Colors - 23 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | કલર્સ - 23

Featured Books
Categories
Share

કલર્સ - 23

લીઝા ને તો ફક્ત એક શસ્ત્ર રાખવાનો રૂમ મળ્યો,પણ તેનાથી આગળ કોઈ રસ્તો મળ્યો નહિ.આખી હવેલી ફર્યા બાદ હવે પીટર ની ટીમ ત્યાંથી જતી જ હોય છે કે,પેલા માયાવી અરીસા ની સામેની દીવાલ માં એક બીજો એવડો જ અરીસો લટકાવેલો હોઈ છે.જોઈએ એ અરીસો હવે શું રંગ લઇ ને આવશે.
 
પીટરે તેના ખભા પર હાથ રાખી સાંત્વના આપી,અને ત્યાંથી જવા લાગ્યો,નીલ તેની આ પ્રતિક્રિયા ને પેહલા તો સમજી ના શક્યો પછી જ્યારે પીટરે બધા ને ત્યાંથી બહાર જવાનું કહ્યું ત્યારે તે સમજી ગયો કે અવાજ ફક્ત પોતાને જ સંભળાયો લાગે છે.તે જેવો ત્યાંથી પગથિયાં ઉતરવા લાગ્યો કે ફરી તેને લાગ્યું કે જાનવી તેને બોલાવે છે.અને આ વખતે તો તે પોતે અહી જ છે એવું સંભળાયું!!
 
નહિ....નહિ આ કોઈ વહેમ નથી,નક્કી આપડે કઇક ભૂલી રહ્યા છીએ,કે પછી એવું કઇક જે જોઈ ને પણ નજર અંદાઝ કર્યું હોઈ!જાનવી અહી જ છે,અને એના વગર હું પાછો નથી જવાનો.નીલ ત્યાં પગથિયાં પર જ બેસી ગયો.
 
પીટર, વાહીદ,રાઘવ અને આખી ટીમ તેને આ રીતે વર્તન કરતા જોઈ રહ્યા,કેમ કે નીલ એક શાંત અને સ્થિર મન નો વ્યક્તિ હતો,તે આવું ક્યારેય ના કરી શકે.તો પછી શું તે જે કહે છે તે સાચું છે?
 
પીટરે તેને સમજાવવાની કોશિશ કરી પણ તે ના માન્યો, ત્યારબાદ વાહિદે પણ તેને ઘણું સમજાવ્યો પરંતુ તે એક નો બે ના થયો,અંતે રાઘવ તેની પાસે ગયો અને તેણે કહ્યું
 
નીલ માન્યું કે તું જાનવી ને ખૂબ જ પ્રેમ કરે છે,અને અત્યારે તેને સતત યાદ પણ કરે છે,એટલે હોઈ શકે કે તને એવો વહેમ થયો હોઈ કે તેનો અવાજ તારા કાન માં ગુંજતો હોઈ,પ્લીઝ દોસ્ત હું તારી વ્યથા સમજી શકું છું આપડે અત્યારે અહીંથી નીકળીએ,અને ક્યાંક બીજે તેમને શોધીએ.
 
રાઘવે નીલ ને સમજાવવાની પૂરી કોશિશ કરી.
 
રાઘવ આ બધા નું તો સમજ્યા,પણ તું મને આવું કહે છે!!ખરેખર તને પણ એવું લાગે છે કે એ મારો વહેમ છે?
નીલ આશ્ચર્યસહ રાઘવ સામે જોતો હતો,રાઘવ તેને સમજતો હતો પણ અત્યારે જે પરિસ્થિતિ હતી એ એને સમજાતી નહતી,રાઘવ ત્યાંથી ઊભો થયો અને જેવું એક પગથિયું નીચે ઉતર્યો કે,
 
રાઘવ હું અહી જ છું.રાઘવે નાયરા નો અવાજ સાંભળ્યો.
 
તે એકદમ ચોંકી ગયો અને એકદમ આસપાસ જોવા લાગ્યો,બધા તેની અને નીલ સામે જોતા હતા,તેને નીલ તરફ જોયું તે માથું નીચે નમાવી ને બેઠો હતો.તેને ફરી એક પગથિયું નીચે ઉતરવાની કોશિશ કરી ને ફરી તેને નાયરાં નો અવાજ સંભળાયો.
 
રાઘવ બચાવો મને!હું અહી જ છું!! રાઘવ નો પગ પગથિયું ઉતરતા હવામાં જ લટકી રહ્યો.
 
નીલ... મને પણ નાયરા નો અવાજ સંભળાયો.રાઘવે ધીમેથી નીલ ને સંબોધીને કહ્યું.
 
