બેલા એ ભયાનક રૂપ ધારણ કર્યું.દીપડો બની એક પછી એક નેહડાવાસી ઉપર હુમલો કરવા લાગી.બેલા એ પોતાના આગળના પંજા વડે એક બાળકને પકડી લીધું. ત્યાં જ દિપક જોરદાર એક લાકડું પાછળથી બેલાને માર્યું.દીપડો દુર ફેંકાય ગયો.ફેંકવાની સાથે જ બેલા પોતાના રૂપમાં આવી ગઈ.એ માંડ-માંડ ઊભું થવાની કોશિશ કરી રહી.દિપક એ બાળકને તેડી બેલાને કહ્યું બેલા હવે તું નહેડાવાસીઓ વચ્ચે ક્યારેય નહી આવતી.
તું મને પ્રેમ કરે છે એમ કહે છે???
એ રડી પડ્યો.આવો પ્રેમ બેલા...!!!!તું આવી છે?હું તને નથી ઓળખતો.હું માત્ર મારી ભોળી બેલાને જ ઓળખું છું.
જેની સાથે મેં મારા ઉજ્જવળ ભવિષ્યના સપના જોયા છે.આવી ખતરનાક બેલા મારી નથી.આવી બેલાને હું પ્રેમ પણ કરતો નથી.
બેલા વધારેને વધારે ગુસ્સે ભરાય.બેલા એ સમજી શકવા માટે સક્ષમ જ ન હતી.
બેલા ત્યાંથી જતી રહી.બધા જ ઋષિને બેલાના આત્માની શાંતિ માટે પૂછવા લાગ્યા.મુખીબાપા ઋષિના પગમાં પડી બોલ્યા મારી દીકરી એ બે દિવસથી ખરાબ કામ કરવા લાગી.બે બાળકોને પણ....હવે મારા નેહડાવાસીઓને શાંતિથી શ્વાસ લેવા દેતી નથી.તમે કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી બેલાની આત્માની શાંતિ માટે ઉપાય કરો.
ઋષિ ધ્યાનમાં બેઠા.ઋષિ ધ્યાનમાં બેઠા પછી એક કલાકે ધ્યાન ખોલ્યું.ત્યાં સુધીમાં ઋષિની આજુબાજુમાં જેટલા બાળકો બેઠેલા તેના ઉપર એક પછી એક હુમલો કરવા લાગી.એ ભયાવહ રાક્ષસી સ્વરૂપ ધારણ કરી લોકોના શરીરમાંથી લોહી ચૂસવા લાગી.બાળકોના શરીરમાંથી લોહી ચૂસવા લાગી.
જીવતા-જાગતા હાડપિંજર જેવા લોકો-બાળકો દેખાઈ રહ્યા.ચામડી લબડી ગઈ,શરીરના હાડકા હાડપિંજર સામે દેખાઈ રહ્યા.માણસો લોચા જેવા થઇ ગયા. અમુક માણસોને બાદ કરતા ઘણા બધા માણસોનું લોહી બેલાએ પોતાની શક્તિ વધારવા માટે ચૂસી લીધું.
ઋષિએ પોતાના કમંડળમાંથી ભગવાનનું નામ લઇ એક છાંટ નાખી.પરંતુ બેલાની એટલી બધી શક્તિ વધી ગઈ કે તેના ઉપર કોઇ અસર ન થઈ.એ રાક્ષસની જેમ ભયાવહ રીતે હસવા લાગી.ઋષિ અને બીજા લોકો પણ થર-થર કાંપવા લાગ્યા.
બેલા હસતા-હસતા બોલી ઋષિ તું કંઈ નહીં કરી શકે.મારી પાસે તારા કરતાં વધારે તાકાત આવી ગઇ.
ઋષિ બોલ્યા બેલા તું એ ક્યારેય નહીં ભૂલતી કે તું એક આત્મા છે અને અમે મનુષ્ય છીએ.તારા પર અમે વિજય પ્રાપ્ત કરીને જ રહીશું.આ મારું તને વચન છે.
બેલા એ ખોટું ખોટું નાટક કર્યું ઋષિના પગમાં પડી અને બોલી મને જીવવા દો,મને આત્મા બનીને જીવવું છે.હવે પછી હું ક્યારેય કોઈ નુકસાન નહી પહોંચાડું. એમ કરવા લાગી આજુબાજુના લોકો બેલાને જોઈ રહ્યા પછી એ ઋષિના પગમાંથી ઊભી થઈ રાક્ષસી અટ્ટહાસ્ય કરતા કરતા બોલી ઋષિ તારે જે થાય એ કરીલે.મારાથી થાય એ હું કરીશ.એમ કહી એ બીજી બાજુ ભાગી.....
