પ્રકરણ ૫મું / પાંચમું
રિયાન મોનાની રૂમમાં દાખલ થયો. રજવાડી ઠાઠ સાથે બેડ, બેડ પાસે ત્રણ હાથી વાળી આકૃતિઓથી સજ્જ ટિપોય હાથ અડાડો ત્યાં છાપ પડે એટલું ચોખ્ખું. તેના પર વ્હીસ્કીની બોટલ બાજુમાં બે ગ્લાસ બરફ ક્યુબની પેટી નાસ્તાની પ્લેટ સરસ રીતે ગોઠવાયેલી પડી હતી.
આવ મોનાએ આવકાર્યો. એનાં મોં માંથી વ્હીસ્કીની ગંધ આવી રહી હતી.
રિયાન તો આ જોઈ હક્કોબકો રહી ગયો. યાર મોના શું છે આ બઘું? મને આ ટાઈમે અહીં શા માટે બોલાવ્યો છે?
લથડિયાં લેતી લેતી માંડ માંડ ચાલી એ રિયાન તરફ આવી પડવા જાય એ પહેલાં રિયાને બંને હાથથી પકડી લીધી. મોનાનાં મોં પાસે એકદમ મોં નજીક આવી જતાં મોનાનો ગોરાં ચહેરા પર હળવો સ્પર્શ અનાયાસે થઈ ગયો. પોતાની જાતને સંભાળવાતો રિયાન દૂર થવા જાય તે પહેલાં જ મોનાને પડતી પડતી બચાવવા પકડવી પડી.
ત્રણ દિવસ પછી
સમાચાર પેપરમાં હેડલાઇન્સ હર્ષદ રાવલની પુત્રી મોનાના લગ્ન તેની કંપનીના એમ્પ્લોયર રિયાન મહેતા અને સાથે સીઈઓની પોસ્ટ પણ.... વાંચતા વાંચતા રૂપાલની આંખમાં આંસું આવી ગયા હતા. આ બધું રિયાનની બેન સારિકા સામે બેઠી બેઠી જોઈ રહી હતી. સમાચાર વાયુવેગે પ્રસરી ગયાં.
બીજી તરફ રિયાનની મમ્મીને રિકવરીના કોઈ એંધાણ દેખાતા ન હતા. અચાનક આવા સમાચાર સાંભળીને થોડીવાર વિચાર કરી મનને મનાવી લીધું. હશે દિકરાને ગમ્યું તે કર્યું.
આખાં રાજકોટ શહેરમાં ખબર હતી કે રૂપાલી માટે રિયાન અને રિયાન માટે રૂપાલી શું હતાં. પરંતુ કહેવાય છે ને કે સમય બડા બલવાન.
રૂપાલી પણ અણધાર્યા આવાં ન્યૂઝ વાંચી શોક્ડ હતી. શું કરવું શું ન કરવું કંઈ સમજાતું ન હતું પરંતુ સમને માન આપી જીવ્યા વગર છૂટકો ન હતો.
સાગર કર્યા કરે આત્મમંથન, અંતે ગળી જાય શેષ, વિષને
મુંબઈના સાગરનું ટુ ઇન વન વર્ઝન ગમે
શાંત અને ઘોંઘાટનો સંગમ
હોસ્પિટલના રૂમની બહાર રૂપાલી ટેબલ પર બેઠી બેઠી વિચાર કરતી હતી કે હું, હું અંહી શામાટે ? કોનાં માટે? ક્યાં સંબંધે? કે ફક્ત માણસાઈ માટે?
