Premni ek anokhi varta - 3 in Gujarati Fiction Stories by Anurag Basu books and stories PDF | પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 3

Featured Books
Categories
Share

પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 3

આપણે આગળ જોયું કે,શ્રિયા નો જન્મ
થયો...
આપણી વાર્તા નું આમ જોવા જઈએ તો.. મેઈન કેરેક્ટર આવી ગયુ...અને હવે જ વાર્તા ની નવી શરૂઆત થાય છે...



શ્રિયા અને દિક્ષા બંને બહેનો... રાતે ન વધે તેટલી દિવસે વધે..ને દિવસે ન વધે તેટલી રાતે વધે...એમ પણ કહેવાય છે ને કે, દિકરી ઓ તો જલ્દી થી જ મોટી થઈ જાય છે...

બંને બહેનો વચ્ચે નો પ્રેમ પણ ઘણો...

શ્રિયા નાની હોવાથી અને મીઠડી હોવાથી તે બધા ની બહુ જલ્દી થી પ્રિય બની જતી...

તેમજ નાની રૂપકડી ઢીંગલી જેવી દેખાતી...

તે બોલવા માં પણ એકદમ સ્માર્ટ

ભણવામાં પણ એટલી જ હોંશિયાર..

આ બાજુ દિક્ષા ને ..ભણતર માં જરા પણ રસ ન પડે...

તેમ જ દેખાવે પણ થોડી ઉતરતી...શ્યામ વણૅ...

તો પણ એને જરા પણ શ્રિયા ની ઈર્ષા ન આવે...ઉપર થી.. શ્રિયા નું વધુ ધ્યાન રાખે... જેટલું લક્ષ્મી દેવી પણ ન રાખે...

શ્રિયા સ્ટડી કરવા લેઈટ નાઈટ જાગતી હોય..તો દિક્ષા પણ સાથ આપવા જાગે..તેમજ તેને અમૂક સમયે દુધ બનાવી ને..સમજાવી ને પીવડાવે..

ક્યારેક શ્રિયા સ્ટડી માં એટલી મશગુલ થઈ જાય કે... એને જમવાનું પણ યાદ ન આવે..

બધા જ જમવા માટે બોલાવે પણ એ કોઈ નું પણ ન સાંભળે..

ત્યારે દિક્ષા તો પ્લેટ લઈને...શ્રિયા ના રૂમમાં આવી જાય.. પોતાના હાથ થી જમાડે...

એને જમાડ્યા પછી જ પોતે જમે...

આવો બંને બહેનો નો પ્રેમ જોઈને..ઘર ના બધા જ નહીં પણ.. આજુબાજુ માં પણ બધા કહી ઉઠતા કે... બંને વચ્ચે આટલો પ્રેમ તો એક માતા એ જન્મ આપેલી બે બહેનો વચ્ચે પણ નથી હોતો...આ બંને લગ્ન કરીને અલગ કેવી રીતે થશે???

ત્યારે બંને બહેનો એક સાથે જ બોલી ઉઠતી કે...અમે તો હંમેશા સાથે જ રહીશું...કયારેય લગ્ન જ નહીં કરીએ...




દિક્ષા એ ભણતર માં રસ ન હોવાથી..૧૦ મા ધોરણ માં એક વખત નાપાસ થતાં..ભણતર છોડી દીધું.. ઘરકામ માં જ મદદરૂપ થવા લાગી..

આ બાજુ શ્રિયા સારા માકૅસ લાવતી.તેને જરા પણ ઘરકામ માં રસ નહીં.

થોડા સમય માં ઘરકામ સાથે સાથે દિક્ષા એ બ્યુટી પાર્લર નો કોર્સ શરૂ કર્યો..તેમજ ત્યાં જ જોબ કરવા લાગી...

શ્રિયા આગળ ભણવા લાગી... જ્યારે શ્રિયા ૧૦ માં ધોરણ માં આવી.. ત્યારે તેના પપ્પા દેવાભાઈ ની જોબ માં ટ્રાન્સફર થઇ ગઇ... તેથી તેમણે બીજા શહેરમાં રહેવા જવાનું થયું...

તેમના માતા હંસા બહેન તેમજ પિતા અંબાલાલ ભાઈ ને... અહીં જ વર્ષો થી રહેતા હોવાથી... બીજે દેવભાઈ સાથે રહેવા જવાનું ટાળ્યું.....

બંને બહેનો વચ્ચે ખૂબ જ પ્રેમ હતો.. એટલે આટલા વર્ષો પછી દૂર રહેવાનું જાણી ને છૂટા પડતાં વખતે ખુબ જ રડી...

લક્ષ્મી દેવી ને પણ પુરો ભર્યો પરિવાર છોડીને જવું.. ખૂબ જ આકરૂં થઈ પડ્યું....

પણ દેવભાઈ ની જોબ ની જગ્યા દુર હતી.. જેથી તેમને અપ ડાઉન કરવું ફાવે તેમ પણ ન હતું...

જેથી ઘર ના‌ બધા ની સંમતિ થી બીજા શહેરમાં જવાનું જ યોગ્ય સમજ્યું.

આગલા દિવસ થી જ બંને બહેનો એ રડી રડીને આંખો સુજાવી દીધી હતી...

બધા જ ભારે હૃદયે છૂટા પડ્યા....

નવી જગ્યા પર દેવભાઈ તેમજ લક્ષ્મી દેવી ને.. રહેવા માટે આ જોબ માંથી જ ઘર આપવામાં આવ્યું હતું.ત્યાં કપડાં તેમજ જરૂરી સામાન સિવાય કંઈ જ સાથે લઈ જવાનુ હતુ જ નહીં.

તેથી તેઓ નિયત તારીખે, જરુરી સામાન સાથે..નવા શહેરમાં રહેવા જવા નીકળ્યા...

બધા એ પત્રવ્યવહાર દ્વારા જોડાયેલા રહીશું..તેમ જ ત્યાં સુધીમાં STD BOOTH નો આવિષ્કાર થઈ ગયા હતો.. એટલે ક્યારેક તેના દ્વારા ખબર અંતર પુછીશુ..અને મળવા માટે આવતા જતા રહીશું...તેમ કહી અલગ પડ્યા...



નવા શહેરમાં.. નવી જગ્યા.. ભર્યો પરિવાર છોડીને અહીં રહેવું... લક્ષ્મી દેવી ને તો આકરું લાગતું..પણ કરે પણ શું...?

દેવ ભાઈ તો જોબ પર જતા રહે...શ્રિયા પણ હવે ૧૦ મુ ધોરણ હોવાથી... આખો દિવસ તો ધીમે ધીમે સ્ટડી માં મન પરોવી દેતી..તેમજ સ્કૂલ...ટ્યુશન કલાસીસ..એ બધા માં એનો સમય વ્યતીત થઈ જતો...પણ રાત્રે એકલા સ્ટડી તેને દિક્ષા ની કમી બહુ જ ખલતી..્્

જાણીશું આગળ હવે ભાગ ૪ માં..કે બધા ના જીવન માં શું શું ફેરફાર આવશે...એ તો ભવિષ્ય ના પેટાળ માં શું સમાયું છે..એ તો ભવિષ્ય જ બતાવશે..