નમસ્કાર ,
વાચક મિત્રો હું આપની સમક્ષ એક નવી ધારાવાહિક લઈને આવી રહી છું જેમાં એક અનોખા લગ્ન ની વાત છે .એક અજબ પ્રકાર ની પ્રેમ કહાની પર આધારિત આ ધારાવાહિક માં પ્રેમને રોમાન્સ ની સાથે સાથે સમાજ જીવન ના અટપટા રિવાજો ને પરંપરા થી ઘેરાયેલ માણસ ને તેના લીધે તેને જીવન પર પડેલ પ્રત્યાઘાતો નું રસપ્રદ વણૅન. આ એક કાલ્પનિક વાતાૅ છે.પરતુ ક્યાંક ને ક્યાંક આપણા જીવન ને સ્પૅશે જરૂર છે. તો વાંચવાનું ચુકશો નહીં.
આપના અમુલ્ય પ્રતિભાવ ને માગૅદશૅન થી આપ પ્રોત્સાહન પુરૂં પાડશો એવી આશા સાથે પ્રસ્તુત છે ....
ધારાવાહિક ...."આભા વિનિત"
પ્રસ્તાવના:
લગ્ન શું છે?
એક પવિત્ર બધંન, બે પરિવાર નું મિલન, અજાણી બે વ્યકિત એક તાંતણે બંધાય ને એક નવા જીવન ની શરૂઆત કરે.સુખ,દુઃખ સંઘષૅ ને સફળતા માં એક બીજા ના પુરક બની જીવન ને સજાવે.એક બીજા ની કાળજી,સન્માન પરવાહ ને સ્નેહ થી એકબીજા ના આત્મા માં વસી જાય.સાચા દોસ્ત બની હંમેશા એકમેક ના પડખે ઊભા રહી જીવન ની તમામ મુસીબતો સામે લડે.પોતાની જ પ્રતિકૃતિ આપી ને પરિવાર ની ધરોહર ને આગળ વધારે.એકબીજા ની ખામી ,ખૂબી ઓને જાણી પ્રેમ થી એનો સ્વીકાર ,પરિવાર ની જવાબદારી ને સમજણપુવૅક વહેચીં ઉતમ સમાજ નિમાણૅ, શ્રેષ્ઠ બાળ ઉછેર થી ઉતમ સંતાનો નું નિમાણૅ.એકબીજા ના સહકાર ને સથવારે ખુદ ને આગળ વધારી સફળ થવું.
વિશ્વાસ ની નીવ પર રચિત આપણા સમાજ ની ઉતમ વ્યવસ્થા એટલે લગ્ન .
પરંતુ .......
આજકાલ લગ્ન ની વ્યાખ્યા જ બદલાય ગઈ છે.અમુક વખતે કોઈ ખાસ મકસદ ને પામવા, માત્ર જરૂરિયાત પોષવા માટે થતાં લગ્ન , શરતો અને બંધનો ને આધારે રચાતા લગ્ન .મજબુરી અને અમુક સંજોગો ના કારણે રચાતા લગ્ન જ્યાં બે વ્યકિત બંધન માં જોડાય તો છે પરંતુ શું? તેમની વચ્ચે સાચા સ્નેહ ની લાગણી કે પ્રેમ થતો હશે? જીવનભર સાથ નીભાવી ને શું આવા લગ્ન સફળ થતાં હશે? આપણી આસપાસ આપણે ઘણા એવા કજોડાં પણ જોયા છે છતાં તેઓ જીવનભર સાથે રહી લગ્ન ને સુંદર રીતે નિભાવે છે.ઘણીવાર સંજોગો ને આધીન કે કોઈ મજબુરી માં થયેલા લગ્ન,શરતો પર રચાતા લગ્ન ,કોન્ટ્રેક મેરેજ પણ થતાં હોય છે.પરતુ મહત્વ નું એ કે ગમે તે રીતે પણ જ્યારે બે વ્યકિત લગ્ન ના બંધન માં જોડાય છે .ત્યારે એકમેક સાથે નવા જ જીવન ની શરૂઆત કરે છે. ક્યારેક પાછળ થી આ લગ્ન એક સફળ લગ્ન પણ બને છે.કયારેક કોઈ પાત્ર જીવન માં આવી ને જીવન ને સુંદર ને સફળ બનાવી દે છે .તો ક્યારેક તોફાન લાવી ને જીવન ને આફત થી ભરી દે છે. "આભા વિનિત"એ ધારિવાહિક માં એક અનોખા જ લગ્ન ની રસપ્રદ વાત છે .... તો ચાલો મળીએ આભા વિનિત ને .....
જાણીએ એમના અનોખા લગ્ન ને ત્યારબાદ ના એના જીવન ને......
