Love Forever - 6 in Gujarati Love Stories by Minal Vegad books and stories PDF | લવ ફોરેવર - 6

Featured Books
Categories
Share

લવ ફોરેવર - 6



Part :- 6

કાર્તિક પાયલ ના ચેહરાને જોઈ રહ્યો. પાયલ નો ચહેરો થોડો મુરઝાઇ ગયેલો થઈ ગયો હતો. પછી કાઈક વિચાર્યું અને કહ્યું,
"પાયલ......."
" ડોન્ટ વરી, આઈ એમ ફાઈન!!" પાયલ જાણે જાણતી હતી કે કાર્તિક તેને કેમ છો હવે એવું જ પૂછવા માંગતો હતો એટલે એની પેહલા જ જવાબ આપી દીધો.
" ગુડ....!!!" કાર્તિક એ હળવું સ્મિત કર્યું.
" મારો જન્મ થયો અને હું હજુ છ મહિનાની હતી ત્યાં જ પપ્પા ને અબ્રોડ થી જોબ ઓફર આવી એટલે મમ્મી પપ્પા મને લઈ ને ત્યાં જતાં રહ્યા. દાદા દાદી અહી નોઈડા જ રહેતા. હું ત્રણ વર્ષની થઈ ત્યાં મારી તબિયત ત્યાં બહુ સારી રેહતી નહી. ઘણા ડોક્ટરને કન્સ્લ્ટ કર્યા પણ કાઈ ફેર પડ્યો નહી એટલે થોડો ટાઇમ લીવ લઈ મમ્મી પપ્પા ઇન્ડિયા પાછા આવી ગયા. હું અહી એકદમ મજાથી રેહવા લાગી. પપ્પા ની લીવ પૂરી થતી હતી એટલે દાદા દાદીના કેહવાથી મને ઇન્ડિયા મૂકીને મમ્મી ને પાપા પાછા જતા રહ્યા. પરંતુ ત્યાં કરતા હું અહી બહુ ખુશ રહેતી." પાયલ તો દૂર આકાશને જોતી પોતાની વાત કાર્તિકને કહી રહી હતી. અને કાર્તિક પણ એકદમ ધ્યાન પણે પાયલને સાંભળી રહ્યો હતો.
" હું દાદા દાદી પાસે મોટી થવા લાગી. હવે મારું સ્કૂલ માં એડમીશન કરવાનુ હતું પપ્પા ની ઈચ્છા મને અબ્રોડ લઈ જવાની હતી એટલે એ મને લઈ ગયા પરંતુ હું ત્યાં ઉદાસ ઉદાસ રેહવા લાગી. મને ત્યાં સહેજ પણ મન લાગતું નહોતુ. મારી બિલકુલ ઈચ્છા ત્યાં રેહવાની હતી નહી. પછી મને ઉદાસ જોઈ મમ્મી પાપા એ પોતાનું મન મનાવી લીધું અને મને પાછી ઇન્ડિયા મોકલી દીધી. પછી તો હું , દાદા અને દાદી મજાથી રેહવા લાગ્યા. દાદા દાદીના પ્યારમાં ખૂબ લાડકોડ થી મોટી થઈ. કોલેજ માં આવી એટલે પપ્પાની ઈચ્છા હતી કે હું તેમની પાસે જતી રહું અને ત્યાંની યુનિવર્સીટી માંથી ગ્રેજ્યુએટ કરું પણ ત્યાં દાદાજી ભગવાન પાસે જતા રહ્યા. પપ્પા એ મને અને દાદી બન્ને ને તેમની પાસે આવી જવા કહ્યું પરંતુ દાદી ની બિલકુલ ઈચ્છા ઇન્ડિયા છોડીને જવાની નહોતી અને હું પણ દાદીને અહી એકલા છોડી ને જવા માંગતી નહોતી." કાર્તિકે પાયલ સામુ જોયું તો પાયલની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.
" હું સમજી શકું છું. પણ જેવી ભગવાન ની મરજી....." કાર્તિક પાયલને સાંત્વના આપતા બોલ્યો.
