દેવ,કાવ્યા અને નિત્યા ત્રણે બ્રેકફાસ્ટ કરીને કાવ્યાની કોલેજ જવા માટે નીકળ્યા.દેવ કાર ડ્રાઇવ કરી રહ્યો હતો.કાવ્યા અને નિત્યા પાછળની શીટ પર બેસ્યા હતા.કાવ્યા કોલેજમાં બે દિવસ શું કર્યું,કોને મળી,કોણ ફ્રેન્ડ બન્યા,પ્રોફેસર્સ કેવું ભણાવે છે બધું જ નિત્યા સાથે શેર કરી રહી હતી.નિત્યા સહેજ પણ કંટાળ્યા વગર કાવ્યાની વાત ધ્યાનથી સાંભળી રહી હતી.દેવ એ બંનેને જોઈ રહ્યો હતો.
"તમે કેમ કશું બોલતા નથી પપ્પા?"કાવ્યાએ દેવને પૂછ્યું.
"હું શું બોલું?"
"તમે આમ ક્યારના જોઈ રહ્યા છો.....હું બધું નોટીસ કરું છું"
આ સાંભળી દેવ અસમંજસમાં મુકાઈ ગયો.એને સુજ્યું નહી કે કાવ્યાની વાતનો શું રીપ્લાય આપે.
"તું ક્યાંરની આમ ચપળ ચપળ કરે છે તો એ તને જોઈ જ રે ને...બીજું શું કરે"નિત્યાએ દેવનો બચાવ કરવા માટે જવાબ આપ્યો.
"સાચું જ એ વાત છે ને પપ્પા?"
"હા,એ જ હોય ને બીજું શું હોઈ શકે"દેવે મિરરમાંથી કાવ્યા અને નિત્યાને જોતા કહ્યું.
"તમારા બંને વચ્ચે બધું ઓકે છે ને?"
"મતલબ?"દેવ કાવ્યાનો પ્રશ્ન સમજ્યો ન હોવાથી એને પૂછ્યું.
કાવ્યા આગળ બીજો કોઈ સવાલ પૂછે એ પહેલાં નિત્યા બોલી,"મતલબ કે તારી કોલેજ આવી ગઈ છે તો મને લાગે છે તારે જવું જોઈએ.લેટ નથી થતું?"
"અરે હા,આજ જલ્દી આવી ગઈ"
"જલ્દી કાઈ નથી આવ્યું,તારી ચપળ ચપળમાં તને રીઅલાઈસ જ નથી થયું કે ક્યારે તારી કોલેજ આવી ગઈ"
"ઓકે,બાય.જય શ્રી કૃષ્ણ"
"જય શ્રી કૃષ્ણ,ભણવામાં ધ્યાન આપજે"નિત્યાએ કહ્યું.
"જય શ્રી કૃષ્ણ બેટા.બી ધ બેસ્ટ સ્ટુડન્ટ"દેવે કહ્યું.
"સ્યોર પપ્પા"
દેવ અને નિત્યાને લાગ્યું કે કાવ્યા એ વાત ભૂલી ગઈ હશે પણ એવું બન્યું ન હતું.કાવ્યા ગાડીમાંથી ઉતરી કોલેજની અંદર જતા વિચારી રહી હતી,"નીતુ અને પપ્પા કઈક તો છુપાવે છે.નીતુને મેં પહેલા પણ એક વાર પૂછ્યું હતું ત્યારે પણ એને જવાબ નહોતો આપ્યો અને મારી વાતને ઇગ્નોર કરી હતી અને આજ ફરી એક વાર એણે એવું કર્યું.પપ્પાને પણ ના બોલવા દીધું.શું હશે એવું.હું કદાચ વધારે વિચારી રહી છું.અને કંઈક હશે તો પણ મારે આમ એમને પ્રશ્નો ના પૂછવા જોઈએ.હું હવે જસુ જોડેથી જ જાણી લઈશ જે હશે એ"
કાવ્યા અંદર જાય ત્યાં સુધી દેવ અને નિત્યા ત્યાં જ ઉભા રહ્યા હતા.એટલામાં કાવ્યાના પ્રિન્સિપાલ ત્યાં પહોંચ્યા.દેવને જોઈને પ્રિન્સિપાલ પોતાની ગાડીમાંથી ઉતર્યા અને ડ્રાઇવરને ગાડી પાર્ક કરવા માટે અંદર જવા કહ્યું.
