નવરાત્રી - ગરબો......01
આવી આવી દુર્ગા મા ની હાકલ રે લોલ
ચાલો રમવા રૂડી નવલી વરાત્રિ રે લોલ
કરો નવરાત્રિ વધાવવા ની તૈયારી રે લોલ
સજાવો મંદિર માં દુર્ગાને બિરાજવા રે લોલ
પ્રગટાવી દીવડા કરો ખરા ભાવ થી
મા દુર્ગા ની આરાધના રે લોલ...ચાલો રમવા..
માં દુર્ગા ના અલગ નવ નવ સ્વરૂપ
નવરાત્રિ એ પૂજાય રે લોલ....ચાલો રમવા..
પહેલે નોરતે માં દુર્ગા શૈલપુત્રી
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા ..
બીજે નોરતે માં દુર્ગા બ્રહ્મચારણી માતા
સ્વરૂપે પૂજાય રે લોલ ..ચાલો રમવા... .
ત્રીજા નોરતે માં દુર્ગા ચંદ્રઘંટા માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...
ચોથા નોરતે માં દુર્ગા કુષ્માંડા માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...
પાંચમા નોરતે માં દુર્ગા સ્કંદમાતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...
છઠ્ઠા નોરતે માં દુર્ગા કાત્યાયની માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...
સાતમા નોરતે માં દુર્ગા કાલરાત્રિ માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...
આઠૃમા નોરતે માં દુર્ગા મહાગૌરી માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...
નવમા નોરતે માં દુર્ગા સિદ્ધિદાત્રી માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...
નવરાત્રિ ના નવ દિવસ આરાધના કરતા
નવ પ્રકાર ના કષ્ટો માતા દૂર કરે રે લોલ...
આવી આવી દુર્ગામા ની હાકલ રે લોલ
ચાલો રમવા રૂડી નવલી નવરાત્રિ રે લોલ..
નવરાત્રી...ગરબો..02
આવી...આવી... રે..
રૂડી નવરાત્રી આવી... રે
કે..મારી અંબે મા ની સવારી આવી... રે
ઘર સજાવો...રસ્તા સજાવો
ચોક સજાવો..ગામ સજાવો રે...
કે..મારી અંબે મા....
ચૂંદડી લાવો..ચોખા લાવો..
ગરબી લાવો..હાર લાવો...રે..
કે..મારી અંબે મા....
દીકરીઓ આવો... બહેનો આવો...
ગરબે ઘુમવા સૌ આવો રે...
કે..મારી અંબે મા....
આશીર્વાદ આપશે.. કષ્ટ કાપશે રે..
દુષ્ટ નો વિનાશ કરશે રે ..
કે..મારી અંબે મા....
દુખીયારા ના દુઃખો હણશે
માનતા ઓ પુરી કરશે રે...
કે..મારી અંબે મા....
આવી...આવી... રે..
રૂડી નવરાત્રી આવી... રે
કે..મારી અંબે મા ની સવારી આવી... રે
ગરબો....03
રૂડી નવરાત્રી... ગુજરાતી ગરબો
આવી આવી રે..રૂડી નવલી નવરાત્રી આવી રે
માં ની આરાધના કરવા ની વારી આવી રે
આવો આવો રે માની આરતી કરવા રે
માં અંબે જુએ તારી વાટ રે..
આવો આવો માં ને ચૂંદડી ઓઢાડવા રે
માં અંબે જુએ તારી વાટ રે..
આવો આવો રે માં ને પ્રસાદ ચઢાવવા રે
માં અંબે જુએ તારી વાટ રે..
આવો આવો માં ના ચોકમાં ગરબા રમવા રે
માં અંબે જુએ તારી વાટ રે..
નવ નવ દિવસ ગરબાની રમઝટ બોલાવવાની રે
માં અંબે જુએ તારી વાટ રે..
આવો આવો માં ના ચોકમાં ભક્તિ કરવા રે માં અંબે જુએ તારી વાટ રે..
આવી આવી રે..રૂડી નવલી નવરાત્રી આવી રે
માં ની આરાધના કરવા ની વારી આવી રે
કાવ્ય
ગરબો...04
ગરબો ....અંબા મા ના ચોક મા...
એ... હાલો... એ...હાલો...
ગરબા રમવા હાલો...
અંબા મા ના ચોક મા
દાંડિયા ની બોલાવિશુ રમઝટ
જાગીશું આખી આખી રાતડીયું
અંબા મા ના ચોક મા
કરીશું સાધના આરાધના
રમીશું રાસ ગરબા
તૂ આવ અંબા મા ના ચોક મા
મનગમતા કાર્યો થશે સિદ્ધ
સર્વે વિદનો વિંધશે મા
અંબા મા ના ચોક મા
રાતે પણ ઉગશે દિવસ
આનંદ નો હશે ચારેકોર ઉતસ્વ
અંબા મા ના ચોક મા
એકવાર આવશો મા ના ચોક મા
તો ભૂલા પડશો તમે વારંવાર
અંબા મા ના ચોક મા
એ... હાલો... એ...હાલો...
ગરબા રમવા હાલો...
અંબા મા ના ચોક મા
ગરબો....05
માં અંબે...ગરબો
બોલો મારી માડી અંબે
જય જય અંબે
તારા સ્વરૂપ છે અંબે હજાર
બોલો મારી માડી...
ત્રિશૂળથી કરે તું દુશ્મન નો નાશ
બોલો મારી માડી...
થર થર કાપે અસુરો તારા નામ થી
બોલો મારી માડી...
વાધ ઉપર તારી સવારી
બોલો મારી માડી...
કર્યો તે અસુર મહિષાસુર નો નાશ
બોલો મારી માડી....
તારું નામ લેતા ટળે ત્રિવિધ પાપ
બોલો મારી માડી....
દુખિયા ઓની તું છે બેલી
તું છે તારણહાર
બોલો મારી માડી અંબે
જય જય અંબે..