Distance pairs in Gujarati Love Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | અંતરની જોડી

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

અંતરની જોડી

અંતરની જોડી

મન અને નમ્રતા એકવાર ઓચિંતા જ બસમાં મળી ગયેલા. બસમાં ભીડ હતી અને નમન નમ્રતા કરતા એકાદ બે સ્ટેશન અગાઉ બેઠેલતો, એટલે એને જગ્યા મળી ગયેલી, પરંતુ ભર તાપ અને પગ મૂકવાની જગ્યા ન હોય એવી ભીડમાં મને જગ્યા નહોતી મળી. આપણે ત્યાં તો આમેય એવો ધારો કે, બસ કે ટ્રેનમાં કોઈ યુવતી ઊભી હોય કે બેઠી હોય તો ભીડનો લાભ લઈને એને અડકીને કે અન્ય કંઈક રીતે એની છેડતી કરી લેવાની. નમ્રતા પણ ઊભી હતી એટલે તેની આસપાસના કેટલાક ઈશ્કી ટટ્ટુઓ તેના તનને સ્પર્શવાનો અને કોઈક ને કોઇ રીતે પરેશાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

ખરા ઉનાળાનો એ દિવસ એક તો ભયંકર તાપ હતો, એમાં વળી ભીડને કારણે વધારે ત્રાસ થતો હતો, એવામાં એ ટટ્ટુઓ માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આવા કિસ્સામાં તો વિરોધ પણ શું કરીએ અને એવા ઈશ્કીઓને પાઠ પણ શું ભણાવીએ ? કારણ કે, આપણી સમાજ વ્યવસ્થા જ એવી કે, આપણે ત્યાં હંમેશાં સ્ત્રીઓને જ સમય આવે પ્રશ્નોના કુંડાળામાં ઊભી કરવામાં આવે છે !

કહેવામાં બીલકુલ અયોગ્ય ન લેખાય કે મુશ્કેલીની કોઈપણ ઘડીમાં આપણને જે વ્યક્તિની મદદની સવિશેષ જરૂર પડે તે વ્યક્તિ મિત્ર જ હોય છે. મુશ્કેલી ચાહે ગમે તેવી હોય જો આપણો મિત્ર આપણો સાથ ન છોડે તો આપ સહજ રીતે જ તેનાથી ઉપર આવી શકે છે.. જ્યારે મિત્ર સાચો હોય તો નિ:સંદેહ આપ દુનિયાના ગણ્યગાંઠ્યા નસીબદારોમાંના એક છોએમ ગણી શકાય. સમયની સાથે-સાથે મિત્રતાના અર્થ પણ બદલાયા છે. આજે જ્યાં મોટેભાગે મિત્રતા પોતાનો સ્વાર્થ, મતલબ અને સ્ટેટસ જોઈને કરવામાં આવે છે, ત્યાં પહેલાંના સમયમાં મિત્રતા માત્ર અને માત્ર હૃદયથી બંધાતી હતી. આપણી સામે અનેક એવાં ઉદાહરણો છે જેમાં મિત્રતામાં મહાનતા જોઈ શકાય છે. આજે નમ્રતા નમનના સંબંધો પણ કંઇક સાચી મિત્રતામાં પરિણામના હશે એવા સંકેત કંઇક આ સીટી બસની મુસાફરી ને કારણે મળી રહેલ હતાં.

એટલે વખાના માર્યા નમ્રતા એ ત્રાસ સહન કરી રહી હતી અને તેને ઉતરવાનું હીરાબાગનું સ્ટેશન ક્યારે આવે એની રાહ જોઈ રહી હતી. એવામાં મારી પાછળથી એક હાથે મારા હાથનો સ્પર્શ કર્યો. મને થયું આ કોઈ નવી આફત આવી કે શું ! પાછળ ફરીને જોયું તો એક નવ યુવાન મને એની જગ્યાએ બેસવાનો ઈશારો કરી રહ્યો હતો. મેં પહેલા તો એને ના પાડી, પરંતુ એની આંખોમાં જે સ્નેહ વર્તાઇ રહ્યો હતો એ જોઈને હું એની જગ્યાએ બેસી ગઈ અને એ મારી જગ્યાએ તે ઊભો રહી ગયો, જેને કારણે આજુબાજુના ટટ્ટુઓનો ત્રાસ પણ બંધ થઈ ગયો.

એકાદ કલાકની એ યાત્રા હશે, જે દરમિયાન મેં એને બેસી જવા પણ કહ્યું, પરંતુ એણે ના પાડી. આખરે મેં એને કહ્યું, હવે તો બેસો ! હું આગળ હિરાબાગના સ્ટેશને ઊતરું છું. તો એ કહે મારે પણ તે જ સ્ટેશને ઊતરવાનું છે ! અને પછી અમે બંને હસી પડ્યા. એક તો મનને નમ્રતાને બેસવાની જગ્યા આપી ત્યારથી જ મને એના માટે સોફ્ટ કોર્નર હતો, એવામાં એના સ્મિત પર નમ્રતા એવી મોહિત થઈ ગઈ કે, મનોમન નયનાને થયું ક્યાંક હું આ છોકરાના પ્રેમમાં નહીં પડી જાઉં!

હીરાબાગ સ્ટેશન પર ઉતર્યા પછી મારે એ નયનનો આભાર માનવો હતો એટલે મેં એને ચ્હા અને નાસ્તા માટે ઓફર કરી. આમેય દોઢેક કલાકની મારી યાત્રા હતી અને એ તો મારા કરતાય આગળથી બેઠો હતો, એટલે સ્વાભાવિક જ એને ભૂખ લાગી હશે ! આ કારણે એણે મારા પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને અમે બસ સ્ટેન્ડ નજીક એક રેસ્ટોરાંમાં નાસ્તો કરવા ગયા.

કહેવામાં જરા પણ ખોટું નહીં હોય કે, સાથે નાસ્તો કરવાનો સમય બંનેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની રહ્યો, જ્યાં બંને એકબીજાના નામોની અને એકબીજાના શોખ અને જ્ઞાતિ વિશે ખબર પડી. આ બધી બાબતમાં બંનેને એ વાતનો સૌથી મોટો હાશકારો અને આનંદ એ હતો કે, બંનેની જ્ઞાતિ એક જ હતી, જેને કારણે નમન-નમ્રતાએ એકબીજાના નંબર પણ શેર કર્યા. ત્યારે તો આજના જેવો વ્હોટ્સ એપનો જમાનો હતો નહીં, પરંતુ ત્યારે ફ્રી મેસેજની સર્વિસ પૂરબહારમાં ચાલતી એટલે બંને પ્રેમીપંખીડા મેસેજ પર ચેટ કરવાનું શરૂ કર્યું અને એમ ને એમ એકબીજાના પ્રેમમાં પડી ગયા.

બંનેના ઘરમાં વડીલો તેમજ માતા-પિતાને આમ પણ બંનેના લગ્ન બાબતે કોઈ વાંધો ન હોઇ શકે તેમ હતું,આમછતાં નમ્રતાના ઘરે તેને થોડો ડર હતો. પરંતુ એકવાર તેણે તેના ઘરે પણ મેં વાત કરી તો તેઓ પણ રાજી થઈ ગયા અને થોડા જ સમયમાં નમન-નયનાની સગાઈ કરીને બંનેના લગ્ન પણ થઈ ગયા. આજે તો હવે તેમને બે સંતાનો છે અને બંને તેમના જીવનનૈયા રૂપી સુખી સંસારમાં તેમની ગાડી પુરપાટ ઝડપે દોડી રહી હતી.

DIPAKCHITNIS

dchitnis3@gmail.com