Charyug - 1 in Gujarati Spiritual Stories by Dave Yogita books and stories PDF | ચારયુગ - 1

Featured Books
Categories
Share

ચારયુગ - 1

Good morning મિત્રો!

કેમ છો?બધા મારા વાચક મિત્રોને મારા નમસ્કાર.

આ ચાર યુગ ની વાર્તા છે. મને આશા છે આ વાર્તા વાંચીને તમને પણ હું લખું છું ત્યારે જે feelings અનુભવું છું .એ જ તમે પણ અનુભવશો.

આ વાર્તા બે ભાગમાં લખવાની છે.તો બન્ને ભાગ વાંચી પ્રતિભાવ આપશો🙏🙏🙏🙏.એક આધ્યાત્મિક વાર્તા છે.

વાર્તાની શરૂઆતમાં સૌથી પહેલા આપણે ચાર યુગ ના નામ જાણી લઈએ.

પહેલો યુગ - સત્યયુગ
બીજો યુગ - ત્રેતાયુગ
ત્રીજો યુગ - દ્વાપરયુગ
ચોથો યુગ - કળયુગ

સ્ત્યયુગ ,ત્રેતાયુગ અને દ્વાપરયુગ વાતો કરતા હોય છે.ત્રણેય ની મીટીંગ બરોબર જામી હોય છે.ત્રણેય વચ્ચે વાતો વાતોમાં ચડસા ચડસી થઈ જાય છે. ત્રણેય વચ્ચે એક વાતમાં ઝગડો
થઇ જાય છે.વાત થાય છે મહાનતાની.


સૌથી મહાન કોણ?

સત્યયુગ કહે હું મહાન. મારામાં ત્રણેય દેવ પોતે હતા.બ્રહ્મા, વિષ્ણુ,મહેશ સાક્ષાત ત્રણેય દેવ પોતે આ યુગમાં વિહાર કરતા. સત્યયુગ પોતાની વાત આગળ વધારતા કહે છે .મારી ઉમર ૪,૮૦૦ દિવ્યવર્ષ છે અને મનુષ્ય ની આયુષ્ય ૧,૦૦,૦૦૦ વર્ષ હતી.કોઈ પાપ નહોતું.કોઈ પ્રપંચ નહોતો.અને જો કોઈ પાપ કે પ્રપંચ નો આંક ૦% જ નહતો.વિષ્ણુના મત્સ્ય અને વરાહ જેવા અવતાર હતા.સૌથી મહાન તો હું જ છું.હું દેવોનો યુગ છું.મારામાં બધા દેવો પોતે વાસ કરે છે. સત્ય યુગ કહે છે સૌથી મહાન તો હું જ છું.

ત્રેતાયુગ ને પોતાની મહાનતા વર્ણવાનો વારો આવ્યો. મારામાં શ્રીરામ પોતે અવતરે છે.અને વામન અને પરશુરામ જેવા અવતારો થયા છે.અને મારી ઉમર ૩,૬૦૦ દિવ્ય વર્ષ છે.મનુષ્યની ઉમર પણ ૧૦,૦૦૦ વર્ષ હતી. રામ રાજ્ય હતું.પ્રજા સુખી હતી.એટલે સૌથી મહાન તો હું જ છું.રામ પોતે હોય ત્યાં પ્રોંચની વાત પણ કોઈ ના કરી શકે. રામે તો રાવણનો અહંકાર આ યુગમાં જ તોડ્યો હતો.રાવણને હરાવ્યો હતો.શ્રીરામ એ રાવણ નું અભિમાન તોડ્યું હતું.અને રામનો અજરઅમર સેવક અને પરમ ભક્ત હનુમાનજી ની રામ સાથે મિલન થાય છે.એટલે ત્રેતાયુગ એ કહ્યું કે યુગમાં તો એટલે સૌથી મહાન હું છું.

દ્વાપરયુગ પાછળ રહી જાય એમ હતો નહિ. અરે મારો વારો બાકી છે. દ્વાપરયુગમાં તો શ્રીકૃષ્ણ પોતે અવતરે છે .અને ગીતાજી પણ આ જ અવતારમાં શ્રીકૃષ્ણ સંભળાવે છે.ગીતાજી જેવું એક પણ શાસ્ત્ર નથી.ગીતાજીની તો દરેક યુગમાં પૂજા થાય છે.જે સાર ગીતાજીમાં વર્ણવેલ છે.જીવનના કોઈપણ મુશ્કેલીનો જવાબ તમને ગીતાજીમાં મળી રહે છે.ગીતાજીના ૧૮ આઘ્યાયનું પઠન જીવનના પ્રત્યેક દુઃખ હરે છે.આત્માનું પરમાત્મા સુધી લઈ જવા માટે ગીતાજીના આઘ્યાય ભાગ ભજવે છે.આ ગીતજી શ્રી કૃષ્ણ પોતે પોતાના મુખેથી અર્જુનને સંભળાવે છે અન પોતાના વિશ્વરૂપ ના દર્શન કરાવે છે.શ્રી કૃષ્ણના પોતાના દર્શન થી મહાનતા હું પામી ગયો છું.મારા યુગમાં મનુષ્યની ઉમર ૧૦૦૦ વર્ષ હતી. અને શ્રીકૃષ્ણ અને ગીતાજીના જ્ઞાન મનુષ્યને આપવા માટે સૌથી મહાન હું છું.

આ ત્રણેય વચ્ચે દલીલબાજી ચાલી રહી હોય છે. ત્યાં સામેથી કળયુગ ચાલ્યો આવતો હોય છે.
અરે આવ આવ! બોલો લ્યો આ કળયુગ શું વાત કરશે . આપણી સાથે કળયુગની કોઈ સરખામણી જ નથી . આપણા જેવો મહાન પણ નથી.અને કળયુગ ને તો પાપ પ્રપંચના યુગ થી ઓળખવા માં આવે છે. કળયુગ તારા યુગમાં તો પાપ અને પ્રપંચ જ છે.

હવે, આ ત્રણેય યુગ હવે ભેગા મળી જાય છે અને કળયુગને એકલો પાડી દે છે.


આગળની વાત ક્રમશ:

હવે ,જોઈએ કળયુગ શું જવાબ આપશે.અને કળયુગની વાત આપણે આગળના ભાગમાં જોઈશું. મારી સાથે આ વાર્તામાં જોડાયેલા રહેજો કળયુગનું એક મોટું રહસ્ય છે. એ આગળના ભાગમાં જોવાનું રહ્યું.



યોગી