અચાનક મોબાઈલની રીંગ વાગી. સ્ક્રીન પર રિયાન💞. રીંગ પૂરી થઈ. આંસૂની સાવરણી ફૂટી પડી. ફરીથી રીંગ વાગી, આ વખતે કોલ રિસીવ કરી. માંડ માંડ બોલી શકી હેલ્લો ત્યાં તો મોંમાં ડૂમો બાઝી ગયો. એક નિરવ શાંતિ છવાઈ ગઈ થોડીવાર સુધી બંને તરફ શાંતિ છવાયેલી રહી. રિયાને મૌન તોડતા પુછ્યું કેમ છે? રૂપાલીની આંખો માંથી અશ્રું પ્રવાહ વહે જતો હતો. પરંતુ એ ખાસ ધ્યાન રાખ્યું કે રિયાન ન જાણી જાય. પણ વેદના બંને તરફ સરખી હોવાથી બંનેને અંદાજ આવી ગયો હતો બંનેની વ્યથાઓ શું છે.
ઠીક છું તું, તું કેમ છે? રૂપાલી માંડ માંડ બોલી શકી.
મમ્મીની તબિયત પુછવા માટે કોલ કર્યો હતો.
'હાં બીજો કોઈ સેતુ પણ હવે આપડી વચ્ચે નથી રહ્યો' રૂપાલી મનમાં જ બોલી.
ઘણા સવાલો પુછવા હતાં. પણ હવે એ અધિકાર ક્દાચ ખોઈ બેસી છું અથવા તો અધિકાર રહ્યો જ નથી કાં તો હું પહેલેથી જ બાકાત હતી. કે ભૂલથી ભૂતકાળમાં તારી સાથે ભવિષ્યનાં સપનાં કંડારી બેઠી હતી ? નિ: શબ્દ રહી રૂપાલી વિચારતી રહી. બીજી તરફથી ક્યારે કોલ કટ્ટ થઈ ગયો એ પણ ભાન ન રહ્યું.
દિકરીની વેદના જોઈ આજે આલોક પારેખ પણ વિવશતાની વિસ્મયતા વિસરી ગયા. દિકરીને દિલાસો આપવો કે વિષમતાને ઓગળી જવી? છતાં હ્રદય પર પથ્થર મૂકી એક વખત રિયાન સાથે વાત કરવાનું વિચાર્યું.
રિયાનને એક વખત પુછવું છે કે શામાટે તે સપનાં કંડાર્યા? એ કડારેલા સપનાંઓને આખરી ટચપ કેમ ન આપ્યું? કેમ ફિનીશીંગ અધુરું છોડ્યું? કોની નજર લાગી ગઈ? પણ વિચાર ખંખેરી નાખ્યો. શું ફાયદો આવું પૂછીને? મારી દિકરીનાં નસીબમાં કંઈક સારું લખાયું હશે.
'પપ્પા ચાલો જમવા ' રૂપાલી બોલી
ના બેટા તું જમી લે.
મેં જમી લીધું
મારી સામે તો જુઠ્ઠું ન બોલ બેટા.
અનીમેશ નજરે જોતી રહી અને બોલી પપ્પા તમે જમી લો. હું હોસ્પિટલ જાવ છું
બેટા, હું પૂછી શકું કે હવે ક્યાં સંબંધે તું જાય છે?
હાં કેમ નહીં, હું માણસાઈના સંબંધે જાવ છું. મેં રિયાનને વચન આપ્યું હતું કે તું મુંબઈ રહી ત્યાં સંભાળ. હું અંહી ઓફિસ અને એમની મમ્મી બધું જ સંભાળી લઈશ.
રૂપાલીના આવાં શબ્દો સાંભળી આલોક પારેખ આજ ગદગદિત થઈ રૂપાલીના માથામાં હાથ ફેરવી માંડ માંડ અશ્રુ રોકી શક્યા.
'હજુ એક સવાલ પુંછું દિકરા' આલોક બોલ્યા.
હાં બોલોને પપ્પા
આગળ શું કરીશ? જિંદગી માટે વિચાર કરજે.
આગળ કંઈ બોલે તે પહેલાં જ મોબાઈલની રીંગ વાગી સ્ક્રીન પર સારિકા
હેલ્લો
હાં સારિકા બોલ
પ્લીઝ જલ્દી હોસ્પિટલ આવી જા........
ક્રમશઃ......