Atitrag - 52 in Gujarati Film Reviews by Vijay Raval books and stories PDF | અતીતરાગ - 52

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અતીતરાગ - 52

અતીતરાગ-૫૨

યોડલીંગ કિંગ, કિશોરકુમાર.
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મહાન ગાયક કિશોરકુમારે બોલીવૂડના અસંખ્ય નાયક માટે યાદગાર ગીતો ગાયા.

પણ બોલીવૂડના આધાર સ્તંભ જેવાં બે દિગ્ગજ કલાકારો માટે ગાયક કિશોરકુમારને
ફક્ત એક જ વખત તક મળી હતી, પ્લેબેક સિંગિંગની.

કોણ હતાં એ મહાન કલાકાર ?

જાણીશું આ કડીમાં.

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના બે મહાન અભિનેતા માટે ગાયક કિશોર કુમારને પહેલી અને આખરી વખત ગાવાની તક મળી, એ બે જાજરમાન કલાકાર હતાં,

રાજકપૂર અને દિલીપકુમાર.

સૌ પ્રથમ આપણે વાત કરીએ, ધ ગ્રેટ શો મેન રાજ કપૂર સાબની.
રાજ કપૂર માટે પ્લેબેક સિંગિંગની કિશોરકુમારને બીજી વખત તક જ ન મળી તેનું સબળ કારણ એ હતું કે, જે ફિલ્મમાં કિશોરકુમારે, રાજ કપૂર માટે સ્વર આપ્યો હતો, .તે ગીતો તો હિટ ન થયાં, પણ તે ફિલ્મ પણ બોક્સ ઓફીસ પર કોઈ કમાલ કરી શકી.

એ ફિલ્મમાં કિશોરકુમારે, રાજ કપૂર માટે પાંચ ગીતો ગાયા હતાં.
એ ફિલ્મ ૧૯૫૦માં રીલીઝ થઇ હતી, અને તેના ગીતો ફિલ્મ રીલીઝ થયાંના એક અથવા બે વર્ષ પહેલાં રેકોર્ડ થઇ ચુક્યા હતાં.
આ એ સમયની વાત છે, જયારે રાજ કપૂર માટે ગાયક મુકેશજીનો જ સ્વર યોગ્ય છે, એ દૌર નહતો આવ્યો.
એ સમયે રાજ કપૂર માટે અન્ય બીજા સિંગર્સ પણ તેનો અવાજ આપી ચુક્યા હતાં.
ઉદાહરણ તરીકે ફિલ્મ ‘અંદાઝ’માં મહમ્મદ રફી અને ફિલ્મ ‘જાન-પહેચાન’માં તલત મહેમૂદે સ્વર આપ્યો હતો. એ રીતે કિશોરકુમારને પણ ચાન્સ મળી ગયો.

જે ફિલ્મ માટે કિશોરકુમારને તક મળી હતી, રાજ કપૂરને સ્વર આપવાની તે ફિલ્મના સંગીતકાર હતાં, એસ.ડી.બર્મન.

અને કિશોરકુમારને આ સુવર્ણ તક મળવાનું મુખ્ય કારણ હતું, મ્યુઝીક ડીરેક્ટર એસ.ડી.બર્મન. કારણ કે તે સમયમાં એસ.ડી.બર્મન અને ખેમચંદ પ્રકાશ સિવાય કોઈ અન્ય સંગીતકારે કિશોરકુમારને ગાયક તરીકેની માન્યતા આપી નહતી.
એ ફિલ્મના મુખ્ય કલાકાર હતાં, રાજ કપૂર અને તેમનો રીલ પ્રેમ, મતલબ નગીસજી, અને ફિલ્મનું નામ હતું, ‘પ્યાર’.

આજની તારીખમાં આ ફિલ્મના પોસ્ટરનું પણ અસ્તિત્વ નથી રહ્યું.
પણ યુ ટ્યુબ પર આ ફિલ્મના ગીતો ઉપલબ્ધ છે.

કિશોરકુમાર બોલીવૂડમાં એન્ટ્રી કરી ચુક્યા હતાં ૧૯૪૦માં.
કિશોરકુમારના સંઘર્ષના સમયકાળ દરમિયાન જયારે તેમને કોઈ તક આપવાં રાજી નહતું ત્યારે..કંટાળીને તેઓ ખુદ નિર્માતા બની, ફિલ્મોનું નિર્માણ કરી, તેના અવાજને લોકો સુધી પહોંચાડવાની કોશિષ કરવાં લાગ્યાં.