" તું ક્યારેય નહી સમજી શકે... એ ફિલીંગ!! મારા દાદા દાદી મારે માટે મારા મમ્મી પપ્પા થી પણ વિશેષ હતા." પાયલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
" યુ આર રાઈટ...!! હા કદાચ હું ક્યારેય નહી સમજી શકું....!!" કાર્તિક થોડીવાર ચૂપ રહ્યો પછી દૂર પહાડો તરફ નજર કરતા બોલ્યો.
" સારું, હવે જઈએ.... હું કારમાં વેઇટ કરું છું." કાર્તિક વધુ કાઈ બોલ્યા વગર પોતાની કાર તરફ જતો રહ્યો. પાયલ તો કાર્તિકને જતો જોઈ રહી હજુ પણ તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.
*
ઘણા દિવસો પસાર થઈ ગયા હતા હવે પાયલ પણ સ્વસ્થ થઈ ગઈ હતી. ઓફિસ થી આવી સાંજે પાયલ ટેરેસ પર બેઠી હતી અને અસ્ત થતા સૂર્યને જોઈ રહી હતી.
" સરપ્રાઈઝ....." રીમા પાછળથી આવી બોલી. રીમાના હાથમાં એક લંચ બોક્સ હતું.
" શું લઈ આવી ??" બોક્સ જોઈ પાયલ પૂછવા લાગી.
" તારા ફેવરિટ સ્પ્રિંગ રોલ...." રીમા બોક્સ ખોલી પાયલ સામે રાખ્યું અને તેની બાજુમાં બેસી ગઈ.
" વાઉ...... થેંક્યું યાર!!" પાયલ રોલ મોઢા માં મુકતા બોલી.
" કેવું ચાલે ઓફિસે?? પેલો ઇસ્યૂ સોલ્વ થઈ ગયો??" રીમા ઓફિસ ના પ્રોબ્લેમ વિશે પૂછી રહી હતી.
" એકદમ પરફેક્ટ.... હવે તો બધું સ્ટેબલ છે. કાર્તિક નો કોન્સેપ્ટ કામ કરી ગયો." પાયલ એ કહ્યું.
" કાર્તિક તો બધી વાતમાં જીનીયસ લાગે... નાઈસ હા...!!" રીમા કાર્તિક ના વખાણ કરવા લાગી.
" હા... યાર!! એને જોઈ લાગે નહી કે એ કોર્પોરેટ ફિલ્ડનું પણ નોલેજ હશે.." પાયલ પણ કાર્તિક થી ઇમ્પ્રેસ હતી.
" બાય ધ વે..... મે તારો નંબર કાર્તિકને આપ્યો છે." રીમાને યાદ આવ્યું એટલે કહ્યું.
" કેમ મારો નંબર??" પાયલ પૂછવા લાગી.
" એણે માંગ્યો તો મે આપી દીધો." રીમા ખભા ઊંચા કરતા બોલી.
" કાર્તિકે તો મને હજુ કોલ કર્યો નથી. ક્યારે નંબર આપ્યો હતો??" પાયલ જાણવા આતુર હતી કે શા કારણે કાર્તિકે નંબર માંગ્યો હશે.
" દાદી ના અવસાન પછી હું કોલેજ અસાઈમેન્ટ આપવા ગઈ હતી ત્યારે મને મળ્યો હતો અને થોડો પરેશાન લાગતો હતો મને જોઈ ડાયરેક્ટ તારા વિશે પૂછવા લાગ્યો કે કેમ ઓફિસ નથી આવતી. પછી દાદી વિશે ખબર પડી એટલે એ પણ થોડો ઢીલો પડી ગયેલો અને પછી તારો નંબર માંગ્યો એટલે મે આપી દીધો." રીમા એ આખી વાત જણાવી.
" એને કોઈ કામ હશે ખબર નહિ.... પરંતુ હજુ સુધી કાઈ કોલ કર્યો નથી...." પાયલ બોલી.
" અને હા દાદીના બેસણામાં પણ આવ્યો હતો" રીમા એ યાદ કરી પાયલ ને કહ્યું.
" કાર્તિક....?? દાદીના બેસણાં કાર્તિક આવ્યો હતો...?? કાર્તિક..??" પાયલ તો કાર્તિક નું નામ સાંભળી થોડી વાર ચોંકી ગઈ.
" હા કાર્તિક તારા વાળો કાર્તિક...!!" રીમા મસ્તી કરતા બોલી.
