Aabha Vinit - 5 in Gujarati Fiction Stories by Nayana Viradiya books and stories PDF | આભા વિનિત - ભાગ 5

Featured Books
Categories
Share

આભા વિનિત - ભાગ 5


ગતાંકથી.......

સવાર નો સુરજ તો તેજ પાથરી રહ્યો હતો પણ વિનીત ના જીવન માં કોઈ જ આશા નું કિરણ બચ્યું ન હતું.ટ્રેન ની રફતાર ધીમી થઈ પણ પગ મા જોમ નહોતું રહ્યું કે તે નીચે ઉતરી શકે.રેશમી થાકી ને સુઈ ગયેલી.તેના ગાલે સુકાયેલા આંસુ વિનીત ને કંઈક રસ્તો કાઢવા કરગરી રહ્યા હતા.ટ્રેન ટુંકા સમય માટે અટકી ને ફરી વ્હીસલ ની ચીખ સંભળાય ને ટ્રેને પાટા પર દોટ મુકી.અવિરત દોડતી ટ્રેન આખરે રાતના બે વાગે તેની આખરી મંઝીલ મુંબઈ માં આવીને અટકી.ઈચ્છા તો ન હતી પરંતુ કોઈ ઉપાય ન જણાતાં રેશમી નો હાથ પકડી એક હાથ માં બગલ માં થેલી દબોચતા તે નીચે ઉતયૉ. વિનીત ના જીવન ની નવી સફર અહીં મુંબઈ રેલવે સ્ટેશન થી શરૂ થઈ.

**********************

રજવાડી દરવાજા પર અંદર આવવાની પરમિશન નું મ્યુઝિક સંભળાયું ને વિનીત ભુતકાળ માંથી સળવળ્યો .ટ્રેન નું દ્રશ્ય વિલીન થઈ ગયું.વિનીત મટી એ વતૅમાન નો વિન્ટો બની ઊભો થયો.
વિન્ટો એ પાસે જ ટિપોય પર પડેલા રિમોટ થી બારણું ખોલ્યું.
સમય અને સંજોગ ઘડી ના છઠ્ઠા ભાગમાં બદલાય જતા હોય છે.એક પળમાં બધું જ બદલી નાખવાની તાકાત રૂપે ઈશ્વરે સમય ના ચક્રને પોતાના હાથ માં રાખ્યું છે.
અચાનક જ ઘર પર હુમલો થયો ના આઘાતી સમાચાર સાંભળતા જ એ સફાળો બેઠો થયો ને સજાગને સ્વસ્થ બની ઝડપભેર તેમને પોતાના માણસોને વ્યવસ્થિત ગોઠવાઈ જવા માટે જરૂરી સૂચનાઓ આપી. ઘડીભર માં એ લાચાર ને વિવશ વિનિત માંથી ફરી વિન્ટો બની ગયો.તોતિંગ સુરક્ષા કવચ ધરાવતો એમનો એ મહેલ ને હજારો ની સંખ્યા મા પહેરો કરતા માણસો થી રક્ષાયેલ આ આલિશાન મહેલ માં ઘુસવુ કે હુમલો કરવો એ સહજ કે સહેલી વાત ન હતી.
કોઈ સમ્રાટ ને શરમાવે એવો રૂઆબ ને ઠાઠ હતો વિન્ટો નો.
કેમ ન હોય!!!???
આખરે એ મુંબઈ નગરી નો રાજા જ હતો.મુંબઈ ની ગલી ગલી માં ડોન વિન્ટો નું નામ ગુંજતું હતું.ડોન હોવા સાથે સાથે એ ગરીબો નો બેલી હતો. ગરીબ ને પિડીત સમાજ ભગવાન માની ને એને પુજતા હતા. લાચાર ને ગરીબ ની વહારે હંમેશા એ ઉભો રહેતો. અંધારી ગલીઓમાં મોટા થઈને જ એ આજ અહીં સુધી પહોચ્યો હતો.

