એક તરફ રાઘવ,નિલ ,પીટર અને વાહીદ પેલી અજાણી હવેલી જેવી ઇમારત માં નાયરા અને જાનવી ને શોધવા ગયા છે,જ્યાં તેમને ઘણી અજાયબી જોવા મળે છે,જ્યારે
બીજી તરફ લિઝા ટેન્ટ પર બાળકો ને મિસિસ જોર્જ ની પાસે છોડી અને લિઝા પોતે એકલી નાયરા અને જાનવી ની શોધ માં નીકળી પડે છે,તે હજી તો ઇમારત તરફ જોવે એ પહેલાં જ અચાનક જ તે એક ખાડા માં પડી જાય છે.હવે આગળ...
હવેલીની સજાવટ જોઈને કોઈ જુના જમાના ના રાજા નું અહીં રાજ્ય હોઈ તેવું લાગતું હતું.એ સાથે જ એમને જોયું કે એક બીજી સીડી ઉપર ની તરફ જતી હતી.આ વખતે પણ પીટરે સેફ્ટી માટે એકસાથે બધાએ ઉપર જવાને બદલે બે ટિમ જ રાખી.
પીટર અને વાહીદ તેમની ટિમ સાથે ઉપર ગયા,રાઘવ અને નિલ તેમની ટિમ સાથે હજી નીચે જ હતા.
પીટરે ઉપર ચડી ને જોયું તો તે સીડી ચડ્યા બાદ એક નાના રૂમ જેવું હતું જે ગોળાકાર હતો અને તેની ફરતે ઝરૂખો હોઈ તેમ ખુલ્લી જગ્યા હતી,આવું સામસામે બંને તરફ હતું અને વચ્ચે અગાશી જેવી ખુલ્લી જગ્યા હતી. પીટર એ ખુલ્લી જગ્યા માં આવ્યો ત્યાંથી તે બીજા ઝરૂખા તરફ ગયો,પીટરે જોયું વચ્ચે ના ભાગ થી સમુદ્ર માં દૂર દૂર સુધી દેખાય છે.કદાચ સમુદ્ર તરફથી કોઈ આવે તો તેના પર નજર રાખવા કામ લાગે ,અને આવી જ રીતે પાછળ ની તરફ પણ બે ઝરૂખા ની વચ્ચે અગાશી જેવો ખુલ્લો ભાગ દેખાય છે.
તેને તરત જ રાઘવ ને બૂમ પાડી અને તેમને કોઈ બીજી સીડી આ ભાગ માં હોઈ તો શોધવાનું કહ્યું,કેમ કે બંને અગાશી વચ્ચે લગભગ પાંચેક ફૂટ નું અંતર હતું,એ ભાગ માંથી નીચેના ભાગમાં જોઈ શકાય એટલું ખુલ્લું હતું,પરંતુ તે અત્યાર સુધી જોયેલા બંને ભાગ કરતા અલગ જગ્યા લાગી.
રાઘવ અને તેની ટિમ તરત જ નીચેના હોલ માં અને ઉપર ના ભાગ માં બધે ફરી વળે છે પણ ક્યાંય કશું જ દેખાતું નથી.અને રાઘવ પીટર ને આ વાત કહે છે.પીટર અને તેની ટિમ બીજી તરફ જવાની કોશિશ કરે છે.
આ તરફ લિઝા ખાડા માંથી બહાર નીકળવાની ઘણી કોશિશ કરે છે.તેને થયું કે સારું છે,દિવસ થઈ ગયો છે જો રાત હોત તો...લિઝા તો આ વિચારતા જ થથરી ગઈ.કેમ કે એ ખાડો ખૂબ જ ઊંડો હતો,લિઝા એ જ્યારે ઘણી કોશિશ છતાં બહાર ના આવી શકી ત્યારે તે થાકીને બેસી ગઈ.લિઝા એક હકારાત્મક વિચારધારા ધરાવતી વ્યક્તિ હતી,તેને અહીંયાંથી કેમ નીકળી શકાય એના અલગ અલગ વિચાર કરવા લાગી.
