Shapit - 24 in Gujarati Fiction Stories by bina joshi books and stories PDF | શ્રાપિત - 24

Featured Books
Categories
Share

શ્રાપિત - 24










રૂમમાં આવીને ટેબલ માંથી દવા શોધતાં અવનીને એક જુની તસવીર મળે છે. ફોટાને હાથમાં લેતાં વેત અવનીના મગજમાં એક ભયાનક છબી તરી આવે છે. હાથમાં સળગતી મશાલ સાથે ઉભેલાં ત્રણ ચાર વ્યક્તિઓ અને એક જુનાં ઘરમાં થાંભલા વચ્ચે સળગતી મહિલા.

અવનીના ધબકારા વધવા લાગ્યાં. હાથમાં રહેલો ફોટો અવની ઝડપભેર પોતાથી દુર ફેંકી દીધો.અવની નીચેનાં ખાનામાંથી દવા બહાર કાઢી અને ખાનું બંધ કરી રહી હતી. ત્યાં અચાનક પાછળથી દરવાજો બંધ થયો. છમ...છમ...છમ... ઝાંઝરનો અવાજ સંભળાયો. ખાનું બંધ કરી રહેલી અવનીના ધબકારા વધી ગયા. હાથ-પગ સુન્ન થવા લાગ્યાં.

પાછળ ફરીને જોવાની હિમ્મત નથી રહેતી. માંડ માંડ હિમ્મત કરીને પાછળ ફરીને જોયું. અડધી સળગી ગયેલી સાડી અને ડોકમાં દાઝી ગયેલી કાળી ચામડી. લાંબા ખુલ્લાં વાળ અને આંખોમાંથી નિકળતાં અંગારા જોતાં અવનીના રૂંવાડા ઉભા થઈ ગયા.

" તતતત.....તમે કોણ " ? ડરના કારણે અવનીના હાથમાંથી દવા નીચે પડી જાય છે. પાછળ ટેબલ પર રાખેલો ફુલનો કુંજો અવની પોતાનાં બચાવ માટે ઉઠાવી લીધો. ડરના કારણે અવાજ અટકી અટકીને બહાર આવતો હતો. ફરીથી અવનીએ પુછ્યું " તમે કોણ...છો "?

સામે ઉભેલી સ્ત્રી પોતાની લાલ આંખ વડે ત્રાંસી નજર કરીને બારી તરફ જોતાં બારી એકદમ ધડામ દઈને બંધ થઈ ગઈ. અવની પેલી સ્ત્રીની શક્તિ જોતાં આંખોથી દેખાતાં ચિત્રો કોઈ હોરર ફિલ્મ કરતાં વધુ બિહામણા લાગ્યાં. પોતાનાં હાથમાં રહેલો કુંજો પેલી સ્ત્રીની શક્તિ સામે નિરર્થક લાગવા માંડ્યું.

સામેથી જવાબ આવ્યો " તારૂં અતીતી....". આ શબ્દો અવનીના કાનમાં ગુંજવા લાગ્યા. થોડી હિમ્મત કરીને અવની પેલી સ્ત્રીની આંખોમાંથી નિકળતાં લાલ રંગનાં પ્રકાશમાં એકદમ ધ્યાનમગ્ન બની જાય છે.

અવની એની લાલ આંખોમાં જોતાં પોતાનાં હાથમાં રહેલો કુંજો નીચે પડી ગયો. અવની સામે ઉભેલી સ્ત્રી પાસે ધીમે-ધીમે આગળ વધવા લાગી.

ટકટક...ટકટક...ટકટક... દરવાજો ખખડાવ્યો." અવની...અવની... દરવાજો ખોલ શું થયું તને " ? બહાર ઉભેલી દિવ્યા બોલી. દિવસ આથમવા આવ્યો હતો. દવા લેવા માટે અંદર હવેલીમાં આવેલી અવનીને દોઢ કલાક જેટલો સમય થય ચુક્યો, છતાં બહાર ન આવતાં દિવ્યા અને ચાંદની તેની પાછળ તપાસ કરવા આવી.

" અવની દરવાજો ખોલ " દિવ્યાનો અવાજ બહાર સુધી પહોંચી રહ્યો હતો. દિવ્યાનો અવાજ સાંભળતાં બહારથી આકાશ,સમીર, અક્ષય અને પિયુષ ત્રણેય આવી પહોંચ્યા.

સમીર : " દિવ્યા શું થયું ! અને અવની ક્યાં છે " ?

દિવ્યા : " અવની આન્ટી માટે દવા લેવા અહીંયા રૂમમાં આવી હતી. એને એક કલાક માથે થવા આવી છે. અવની અંદરથી જવાબ નથી આપી રહી, અને દરવાજો પણ અંદરથી લોક છે ".

આકાશ અને સમીર બન્ને દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે. રૂમમાં લોક અવની અંદરથી જવાબ નથી આપતી. પિયુષ,આકાશ અને સમીર ત્રણેય જોરથી દરવાજા પર ધક્કા મારે છે.

સુધા : " દીદી મેં કીધું હતું કે આ છોકરી અડધી રાત્રે કાળા રંગના કપડાં પહેરીને આવી ત્યારથી બધાને હેરાન કરી મુક્યા છે. નક્કી આ છોકરી મેલી વિદ્યાની જાણકાર હશે ".

સુધા તરફ આંખો કાઢીને જોતાં સુધા એકદમ ચુપ બનીને ઉભી જાય છે.

સવિતાબેન: " અત્યારે અવનીનુ અહીંયાથી સુરક્ષિત એનાં ઘરે મોકલવાની જવાબદારી આપણી માથે છે ".

પિયુષ : " આકાશ વર્ષો પહેલાંની તારાં પુર્વજોની હવેલી છે છતાં એટલાં બધાં મજબુત દરવાજો મેં આજ દિવસ સુધી જોયો નથી ".

આકાશ, સમીર અને પિયુષને દરવાજો ખોલતાં શ્ર્વાસ ચડી ગયો. અંતે અડધો કલાક સતત મહેનત કર્યા બાદ અંતે દરવાજાનો લોક ખુલી ગયો.

જેવો દરવાજો ખુલતાં બધાં ઝડપભેર આવીને જોતાં. અવની બેભાન હાલતમાં નીચે જમીન પર પડી હતી. આકાશ અવનીનુ માથું પોતાનાં ખોળામાં રાખીને બેઠો હતો. બાજુમાં ઉભેલો પિયુષ પાણીનાં ગ્લાસ માંથી થોડું પાણી હાથમાં લઈને અવનીના ચહેરા પર છાંટ્યું. બધાં ટોળું વળીને અવનીને હોશમાં આવવાની રાહ જોઈ હતાં.

આકાશની મમ્મી સવિતાબેન પાછળ ઉભાં હતાં. સાઈડમાં નજર ફેરવતાં ટેબલનુ ખાનું ખુલ્લું હતું અને પલંગ નીચે પડેલો ફોટો જોતાં એને પરસેવો વળવા લાગ્યો. બધાં મિત્રો અવની પાસે બેઠાં હતાં. આકાશની મમ્મી ધીમેથી પાછળ રહેલી તસવીર જમીન પરથી ઉઠાવી લીધી.


ક્રમશ...