*****************************
કોઈ મોટા હુમલાખોર નું મોટું કાવતરૂ હોવાની ગંધ એને આવી રહી હતી.નાના મોટા ગુંડાઓ તો અહીં સલામ ભરતા હતા. અંદર આવેલા તેમના ખાસ માણસે બહાર ઘટેલી તમામ વિગત ની એને માહિતી આપી ને બનાવ ની સિરીયશતા જણાતા તેમણે વિન્ટો ને સુરક્ષાના હેતુથી હથિયાર રૂમની અંદર બનાવેલા ભોંયરામાં ઉતરી જવા માટે સમજાવ્યું .વિન્ટો એ માટે તૈયાર ન હતો. તે તેમના સાથીઓને છોડીને ભાગી છુટે તેવો ન હતો.પરતુ આવનાર આધેડ વય ના એ માણસ જે વિન્ટો નો ખાસ અંગત હતો. કેસરચંદ એનું નામ હતું ને વિન્ટો તેની વાત ક્યારેય ન ટાળતો.ઘર ના વડીલ ની માફક એની આમાન્યા જાળવતો.
કેસરચંદે પોતાના સોગંદ આપી ને એને ભોંયરા માં ઉતરી જવા સમજાવ્યો.

આપણે ઘણીવાર કોઈ માણસ ને જોઈને કે એના વિશે પુવૅધારણા બાંધતા હોઈએ છીએ કે આ વ્યકિત પોલીસ છે તો ગુસ્સાવાળો જ હોય એને લાગણી ન હોય.કોઈ ગુંડા કે ચોર લુંટેરા ને જોઈને એમ જ થાય કે એનામાં કોઈ જ પ્રકાર ના સદગુણ નહોય શકે. પરંતુ દરેક વ્યકિત નું એના કમૅ સિવાય ખુદનું એક આગવું વ્યકિતત્વ હોય છે.એ જ રીતે વિન્ટો તેના માણસો ને ગરીબ માટે તો દેવસ્થાનને હતો.

વિન્ટો ને અંધાધુંધ ગોળીઓનો અવાજ સંભળાવવા લાગ્યો. કાચ ના આલિશાન મહેલ ની બારીઓના કાચ ફુટી ને ઢેર થઈ રહ્યા હતા.વિન્ટો એ બેડ ની બાજુ ના ડ્રોઅર માંથી તેમની ખાસ ગન લીધી .જરૂરી વસ્તુ લઈ ને એને સુરક્ષા માટે બનાવેલા ખાસ ભોંયરા માં તો પ્રવેશ કયોૅ.
ઘોર અંધકાર પર ટોચૅ ના શેરડા પાડતો એ સાંકડી જગ્યા માં ઈચ્છા વિહીન છતાં ઉતાવળો ચાલી રહ્યો હતો.પરંતુ રસ્તા ની સંકડાશ ને ઓછી હવા ના લીધે એ ગૂંગળામણ થવા લાગી.
સુરક્ષા ના હેતુ થી કેસરચંદ ની જ સલાહ થી એને આ ભોંયરું બનાવ્યુ પરંતુ આજ સુધી ક્યારેય એની જરૂર પડી ન હતી એટલે કેટલો પંથ કાપવાનો છે ને આ ભોંયરું તેને ક્યાં લઇ જશે એનો કોઈજ અંદાજ ન હતો.શ્વાસ લેવો અઘરો થતો હતો ને દુર દુર સુધી ક્યાંય છેડો દેખાતો ન હતો. પગ મા જોમ ખતમ થઈ રહ્યું હતું ને આંખ સામે અંધારૂ છવાય ગયું હતું. સહેજ વણાંક લીધો ને પ્રકાશ નું એક પુંજ દેખાતા એ જોર કરી આગળ વધ્યો.બહાર નીકળતા જ એ બેભાન થઈ ને ઢળી પડ્યો.

(વિન્ટો ભાનમાં આવશે કે કેમ?
આ હુમલો કોણે કયૉ હશે?
વિન્ટો કયા પહોચી ગયો હતો?)જાણવા માટે વાંચતા રહો "આભા વિનિત"
ક્રમશ......