" શટ અપ!!! પણ મે તો ક્યાંય જોયો નહી કાર્તિક ને??" પાયલ યાદ કરતા બોલી.
" હું બહારથી આવી ત્યારે એ લિવિંગ રૂમ ના ડોર પાસે ઊભો હતો અને તને જોઈ રહ્યો હતો તું અંકલ ના ખભે માથું રાખી રડી રહી હતી. મે જણાવ્યું એ તારા પપ્પા છે. પછી થોડી વાર ઊભો રહ્યો અને પછી મને તારું ધ્યાન રાખવાનું કહી જતો રહ્યો." રીમા એ જે વાત કાર્તિક સાથે થઈ હતી એ કહી.
" કાર્તિક આમ એકદમ પોતાની રીતે જિંદગી જીવવા વાળો છે એને કોઈ સાથે કાઈ લેવા દેવા નથી હોતા. મને તો હજુ નવાઈ લાગે છે કે કાર્તિક બેસણામાં આવ્યો હતો." કાર્તિક નું વર્તન એવું જ હતું એટલે પાયલ ને હજુ વિશ્વાસ નહોતો આવતો.
" અને એ પણ એકદમ ફોર્મલ વ્હાઈટ શર્ટ માં......" રીમા તો પૂરેપૂરું વર્ણન કરી રહી હતી.
" ઓહ....." પાયલ મનમાં કાર્તિક વિશે વિચારી રહી હતી.
" આઈ થીંક.... હી હેઝ ફિલીંગસ્ ફોર યુ....!!!! જ્યારે મને કોલેજ મળ્યો ત્યારે પણ એકદમ પરેશાન હતો કારણ કે તું ઓફિસ જતી નહોતી અને જ્યારે બેસણાં માં આવ્યો ત્યારે તારી હાલત જોઈ એનો ચેહરો પણ ઉદાસ થઈ ગયો હતો." રીમા એ કાર્તિક નું વર્તન નોટિસ કર્યું હતું.
" એ બધું તો ઠીક છે પણ અમે શૂટ પર ગયા તે દિવસે તેનું બિહેવીયર એકદમ બદલાઈ ગયું હતું." પાયલ કાર્તિકને યાદ કરતા બોલી.
" એટલે મૂડ પેહલે થી જ ખરાબ હતું કે કાઈ શૂટમાં લીધે ખરાબ થઈ ગયું ??" રીમા પૂછી રહી હતી.
" ના..... શૂટ ને એવુ બધું તો પૂરું થઈ ગયું હતું પછી હું દૂર ટેકરી પર બેઠી હતી ત્યાં આવી મારી પાસે બેસી ગયો. હું તેને દાદા દાદી ની વાત કહી રહી હતી પછી એને મને સાંત્વના પણ આપી પણ પછી શું થયું ખબર નહિ ઊભો થઈ જતો રહ્યો અને પૂરા રસ્તે એક પણ શબ્દ બોલ્યો નહી. કાર્તિકે એકદમ ચૂપચાપ બે કલાક સુધી ડ્રાઇવિંગ કર્યું એટલે મને બહુ જ નવાઈ લાગી." પાયલ તે દિવસને બરાબર યાદ કરતા બોલી.
" ઓહ.... તો કાર્તિકે પુરા રસ્તે મેડમ સાથે કાઈ વાત ન કરી એનું દુઃખ લાગે છે.!!" રીમા એ ફરી મજાક શરૂ કરી દીધી.
" અરે....યાર!! ખબર નહિ કાઈક તો વાત હતી જ......એની આંખો કહી રહી હતી કે એના મનમાં કાઈક કેટલું તોફાન ચાલી રહ્યું હતું." પાયલ ને અત્યારે પણ કાર્તિક ની આંખો તેની નજર સામે દેખાઈ રહી હતી.
" અરે.....હવે તો આંખો થી જ દિલના હાલ ચાલ ખબર પડવા લાગી..... આયે...હાયે..!!" રીમા તો એક્ટિંગ કરતા બોલી.
" હે..... ભગવાન!! તું અહીથી જા હવે..!!" પાયલ રીમાને ઊભી કરવા લાગી.
" હા.... એટલે તું હવે કાર્તિક ના સપના જોયા કર હો....." રીમા આટલું બોલતા ફટાફટ દાદરા ઉતરી ગઈ.