"હેલો ડીપી સર,ગુડ મોર્નીગ"પ્રિન્સિપાલ બોલ્યા.
"હેલો,ગુડ મોર્નીગ"
"હેલો મેમ"
"હેલો સર"
"ડીપી સર,મેમ પ્લીઝ અંદર આવો ને"
"ના ના,અમે બસ કાવ્યાને ડ્રોપ કરવા આવ્યા હતા"
"ઓહહ,નાઇસ.ખૂબ હોશિયાર છે તમારી ડોટર"
"તમને કેવી રીતે ખબર?,તમે તો........"નિત્યાએ પૂછ્યું.
"મેમ,હું પર્સનલી લેક્ચર લેવા જાઉં છું એટલે મેં નોટિસ કર્યું છે"
"પણ તમે તો......"નિત્યા બોલવા જ જતી હતી એટલામાં દેવ બોલ્યો,"પ્રિન્સિપાલ સર પ્રિન્સિપાલની સાથે સાથે એક લેક્ચરર પણ છે.એ આ ઇન્સ્ટિટ્યૂટમાં ફક્ત એસ અ પ્રિન્સિપાલનો જ પગાર લે છે.લેક્ચર લેવાનો એક પૈસો પણ નથી લેતા"
"પણ કેમ એમ?"
"બધી જ ડીપી સરની કૃપા છે મેમ.કદાચ તમે મને હજી સુધી સરખો ઓળખ્યો નથી"
"હા,પરમદિવસે અમે કોલેજ આવ્યા ત્યારે પણ મને લાગ્યું હતું કે મેં તમને ક્યાંક જોયા છે"
"તું સાચી છે તે એમને જોયેલા છે પહેલા"દેવે કહ્યું.
"પણ ક્યાં?,અને તમને કેવી રીતે ખબર?"
"જાગૃતિ ઇન્સ્ટિટ્યૂટના મોહનકાકા યાદ છે તને?"દેવે પૂછ્યું.
"ઓફ કોર્સ,એમને કેવી રીતે ભુલાય"
"એમના દિકરાનો દિકરો જેને મોહનકાકા અમૂકવાર કોલેજ લઈને આવતા હતા એ જ છે આ"
"અચ્છા,તો તું દિપક છે?.....સોરી સોરી તમે"
"હા મેમ"
"પણ તમારે તો ડૉક્ટર બનવું હતું ને તો તમે અહીંયા ક્યાંથી?"
"સમયનો સંજોગ છે.સફર ઘણો લાંબો હતો.ડીપી સરને બધું જ ખબર છે એ તમને કહેશે"
"અચ્છા"
એટલામાં કોલેજમાં ફર્સ્ટ લેક્ચર માટેની એનાઉન્સમેન્ટ થઈ એટલે દિપક સર કોલેજમાં ગયા.દેવ કારમાં બેસ્યો.નિત્યા બેક સાઈડ પર બેસવા જતી હતી ત્યાં દેવે એને કહ્યું,"આગળ બેસી જા ને"
"મને મેઈન રોડ પર જ ઉતારી દો, ત્યાંથી મારી ઓફીસ સુધીની ટ્રેન છે એમાં જતી રહીશ "નિત્યાએ કારમાં દેવની બાજુની શીટ પર બેસતાં કહ્યું.
"દિપક મને આજથી ત્રણ વર્ષ પહેલાં અહીંયા મળ્યો હતો.હું પણ એને નહોતો ઓળખી શક્યો પણ એને મને ઓળખી લીધો હતો.એ અહીંયા બેકરીમાં જોબ કરતો હતો"
"આટલો એજ્યુકેટેડ હોવા છતાં બેકરીમાં"
"હા,એટલે તો મેં એને ઇન્સ્ટિટ્યૂટનો પ્રિન્સિપાલ બનાવ્યો છે"
"તમે બહુ જ સારું કર્યું દેવ"
"મેં કઈ જ નથી કર્યું.એ આ પોઝીશન ડિસર્વ કરે છે.ખૂબ મહેનત કરે છે"
"દેવ બસ અહીંયા ઉભી રાખો"નિત્યાએ આંગળીથી ઈશારો કરતા કહ્યું.
દેવએ જાણે નિત્યાની વાત સાંભળી જ ન હોય એમ ગાડી ચલાવતો જ રહ્યો.
