The Scorpion - 41 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ સ્કોર્પિયન - પ્રકરણ -41

Featured Books
Categories
Share

ધ સ્કોર્પિયન - પ્રકરણ -41

ધ સ્કોર્પીયન

પ્રકરણ -41

 

        સિદ્ધાર્થે કહ્યું “દેવ આ સામાન્ય ટુરીસ્ટ નથી તારી સાથે દગો રમ્યા છે એતો અમારી કસરત ચાલુ થશે ત્યારે એલોકો કરામત બતાવશે. હમણાં આપણે મગજ ગુમાવવાનો અર્થ નથી” એમ કહેતાં બંન્ને લોકપમાંથી બહાર આવ્યાં ત્યાં પવન અને બીજા પોલીસ કર્મી સ્ટેશન પર આવ્યાં.

પવને કહ્યું “સર ખબરી ખબર લાવ્યો છે કે ઝેબા અને મોર્ટીન શૌમીકબસુનાં ફોલ્ડર ચિંગા સાથે...આઈમીન ચંગીઝ. “

સિદ્ધાર્થે કહ્યું “તો સોફીયા અને ડેનિશ પેલાં ચાર સોલ્જર જેવાં સાથે હોવા જોઈએ. કંઈક મોટી ગરબડ છે.” સિદ્ધાર્થે કહ્યું “પવન તું તારાં સોલ્જર સાથે તાત્કાલીક જીપ અને શસ્ત્રો સાથે જંગલ તરફ જા આ બધાં ત્યાંજ ગયાં હોવા જોઈએ બીજું સેટેલાઇટ ફોન ખાસ સાથે રાખજે ત્યાં ટાવર -નેટ નહીં કનેક્ટ થાય.”

પવને કહ્યું “યસ સર” અને એ એનાં સોલ્જર્સ સાથે શસ્ત્ર અને સેટેલાઇટ ફોન લઈને જંગલ તરફ જવા નીકળી ગયો.

રાત્રી વધી રહી હતી વરસાદ રોકાવાનું નામ નહોતો લઇ રહ્યો. દેવ અને દુબેન્દુ ખુબ વ્યથિત હતાં. આ બધું શું થઇ રહ્યું છે એની કેડી મેળવી થાક્યાં હતાં.

સિદ્ધાર્થે કહ્યું “દેવ તું અને દુબેન્દુ હોટલ જાવ રેસ્ટ કરો હમણાં અહીં તમારું કામ નથી પોલીસ અમે... અમારું કામ કરીએ છીએ જયારે જરૂર પડશે તારો સંપર્ક કરીશું યુ બી રીલેક્ષ પ્લીઝ.”

દેવે દુબેન્દુ સામે જોયું...પછી સિદ્ધાર્થને કહ્યું “સર આ બધી પરિસ્થિતિ મારાં કાબુ બહાર થઇ રહી છે મને સમજ જ નથી પડતી શું કરું ? આ ટુરીસ્ટને લાવી હું ચકરાવામાં ફસાયો છું ખબર નહીં આ શું ષડયંત્ર છે. હું સાચેજ થાક્યો છું મારે રેસ્ટની જરૂર છે હું અને દુબેન્દુ જોસેફને સાથે લઇ હોટલ જઈએ છીએ તમે જરૂર પડે ચોક્કસ ફોન કરજો”.

સિદ્ધાર્થે કહ્યું “જોસેફ હોટલ પર હતો ને ?” દેવે કહ્યું “મેં એને સૂચના આપેલી ફોન કરીને કે એ પોલીસ સ્ટેશન આવે...એ બહાર આવી ગયો હશે અમે જઈએ સર આ લોકો પાસેથી બધી બાતમી કઢાવજો.” એણે જ્હોન અને માર્લો માટે ઈશારો કર્યો...

સિદ્ધાર્થે કહ્યું “હવે આ પોલીસ કેસ થઇ ગયો છે તું ચિંતા વિના હોટલ પહોંચ અમે છ એ છ ટુરીસ્ટની ભાળ મેળવીશું બધાને અહીજ એકઠા કરી તપાસ કરીને આગળ કામ ચલાવીશું તું નિશ્ચિંન્ત થઈને જા”.

દેવ અને દુબેન્દુ સિદ્ધાર્થનો આભાર માનીને બહાર નીકળ્યાં તો બહાર જોસેફ ઉભોજ હતો એણે કહ્યું “દેવભાઈ સિદ્ધાર્થ સર...દેવે કહ્યું સારું થયું તું આવી ગયો ચાલ હોટલ પર પાછા જઈએ. “

ત્રણે જણાં હોટલ પર જવા નીકળ્યાં અને દેવે દુબેન્દુને કહ્યું “દુબેન્દુ હું હોટલ પહોંચીને પાપા સાથે વાત કરી લઉં બધીજ પરિસ્થિતિથી એમને માહિતગાર કરું આપણી આ પ્રોફેશનલ પ્રેક્ટિસમાં પ્રથમવાર આપણને આવા ટુરીસ્ટ મળ્યાં..”.જોસેફે કહ્યું “દેવ સર...આ વખતનાં ટુરીસ્ટ પેહેલેથીજ શંકાનાં ઘેરાવામાં હતાં એમની કાંઈ વાત વર્તન સમજાતાં જ નહોતાં.”

