંગ્રહ

 
 
1. નિર્માણ
 
સાહેબ એક ખુશખબર છે. આપણે નક્કી કરેલ કામો પૈકી આપણું નવું બિલ્ડિંગ, મંદિર, મહાન વિભૂતિ ની પ્રતિમા
ફટાફટ ટ્રેન વગેરેના નિર્માણ માટેનું બજેટ મંજૂર થઈ ગયું છે. ફક્ત શાળા અને હોસ્પિટલના નિર્માણ માટે વિદેશ થી સહાયની માંગણી કરી છે.તે આવશે એટલે તે પણ થઈ જશે.
 
2. ટોલનાકુ
 
ખાડા ઠેકાડતાં ઠેકાડતા, ઝીગઝાગ ની જેમ આમ તેમ કાવા મારતાં મારતા,હવામાં વાહનને ઉડાડવાનો આનંદ લેતા લેતા ,શરીરના એકો એક અંગને કસરત આપતાં આપતાં, કુમળાં બાળકનાં ગાલ જેવો લીસો રસ્તો આવતાં હજુ તો કમરે થી સહેજ ટટ્ટાર થઈ ત્યાં જ ટોલ નાકું આવતા પાછી કમર ભાંગી ગઈ.
 
3. પરીક્ષા મૂલ્યોની કે ગુણની ??
 
દસમાં ધોરણની પરીક્ષાઓ પૂરી થઈ વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ ,શિક્ષકો અને શાળાઓ એ પણ રાહતનો શ્વાસ લીધો.
ઉચાટમાં હતો એક સુપરવાઈઝર.
અને તેનો ઉચાટ પણ કૈંક ઉચિત હતો .
અને બન્યું પણ એવું જ .
હિયરિંગ આવ્યું .
તેના વર્ગના બે વિદ્યાર્થીઓ ચોરી માટે શંકાસ્પદ નીકળ્યાં .
સારા ઘરના લાગતા છોકરાંઓના
માં - બાપના રુદને આજ આ શિક્ષક સુપરાઈઝરને અંદર થી હચમચાવી નાખ્યા.
રાત આખી મનોમંથન ચાલ્યું
તારણ કાઢ્યું નાનપણમાં કસોટી પેપર લખવાની ટેવ!!!
 
5. ચકડોળ
 
પુરા ત્રણ વરસ પછી આ વર્ષે મેળાનું આયોજન કરાયું હતું. એટલે લોકોમાં આનંદ અને ઉલ્લાસ હતો.ચારે બાજુ મેદની ઉમટી હતી . લાઉડસ્પીકરના મોટાં મોટા અવાજો, ચકડોળ માં બેસેલા જુવાનિયાઓની હરખની ચિચિયારીઓ, મોટાં અવાજે વાગતા ગીતો અને રમકડાંઓ તથા વિવિધ સ્ટોલ થી વાતાવરણ એકદમ જીવંત લાગતું હતું. આટલાં અવાજની વચ્ચે પણ બે નાનાં બાળકોના રુદન તેઓની માતાને પરેશાન કરી રહ્યા
હતા.ચકડોળની આ પાર જીન્સ પહેરીને ઉભેલી એક સ્ત્રી કાખમાં તેડેલા તેના બાળકને આમ-તેમ બીજે ધ્યાન દોરી શાંત રાખવા મથી રહી હતી .જ્યારે ચકડોળની બીજી પાર લઘર -વઘર કપડાં પહેરેલી એક સ્ત્રી પણ તેના કાખમાં તેડેલા બાળકને શાંત રાખવા મથી રહી હતી. બન્ને બાળકની જરૂરિયાત જુદી હતી.પણ બંનેનું તેની માટેનું રુદન અને તેમની માતાઓની વેદના એક સમાન હતી.
ચકડોળની આ પાર ઉભેલી સ્ત્રીની નજર બીજી પાર જતાં જ પોતાનાં બાળકના રુદનના બદલે તેને પેલાં બાળકનું રુદન સંભળાય રહ્યું હતું.જ્યારે બીજી પાર ઉભેલી સ્ત્રી નું પણ આવું જ કઈક હતું. આ પાર ઉભેલી સ્ત્રીએ મનોમન કૈંક નક્કી કરી પેલી સ્ત્રી પાસે જઈ , પૈસા આપી પોતાના બાળકને ચકેડીમાં બેસાડ્યો. બન્ને બાળકની જરૂરિયાતો જાણે પૂરી થઇ ગઈ હોય તેમ એકદમ શાંત થઈ ગયા હતા.અને સાથે બે માતૃહૃદય પણ .
 
6. વેદના
 
વાહ ! આજ તો નવા લૂગડાં પહેરીને આવી. તારો જન્મ દિવસ છે? ના ના બેન,આજ મારા ભાઈની છઠ્ઠી છે.બેન આજ તમે સાંજે આવજો જ હો મારી ઘરે.
હીરી એ એમ કહી પરાણે મોંમાં સાકાર નાંખી.આવશો ને ? વિચાર માંથી હચમચાવી હાથ હલબલાવી ને પૂછ્યું. હિરીથી મોટી ચાર બહેનો નીતિ પાસે જ ભણી ગઈ હતી.એટલે હિરી નીતિ સાથે એકદમ ભળી ગઈ હતી. મોંમાં રહેલી સાકર કડવી લાગી હોય એમ એક ઊંડો નિસાસો નાખી હા પાડી.
સાંજે નીતિ એક મેલીઘેલી ઝૂંપડી જેવા ઘરમાં પહોચી.ક્યાં બેસુ ?? તેનો વિચાર કરતી હતી .ત્યાં એક ડોશી બોલી, "ઇ તેના ખાટલે જ બેસ એટલે તનેય દીકરો આવશે".હરખભેર પગ તે બાજુ જવા ઉપડ્યા .ત્યાં તો હિરી ખુરશી લઈને આવી. હિરીની મા સમજી ગઈ. અહી આવતા રહો, વાતો થઈ શકે.એમ કહી નીતિને ત્યાં બેસવા બોલાવી.થોડી વાતચિત્ત પછી નીતિ ઉભી થઇ.બેન એક વાત પૂછું ? તમારેય ??
નીતિ આંખ નીચી ઢાળી કશું જ બોલ્યાં વગર ત્યાંથી નિકળી ગઈ.એક નિસ્તેજ ચહેરો તેની વેદનાં ને અનુભવી રહ્યો હતો.