પીટરે લીધેલા પગલાં થી બધા ખૂબ આઘાત માં છે,રોઝ ના ચાલ્યા જવાથી રોન પણ ઉદાસ છે.પોતાની આંખે આવો ચમત્કાર જોવાની કોઈની તૈયારી નહતી,લીઝા હજી ગુફા માં જ ફસાયેલી છે.જોઈએ આગળ...
ધીમે ધીમે રાત જામવા લાગી હતી, વાહિદ અને તેની ટીમ સતત બે રાત ના ઉજાગરા પછી આજે ખૂબ થાક નો અનુભવ કરતી હતી,એટલે તે હવેલી ના પગથિયાં પર જ બધા બેઠા બેઠા ઝોકાં ખાવા લાગ્યા,નીલ અને રાઘવ ની આંખ માં ઊંઘ ના બદલે દુઃખ હતું,તે બંને સિવાય રોન પણ પોતાની પત્નીના વિરહ નો અનુભવ કરી રહ્યો હતો.
બહાર ચાંદા નું આછું આછું અજવાળું આવતું હતું,રાત ના સમય માં હવેલી માં અંદર તે અજવાળા ને લીધે થોડો ઉજાસ લાગતો હતો,અને તોફાની સમુદ્ર નો અવાજ આ સૂનકાર માં થોડો બિહામણો લાગતો હતો.
જયારે સમય અને સંજોગ તમને અનુરૂપ હોઈ,પાસે મનપસંદ સાથી હોઈ ત્યારે સમગ્ર સૃષ્ટિ તમને સુંદર લાગે છે,અને એનાથી વિપરીત પરિસ્થિતિ માં આ બધું ભ્રમ અને નકામું લાગે છે,બસ આવી જ દશા અત્યારે નીલ,રાઘવ અને રોન ની હતી.
રાત થઈ ચૂકી હતી,અને હવે સવાર ની રાહ જોયા સિવાય કોઈ બીજો રસ્તો નહતો,એટલે થાકી ને રોન,નીલ અને રાઘવ પણ કાલ સવારે કોઈ બીજો રસ્તો શોધીશું એ વિચાર કરતા કરતા ઊંઘી ગયા.
બહાર ચાંદા નું આછું અજવાળું આવતું હતું,ટાપુ ના એ ભાગ માં બહુ ઓછાં જીવ હોવાની આશંકા હતી,ત્યારે મધ્યરાત્રિએ એ ભાગ માં બે ઘટના આકાર લઈ રહી હતી.
લગભગ મધરાત નો સમય પૂર્ણ થઈ રહ્યો હતો,હવેલી ની અંદર રહેલા બધા જ હવે ઊંઘી ગયા હતા,અને ફરી એકવાર ચંદ્રમા નો પ્રકાશ પેલા તૂટેલા કાંચ માંથી આવ્યો જેનું પ્રતિબિંબ અરીસા પર પડ્યું,અને એ સાથે જ ફરી એકવાર અરીસા માં એ ચાર ચેહરા ઉભરી આવ્યા,તેમાં રહેલા ચેહરા હવેલી માં રહેલા પોતાના સાથીઓ ને જોઈ ને દુઃખી હતા એવું લાગતું હતું.
બરાબર એ જ સમયે હવેલીની બહાર કોઈનો પગરવ સંભળાય છે,કોઈ પડછાયો હવેલી તરફ આવતો દેખાય છે,પણ આખો દિવસ ના થાકેલા મુસાફરો ગાઢ નિંદ્રા માં પોઢેલા હોઈ છે,આવેલી આકૃતિ ધીમે ધીમે તે હવેલી ની અંદર આવે છે,હજી સુધી કોઈને તેના આવવાની જાણ સુધ્ધા નથી,તે આકૃતિ ધીમે ધીમે હવેલી માં રહેલા આ ચેહરાઓ ને જોવે છે,ચંદ્રના અજવાળા ની મદદ થી તે ઉપર જતા પગથિયાં સુધી જાય છે,જ્યાં રોન,રાઘવ વાહીદ અને નીલ સૂતા હોય છે,તે આકૃતિ હજી ઉપર ચડતી જાય છે,અને તેને અરીસો નજરે આવે છે,સાથે જ તેમાં રહેલા પ્રતિબિંબ જોઈને તેની બૂમ નીકળી જાય છે...
જાનવી... નાયરા....
તેનો અવાજ સાંભળી ત્યાં રહેલા બધા જાગી ગયા,અને તેને જોઈને લગભગ ડરી ને આઘા ચાલ્યા ગયા..
