Colors - 26 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | કલર્સ - 26

Featured Books
Categories
Share

કલર્સ - 26

પીટર અને રોઝ અરીસા માં ગાયબ થઈ જવાથી બધા પરેશાન છે,અને અચાનક જ લીઝા ત્યાં આવી પહોંચે છે, જેની અત્યાર સુધી ના સફર ની વાત સાંભળી બધા આશ્ચર્ય પામે છે.હવે આગળ...

હવે એ વાત જવાદો,સારું તો એ છે કે તું સહી સલામત છે,વહિદે લીઝા સામે જોઈ ને કહ્યું.

હા પણ આ બધું શું હતું, નાયરા,જાનવી પીટર અને રોઝ આમ અરીસા માં કેદ?આ કેવું આશ્ચર્ય?

અને વાહીદે સવાર થી અત્યાર સુધી બનેલી બધી ઘટના કહી.લીઝા આ બધું સાંભળીને વધુ ગૂંચવાઈ ગઈ.

હવે!!હવે આગળ શું કરશું?લીઝા એ બધા સામે પ્રશ્ન કર્યો.

ખબર નથી!નીલ કે જે હવે સંપૂર્ણ નિરાશ થઈ ગયો હતો તેને કહ્યું.

લીઝા તું અહી આવી એની જાણ બીજા કોઈ ને છે? રાઘવે પૂછ્યું.

ના...મિસિસ જોર્જ ના નામે મે એક ચિઠ્ઠી છોડી હતી,અને તેમાં લખ્યું જ હતું કે આ વાત બને ત્યાં સુધી કોઈ ને જણાવે નહિ,નાહક બધા વધુ ચિંતા કરશે.પણ તું કેમ આમ પૂછે છે?

નહિ એમ જ મતલબ હવે ત્યાં કોઈને એ ખબર નથી કે આપડે ક્યાં છીએ,અને તું કહે છે એમ જો અહી કોઈ બીજું હોઈ તો ત્યાં રહેલા બાકી ના લોકો પર ખતરો છે કેમ કે ત્યાં ફક્ત વૃદ્ધો અને બાળકો જ છે! રાઘવે પોતાને લાગતી શંકા વ્યક્ત કરી.

પણ મને લાગે છે એ લીઝા નો વહેમ પણ હોઈ!

ના વાહિદ મને પાકી ખબર છે મે કોઈ નો અવાજ સાંભળ્યો હતો.અને જ્યાં સુધી ટેન્ટની વાત છે તો ત્યાં પીટર ની ટીમ નો એક સદસ્ય છે,જે બે લોકો પીટર અને વાહિદ ની અહી આવવાની વાત આપડા સુધી પહોંચાડી હતી,તેમાંથી એક તારી સાથે આવ્યો હતો અને બીજો ત્યાં જ છે,હા તેને હું બધાનું ધ્યાન રાખવાની તાકીદ કરી ને આવી છું.

ચાલો એટલું તો સારું છે પણ તું એવું કંઈ રીતે કહી શકે કે એ લીઝા નો વહેમ પણ હોઈ શકે?

કેમ કે જ્યારે ઉપરના ભાગ માં હું અને પીટર ગયા હતા, ત્યારે પીટર ને પણ એવું લાગ્યું કે તેને કોઈ નો અવાજ સાંભળ્યો છે,પણ પછી ત્યાં કશું જ નહતું.વાહીદે કહ્યું.

તો આ વાત તે મને પેહલા કેમ ના કરી!હોઈ શકે જાનવી અને નાયરા ત્યાં કોઈ જગ્યા એ કેદ હોઈ?
નીલ ત્યાં એક ખૂબ જ નાનો ઝરૂખો છે,કોઈ એક વ્યક્તિ ત્યાં માંડ ઉભી રહી શકે,અને ત્યાં અમે ચકાસણી પણ કરી હતી,પણ ત્યાં એવું કશું જોવા ના મળતા અમે પાછા ફર્યા અને આમાં કોઈ મહત્વ ની બાબત ના હોવાથી તને કેહવાનું રહી ગયું. વાહીદે પોતાની વાત રજૂ કરી.

ઠીક છે એક કામ કરીએ સવાર પડતા જ લીઝા અને વાહિદ તમે બંને થોડા લોકો સાથે ફરી તે ગુફા માં જાશો, અને અહીંથી ચાર પાંચ લોકો ફરી આપડા ટેન્ટ પર પરત ફરશે,જો બે દિવસ સુધી અમે પાછા ના ફરીએ તો તેમાંથી બે મજબૂત લોકો ને ત્યાં રાખી બીજા અહી આવશે. રાઘવે જાણે એક વ્યૂહ તૈયાર કર્યો.હું અને નીલ ઉપરના ખુલ્લા ભાગે જ્યાં પીટરે અવાજ સાંભળ્યો હતો ત્યાં જઈશું.

