આપણે અગાઉ જોયું કે કાવ્યા બનતી બધી કોશિશ કરી રહી હતી શરદને બોલાવવા માટે. હવે આગળ...
કાવ્યાની દરેક કોશિશ નાકામ થઈ રહી હતી.છેવટે કાવ્યા ઊભી થઈ અને બોલી કે,
"તું મારું પણ નથી માનતો.મારી કોઈ વેલ્યુ નથી એમને?ઓકે !હું જાવ છું હવે નહી આવું તારી પાસે!"
શરદ બિચારો કરે તો પણ શું કરે?પણ કહેવાય છે ને કે પ્રેમમાં ઘણી તાકાત હોય છે. કાવ્યા ઊભી થઈને રૂમના બારણા તરફ ચાલી.એને જતાં જોઈ શરદની આંખમાં ઝળઝળીયા આવી ગયાં. એને પુરી કોશિશ કરી બોલવાં માટે અને એનાથી બોલાયું,
" કા....વ્યા...."
કાવ્યા પાછળ ફરી તો શરદ હાથ કરીને એને રોકવા માટે કહેતો હતો. કાવ્યા દોડીને શરદ પાસે ગઈ અને એના હાથને પકડતી બોલી,
"હા શરદ ! કોશિશ કર. તું બોલીશ...જરૂર બોલીશ..ટ્રાય કર શરદ."
"કા..વ્યા."
"બસ બસ શરદ..હવે આરામ કર..હું અંકલ આન્ટીને આ ખુશખબર આપી આવું. એમ કરતી કાવ્યા દોડીને બહાર ગઈ.
"માનસીઆંટી....."
"હા કાવ્યા બેટા ! શું વાત છે?શરદ ઠીક છે ને? તું કેમ આમ દોડતી આવી?"
કાવ્યા તો દોડીને માનસીબેનને ગળે બાજી પડી.
" આંટી...શરદ હવે બોલશે..એ થોડું બોલ્યો."
કાવ્યા તો ખુશીથી પાગલ થઈ રહી હતી. માનસીબેન પણ ઘણાં ખુશ થઈ ગયા.એમણે તો ખુશ થઈ કાવ્યાનું કપાળ ચૂમી લીધું. અને પછી બોલ્યાં,
"કાવ્યા બેટા શરદનો અવાજ તારાં લીધે પાછો આવ્યો છે. તારો હું આભાર માનું એટલો ઓછો છે બેટા."
" અરે આંટી આભાર થોડો માનવાનો હોય? અને એ પણ મારો? હું પણ તમારી દીકરી સમાન છું. "
માનસીબેન મનમાં બબડયાં,
"મારે તો તને મારાં શરદની વહુ બનાવીને લાવવી છે મારાં ઘરમાં. "
માનસીબેનને વિચારતાં જોઈ શિલ્પાબેન બોલ્યાં,
"હવે શું ચિંતા છે માનસીબેન તમને? શરદ પણ હવે તો ઠીક થવાં લાગ્યો છે. "
"કંઈ નહી શિલ્પાબેન બસ આ કાવ્યા વિશે થોડું વિચારતી હતી. કેટલી ડાહી દીકરી છે. વહાલ કરવાનું મન થાય એવી."
"હા...માનસીબેન તમારી આ વાત સાચી હો...કાવ્યા બધાંને ગમી જાય એવી દીકરી છે. હસમુખી,પણ થોડી જિદ્દી છે."
ચાલો આપણે શરદ પાસે જઈએ.બધાં શરદ પાસે ગયાં. એટલામાં વિઝિટિંગમાં ડૉક્ટર પરીખ આવ્યાં,
"હલ્લો શરદ,કેમ લાગે છે હવે તને ? "
"સા..રું."
" ઓહહહ, વેરી ગુડ..મિસ્ટર શાહ..આ ઘણો પોઝિટિવ રિસ્પોન્સ છે.હવે એમાં કોઈ શક નથી કે શરદ જલ્દી બોલતો થઈ જશે."
