EXPRESSION - 6 in Gujarati Fiction Stories by ADRIL books and stories PDF | અભિવ્યક્તિ.. - 6

The Author
Featured Books
  • क्या लड़की होना गुनाह है

    आज की कहानी उन सभी लड़कियों के लिए जो अपने परिवार के बीच होत...

  • Black Queen ( A Mysterious Girl )

    Rathore's club ( काल्पनिक नाम )यह एक बहुत बड़ा क्लब था ज...

  • Revenge Love - Part 1

    जय द्वारिकाधिश..जय श्री कृष्ण.. जय भोलेनाथ...... ॐ नमः शिवाय...

  • My Devil Hubby Rebirth Love - 48

    अब आगे थोड़ी देर बाद डॉक्टर का केबिनरूही और रुद्रा डॉक्टर के...

  • जिंदगी

    खुद के एहसासों को कुछ इस तरह बिखेरना चाहती हूमैं रहूं तुझमें...

Categories
Share

અભિવ્યક્તિ.. - 6

HAPPY DAUGHTERS DAY - Sunday, September 25

 

Mom,
Who gets married at the age of 23 ?
The 23 year old girl is a young kid. Who knows life at that age ?
You just completed graduation and got married ? at 23 ?
You didn't even start living for yourself and accepted responsibilities for the whole family at 23 ?
How about your compromises ?
Tell me - What is your career growth in the past 25 years of your life once you got married ?

And here is my reply,

દીકરી મારી,
ચાલ જિંદગી નું ગણિત મારે માટે શું છે એ બતાવું આજે તને...

તું ભલે માને કે મારી જિંદગી માત્ર તારી જ આસપાસ ના ફરતી હોવી જોઈએ. એમાં મારુ પોતાનું પણ એક સ્થાન હોવું જોઈએ, મારી પોતાની પણ ઓળખ હોવી જોઈએ. સાચું છે.. પણ,..

- તું મારી ચૉઇસ છે - ફરજ નથી અને એટલે જ તારી એક મુસ્કાન સૌથી મોટો એવોર્ડ છે મારી માટે.

- તારું કરિયર પસંદ કરવાની, અને ના અનુકૂળ પડે તો તેં પસંદ કરેલું કરિયર બદલવાની તારી આઝાદી એ મારી ફ્રીડમ છે

- આજના જમાનામાં પણ જ્યારે છોકરીઓ સંધ્યાકાળ પછી ઘરની બહાર નીકળવાનું ટાળતી હોય છે ત્યારે તું છેલ્લા શૉ માં મિત્રો સાથે મૂવી જોવા જવાનો પ્રોગ્રામ જરાયે અચકાયા વિના તારા પપ્પાને જણાવે છે એ તારી અમારી સાથેની નિકટતા અને નિડરતા અમારા માટે એક સંતોષ છે

- નાઈટ શિફ્ટ નું તારું schedule જયારે તું અમને હાથ માં આપતા તારા લેન્ડ લાઈન અને બીજા ફોન નંબર્સ અમારી પાસે મોબાઈલ માં save કરાવે ત્યારે તને જવાબદાર બનાવવાનો ગર્વ એ મારી માટે અચિવમેન્ટ જ છે

- આજે દુનિયાની દીકરીઓ પોલાઈટલી બોલવાનું શીખતી હોય ત્યારે તું એક વિશ્વાસ સાથે, જે તને કન્વિન્સ ના કરતી હોય એવી વાતનો બેઝિઝક વિરોધ કરવા તું સક્ષમ હોય છે અને તારો એ આત્મવિશ્વાસ મારામાં આત્મવિશ્વાસ જગાડે છે

- મેં ભલે કૂકિંગને જ મહત્વ આપ્યું હોય પરંતુ તને એ શીખવાડ્યું કે ક્લિનીંગ અને લૉન્ડરી જ જિંદગી નથી. જિમ જા, હેલ્ધી અને ખુશહાલ જિંદગી જીવ. પ્રોપર્ટી ખરીદ અને એકલી આઝાદ પંખીની જેમ જીવવાનો થોડો ઘણો અનૂભવ પણ માણ,.. મારા માટે તો આ પણ એક અચિવમેન્ટ જ છે

- દીકરીના જન્મ ની સાથે દહેજ ભેગું કરવાને બદલે તને દુનિયા ટ્રાવેલ કરવા અને સૉલૉ ટ્રીપ કરવા પ્રોત્સાહિત કરું એ મારો તારા પર ગળાડૂબ ભરોસો છે કે તું ક્યાંયથી પાછી નહિ પડે..