" પાગલ....." પાયલ હસવા લાગી.
" કાઈક વાત તો જરૂર હતી.....!!" પાયલ ફરી કાર્તિક વિશે વિચારી બોલી.
*
પાયલ લીફ્ટમાથી બહાર નીકળી ત્યાં તેને નીચે કાર્તિક લિફ્ટ પાસે મળ્યો. એ અમન ને મળવા માટે આવ્યો હતો.
" હાય..... ગુડ મોર્નિંગ!!" કાર્તિક પાયલ સામે હાથ ઊંચો કરી બોલ્યો.
" વેરી ગુડ મોર્નિંગ...!!" પાયલ પણ સ્મિત સાથે બોલી.
" ક્યાંય બહાર જઈ રહી છે??" કાર્તિક કે જોયું તો પાયલ ના હાથમાં એક ફાઈલ હતી.
" હા.... ગુપ્તા સર ની ઓફિસે. એમને બ્રીફ પ્રેસેંટેશન આપવાનું છે અને થોડા ડોક્યુમેન્ટ્સ માં સાઈન લેવાની છે." પાયલ એ કાર્તિકને જણાવ્યું.
" એકલી જ કે કોઈ આવે છે??" કાર્તિકે જોયું તો કોઈ કલીગ સાથે હતું નહિ એટલે પૂછ્યું.
" સર એ નીચે વેઈટ કરવા કહ્યું છે મે બી કોઈ આવતું હશે ડ્રોપ કરવા...." પાયલ ખભા ઊંચા કરતા બોલી.
" ઓકે...તું વેઈટ કર. હું ભાઈને આ આપીને આવું છું. અને ભાઈ સાથે વાત કરી લઉં બીજું કાંઈ કામ ન હોય તો હું જ તને ડ્રોપ કરી દઉં. આમ પણ હું એ સાઈડ જ જાઉં છું." કાર્તિક લીફ્ટનું બટન પ્રેસ કરી ઊભો રહ્યો.
*
" ગુડ મોર્નિંગ બ્રધર...!!" કાર્તિક અમન ની કેબિન માં આવી બોલ્યો.
" ગુડ મોર્નિંગ...!! અત્યાર અત્યાર માં રાજકુમાર અહી શું કરે છે?" અમન લેપટોપ માંથી માથું ઊંચું કરી બોલ્યો.
" મમ્મી એ તમારા માટે પાર્સલ મોકલ્યું છે. સો એન્જોય ઈટ!!" કાર્તિક એ બ્રેક ફાસ્ટ નું બોક્સ ટેબલ પર મૂક્યું. અમન સવારે આજે ઘરેથી વેહલા નીકળી ગયો હતો.
" ખૂબ ખૂબ આભાર તમારો...!! પણ તું અત્યાર માં કઈ બાજુ...??" અમન કાર્તિકને અત્યાર માં ઉઠેલો જોઈ થોડો નવાઈ પામ્યો હતો.
" બાસ્કેટ બોલ પ્રેક્ટિસ....." કાર્તિક બોલ્યો.
" ગુડ...!!" અમન એ બોક્સ ઓપન કર્યું.
" બાય ધ વે ભાઈ.... મને નીચે પાયલ મળી....."
" ઓહ... સારું થયું તે યાદ કરાવ્યું હું ભૂલી જ ગયો હતો. મે તેને નીચે રાહ જોવાનું કહ્યું હતું અને તેની સાથે નીરવને મોકલવાનો હતો હું સાવ ભૂલી ગયો અને નીરવને બીજું કામ આપી દીધું." કાર્તિક આગળ કાઈ બોલે એ પેહલા અમન ને યાદ આવ્યું એટલે બોલવા લાગ્યો.
" કાઈ વાંધો નહી ભાઈ.... હું તેને ડ્રોપ કરતો જઈશ." કાર્તિક ને તો એટલુ જ જોઈતું હતું.
" ગ્રેટ......!! સારું તો તું જોઈ લેજે." અમન ખુશ થતા બોલ્યો.
" ડોન્ટ વરી ભાઈ!!" કાર્તિક ઓફિસ બહાર નીકળી ગયો.