"દેવ મારી ઓફીસ અને તમારી ઓફીસ એક દમ ઓપોઝિટ ડિરેક્શનમાં છે.તમને મોડું થઈ જશે"
"ઇટ્સ ઓકે,આઈ વિલ મેનેજ"
"ઓકે"નિત્યાને નવાઈ લાગી કે આજ દેવ પોતાનું કામ છોડી કેવી રીતે આવ્યા.અઢાર વર્ષમાં પહેલી વાર આમ બન્યું હતું.એવું ન હતું કે દેવ કેરિંગ નહોતો પણ એ વિદેશીઓ રંગમાં એવો રંગાયો હતો કે એને જમવાનું પણ ભાન ન હતું.આખો દિવસ કામ કામ ને કામ જ.એને સક્સેસફૂલ બિઝનેસમેન તો બનવું જ હતું પણ સાથે સાથે એને રિસ્પેક્ટ અને પ્રેમ પણ કમાવો હતો.આ બધામાં ફક્ત એક વસ્તુ ભૂલી ગયો હતો કે જે વસ્તુએ બહારથી શોધી રહ્યો છે એ એને ખરેખર એના ઘરમાંથી કમાવી જોઈતી હતી.દેવ એની ફેમિલીમાં દરેકની જરૂરિયાત,પસંદ-નાપસંદનું ધ્યાન આજ પણ રાખતો હતો પણ એ ફેમિલીને પ્રેમ અને સમય આપવાનું તો ભૂલી જ ગયો હતો.
"તું લેટરમાં કઈ બાબત પર વાત કરતી હતી?"દેવે નિત્યાને પૂછ્યું.
"કયો લેટર?"અચાનક પૂછ્યું હોવાથી નિત્યાને તરત યાદ ન આવ્યું કે દેવ શેની વાત કરે છે.
"કાવ્યાએ એવો કયો સવાલ કર્યો હતો તને,જેનો જવાબ તું ના આપી શકી"
"ઓહહ,તો તમે લેટર વાંચી લીધો હતો?"
"હા"
"જ્યારે હું કાવુના રૂમમાં ઊંઘી હતી ત્યારે કાવુ આપણા રૂમમાં ઊંઘી હતી જે તમને ખબર નહોતી.એ સવારે ઉઠી હશે એટલે એણે તમને બેડની જગ્યાએ સોફા પર ઊંઘતા જોયા હશે એટલે એ મને પૂછતી હતી કે તમારા બંને વચ્ચે કંઈ પ્રોબ્લેમ છે"
"પણ મારા સોફા પર ઊંઘવાથી એને........"
"દેવ,ચકલી ઇસ ઇનફ મેચ્યોર ટૂ અન્ડરસ્ટેન્ડ કે નોર્મલ પતિ-પત્ની એક સાથે બેડમાં ઊંઘે અને તમને તો ખબર છે કે આપણે.........."નિત્યા બોલતા બોલતા અટકાઈ ગઈ કારણ કે એને થયું કે આગળની વાત દેવ સમજી જશે.
નિત્યાનો ઈશારો દેવ સમજી ગયો.દેવ આ સાંભળી શર્મિન્દા થઈ ગયો.થોડી વાર બંને ચૂપ રહ્યા.થોડીવારમાં નિત્યાની ઓફીસ આવી ગઈ.
"થેંક્યું સો મચ"નિત્યા ગાડીનો દરવાજો ખોલતા બોલી.
"ફોર વોટ?"દેવે પૂછ્યું.
"ફોર ડ્રોપિંગ મી"
"નો નીડ"
"ઓકે"કહીને નિત્યા ગાડીમાંથી ઉતરી.દેવ પણ જલ્દીથી ગાડીમાંથી ઉતર્યો અને ઓફિસની અંદર જતી નિત્યાને બૂમ મારી.
"નિત્યા....."
નિત્યાએ પાછળ ફરીને જોયું અને નજીક આવીને કહ્યું,"હા બોલો"
"સોરી"દેવે કહ્યું.
"ફોર વોટ?"
"ફોર એવરીથિંગ"
"નો નીડ"
બંને એકબીજાની સામે જોઇને હસી પડ્યા.
"એનિથિંગ એલ્સ સર"નિત્યાએ દેવને પૂછ્યું.
"નો મેમ"દેવે સ્માઈલ સાથે કહ્યું.
"ઓકે ધેન,વી વિલ મીટ એટ નાઈટ"
"ઓકે,બાય.જય શ્રી કૃષ્ણ"
"જય શ્રી કૃષ્ણ"