Colors - 24 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | કલર્સ - 24

Featured Books
  • बैरी पिया.... - 53

    अब तक :प्रशांत बोले " क्या ये तुमने पहली बार बनाई है... ?? अ...

  • आडंबर

    ’मां कैसी लगीं? रेवती मेरे परिवार से आज पहली बार मिली...

  • नक़ल या अक्ल - 80

    80 दिल की बात   गोली की आवाज़ से नंदन और नन्हें ने सिर नीचे क...

  • तमस ज्योति - 57

    प्रकरण - ५७दिवाली का त्यौहार आया, ढेर सारी खुशियाँ लेकर आया।...

  • साथिया - 124

    तु मेरे पास है मेरे साथ है और इससे खूबसूरत कोई एहसास नही। आज...

Categories
Share

કલર્સ - 24

એક તરફ રાઘવ અને નીલને તેમની પત્ની નો અવાજ સંભળાય છે,બીજી તરફ લીઝા પેલા છુપા રસ્તે આવતા તેની ટોર્ચ બંધ પડી જાય છે,અને તે મૂંઝાઈ જાય છે,ટેન્ટ પર રહેલા બાકી ના લોકો આ બધા ની ચિંતા કરે છે.હવે આગળ...

પીટર તું સમજતો કેમ નથી આ અમારો વહેમ નથી,શરૂઆત માં મને પણ એમજ લાગ્યું કે આ નીલ નો વહેમ છે પણ જ્યારે મને નાયરા નો અવાજ સંભળાયો ત્યારે મે તેની વાત સાચી માની,તું...તું...એક કામ કર તું અને વાહિદ બંને અહી આવો, અમારી પાસે મને પણ અહી આવ્યા પછી જ એ અવાજ સંભળાયો.રાઘવે પીટર અને વાહીદ ને સમજાવવાની કોશિશ કરી.

રાઘવ અમે ત્યાં આવ્યા જ હતા ને!પણ અમને તો કશું સંભળાયું નહતું?વાહિદે રાઘવ ને સમજાવતા કહ્યું.

ના વાહીદ આ મારો વહેમ નથી,નક્કી નાયરા અને જાનવી અહી જ ક્યાંક છે,પ્લીઝ તું તો સમજ દોસ્ત!રાઘવ ની આંખ માં આંસુ હતા. વાહિદ માટે રાઘવ ની દોસ્તી નું ઘણું મહત્વ હતું,એટલે તેને પીટર ને કહ્યું.

પીટર એકવાર ફરી આખી હવેલી જોઈ લઈએ!!!

પીટર પણ આ બંને ની હાલત જોઈ દ્રવી ઉઠ્યો,અને ફરી એકવાર બધા અલગ અલગ ચાર ટીમ બની આખી હવેલી માં ફરી વળ્યા.

બહાર હજી સૂર્ય નમતો હતો,હજી તેનું અજવાળું ધરતી ને સોનેરી કરતું હતું,પીટર ઉપલા માળે, વાહિદ હવેલીના પાછળ ના ભાગે રાઘવ નીચેના ભાગે,અને નીલ વચ્ચે ના માળે બધી ટીમ દરેકે દરેક ખૂણો ચકાસ્તી હતી, નાયરા અને જાનવી ને શોધવામાં કોઈ કચાસ ના રહે તેનું ધ્યાન રાખતા હતા,નાની કે મોટી કોઈ પણ શંકાસ્પદ બાબત એકબીજાને જાણ કરતા હતા.

ઘણીવાર બધે ફર્યા પછી પણ કઈજ હાથ ના લાગ્યું ત્યારે બધાએ ત્યાંથી જવાનો નિર્ણય કર્યો,રાઘવ અને નીલ હજી સમજી શકતા નહતા કે જો તેમની પત્નીઓ અહી નથી તો તેમને સાંભળ્યો એ અવાજ કોનો હતો?

બધા થાકેલા અને દુઃખી મને ત્યાંથી નીકળતા હતા અને..
જાનવી...જાનવી...નીલ સામેની દીવાલ પર આંગળી ચીંધી ને ચીસો પાડવા લાગ્યો.

નીલ નો અવાજ સાંભળી બધા તેની સામે જોવા લાગ્યા, તે અરીસા ની સામે ની દીવાલે આંગળી ચીંધી જાનવી ના નામ ની બૂમ પાડતો હતો.વાહીદ અને રાઘવ દોડી ને તેની પાસે ગયા,

નીલ...નીલ શું કરે છે!

સામે અરીસા માં જો! નિલે રાઘવ ને કહ્યું.ત્યાં જોતા જ રાઘવ અને વાહીદ મૂંઝાઈ ગયા,તેઓ એક શબ્દ પણ ના બોલી શક્યા.

આ જોઈ પીટર અને રોન ત્યાં આવ્યા અને તેમણે અરીસા તરફ જોયું તો તે અરીસા માં નાયરા અને જાનવી નું પ્રતિબિંબ દેખાતું હતું!!