તે બે ફિલ્મોના નામ હતાં, ‘દૂર ગગન કી છાંવ મેં’ અને ‘દૂર કા રાહી’.

એ પછી છેક તેઓ ફૂલ લાઈમ લાઈટમાં ત્યારે આવ્યાં, જયારે, સુપર સ્ટાર રાજેશ ખન્નાની ફિલ્મ ‘આરાધના’ રીલીઝ થઇ.
એ પછી એક જ વાર લીજેન્ડ દિલીપકુમાર માટે પહેલી અને છેલ્લી તક મળી ગીત ગાવાની.
એ ફિલ્મ રીલીઝ થઇ હતી, ૧૯૭૪માં. ફિલ્મના ડીરેક્ટર હતાં, તપન સિંહા. મુખ્ય કલાકાર દિલીપકુમાર અને તેમની જોડે હતાં, રીયલ લાઈફની વાઈફ, સાયરા બાનો.
ફિલ્મનું નામ હતું, ‘સગીના’. અને ફિલ્મના સંગીતકાર હતાં, એસ.ડી.બર્મન.

કિશોરકુમાર તેની પરંપરા મુજબ ગીતના રેકોર્ડિગ પહેલાં ફિલ્મના હીરો,મતલબ દિલીપ સાબને મળ્યાં, પુરા ગીતની સિચ્યુએશન ધ્યાનથી સમજી લીધી, બન્ને વચ્ચે ખાસ્સો વાર્તાલાપ થયો, અને તે પછી જે ગીત રેકોર્ડ થયું, તે દિલીપકુમારના પરદા પર ગવાયેલા ગીતોમાં શિરમોર બની ગયું..

‘અરે..સાલા મેં તો સાહબ બન ગયા, રે સાહબ બન કે કૈસા તન ગયા,..’

આ દિલીપકુમારની ‘સગીના’ ફિલ્મ વિષે પણ રસપ્રદ કિસ્સો છે.
૧૯૭૪માં રીલીઝ થયેલી દિલીપકુમારની આ બીજી ‘સગીના’ ફિલ્મ હતી.
૧૯૭૪માં રીલીઝ થયેલી પહેલી હતી, ‘સગીના મહતો’ જે બંગાળીમાં ભાષામાં બની હતી, ડીરેક્ટર તપન સિંહા અને કલાકાર, દિલીપકુમાર અને સાયરા બાનો.

જે દિલીપ સાબનો જન્મ થયો હતો પેશાવરમાં, ભણ્યા અને વયસ્ક થયાં મુંબઈમાં, બંગાળી ભાષા સાથે તેમનું કોઈ જ કનેક્શન નહીં, છતાં તે ફિલ્મ બંગાળી ફિલ્મ ‘સગીના મહતો’ માટે બંગાળ સરકાર તરફથી એવોર્ડ પણ મેળવ્યો હતો. અને બંગાળી ભાષા પર તેમણે જબરદસ્ત પ્રભુત્વ મેળવ્યું હતું, અશોકકુમાર અને શશીધર મુખરજી સાથે બોમ્બે ટોકીઝમાં વિતાવેલા સત્સંગ થકી.

આ બંગાળી ફિલ્મ ‘સગીના મહતો’ યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે.

આગામી કડી,

તમને કોઈ એવી ફિલ્મનું યાદ છે, જે ફિલ્મમાં ફિલ્મનો હીરો પરદા પર અનવીઝીબલ થઇ જાય. મતલબ ગાયબ થઇ જાય. ?

એટલે આપ સૌ આસાનીથી કહેશો કે, જી હાં. ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા.’

અચ્છા, તો હવે શું આપને એ ખ્યાલ છે કે, બોલીવૂડમાં ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડયા’ જેવી બીજી છ એવી ફિલ્મો બની ચુકી છે, જેમાં ફિલ્મનો નાયક પરદા પરથી અદ્રશ્ય થઇ જાય છે. ?

કઈ છે, એ છ ફિલ્મો ?

તેના વિષે જાણીશું આગામી કડીમાં..

વિજય રાવલ
૨૧/૦૯/૨૦૨૨