પ્રકરણ ૪થું /ચોથું
તમે.. તમે.... હું તો તને તું જ કહીશ. પણ તું પણ મને તું જ કહીશ. ઓકે.
આજની સાંજ, આ વ્યસ્ત લાઈફ માંથી સમય કાઢી મારી સાથે કૉફી પીવા આવીશ?
આગળ
વાહ.....તે તો કસમયે કમૌસમી વરસાદની જેમ ડાયરેક્ટ ધડાકો કર્યો.
હાં મને પણ આ મુંબઈની હવા લાગી ગઈ.
એકજ દિવસમાં આટલી હવા, જો..જે ફુગ્ગો ફૂટી ના જાય......
બંને ખીલખીલાટ હસી પડ્યા.
મોના દેખાઈ રહી છે એટલી સીધી નથી, હોં મિસ્ટર રિયાન
તો, જલેબી જેવી છે એમ ?
નાં....હું તો જીવંત કેબલના ગુંચળા જેવી છું ભૂલથી હાથ અડાડીને તો જુઓ !
ઓહહ
એ સાચું કહી રહી હતી અને હું રમત સમજી રહ્યો હતો.
આશરે રિયાનને પાંચ માસ જેવો સમય મુંબઈમાં આંખના પલકારાની જેમ વિતી ગયો.
રિયાન હોશિયાર હોવથી ઓફિસમાં સેટ થઇ ગયો. આખી કંપની રિયાનને સંભાળવા, મોના ફોર્સ કરી રહી હતી. રિયાન જવાબદારી સ્વીકારવા તૈયાર નથી એમ કહી રહ્યો હતો.
યાર મારે કેનેડા ફરવા જવાનું છે, તું કંપની બહુ સારી રીતે હેન્ડલ કરી શકીશ. માની જાને, પ્લીઝ
અચાનક આલોક અંકલનો કોલ આવ્યો. એમણે જણાવ્યું તારી મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરી છે. તારે અહીંની ચિંતા બીલકુલ નથી કરવાની. હું છું ને બધું સંભાળી લઈશ. ઓકે
અંકલ મોના કેનેડા ફરવા જઈ રહી છે નહીં તો હું એક આંટો મારી જાત.
ના તું ઓફિસ સંભાળ હું અંહી સંભાળું છું, બેટા
એક તરફ...
જાણે અંતરીક્ષને આંબવાના મનસુબા લઈ, મુકાબલો કરી, બીજી તરફ મમતા
વચ્ચે હું, હું અમૃતમાં અટવાયેલો
મોનાને એરપોર્ટ પર ડ્રોપ કરી, સીધો ઓફિસના સ્ટાફની એક ઇન્ટરવ્યૂ લેવામાં વ્યસ્તતાને કારણે સમયનું ભાન ન રહ્યું ક્યારે સાંજ પડી ખબર જ ન રહી.
એટલામાં એમની બહેન રશ્મિનો કોલ આવ્યો. એમણે પણ મમ્મીનાં સમાચાર આવતા કહ્યું તું ધક્કો ન ખાતો અમે સંભાળી લેશું.
રિયાને કોલ જોડાયો રૂપાલીને
મમ્મીની હાલત કેમ છે?
વાહ મિસ્ટર આજે યાદ આવી અત્યાર સુધી કંયા હતો?
રૂપાલી, મારે બહુ કામ છે, પ્લીઝ મસ્તી નહીં.
હાં, હવે તો અમે થોડા યાદ આવીએ થોડી રિસાઇને બોલી.
રૂપાલી તું, બહુ સમજદાર છે. એટલે તને કોલ કર્યો.
ઓહહહ..... એટલે તારો અવાજ સાંભળવા મારે હોશિયાર હોવું જરૂરી છે? એમને
ના, મારી પૂરી વાત તો સાંભળ
હાં બોલ,
મમ્મીની તબિયત કેમ છે? થોડીવાર પહેલાં આલોક અંકલનો કોલ હતો, પછી દીદીનો, બંને એવું કહેતા હતા કે સારું છે પણ એમનાં અવાજ પરથી લાગતું હતું કે......એ બંનેની હાં માં કંઈક મર્મ છુપાયેલ દેખાય છે.
નનના...ના તું ચિંતા ન કર, હું છું ને દેખરેખમાં હું તને કોલ કરીને સમાચાર આપતી રહીશ.
રૂપાલી જાણતી હતી. છતાં એક શબ્દ ન કહી શકી એને ખબર હતી કે એમની મમ્મી માટે રિયાન ખૂબ પઝેસિવ છે. એમને ખબર પડી કે રાધામાસીને બ્લડકેન્સર છે, તો એ કામ પણ બરાબર નહીં કરી શકે. અને મુંબઈથી પરત ફરશે જો આવું કરશે તો હોસ્પિટલનો ખર્ચ કેવી રીતે ભરશે? આવાં અનેક સમુદ્ર જેવા વિચારો કરવા લાગી. 'હેલ્લો... હેલ્લો ક્યાં ખોવાઈ ગઈ સાંભળતી નથી?' રિયાન બોલ્યો.
અ..રે બોલ. ભાનમાં આવતાં બોલી. હું અને તારી બધી બહેનો એમની વારાફરતી દેખરેખ રાખીએ છીએ. તું અહીંની ચિંતા છોડી ફક્ત ને ફક્ત કામ પર ફોકસ કર. અપડેટ્સ આપતી રહીશ. ઓકે
ઓકે ચલ કોલ કરી દેજે.
હાં.... બાય..
બાય.
વિધિની વક્રતાને કોણ ટાળી શકે. ચાર ચાર બહેનો બાદ એકનો એક દીકરો બધાને ભણાવી ગણાવીને મોટા કર્યા, દિકરો પગભર થયો ત્યાં મંદવાડે ભવડો લીધો. બાપને બેસવાના દિવસો આવ્યા ત્યાં તેણે પ્રભુની સેવામાં વાટ પકડી. રાધાબેન અને ગોવર્ધનભાઈની જીંદગી આમ જ હડસેલે હડસેલે હાલી.
હવે રિયાન કોલ પર વાત કરવા પણ નવરો ન થતો એટલો બીઝી થય ગયો હતો. રૂપાલી ઘણી વખત કોલ કરતી પરંતુ રિયાન કામમાં વ્યસ્ત છું એવું કહી દે.
' ઘરે આવજે મારે તારું બહુ ખાસ કામ છે ' કહી મોનાએ તુરંત જ કોલ કટ કરી નાખ્યો. 'પણ મારી વાતતો સાંભળ, મારી પાસે બિલકુલ સમય નથી' પોકેટમાં હાથ નાંખતા રિયાન બોલ્યો.
રિયાન ન ચાહવા છતાં મોનાનાં આલિશાન બંગલે જતાં જતાં વિચરતો રહ્યો શું કામ હશે? નોકરી માંથી? અને માથું ધુણાવી મનને શાંત કરતાં ખુદને જ કહી રહ્યો હોય એમ નેગેટિવ શા માટે વિચારવું, બી પોઝીટીવ, જેવું વિચારીએ એવું જ થાય. એટલાંમાં તો મોનાનુ ઘર નહીં. ઘર કોને કહેવાય? જ્યાં વ્યક્તિઓ એકબીજાની લાગણીઓ ભળી જતી હોય બાકી એકલતા હોય ત્યાં મકાન જ કહેવાય ને જોત જોતામાં મોનાનું મકાન આવી ગયું.
આટલો આલિશાન બંગલો પહેલીવાર જોઈ રિયાનના તો હોશ જ ઉડી ગયા.
ક્રમશઃ....