નીલે જોયું કે તે અરીસા પર ઢળતા સૂર્ય ની એક કિરણ બારી ના તૂટેલા કાંચ માંથી આવતી હતી,અને તે આ અરીસા પર આવી ને પેલા આકર્ષક અરીસા પર જતી હતી જાણે હવા માં કોઈ ત્રિકોણ બનતો હોઈ તેવું લાગતું હતું.

તેને જાનવી અને નાયરા તરફ જોયું,તેમના ચેહરા ઉદાસ અને દુઃખી હોવા છતાં તેના પર એક જાતની ખુમારી વર્તાતી હતી.નીલ હવે વધુ બેચેન થઈ ગયો હતો,કેમ કરીને એમને છોડાવિશું!

રાઘવે નાયરા ને બૂમ પાડી,

નાયરા.... તમે ત્યાં કેમ ફસાઈ ગયા?પણ નાયરા ને જાણે કઈ જ સમજાતું નહતું,હવે શું કરવું?અચાનક નીલે જાનવી સામે કઇક ઈશારો કર્યો,પણ જાનવી એ કઈજ જવાબ ના આપ્યો!

હવે નક્કી કઇક ગડબડ છે,નીલ?રાધવે નીલ ના ખભે હાથ રાખી ને પૂછ્યું.

નીલ..રાઘવ.. આ તરફ જોતો!!વાહિદે તે બંને ને પાછળ ફેરવી ને કહ્યું.

જેવા તે બંને પાછળ ફર્યા તો ત્યાં રહેલા અરીસા માં પણ નાયરા અને જાનવી દેખાતા હતા,આ તરફ તેમના ચેહરા પર આંસુ હતા,અને તેમનો ચેહરો ઉદાસી ભરેલો હતો.બંને અરીસા માં દેખાતું પ્રતિબિંબ થોડું અલગ હતું,હવે બધા વધુ મૂંઝાયા.નીલ અને રાઘવ પોતાની પત્ની ની આ દશા જોઈ ને દુઃખી હતા.

પીટરે જોયું કે રોઝ અરીસા સામે આવી ને ઉભી રહી ગઈ છે, તે નાયરા અને જાનવી ના નામ ની બૂમ પાડી રહી છે,અચાનક તેનો અવાજ ધીમો પડતો જાય છે,પણ બધા તે બંને સાથે વાત કરવા ના પ્રયાસ કરતા હોવાથી કોઈ નું આ બાબતે ધ્યાન નથી ત્યાજ પીટરના મગજ માં એક ઝબકારો થયો અને તે ચૂપચાપ બધું જોયા કરતો હતો,અને થોડીવાર રાહ જોયા બાદ તેને ધાર્યું હતું તેવું જ કઇક થયું, અચાનક જ એ અરીસા માંથી પ્રકાશ નીકળવા લાગ્યો, પીટરે તરત જ રોઝ નો હાથ પકડી લીધો,બધા હજી વધુ કાઈ સમજે કે વિચારે એ પેહલા જ પીટર અને રોઝ ત્યાંથી ગાયબ થઈ ગયા.

સૂરજ ઢળી ગયો હતો,અને આખી હવેલી માં અંધારા નું
સામ્રાજ્ય સ્થાપિત થઈ ચૂક્યું હતું.આંખ ના પલકારા માં એક અલગ જ ઘટના બધાની સમક્ષ બની ચૂકી હતી.

ઓ... હ આ શું થઈ ગયું?નીલ રાઘવ અને વાહીદ ત્રણેય ના મોં ખુલ્લા રહી ગયા.

રોઝ રો... ઝ પાછળ થી રોન ની બૂમ સંભળાય તે દોડી ને તે અરીસા તરફ ભાગ્યો,પણ હવે રોઝ અને પીટર ત્યાં નહતા.

હજી ક્ષણ પેહલા જ એક સાથે રહેલા સાથીઓ આંખ સામે જ ક્યાંક ગાયબ થઈ ગયા,બધા ને પોતાની આંખ પર વિશ્વાસ નહતો આવતો.

બંને અરીસા ના પ્રતિબિંબ અલગ અલગ હતા,એટલે નક્કી આં બંને અરીસા માં જ કઇક રહસ્ય છે.હવે આ હવેલી માંથી બહાર જવાની કોઈ ને ઉતાવળ કે ઈચ્છા નહતા.

પીટર અને રોઝ ક્યાં ગાયબ થઈ ગયા?આવું કરવા પાછળ પીટર નો ઈરાદો શું હશે?શું તેઓ ત્યાંથી નીકળી શકશે?શું આ બધા તે ટાપુ પરથી જીવિત પાછા આવી શકશે?લીઝા હવે કેમ બહાર આવશે?જાણવા માટે વાંચતા રહો...

✍️ આરતી ગેરીયા....