" આભા વિનિત" ભાગ- ૧
- નયના વિરડીયા
રોશનીના ઝગમગાટ અને ન્યુ યર ના ઉત્સાહથી મુંબઈ નગરી શણગાર સજેલી નવોઢા જેવી સુંદર ચકચકિત દેખાઈ રહી હતી. કોડભરી કન્યા જેમ સપનાના રાજકુમાર ને આવકારવા તત્પર અને અભિસારિકા બની બેઠી હોય તે રીતે આજે મુંબઈ નગરી વર્ષના છેલ્લા દિવસ ની વિદાય અને નવા વર્ષના આગમનને વધાવી લેવા આતુર જણાઈ રહી હતી .
રોશનીના ઝગમગાટ માં મુંબઈની અંધારી ગલીઓ કોઈ ખૂણે છુપાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું થનગનાટ અને પાર્ટીઓ ની રમઝટ ની સાથે સૌ કોઈ નવા વર્ષને વધાવવા માટે ઉત્સાહથી એકાકાર થઇ ગયા હતા . ઘરે ઘરમાંથી જાણે ઉત્સાહ પ્રગટ થઈ આનંદ થી ઝુમી રહ્યો હોય તેવા સુંદર દ્રશ્ય રચાય રહ્યા હતા.સૌ કોઈ દિલ ખોલીને ઝુમી રહ્યા હતા.જાણે આખું મુંબઈ શહેર એક આનંદ ના નશા માં ચકચુર હતું દરેક પોતાના દુઃખ દદૅ ને ભુલી બસ આ ક્ષણ ને જીવી લેવા થનગની રહ્યા હતા.
શહેરથી દૂર આવેલા અંધેરી નગરી ગણાતા શાહી વિસ્તાર માં એક આલીશાન બંગલા ને આજે કોઈ રાજકુમારના લગ્ન પ્રસંગે શણગાર હોય એ રીતે રોશની થી ઝગઝગીત કરવામાં આવ્યો હતો. કેમ ન હોય!?
આ બંગલાનો માલિક પણ કોઈ રાજકુમાર થી કમ ન હતો. આખી મુંબઈ નગરી પર તેમનું જ તો રાજ હતું. મુંબઈ ની અંધેરી ગલીઓ માં તેનું એક હથ્થુ શાસન હતુ. મુંબઈ ની અંધારી ગલીઓમાં તેનું એક નું જ નામ ગુંજતું હતું .
વીન્ટો - ધ કિંગ ઓફ બોમ્બે,મુંબઈ નો ડોન.
વીન્ટો પાંચ ફૂટ સાત ઈંચ ઉંચો ,અંદાજે પચ્ચીસ,સત્યાવીસ ની ઉંમરનો પહોળા ખભા ને કસાયેલો ચુસ્ત બાંધો ,ચમકતું લલાટ,એકદમ સતૅક ને ચમકતી મોટી આંખો ,ગૌર વણૅ ,ખડતલ શરીર ને જોતા જ કોઈપણ મોહિત થઈ જાય એવો હેન્ડસમ, આમ તો એનું નામ હતું વિનિત,પરંતુ તેમની આ દુનિયા માં એ વીન્ટો ના નામ થી જ ઓળખાતો હતો.વિનિત નામ તો એ ખુબ પાછળ છોડી ને આવ્યો હતો. વીન્ટો તેના પાંચ એકર ના વિશાળ વૈભવી મહેલ ના આલીશાન બેડરૂમ ના મખમલી બેડ પર સુતો હતો.મહેલ ની ફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો હતો.ઘર અને રૂમ ની બહાર પણ તેના રક્ષકો ખડેપગે ઉભા હતા.બધા જ ન્યુ યર પાટીૅની ઉજવણી થી ખુશખુશાલ હતા.ખાણી પીણી ને ,શરાબ ને નૃત્ય ની ખાસ ગોઠવણ હતી. બધે જ ઉત્સવ નો માહોલ હતો બસ એક વીન્ટો જ એકદમ એકલો હતો.આમ તો એની આગળ પાછળ તેના માણસો ની ફોજ હતી પરંતુ છતાં તે એકલો જ હતો. તે આજે એકદમ ઉદાસ હતો.કયાય મન લાગતું નહોતું. બેડ પર ની મખમલી ચાદર પણ કાંટા ની માફક ખટકી રહી હતી.તેનુ મન ખિન્ન હતું તેણે સ્પેશિયલ બ્રાન્ડ ની શરાબ ની બોટલ હાથ માં લીધી પણ અચાનક જ કંઈક યાદ આવતા તેના હાથ બોટલ પર થી નીચે સરકી ગયા ......
(કોણ છે વીન્ટો ?,વિનિત માંથી વીન્ટો કેવી રીતે બન્યો?
આખરે એને શું યાદ આવ્યુ?તે કેમ ઉદાસ છે તો જાણવા માટે વાંચતા રહો આગળ.......)
ક્રમશ.............