શું...તને પણ?નીલ કંઈ બોલે એ પેહલા જ વાહીદે રાઘવ ને લગભગ રાડ પાડી ને પૂછ્યું.
 
અને નીલ તો પોતાની જગ્યા એ ઊભો જ થઈ ગયો, પીટર અને બાકી બધા એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યા.
 
હા...હા..નીલ મને પણ નાયરા નો અવાજ સંભળાયો, નક્કી અહી કઇક તો છે.રાઘવે બધા સામે જોઈ ને કહ્યું.
 
હવે બધા ને આ બંને ની વાત વધુ વિચિત્ર લાગવા લાગી.
 
જ્યાં ટેન્ટ બાંધેલા હતા,ત્યાં હવે બધા બાળકો અને વૃદ્ધો જાગી ગયા હતા,અને બાળકો એ ઉઠતાવેત જ લીઝા નું સ્મરણ કર્યું,મિસિસ જોર્જે થોડીવાર તો તેમને આડીઅવળી વાતો એ વળગાડી ને ફોસલાવી લીધા,પણ થોડીવાર પછી ફરી ફરી ને બધા લીઝા વિશે પૂછવા લાગ્યા.
 
ક્યાંક કુશ અને ક્રિના ની જેમ પોતાની મમ્મી પણ ક્યાંક ખોવાઈ ગઇ એવું સમજી અને ક્રિશ રડવા લાગ્યો.મિસિસ જોર્જ તેને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા,કે ત્યાજ જોર્જ પણ ત્યાં આવ્યા અને તેમના સ્વભાવ મુજબ ઉતાવળે જ બોલી ઉઠ્યા લીઝા ક્યાં જતી રહી?
 
મિસિસ જોર્જ તેની સામે ગુસ્સા માં જોયું અને પછી. બાળકો ને સમજાવતા બોલી કે તેની મમ્મી અહી નજીક માં જ ગ્રુપ ના એક મેમ્બર સાથે ગઈ છે અને હમણાં થોડીવાર માં જ પાછી ફરશે.
 
બાળકો નો રડવાનો અવાજ સાંભળી ને ઓલ્ડ એજ ગ્રુપ ના સભ્યો પણ ત્યાં આવી પહોંચ્યા,મિસિસ જોર્જ માંડ બધા ને સંભાળ્યા,જો કે તેમના સિવાય કોઈ બીજું પણ જાણતું હતું કે લીઝા ક્યાં છે....
 
મિસિસ જોર્જ બધા બાળકો માટે સ્પેશિયલ નાસ્તો બનાવડાવ્યો હતો,બાળકો ને પેલા નાસ્તો કરાવી ત્યારબાદ તે બધા બાળકો ને લઇ ને કિનારે ગઈ,ત્યાં તેમને થોડીવાર રમાડ્યા, વચ્ચે વચ્ચે ક્રિશ તેની મમ્મી ને યાદ કરતો પણ મિસિસ જોર્જ તેને સંભાળી લેતી.જો કે મનમાં તો તેને પણ મૂંઝવણ હતી જ કે જો લીઝા કે કોઈ પાછા ના ફરે તો શું થશે!?!
 
આ તરફ પેલા શસ્ત્રો વાળા રૂમ માં લીઝા થાકી ને સુઈ ગઇ હતી,થોડીવાર પછી તે જાગી અને જોયું કે હવે અંધારું થવા આવ્યું છે,લીઝા એ હવે પાછા ફરવાનું વિચાર્યું,એટલે તે ધીમે ધીમે સીડી ઉતરી અને ટોર્ચ ના અજવાળે પાછી ફરવા લાગી,પરંતુ તે થોડે દૂર પહોંચી હશે ત્યાંજ ટોર્ચ બંધ થઈ ગઇ,લીઝા મૂંઝાઈ ગઈ,હવે શું કરવું?
 
રાઘવ નીલ મને લાગે છે,તમે બંને તમારી પત્ની ને ખુબ જ મીસ કરો છો,એટલે તમને આવો વહેમ થાય છે,પ્લીઝ અહીંથી નીકળી અને તેમને બીજે શોધીએ.પીટરે બંને ને વિનંતી ના સ્વર માં સમજાવતા કહ્યું.
 
શું થશે હવે લીઝા નું?ક્યાં લઇ જશે એને રસ્તો?શું રાઘવ અને નીલ ને ખરેખર કોઈ અવાજ સંભળાય છે કે એ એનો વહેમ છે?ક્યાંથી આવે છે એ અવાજ??જોઈએ આવતા અંક માં...
 
✍️ આરતી ગેરીયાં....