પણ સાથે જ તે અરીસા માં જોતી હતી એટલે બધા નું ધ્યાન ત્યાં પણ દોરાયું.અરીસા માં પીટર,રોઝ જાનવી અને નાયરા ચારેય ના પ્રતિબિંબ દેખાતા હતા.બધા ઘડીક આ તરફ અને ઘડીક પેલી તરફ એમ બન્ને અરીસામાં જોતા હતા અને આ વખતે પણ બંને અરીસા માં અલગ અલગ પ્રતિબિંબ હતા.
અને ફરી થોડીવાર માં એ પ્રકાશ અને એ પ્રતિબિંબ ગાયબ થઈ ગયા,અને બધા નું ધ્યાન આવનાર આકૃતિ પર ગયું.
કોણ...કો..ણ છો તું?રોને ડરતા ડરતા પૂછ્યું.
તેમની સામે એક કાબરચીતરા ચેહરા વાળી,જેના વાળ વિચિત્ર છે,લગભગ પગ થી માથા સુધી ગંદી માટી વાળી ભરાયેલી એક વ્યક્તિ ઉભી હતી.બધા તેને આવી અંધારી રાત માં જોઈને થોડા ડરી ગયા હતા.
રો.. ન હું છું લીઝા..
લી..ઝા...બધા એક સાથે બોલી ઉઠ્યા.
વાહિદ તરત જ લીઝા ની નજીક આવ્યો,અને તેની આ હાલત વિશે પૂછવા લાગ્યો.
લીઝા એ પોતે કંઈ રીતે અહી આવી અને રસ્તા માં પેલી ગુફા માં ફસાઈ ગઈ હતી તેની આખી વાત કહી.
એટલે આ હવેલી ની નીચે કોઈ ગુપ્ત રસ્તો હોવો જોઈ!
હા તે ગુપ્ત રસ્તો જ છે,પણ ઉપરની તરફ થી તે બંધ હતો,અને જ્યારે હું ત્યાં પહોંચી તો કોઈ અવાજ આવતો હતો.લીઝા એ કહ્યું.
કેવો અવાજ લીઝા?વાહિદે શંકાથી પૂછ્યું.
જાણે કોઈ પગ પછાડી ને ચાલતું હોઈ!લીઝા એ વિચારી ને જવાબ આપ્યો.
ચાલતું હોઈ!તો શું ત્યાં કોઈ હોઈ શકે?લીઝા તને કોઈ અંદાઝ ખરો તું કેટલે ઉપર સુધી ચાલી હસે?નીલ અધીરો થઈ ગયો.
હા લગભગ બે માળ જેટલું!પછી લીઝા એ ચોતરફ નજર ફેરવી ને કહ્યું:હા..કદાચ અહી થી એક માળ ઉપર જવાય તેટલું હોઈ શકે!
લીઝા ના જવાબ થી બધા ના મગજ માં અલગ અલગ વિચાર ચાલતા હતા.પણ તું...બહાર કેમ નીકળી,તું તો એમ કહેતી હતી ને કે ત્યાંથી નીકળવું અઘરું હતું?
હા અઘરું જ હતું,એટલે તો ધોળા દિવસે હું ત્યાંથી બહાર ના નીકળી શકી,પણ જ્યારે હું તે ગુફા માંથી પાછી ફરતી હતી,ત્યારે મારી ટોર્ચ બંધ થઈ ગઇ હતી.પેલા તો હું ખૂબ ડરી પણ ગઈ અને મૂંઝાઈ પણ ગઈ,પણ પછી મને વિચાર આવ્યો કે રસ્તો તો સીધો જ છે,અને અહી કોઈ બીજો ભય નથી,એટલે હું ધીમે ધીમે સીધા રસ્તે ચાલતી આવી,હું બસ ચાલતી જ રહી, ઘૂંટણિયે ચાલી ને મારા પગ છોલાઈ ગયા હતા,એટલે ગુફા ની બહાર આવી ને પણ હું એમ જ ચાલતી રહી,અને ખબર નહિ કેમ હું ધીરે ધીરે ઉપર ચડી ગઈ
શું?જે ખાડા માંથી તું નીકળી શકતી નહતી તું એમાંથી જાતે બહાર આવી ગઈ?રાઘવ ને આશ્ચર્ય થયું.
હા રાઘવ એવું જ થયું મને પણ આ બધું બહુ વિચિત્ર લાગ્યું!!કદાચ સમુદ્ર નું પાણી એ ખાડા માં આવ્યું હસે,અને સાથે થોડી રેતી પણ,એટલે જ હું બહાર નીકળી શકી હોઈ!લીઝા પોતે પણ આશ્ચર્ય માં હતી.
લીઝા એ ખાડા માંથી બહાર કેવી રીતે નીકળી ગઈ?અને તેને સાંભળેલો અવાજ! એ કોણ હસે?જાણવા માટે વાંચતા રહો....
✍️ આરતી ગેરીયા....