- તને એ શીખવાડવું કે - જીવનમાં એ જ પરફોર્મ કરાય જે તમારા માટે સિગ્નિફિકન્ટ હોય,.. એ શું ઓછું છે ?

- તું આજે ચહેરાની ખુબસુરતી ઉપર નહિ કૅરૅક્ટરની ખુબસુરતી ઉપર ફૉક્સ કરે છે સત્ય માટે સૌથી પહેલા સાક્ષી બને છે અને અન્યાય સામે સૌથી પહેલો અવાજ તારો હોય છે એ હિમ્મત દરેકમાં નથી હોતી. આને એક માં તરીકે મારુ અચિવમેન્ટ ના ગણાય ?

- તું માનવતા માં માને છે બીજાના ઓપિનિયન ને રિસ્પેક્ટ આપે છે, કોઈની અસહમતિ મુક્ત મને સ્વીકારે છે તેવીસ વર્ષની દીકરી માં આવો માનસિક વિકાસ મારી પરવરીશ નું અચિવમેન્ટ માનું છું.

- જે જિંદગીને દીકરી બનાવી સંસારમાં લાવવાનું સૌભાગ્ય મને મળ્યું છે, એના વર્તનમાં દેખાતી એક શાશ્વત હૉપ છે મારી પાસે કે - તું સમાજની એક ડિસન્ટ ઇન્સાન હંમેશા રહેવાની છું.

- મારી જિંદગીનો સૌથી મોટો પુરસ્કાર જ એ છે Sweetheart, કે - તું મને એ સવાલ કરી શકે છે.. જરાયે અચકાયા વિના કે - Tell me - What is your career growth in the past 25 years of your life once you got married ?

ચાલ, થોડો હિસાબ કરીએ,..
મેં પ્રમોશનને નહિ ઇન્ક્રીમેન્ટ ને મહત્વ આપ્યું.
કારણ કે - પ્રમોશન સાથે મને એક પૉઝિશન, પર્સનલ ચેમ્બર અને કંપનીની મોટી મોટી જવાબદારીઓ ચોક્કસ મળત. પરંતુ તારી માટેના મારા સમયને ખેંચીને મારા કરિયર ને શાઇન કરીને તને ઉછેરવામાં મારે ફૅઇલ નહોતું થવું.

તારી સાથેનો મારો ક્વૉલિટી સમય એ મારી ચૉઇસ હતી..
આવનારી જનરેશનની તું - જો મારા જનરેશન કરતા વધારે વિકસિત, વધારે સમજદાર, વધારે ખુશ અને વધારે બુદ્ધિશાળી ના હોય તો એક આખી પેઢી નો સમયગાળો વ્યર્થ ના ગણાય ?

ટીન એજર દીકરી માટે માં થી વધારે સારી સપોર્ટ સિસ્ટમ કોઈ બીજી હોઈ શકે?
ટીન-ઍજર દીકરી ની આસપાસ માં થી વધારે હૂંફભરી કંપની બીજા કોઈની હોઈ શકે?
હૉર્મોનલ બદલાવ માંથી પસાર થઇ રહેલી દીકરી નો અજાણ અને નવો અનૂભવ જે કદાચ ડરાવે એવો પણ હોઈ શકે જેને શૅર કરવા માટે માંથી વધારે સલામત જગ્યા બીજી કોઈ હોઈ શકે ?

So yes Honey, I am still doing the same work,
but
I experience mothers wisdom instead of CEO's power.
I learned life's many other dimensions which I would never notice being CEO of the company.
I realized, being a CEO & calculating big big things by authority is not that interesting for me as much as being a mother & sacrificing some small small things for my little princess.
Being with you was my choice.
Even today, with you everything is fun.
With you I feel reborn.
With you everything is imperfectly perfect.
& the most I understood is - "It's not about me, It's all about you."

HAPPY DAUGHTER'S DAY DARLING..!!