Aabha Vinit - 4 in Gujarati Fiction Stories by Nayana Viradiya books and stories PDF | આભા વિનિત - ભાગ 4

Featured Books
Categories
Share

આભા વિનિત - ભાગ 4

ગતાંકથી.......
સફાળા બેઠા થયેલા વિનીતે જોયું કે કોઈ તેની માં ને ઢસડી ને લઈ જઈ રહયુ હતુ એ બહાર તરફ દોડ્યો ત્યાં તો એ માણસ મા ને ફળિયા માં છોડી ને જતો રહ્યો .તે દોડી ને મા ને વળગી પડ્યો .પણ આ શું?????
તેના હાથ લોહીલુહાણ થઈ ગયા ને માં ની પાસે લોહી નું ખાબોચિયું ભરાય ગયુ .વિનીત ને આંખે અંધારા છવાય ગયા તે ચીસ પાડી ઊઠયો પણ રાત ના અંધકાર અજવાળા ની જેમ એના અવાજ ને પણ ગળી ગયો.બહાર જઈ ને મદદ માટે પુકાર કરી પણ જાગીરદાર ની ધાક માં જાણે બધા જ લોકો હ્દય થી બહેરા થઈ ગયા હતા.કોઈ જ એની વહારે ન આવ્યુ.તે ઘર માં જઈ ને બેભાન પડેલા પિતા પાસે જઈ ને મા ને બચાવી લેવાની નિરૅથક આજીજી કરવા લાગ્યો .દસ વષૅ નું બાળક બીજું કરી પણ શું શકે?મરવાની અણી પર રહેલી માતા ના ઉંહકારા સંભળાતા એ ત્યા દોડી ગયો.માતા એ પૈસા ને ઘરેણાં થેલી માં નાખી નાની બહેન ને લઈ ને ઝડપ થી ઘર છોડી ને જતા રહેવા કહ્યું. મા એ પણ કહ્યું કે તેને ફરી અહીં આવવુ નહીં ને અહીં થી બહુ દુર જતા રહેવું ગામ થી થોડે દુર આવેલા રેલ્વે સ્ટેશન પર સવારે ૪:૦૦ વાગ્યે એક ટ્રેન આવે છે તેમાં બંને જતા રહો .ઝડપ કર ઝટ બેન ને લ ઈને જતો રહે અહીં થી ને બેન નું ધ્યાન રાખજે એટલું કહેતાં જ માં ના પ્રાણ પંખેરું ઉડી ગયા. વિનીત ને કંઈ જ સમજ નહોતી પડતી પરંતુ મરતી મા ના આગ્રહ ને લીધે એ વિવશ હતો તેણે મા ને એમજ ફળિયા માં છોડી ને ચોધાર આંસુ એ રડતી બારણે ઊભેલી બહેન ને લઈ માની સુચના મુજબ નાનકડી પેટી માં સચવાયેલા નામના પણ માની અનમોલ મુડી ને છેલ્લી યાદ સમાન કાન ના બુટીયા ને માં એ સાડી ના લીરા માં વિટાળેલા પૈસા લઈ ને એક નજર નિસ્તેજ પડેલ પપ્પા પર ને એક નજર મૃત મા પર નાખી ને રડતી આંખે બેન નો હાથ પકડી ને પાછલી ખડકી થી ઘર ની બહાર નીકળી ગયેલ.

તમારા ઓ ચિત્કાર અવાજ કરી રહ્યા હતા ને કુતરાઓનો ભસવાનો અવાજ અંધારા ને વધુ ડરામણું કરી રહ્યો હતો.નાની બહેન ભય થી રડી રહી હતી ને વળી એને હકીકત ની કંઈ સમજ નહોતી તેને ઘર છોડી ને જવું ન હતું પણ વિનીત તેને ખેંચી ને એમ જ દોડી રહ્યો હતો.ગામના પાદરે ચાલવું ભય થી ભરેલું હતું કેમકે ત્યા જ જાગીરદાર ની હવેલી હતી .વિનીતે ગામ ના પછવાડા નો અવાવરૂ રસ્તો પસંદ કયૉ.આ રસ્તે તો એને દિવસે જતા પણ ડર લાગતો.મા સાથે હોય તો પણ આ રસ્તે એ ઝાડી ઝાંખરા ને ઝાડવા ની ગીચતા ને સાંકડા ઊંડા માર્ગ પર ચાલતા ડરતો પરંતુ આજે સંજોગ ને પરિસ્થિતી એ તેનો ડર છીનવી ને હિંમત ભરી દીધી હતી.બસ એ બેન નો હાથ પકડી દોડી રહ્યો હતો.રસ્તો પાર કરતાં જ થોડે દુર સ્ટેશન અંધારા માં કોઈ અજવાળા ના શેરડા સમાન ચમક્યું ને એના પગે જોમ પકડ્યું .દુર થી ટ્રેન આવવાનો અવાજ સંભળાયો ને એને પગ ને વધુ વેગ આપ્યો.રેશુ બસ થોડુક જ દુર છે હમણાં પહોંચી જઈશુ.બહેન ને હિંમત આપતાં એના પગે વેગ પકડયો‌.
બંને સ્ટેશન પર પહોંચ્યા ને લીલી ઝંડી અપાય ને ટ્રેને વ્હીસલ મારી માંડ માંડ એ છેલ્લા ડબ્બે પહોંચ્યો ને અંદર જતા એ ફસડાઈ પડ્યો અંધકાર ને ચિરતી ટ્રેન ની બહાર જોતા જોતા એ અનરાધાર આંસુ એ રડી પડ્યો ને બહેન રેશમી ને સોડમાં લેતો એ રડતો જ રહ્યો .એક હાથ માં થેલી ભરાવેલી ને ખોળા માં બહેન નું માથું આંસુ પણ ઓછા પડ્યા એટલું દુઃખ અડધી રાત માં એને જોઈ લીધું તે શુન્યમનસ્ક બની બેઠો રહ્યો.ટ્રેન આગળ વધતી તેના અંધકાર ને રાત ને પાછળ છોડી આગળ વધી રહી હતી. ટ્રેન ક્યાં લઇ જશે એની કોઈ જ ખબર નહોતી .તેનું તન,મન ને હ્દય તો અપાર પિડા ને દુઃખ ના પહાડ માં દટાઈ ગયું હતું ભુખ તરસ ની કંઈ જ ભાન ન હતી.બસ એમજ સમય ને અંતર કપાય રહ્યું હતું.
નવા વષૅ નો સુયૅ નવી તાજગી સાથે તેના કિરણો નું તેજ ધરા પર પાથરી રહ્યો હતો.પણ વિનીત ના જીવન માં તો સુખ નો સુરજ ડુબી ગયો હતો.શહેર ની વસાહત આવવાની ચાલુ થઈ ને ટ્રેન ની રફતાર ધીમી પડી ને સુન્ન બનેલો વિનીત સળવળ્યો .........
શું થશે આગળ વિનીત ના જીવન માં એ જાણવા વાંચતા રહો."આભા વિનીત"......
ક્રમશ...........