Zankhna - 7 in Gujarati Fiction Stories by Nayana Viradiya books and stories PDF | ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-7

Featured Books
Categories
Share

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-7


ગતાંકથી ........

ક્રિના એક ની બે ન થઈ.લવ ને મળવા માટે પણ એણે મનાઈ ફરમાવી દીધી.ફોન પર પણ બહુ વાત કરવાનું એ ટાળવા લાગી.લવ ક્રિના ના ગળાડુબ પ્રેમ માં હતો .તે ક્રિના વગર રહી શકશે નહીં એવું તેને લાગ્યા કરતું ક્યાંય ચેન નહોતું પડતું ને શું કરવુ એ પણ સમજાતું નહોતું.ઘરે પપ્પા એ ઓફિસ જોઈન્ટ કરવાનું કહી દીધું હતુ.
"બેટા લવ ,હવે ભણવાનું પુરૂં થઈ ગયું છે તો તું ઓફિસ જતો જા .""તારા પપ્પા ને થોડી રાહત રહેશે કામ થી તને પણ કામનો અનુભવ થશે,આમ પણ હવે તો તારે જ આ બિઝનેસ ને સંભાળવાનો છે‌."
મમ્મી એ સોફા પર સહેજ આડા પડીને ટી.વી જોઈ રહેલ લવ ને કહ્યું;
લવ એ મમ્મી ને કહ્યું;
"થોડા દિવસ નો ટાઈમ તો આપ મમ્મી " મારે થોડાક દિવસ નિરાંતે રહેવું છે."તેના મન વિચારો ના ચકડોળ પર બેસી ગયું હતું .
શું કરવુ ????એને કંઈ જ સમજાતું નહોતું .
આખરે ક્રિના પ્રત્યે ના અનહદ પ્રેમ સામે એ ખુદને હારી ગયો.એક સાંજે લવ એ મમ્મી પપ્પા સમક્ષ ક્રિના સાથે ના એના લગ્ન માટે ની શરતો અંગે ની વાત કરી .ક્રિના સાથે લગ્ન કરાવવા માટે મમ્મી પપ્પા તો માની ગયા પરંતુ તેમની એકપણ શરત એમને મંજુર ન હતી.
ને મંજુર હોય પણ કેમ!!!!
લવ એમનો એકનો એક દિકરો જ હતો.બધા જ અરમાનો ને બુઢાપા નો એકમાત્ર આધાર એ જ હતો‌ ને કરોડો ની સંપતિ નો એકમાત્ર એ જ વારસ હતો.ક્રિના ની શરતો અંગે એમને પણ શંકા ગઈ.તેમણે લવ ને સમજાવ્યું કે ક્રિના જો તને સાચે પ્રેમ કરતી હશે તો એ જરૂર સમજશે .શરતો ને આધારે થોડી સંબંધો બંધાય ??
પરંતુ ક્રિના આ શરતો પર અડગ હતી.ને અંતે લવ સામે બે વિકલ્પ આવીને ઊભા રહ્યા કે એમણે મમ્મી પપ્પા ની સાથે રહેવું કે બધું જ છોડી એકડો ઘુંટી પગ પર ઊભા થઈને ક્રિના ને કાયમ માટે પોતાની બનાવવી.
નિણૅય લેવો ખુબ જ અઘરો હતો .બંને બાજુ જ નુકસાન તો પોતાનું જ થવાનું હતું.
આખરે એણે હ્દય પર પથ્થર મુકીને ક્રિના સાથે જોડાવાનું નક્કી કયુૅ.હજુ આ નિણૅય લીધા પછી પણ આગળ વધવું ખુબ અઘરૂ હતું. નવો બિઝનેસ શરૂ કરવો એ કંઈ જેવા તેવા નું કામ ન હતું એ પણ નવા શહેર માં ને નવા માહોલ માં.શુ કરવું ??
એને કંઈ જ સમજાતું નહોતું.
પપ્પા એ ગુસ્સા માં તારો હિસ્સો લઈને જતો રહે એવું ફરમાન કરી દીધું એમાં એમનો પણ ક્યાં કંઈ વાંક હતો!!
.દુખ તો થાય જ ને !!!
એકનો એક દિકરો લાડકોડ થી ઉછેરયોૅ ભણાવી ગણાવી ને મોટો કયૉ.ને આજે એજ દિકરો કોઈ છોકરી માટે જ્યારે એ એમને છોડવા તૈયાર થયો છે ત્યારે એ માતા પિતા પર તો દુઃખ નો પહાડ આવી પડે .ને એટલે જ ગુસ્સા માં એણે પોતાના જીવથી પણ વ્હાલા દિકરાને જતું રહેવા કહી દીધું.
લવ ને સમજાતું નહોતું કે હવે ક્યાં જવું ???

