ANMOL PREM - 1 in Gujarati Love Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | અણમોલ પ્રેમ - 1

Featured Books
Categories
Share

અણમોલ પ્રેમ - 1

 

 

//અણમોલ પ્રેમ-૧//

માણસના હોવા માત્રનો અર્થ જ કદાચ પ્રેમ છે. આપણને કોઈ પ્રેમ કરે છે અથવા આપણે કોઈને પ્રેમ કરીએ છીએ એનાથી વધુ ઉત્તમ સંવેદના બીજી કોઈ હોઈ ના શકે... સંબંધો એ જીવનની મૂડી છે. સંબંધો પામવા-ટકાવવા અને તેનો આનંદ અનુભવવો એ અવર્ણનીય અનુભૂતિ છે.

માણસના જીવનમાં હંમેશા એક ખોળો એવો હોવો જોઈએ જેમાં તે માથું મૂકીને હાશકારો અનુભવી શકે અને એક ખભો એવો હોવો જોઈએ જેના સહારે તે ગમેતેવી મુશ્કેલી પણ પાર પાડી શકે. માનવીના જીવનમાં આવા સંબંધો મળે છે અને તેની ઊજવણી થાય છે ત્યારે આનંદના અજવાળા રેલાયા હોય છે. બસ આજે સંદીપ-સ્નેહાની વાત પણ કંઇક એવી જ હતી. જેમને પરમાત્માએ એક સાથે જીંદગી વિતાવવાના કોલ સાથે જન્મ આપેલ હશે. જેના પરિણામ સ્વરુપ બંને જીવન દરમિયાન અનેક અંતરાયો આવ્યા અને અંત તો તેમના માટે સાનુકૂળ હતો તેમ જ કે બંનેની જીવન જીંદગી રૂપી પાટા પર ચાલી રહેલ હતું.

સંદીપ 'ગઈકાલે રાત્રે તારા પગ દુખેલા?' સ્નેહાએ સંદીપને ફેસબુક સોશ્યલ મીડિયા મેસેન્જરમાં અજીબ પ્રકારનો સવાલ કર્યો ?

'ના જરાય નહીં. કેમ અચાનક તે આવો સવાલ?' એણે કહ્યું.

'ઓહહહ' મેં ઉદાસીવાળુ ઈમોજી મોકલ્યું.

'પણ કેમ?' એણે ફરી પૂછ્યું.

'ના, એમ તો કંઈ નહીં પરંતુ ગઈકાલે સ્નેહા તું આખી રાત મારા મનમાં દોડાદોડી કરતી હતી. એટલે મને થયું કે,  મને મનમાં એમ થયું કે શું તું અસ્વસ્થ તો નથી ને ?’

સંદીપની આ પ્રકારની  વાત સાંભળીને એણે તરત તો કંઈ જવાબ નહીં આપ્યો પરંતુ પછી એણે મને એક સ્માઈલી ઇમોજી મોકલ્યું. પછી અમારી વચ્ચે એમ જ થોડી ચેટ થઈ અને જેમ જેમ અમારી ચેટ આગળ વધતી જતી હતી એમ અમે એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થવા માંડ્યાં. અને હા, એ દિવસ આમ પણ મારી નોકરીનો છેલ્લો દિવસ હતો એટલે મારા ભાગે ઝાઝું કામ નહોતું. છેલ્લા દિવસે અમને બંનેને સાથે બેસીને લંચ કરવાની ઈચ્છા હતી પરંતુ મારા સ્ટાફ મેમ્બર્સ મને ઘેરી વળતા હું એની સાથે લંચ કરી શક્યો નહીં. અમને એમ કે, હવે આમેય આખી જિંદગી જ બંનેને સાથે કાઢવાની છે તો એક દિવસ સાથે લંચ નહીં લેવાય તો શું ખાટુંમોળું થઈ જવાનું?

આમ, એક જ દિવસે એક તરફ સંદીપે તેની જૂની નોકરી છોડી અને બીજી તરફ એક નવા અને જીવનના સ્પેશિયલ અણમોલ સંબંધોની શરૂઆત કરી. નોકરી છોડી એના બે-ત્રણ દિવસ તો સંદીપ રજા પર હતો અને તેની પાસે ભરપૂર સમય હતો એટલે બંનેએ સોશ્યલ મીડિયા નો ઉપયોગ કરી તેના સહારે ભરપૂર ચેટ કરી. સંદીપને ખબર હતી કે સ્નેહા તેના  ધારવા કરતા ઘણી ડાહી હતી. એ સાવ નાનીમાં નાની વાતમાં પણ ગભરાઈ જતી. બીજી તરફ બંનેનાતનની સરખામણી કરવામાં આવે તો એ સંદીપના પ્રમાણમાં ઘણી દેખાવડી હતી અને સંદીપ ઘઉંવર્ણો. સંદીપના ચહેરાના નાક-નકશાના પણ કોઈ ઠેકાણા નહીં! સ્નેહા અન્ય છોકરીઓની જેમ એના દેખાવ, કપડાં કે જીવન ઉપયોગની અન્ય બાબતોને લઈને અત્યંત ચીવટવાળી તોસામે જોવામાં આવે તો સંદીપ  એ તમામ બાબતે લઘરવઘર સાબિત થયો.  આમ તો બંને એક જ જ્ઞાતિના હતા પરંતુ  ખોબા જેટલી તેમની જ્ઞાતિમાં દુનિયાભરની વાડાબંધીને કારણે બંને વચ્ચે થોડું અંતર હતું. અને સૌથી મોટું અંતર હતું અમારી આર્થિક પરિસ્થિતિ, જ્યાં સ્નેહા અત્યંત ધનવાન ઘરમાંથી આવતી હતી તો સંદીપ એકમધ્યમવર્ગીય પરિવારનો હતો.

બંને  વચ્ચેની તમામ વિષમતાઓમાં, રૂપ કે ધન જેવી બાબતમાં એની સરખામણીએ સંદીપ, સ્નેહા કરતા ઘણો ઉતરતો હતો. એટલે ત્રીજા દિવસે મેં એને પૂછ્યું કે, આટલી 'બધી વિષમતાઓ હોવા છતાં તું મારા પ્રેમમાં કેમ પડી? આ તારો  નિર્ણય તારો પોતાનો  છેને કે પછી તું મારી તરફ કોઇ લાગણીઓમાં વહી ગઈ છે?' સ્નેહાએ સંદીપને  કહ્યું કે, 'તારી પાસે મારા કરતા રૂપ કે ધન ઓછું છે એ તારી માન્યતા છે. મારા માટે આ બધુ ફક્ત ને ફક્ત ગૌણ છે. મારા માટે મહત્ત્વનોછે તારી લાગણીઓ અને તારી બુદ્ધિ. બંનેના ઘરના તમામ પુરુષોની બુદ્ધિ ત્રાજવે તોલવામાં આવે તોય તારા એકલાની બુદ્ધિની નજીક તેઓ નહીં પહોંચે. અને આ જમાનામાં સારો  માણસ મળવો અશક્ય છે ત્યારે તું તો મારે માટે સોનાની લગડીસમાન  છે.'

(ક્રમશઃ)

DIPAK CHITNIS dchitnis3@gmail.com

(DMC)