બધા તેની વાત સાથે સહમત થયા,હવે સવાર પડે એની રાહ હતી.

લીઝા ની ખરાબ હાલત પર વાહિદ ને હસવું આવતું હતું, જે જોઈ ને લીઝા ચિડાઈ.હસતા હસતા બંને એક તરફ બેસી ગયા,અને લીઝા એ વાહીદ ના ખભે માથું રાખી આરામ કર્યો.

હવે કોઈની આંખ માં ઊંઘ નહતી,પણ બધા પોતાને કાલ સવારે આવનારી કસોટી માટે તૈયાર કરતા હતા.આગળ શું થશે એ તો ખબર નહતી પણ પોતાનાથી બનતું કરવાની કોશિશ બધા ના મન માં આજ વાત ચાલતી હતી,અને અંતે બધા ની રાહ નો અંત આવ્યો.

રાત ની કાળી ચાદર હટાવી ને ધરતી એ સૂર્ય ના પ્રથમ નવરંગી કિરણો ની ઓઢણી ઓઢી હતી,આકાશ માં પક્ષીઓ નો કલરવ સંભળાતો હતો,આજે બધા ના મન માં એક ડર હતો કે જો અરીસા માં ગયેલા એ ચારેય ને કાઢી ના શક્યા તો??

લીઝા અને વાહીદ થોડા લોકો સાથે પેલા ગુફા વાળા રસ્તે નીકળી ગયા,રાઘવ અને નીલ હવેલી ની ઉપર ની તરફ અમુક લોકો સાથે ગયા,બે ચાર લોકો ટેન્ટ વાળી જગ્યા એ પાછા ગયા,અને બાકી ના બે લોકો હવેલી માં રહ્યા.

લીઝા એ જોયું કે જ્યાં પેલા ઊંડો ખાડો હતો,ત્યાં અત્યારે થોડું પાણી ભરાઈ ગયું હતું. બધા ધીમે ધીમે તે ખાડા માં ઉતર્યા પાણી હોવાને લીધે ત્યાં માટી ભીની થઇ ગઈ હતી,લીઝા એ પેલો પત્થર બતાવ્યો, વાહીદે તે હટાવી અને અંદર નજર કરી,બે લોકો ને બહાર રાખી બાકી ના ચાર અંદર ગયા,શરૂઆત માં ગોઠણભેર ચાલવું આકરું હતું,ત્યારબાદ પહોળો અને ઉચો રસ્તો આવતા બધા ને સારું લાગ્યું.

થોડું ચાલ્યા બાદ સીડી આવતા તેઓ શસ્ત્રો વાળા રૂમ માં પહોચ્યા, વાહિદ અને લીઝા ત્યાંથી આગળ વધ્યા, જ્યારે બાકી ના બે ત્યાં જ રહ્યા,તેઓ જેમ જેમ ઉપર ચડતાં ગયા,તેમ તેમ લીઝા નો ડર વધતો ગયો.

પીટરે રાખેલી લાકડા ની નિસરણી હજી ત્યાં જ હતી, એટલે થોડી જહેમત બાદ નીલ અને રાઘવ સામે ની તરફ પહોંચી ગયા,ત્યાં તે બંને એ બંને તરફ ના ઝરૂખા જોયા,અને જેવા તેઓ ત્યાંથી પરત ફરવા લાગ્યા કે નીલ ને કઇક અવાજ આવ્યો!નીલે જોયું કે એક ઝરૂખા ની અંદર ચાલતા કઇક અલગ અવાજ આવે છે.

તેને તે તરત જ જોયું કે અહી અંદરની તરફ કાર્પેટ જેવું કોઈ કપડું પાથરેલું છે,અને તેની ઉપર ચાલતા જ કોઈ અલગ અવાજ આવે છે.તેને રાઘવ ને ઈશારા થી આ બાબતે ધ્યાન દોર્યું,રાધવે પણ ત્યાં ચાલી ને જોયું,તો નીચે કઇક હોવાનો આભાસ થયો.

શું ખરેખર તે ઝરૂખા ની અંદર કોઈ છે?કે પછી ખરેખર લીઝા નો વહેમ છે! વાહિદ અને લીઝા હવે ક્યાં રસ્તે આગળ વધશે?જાણવા માટે વાંચતા રહો....

✍️ આરતી ગેરિયા...