અચાનક એક દિવસ ક્રિશ નો ફોન આવ્યો તેણે પોતાના નવા ક્ન્શક્ટ્રકશન ના બિઝનેસ અંગે વાત કરી.
લવ ને પણ તેની સાથે જોડાવાની ઈચ્છા થઈ .આમ પણ એણે અન્ય શહેર મા જવા કરતાં રાજકોટ જવું વધુ યોગ્ય લાગ્યું ક્રિશ તેનો ખાસ મિત્ર હતો એટલે બહુ અજાણ્યું પણ નહીં લાગે ને પાટનૅર માં બિઝનેસ પણ કરી શકાશે.ક્રિશ સાથે ની વાતચીત બાદ એણે રાજકોટ જવા પર આખરી નિણૅય લીધો ને એ અંગે ક્રિના ને જાણ કરવા એણે ક્રિના ને ફોન જોડ્યો .રાજકોટ ની વાત ને સાંભળી ને એ ખુબ જ ખુશ થઈ ગઈ.
"જલ્દી જલ્દી રાજકોટ જઈને મસ્ત બિઝનેસ સેટ કરી જલ્દી મને લેવા આવજે.હૂ તારી રાહ જોવ છું."આનંદિત થતાં ક્રિના એ કહેલુ પરંતુ આજે એજ...ક્રિના ...ક્રિનૃ
કેમ તું બદલાય ગઈ ????
પ્રેમ હતો જ નહીં તો શા માટે મને મારા મમ્મી પપ્પા થી
અલગ કયૉ????
શા માટે તે મને દગો દિધો??
આખરે મેં તારૂં શું બગાડયુ હતું.????
વિચારોના વમળ ને સવાલો ના ધુંઆધાર માં એનું મન ને મગજ સુન્ન થઈ ગયું.
કેમ ક્રિના તે મારા અનહદ પ્રેમ નો આવો બદલો આપ્યો???
કેમ????કેમ.... આખરે એ બેભાન થઈ ઢળી પડયો‌.