"હા,થેંક્યુ વેરી મચ. તમે પણ ખુબ સારી ટ્રીટમેન્ટ કરી ડૉક્ટર સાહેબ. "
" અરે એ મારી ફરજ છે મિસ્ટર શાહ..ભગવાને કેટલાં વિશ્વાસથી આ લાઈન માટે મને પસંદ કર્યો છે તો મારી પણ ફરજ બને છે કે હું મારી જવાબદારી પૂરી ઈમાનદારીથી નીભાવું.અને હા આ ચમત્કાર શરદની મમ્મીનો કાના પરની અતૂટ શ્રદ્ધાનો પણ છે."
" જી ડૉક્ટર! સાચી વાત છે તમારી."
"મને વિશ્વાસ હતો મારાં કાના પર કે એ મને કયારેય નિરાશ નહી જ કરે."માનસીબેન બોલ્યાં.
શિલ્પાબેન માનસીબેનને કહેવાં લાગ્યા,
"અમે હવે રજા લઈએ માનસીબેન. ઘરે આવશું. શરદનું ધ્યાન રાખજો.અને કંઈ પણ હેલ્પ જોઈએ તો બેજિજક કહેજો."
"હા શિલ્પાબેન જરૂર! તમારો ખુબ ખુબ આભાર. તમે આવીને મને હૂંફ આપી."
"અરે માનસીબેન આપણે તો એક પરિવાર જેવાં છીએ.એમાં આભાર ના માનવાનો હોય. "
"ભલે શિલ્પાબેન. "
શિલ્પાબેન,હેમંતભાઈ અને કાવ્યા ઘરે જવાં નીકળ્યાં. કાવ્યાનું તો ઘેર જવાનું બિલકુલ મન નહતું પણ જવું પડયું. ઘરે જઈને પણ એને ચૈન ના પડયું. એટલે એને ધીરેથી શિલ્પાબેનને કહયું,
"મમ્મી એક વાત કહું? તું લડ નહિ તો કહું. "
"એવી તો શું વાત છે કે તને હું લડીશ એવું લાગે છે?"
"કંઈ ખાસ નહિ મમ્મી! એ તો હું એમ કહેતી હતી કે શરદ ઠીક ના થાય ત્યાં સુધી હું રોજ એને મળવા જઈ શકુ?
"હા હા બેટા.જજે.માનસીબેનને પણ સારું લાગશે.પણ તું જઈશ કયારે ?"
" સ્કુલ છુટે પછી મમ્મી. "
"સારું પણ પછી ટાઈમ સર આવી જજે."
કાવ્યા રોજ શરદને મળવા જતી.કાવ્યાને જોઈ શરદ ખુશ થઈ જતો.15 દિવસ પુરા થતાં શરદને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.હવે શરદને સારી એવી રીકવરી આવી ગઈ હતી.કાવ્યા પર શરદની તબિયત સુધરતાં ખુબ ખુશ હતી.
ઘરે આવી ગયાં પછી પણ કાવ્યા રોજ એને મળવા જતી.થોડાં દિવસમાં શરદ એકદમ સ્વસ્થ થઈ ગયો.બોલતાં પણ થઈ ગયો હતો.હવે શરદની ઈચ્છા હતી સ્કુલમાં જવાની.બધાં રિપોર્ટ પછી કઢાવ્યા અને બધાં નેગેટીવ આવ્યાં તેથી વસંતભાઈએ પણ પરમીશન આપી દીધી સ્કુલે જવાની.આટલાં દિવસ કાવ્યા રોજ મળતી શરદને પણ શરદે એનાં દિલની વાત કાવ્યાને જણાવી ન હતી.શરદ કાવ્યાને જોરદાર સરપ્રાઈઝ આપવાં માંગતો હતો..અને એ પણ સ્કુલમાં. શરદે એનાં એક ગાઢ મિત્ર કરણને ફોન લગાવ્યો.
કેવી આપશે શરદ કાવ્યાને સરપ્રાઈઝ?શરદે કરણને કેમ ફોન કર્યો?શું શરદ હવે કહેશે કાવ્યાને દિલની વાત?
જાણવાં માટે બન્યાં રહો મારી સાથે....આ શાનદાર સફરમાં...વાંચકો જે સ્નેહ વરસાવી રહયાં છે એ માટે ખરાં દિલથી આભાર...બસ આમ જ અંત સુધી મારી સાથે જોડાયેલાં રહેજો.અને તમારાં મોંઘેરા અભિપ્રાય જરૂર આપજો..