દેવે હસતાં હસતાં કહ્યું “તું જોસેફ પોલીસની ભાષામાં વાત કરી રહ્યો છે.” અને ત્રણે જણાં સાથે હસી પડ્યાં.

*****

ચીંગાલીઝે ઝાડથી ઘટાટોપ એવી જગ્યાએ મોટાં ગેટની અંદર કાર લીધી. બહારથી ઝાડ પાનથી ઘેરાયેલાં જંગલ જેવાં કેમ્પસમાં અંદર મોટો મહેલ જેવો બંગલો હતો...આધુનિક નહીં પણ બંગાળની સંસ્કૃતીની ઝલક જુરુર હતી...એણે જીપ પાર્ક કરી અને ઉતર્યો પાછળનો દરવાજો ખોલીને ઝેબા અને મોરીન ઉતર્યા.

ઝેબાએ કહ્યું “ અહીં ક્યાં લઇ આવ્યો ? તું તો એવું પ્રોમીસ કરતો હતો કે જીવનમાં નહીં જોઈ હોય એવી કમાણી કરી શકીશ...અહીંના રાજાને ત્યાં લઇ જઈશ આતો કઈ જગ્યા છે ?” પેલાએ કહ્યું “અહીં મહેલજ છે ચારેકોર જંગલ છે હમણાં ખુબ વરસાદ છે બહારની લાઈટો બંધ છે...ચાલ અંદર હું મુલાકાત કરાવું છું થોડી ધીરજ રાખ...”

ઝેબાએ મોરિનની સામે જોયું મોરીન ગભરાયેલી હતી એણે ઝેબાને કહ્યું “આટલું બધું જોખમ નહોતું ઉઠાવવાનું અહીં આ લોકો આપણને મારી નાંખશે તોય ખબર નહીં પડે પૈસા અને કમાણી બાજુમાં રહેશે.” ઝેબાએ લુચ્ચું હસતાં કહ્યું “ હું છું ને કેમ ચિંતા કરે ?”

ત્યાં ચિંગા બોલ્યો “શું ગુસપુસ કરો છો ? ડરવાની જરૂર નથી અહીં તમને જલસા જ છે ઉપરથી લાખો રૂપિયા મળશે...તમે લોકો તો ટેસ્ટેડ છો...સ્કોર્પીયન કીંગનાં.”..એમ કહી હસવા લાગ્યો. ત્રણે જણાં પાર્કીંગમાંથી ચાલતાં ચાલતાં પત્થરની કેડી પરથી બંગલા તરફ જવા લાગ્યાં ત્યાં બંગલાની નજીક પહોંચીને ચિંગાએ ખીસામાંથી રીમોટ કાઢ્યો દબાવ્યો દરવાજો ખુલી ગયો... મૉરીન ઝેબા તરફ જોવા લાગી.

ઝેબાએ શાંત રહી એની સાથે આવવા ઈશારો કર્યો દરવાજો ખુલતાં જ અંદર અજવાળું અજવાળું બધી તરફ પીળી રોશનીની લાઈટો ઝૂંમરો જોવાં મળ્યાં અંદરનો દેખાવ જોઈને બંન્ને જણાં અંજાઈ ગયાં જાણે કોઈ રાજાનો મહેલ હોય એવું ઇન્ટીરીયર હતું.

ઝેબાતો જોઈનેજ ખુશ થઇ ગઈ એલોકો મોટાં દિવાન ખંડમાં આવ્યાં ત્યાં ચિંગાએ કુશનવાળા સોફા પર બેસવા કહ્યું અને એ અંદર તરફ જતો રહ્યો.

થોડીવારમાં બે ત્યાંની જંગલની હોય એવી છોકરીઓ આવી બંન્ને સુંદર અને આદીવાસી વેશભૂષામાં હતી એકનાં હાથમાં પાણી અને બીજી પાસે ખાલી ટ્રે હતી એમાં બે ચાવીઓ હતી એલોકોએ આ લોકોને પાણી પીવરાવી કહ્યું “આ બંન્ને ચાવી એક એક લઇ લો અને સામે પેસેજથી અંદર જશો ત્યાં તમારાં રહેવાનાં અલગ અલગ રૂમ છે આ એની ચાવી છે આ બટન દબાવજો રૂમ ખુલી જશે” એમ કહી હસ્તી હસ્તી અંદર જતી રહી.

ઝેબાએ મૉરીનને કહ્યું “ચાલ આપણે શાંતિથી બાથ લઈને આરામ કરીએ પછી સામે જે સ્થિતિ આવશે એમ કરીશું.”

મૉરીને કહ્યું “ મને બહુ ડર લાગે છે આપણે સાથેજ રહીએ તો ? પ્લીઝ...ઝેબાએ કહ્યું એવું એલાઉડ નહીં હોય તું હમણાં જા ફ્રેશ થા પછી એવું કંઈક કરીશું આપણને સાથેજ રાખે...” એમ કહી આંખ મિચકારી હસ્તી હસ્તી પેસેજ તરફ જવાં લાગી.

ઝેબાને ના કોઈ ડર હતો ના સંકોચ...મૉરીન ગભરાયેલી હતી બંન્ને જણાં "કી" નું બટન દાબી પોતપોતાનાં રૂમમાં ગયાં... ત્યાં ચિંગાએ રૂમમાં આવી પેલી આદીવાસી છોકરીઓને કંઈક સૂચના આપી...

 

વધુ આવતા અંકે પ્રકરણ - 42