****************************

નિત્યા એ જરૂરી ચીજવસ્તુઓનું પેકિંગ કરી લીધું હતું લગ્ન થતાં જ શોખ તો છુટી ગયા હતા .પરંતુ હવે તો મનપસંદ નોકરી ને તેમનુ મનગમતું રાજકોટ પણ છોડી ને જવાનું હતું. ડાયરી જે તેનું હ્દય હતું. તે પણ છુટી ગઈ હતી. વડોદરા જવાનો કોઈ જ ઉત્સાહ તેને નહોતો.પ્રથમને એકવાર પણ તેણે નોકરી ના નવા સ્થળ અંગે કે ત્યાં ના ફ્લેટ અંગે તેણે પુછ્યું ન હતું તેમને રાજકોટ મુકીને જવાની જરાય ઈચ્છા ન હતી.. પિયર જવાનું પણ ખુબ જ મન થતું હતું પરંતુ તે પ્રથમ ને એ અંગે કહી શકતી ન હતી.
પ્રથમ વડોદરા જવા માટે ખુબ જ એક્સાઇટિંગ ને ખુશ હતો.નિત્યા તેમની ખુશી સાથે યંત્રવત્ જોડાઈ ને જવા માટેની તૈયારી ઓ કરી રહી હતી. રાત પડતાં જ થાક થી પથારી માં પડ્યા ભેગી જ એ ઘસઘસાટ ઊંઘી ગઈ.પ્રથમ પણ પોતાની જરૂરી વસ્તુઓ એકઠી કરી મોડીરાતે સુઈ ગયો.
શનિવાર નો સુરજ ઉગે એ પહેલાં જ નિત્યા જાગી ગઈ. હતી.સવાર નો નાસ્તો ને સફાઈ નું કામ પતાવ્યું ત્યાં સુધીમાં તો સામાન લઈ જવા માટે ભાડે કરેલ ગાડી આવી ગઈ.સામાન ગોઠવ્યા બાદ પુરા પરિવારે સાથે નાસ્તો કયૉ.સાસુ સસરા ને પ્રણામ કરીને રડતી આંખે નિત્યા એ પ્રથમ સાથે રાજકોટ થી વિદાય લીધી. કાર મા બેઠી ત્યાં સુધી તે માંડ માંડ પોતે પોતાની જાત ને સ્વસ્થ રાખી શકી પરંતુ પછી દિલમાં ભરાયેલ ડુમો એ રોકી ન શકી એકદમ રડમસ બની ગઈ.પ્રથમ પણ કંઈ ન બોલ્યો ને એમને રડવા દીધી.મન ભરીને રડ્યા બાદ એ થોડી સ્વસ્થ થઈ ને પ્રથમે તેને પાણી પીવા માટે આપ્યુ. નવા બિઝનેસ ને આગળ વધારવા માટે એની પાસે હવે પુરતો સ્કોપ છે.પ્રથમ એની વાતો કરી રહ્યો હતો‌‌ ને નિત્યા શુન્યમનસ્ક રીતે સાંભળી રહી હતી.
રાજકોટ થી લીંબડી સુધી નોનસ્ટોપ કાર ચલાવ્યા બાદ પ્રથમે ફ્રેશ થવા ને ચા પાણી નાસ્તા માટે કાર હાઈવે પર ની હોટલ પર ઉભી રાખી.કયારેય બહાર ની ચા ન પીતી નિત્યા એ પણ આજે ચા પીવાની ઈચ્છા થઈ .માથું ભારે લાગી રહ્યું હતું.ફ્રેશ થઈને ફરી બન્ને ગાડી માં ગોઠવાયા.સામાન ની ગાડી પણ આગળ જ હતી.હજુ ચાર સાડાચાર કલાક નો રન કાપવાનો હતો. બપોર નું જમવાનુ પણ ક્યાંક રસ્તા માં જ લેવું પડે એમ હતું.નિત્યા ને તો ઊંઘવાની ઈચ્છા હતી પરંતુ પાછળ સામાન હતો ને પ્રથમ પણ એકલો થઈ જાય
એટલે એમણે એ વિચાર ને મન મા જ દફનાવ્યો. વાતાવરણ ને હળવું કરવા નિત્યાએ વાતનો દોર હાથ માં લીધો.
"મિ.પ્રથમ હવે તો તમે મોટા બિઝનેસ મેન થઈ જશો તો અમારા સમય નું શું?"
"દરરોજ નો કંઈક તો કવોલીટી ટાઈમ તમારે તમારી પત્ની ને ફાળવવો જોઈએ.સાવ આવું ન ચાલે."
ઓ હેલ્લો ,
બધો જ ટાઈમ તારી સામે બેસી રહુ?
ને આ કવોલીટી ટાઈમ એટલે શું ?
"હું તારી સાથે હોવ જ છું હોં"
"તને મુકીને પણ હું વડોદરા આવી શક્યો હોત હો."
પણ ,"મેં તારી સાથે રહેવા જ તો તારી બદલી અહીં કરાવી."
"જો તો માણસ ને કદર જ નથી".
પ્રથમ એ મીઠી ફરિયાદ કરી;
"હા ...હો ખબર મને બધી જ"
"હાથ માં મોબાઈલ હોય કાં ઓફિસ ની ફાઈલ હોય ને કહે કે તારી સાથે છું. "
"એના કરતાં તો હું એકલી જ સારી. "
"બદલી કરવામાં ભી તમે એકવાર પણ મને પુછયુ નહીં"
"હવે મારે તો એ અજાણ્યા સ્થળે સેટ થવાનું ને કેવું ગામ હશે!!!?"
"કેવો સ્ટાફ ???કેવી હશે નિશાળ???"
"કંઈ જ ખબર નથી.હુ કાલે એકલી જવાની પણ નથી તમારે મને મુકવા આવવી પડશે. "
નિત્યા એ ફરિયાદ કરી;
ઓહ !!!!!
મેડમ એવું તો કેમ ચાલે??
"મારે પણ તો જવાનું છે કાલે મીટીંગ પણ છે. "પ્રથમ ના શબ્દો સાંભળી નિત્યા એ નાક ફુલાવ્યુ;
"સારૂ ,હવે મોં ન ફૂલાવ આપણે આજે જોતાજઈએ નિશાળ ને ગામ જેથી મન્ડે ના તારે રસ્તોશોધવો ન પડે."


"કોઈ જ જરૂર નહીં હુ શોધી લઈશ હો."
છણકો કરતા નિત્યા બોલી;
લગભગ છ વાગ્યા આસપાસ બન્ને વડોદરા ની નજીક પહોચવા આવ્યા ...
(આગળ શું થશે? એ માટે વાંચતા રહો ઝંખના - એક સાચા પ્રેમ ની.)

ક્રમશ...........