લિઝા એ માર્ક કર્યું કે એ ખાડો રકાબી જેવો આકાર ધરાવતો હતો,પેલા થોડો સપાટ અને પછી ઊંડો,પણ નીચે જતા થોડો વધુ ઊંડો હતો.પેલા તો લિઝા એ પોતાનો હાથ લંબાવીને ઉંચા આવવાની કોશિશ કરી પણ તેમાં સફળના થતા તે કોઈ પથ્થર કે કોઈ ટેકા જેવી જગ્યા શોધવા લાગી જેથી તેના આધારે એ ઉપર ચડી શકે,ત્યાં જ એક ખૂણામાં પડેલા મોટા પથ્થર પર તેનું ધ્યાન ગયું,તેને તે પથ્થર ખસેડવાની કોશિશ કરી,તે પથ્થર ભારે હોઈ લિઝા માટે તેને ખસેડવો મુશ્કેલ હતો,પણ લિઝા એ મહામહેનતે તે પથ્થરને તેની જગ્યાથી થોડો ખસેડયો પણ પથ્થરની પાછળ જોતા જ લિઝાના આશ્ચર્યનો પાર ન રહ્યો.
લિઝા એ જોયું કે તે પથ્થર ની પાછળ કોઈ ગુફા જેવો રસ્તો હતો,લિઝા આશ્ચર્યસહ તે ગુફા જેવી દેખાતી જગ્યા જોવા લાગી,થોડી મૂંઝવણ પછી તેને તેમાં પ્રવેશ કર્યો, લિઝા ને તે નાની જગ્યા માં ગોઠણભેર ચાલવું પડતું હતું, શરૂઆત માં તો બહાર થી અજવાસ આવતો હતો,પણ ધીમે ધીમે આખા રસ્તામાં અંધકાર વ્યાપી ગયો,લિઝા પોતાની સાથે નાની ટોર્ચ લઈને નીકળી હતી એટલે તેને થોડી રાહત મળી.લિઝાને પોતાના શ્વાસ સિવાય કોઈ જ બીજો અવાજ સંભળાતો નહતો,લગભગ દસેક મિનિટ ચાલ્યા બાદ તે રસ્તો થોડો મોટો અને ઉંચો થઈ ગયો,હવે લિઝા ત્યાં ઉભી થઇ ગઇ.
આગળ મોટા પથ્થર થી આ રસ્તો ઢાંકેલો હોવાને લીધે અંદર કોઈ પક્ષી કે પ્રાણી નહતા,પણ નાના જીવડા એ લિઝાના હાથ કરડી ખાધા હતા,અને ગોઠણભેર ચાલવાથી તેના પગ પણ છોલાઈ ગયા હતા.તે રસ્તો ખૂબ જ ઠંડક વાળો અને શાંત તથા અંધારીયો હતો.આગળ ક્યાં પૂરો થશે એ તો લિઝા નહતી જાણતી પણ હવે પાછળ જવું પણ યોગ્ય ના લાગતા તે આગળ વધતી રહી.
થોડીવાર સુધી ચાલ્યા બાદ ગુફામાં એક સીડી દેખાઈ, તે સીડી ગોળાકાર હતી,અંધારા ને લીધે વધુ તો કઈ દેખાતું નહતું પરંતુ લિઝા એ ટોર્ચ ની મદદથી તે ઘણે ઊંચે સુધી જતી હોય તેવું દેખાયું.લિઝા હિંમતભેર ઉપર ચડી ગઈ,ઘણા સમયથી તેનો કોઈએ ઉપયોગ ન કર્યો હોવાથી તે ખૂબ જ ગંદી લાગતી હતી.
લિઝા જેમ જેમ ઉપર ચડતી ગઈ તેમ તેમ તેના મન માં વિચિત્ર વિચાર આવતા હતા સાથે થોડો ડર પણ લાગતો હતો.તેને અત્યારે વાહીદ ,ક્રિશ અને તેના ફ્રેન્ડ્સ પણ યાદ આવતા હતા.અને જો પોતે અહીં ફસાઈ ગઈ તો?આગળ તો લિઝા વિચારી જ શક્તિ હતી.
થોડી જ વાર માં તે સીડી એક જગ્યા એ આવી ને અટકી,લિઝા એ સરખું જોયું તો તે કોઈ નાનો રૂમ હોઈ તેવું લાગ્યું,તે રૂમ માં એક જ નાની બારી હતી એટલે સરખું અજવાળું આવતું નહતું,પરંતુ લગભગ બપોર થવા આવી એટલે થોડું થોડું દેખાતું હતું.
શું છે એ સીડીની ઉપર?લિઝા જે રૂમ માં આવી તે કોનો રૂમ હશે?લિઝા એ રસ્તે જઈને કોઈ ભૂલ તો નથી કરી રહી ને? શું પીટર,વાહીદ અને તેમની ટિમ સામે આવેલા બીજા ઝરૂખા સુધી પહોંચી શકશે?જાણવા માટે વાંચતા રહો...
✍️ આરતી ગેરીયા....