" લેટસ્ ગો....!!" કાર્તિક નીચે આવ્યો અને પાયલ તરફ હાથથી ઈશારો કરી કારમાં બેસવા કહ્યું.
" અત્યાર માં બાસ્કેટ બોલ પ્રેક્ટિસ....??" પાયલ એ પૂછ્યું.
" હા....." કાર્તિકે પાયલ સામે જોયું અને મનમાં જ સવાર વિશે વિચાર્યું. આજે ખબર નહી તેને સવારે વેહલા જ નીંદર ઉડી ગઈ હતી. પોતાના રૂમમાંથી બહાર આવ્યો ત્યાં મમ્મી ડ્રાઇવર ને બ્રેકફાસ્ટ અમન સુધી પહોચાડવા માટે કહી રહી હતી. કાર્તિક આમ પણ પાયલ ને જોવા માંગતો હતો એટલે એ પોતે જ સવારમાં વેહલો ઓફિસ આવી ગયો.
પાયલ પણ વિચારી રહી હતી તે દિવસ વિશે કાર્તિક ને પૂછું કે નહિ?? શા માટે એ અચાનક ઉદાસ થઈ ગયો હતો...??
" અરે....યાર!! આ બ્રેક કેમ સરખી લાગતી નથી....." કાર્તિક બ્રેક માં થોડો પ્રોબ્લેમ હોય એવું લાગ્યું.
" મારો કાઈ લાઈફ ઇન્સ્યોરન્સ નથી...... સંભાળજે!!" પાયલ મજાક કરતા બોલી.
" ડોન્ટ વરી...!! યુ આર વીથ મી....!! અને જ્યાં કાર્તિક હોય ત્યાં બધું તેના અંડર કન્ટ્રોલ હોય ..!!" કાર્તિક પોતાના કોલર પર હાથ રાખતા બોલ્યો.
" ગુડ જોક...!!" પાયલ તો હસવા લાગી.
" સારું બાય.....!!" પાયલ કારમાંથી બહાર નીકળી.
" ફ્રી થઈ કોલ કરજે. હું પણ ફ્રી થઈ ગયો હોય તો પીક અપ કરતો જઈશ." કાર્તિક પણ હાથ ઊંચો કરી બાય કહેતા બોલ્યો.
પાયલ ઓફિસ તરફ જઈ રહી હતી ત્યાં જ તેને કાઈ ધડામ કરતો અવાજ સંભળાયો. રોડ પર કાઈક એક્સિડન્ટ થયું હોય એવો અવાજ આવ્યો પાયલ પાછી ફરી અને રોડ પર શું થયું છે એમ જોવા આવી તો લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. પાયલ ને કાઈક દેખાયું નહિ એટલે પોતે ફરી મી.ગુપ્તાની ઓફિસ તરફ ચાલવા લાગી. પછી અચાનક એને કાર્તિક ના શબ્દો યાદ આવ્યા. કાર્તિક બોલતો હતો બ્રેક સરખી કામ કરતી નથી. અને પાયલ ના મનમાં એકદમ ફાળ પડી એ એકદમ ઊભી રહી ગઈ ત્યાં જ એમ્બ્યુલન્સ નો અવાજ સંભળાયો. પાયલ કાઈ પણ વિચાર્યા વગર ફટાફટ દોડી. પાયલ ટોળાને ચીરતી અંદર ગઈ તો કાર્તિક ની કાર હતી પણ કાર્તિક ક્યાંય દેખાતો નહોતો. એક ઓટો ડ્રાઇવર ટોળામાં વચ્ચે બેઠા હતા.
" એક્સક્યુઝમી, અહી એમ્બ્યુલન્સ આવી તી એ....??" પાયલ તો એકદમ ગભરાઈ ગઈ હતી.
" એ તો પેશન્ટ ને લઈ ને જતી રહી ..." ટોળામાંથી એક ભાઈએ જવાબ આપ્યો.
પાયલ એ પોતાનો મોબાઈલ હાથમાં લીધો પણ તેની પાસે કાર્તિક નો નંબર હતો જ નહિ. પાયલ ને કાઈ સમજાયું નહી આગળ શુ કરવુ?? પાયલ એકદમ રડવા જેવી થઈ ગઈ........

To be continue.........




Thank you!!!!!
⭐⭐⭐⭐⭐