હિન્દી અને ગુજરાતી સુવિચાર,ગઝલ,કવિતા વાંચવા ફોલો કરો._vandemataram_ instagram
રાજકુમારી સૂર્યમુખી ખૂબ જ નાની છતાં આપણા સમાજની સત્યતા પર રચાયેલ પ્રેમકહાની જેનો ભોગ તમેને હું કાયમ બન્યા છીએ.
દિપક બગીચામાં ઝરણા કાંઠે બેલાને મળવા માટે પહોંચ્યો.બેલાને પોતાની બાજુમાં બેસાડી.તેનો હાથ પકડી બોલ્યો "બેલા મને તારી ખુબ જ યાદ આવે છે. તારા વગર રહેવું અને જીવવું શક્ય નથી.હું પણ મરી જવા માંગુ છું."
બેલા ખુશ થઈ ગઈ.બેલા હસતી-હસતી બોલી પછી આપણે બંને હંમેશા માટે એક થઈ જઈશુ.પોતાના બંને હાથ દીપકના ગાલ ઉપર મૂકી બોલી પછી તને અને મને લગ્ન કરતા કોઈ નહી રોકી શકે. આપણે બંને ભવોભવના સાથી બની જઈશું.એક ભવ નહીં,સાત ભવ નહીં,ભવોભવના સાથી બની જઈશું.
દિપક નિરાશ થઈ ગયો.ચિંતામાં ખોવાઈ ગયો.તેનું ધ્યાન ખળખળ વહેતા ઝરણા સામે તાકી રહ્યો.
બેલા દીપકનું મો પોતાના તરફ ફેરવતા બોલી કેમ શું થયું???
દિપક બેલાના બન્ને હાથ પકડી પછી તેના માથા ઉપર હાથ મૂકી બોલ્યો બેલા,હું મારો જીવ કઈ રીતે આપૂ?? મારા પર મારા બા-બાપુ મારી બે બહેનોની જવાબદારી છે.તારે તો બે ભાઈ છે.હું તો એક જ ભાઈ છું.હું મરી જવ તો જવાબદારીમાંથી ભાગ્યો કહેવાવ.
બેલા બીજી જ ક્ષણે નિરાશ થઈને બોલી તારી વાત સાચી છે. આમ તું તારી જવાબદારીમાંથી ભાગે એવું હું પણ નથી ઇચ્છતી. તારી બે બહેનો શું કરશે??હું પણ એક છોકરી છું એટલે તારી બે બહેનોના દર્દને સમજી શકું છું.
દિપક હું તને મારી પાસે ન બોલાવી શકું.બીજું મેં તો આત્મહત્યા કરી લીધી.મારા બે ભાઈઓ મારા બા અને બાપુનું ધ્યાન રાખવા છે. બે ભાભી છે અને ભત્રીજા પણ છે.પરંતુ તારા તો લગ્ન જ બાકી છે.તારે તો બીજો ભાઈ પણ નથી. બેલા પણ દુઃખી થઈ ગઈ.
દિપક બોલ્યો અગર તું મારું માને તો હું તને એક વાત કહેવા માગું છું.અચકાતા-અચકાતા દિપક બોલ્યો.
બેલા દિપક સામે જોઈ માસુમ થઈ બોલી તારી વાત હુ ન માનું એવું બને ખરુ???
દીપક બોલ્યો બેલા હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અગર તારી હા હોય તો???
બેલા ના ચહેરા પર નિખાલસ હાસ્ય આવી ગયું.એ બોલી દિપક તું તો મારા મનની વાત કરે છે અને હું આ વાત ન માનું એવું કેમ બને??? હું તને કોઈ બીજાનો થતો નથી જોઈ શકતી એટલે તો નેહડાવાસીઓને પરેશાન કરું છું.મનીષાનો જીવ લેવા માંગું છું.
તારી જિંદગીમાં તારા દિલમાં મારા સિવાય કોઈ છોકરી ન આવે તે તો મારા દિલની વાત છે.હું તારા સાથે લગ્ન કરવા તૈયાર છું.એ ઠેકડા મારતી બોલી.દિપક બેલાને ખુશ થતા જોઈ રહ્યો.
દિપક શા માટે એક આત્મા સાથે લગ્ન કરવા માંગે છે??? જાણવા માટે આગળનો ભાગ વાંચો.