સપનાનું વાવેતર
ભાવિન-બંસરીનીકોલેજકાળથી શરૂ થયેલ મિત્રતાને આજે ત્રણેક વર્ષ જેવો લાંબો સમય થઇ ચૂકેલ હતો. સમયના સંજોગોએ બંનેને એક મિત્રતાના માયામાંથી આગળ વધી પ્રેમના બંધનમાં આ સારસ-બેલડીક્યારે બંધાઈ ગઇ જેનું ધ્યાન તેઓને પોતાને એની ખબર રહી નહીં. જોકે અમે બંનેએ લગ્ન કરીને સાથે રહેવાનું તો પસંદ કર્યું છે પરંતુ આજે આ સારસ-બેલડીનો સંબંધ એક એવી જગ્યા પર આવીને અટકી ગયો છે કે, કે બંને માટે એક તરફ ખીણ અને એક તરફ દરિયો હોય એવું તેમને લાગી રહ્યું હતું. કારણ કે, બંનેની લગ્નજીવનની જીંદગીનો નિર્ણય હવે તેમના વડીલોના હાથમાં આવી ગયો હતો. બંસરીના લગ્નજીવનને લગતો નિર્ણય તેના વડીલો શું લે છે અને મારા પ્રેમને અને મારી જીદગીને મારા વડીલો કયા દૃષ્ટિકોણથી જૂએ છે અને પ્રેમની બાબતે સહમતી દર્શાવે છે કે નહીં તેની ઉપર બંસરીના જીવનનો આધાર રહેલો છે.
બંસરી જ્યારે સહજાનંદ કોલેજમાં કોમર્સ ના પ્રથમ વર્ષમાં એડમીશન લીધાના લગભગ છએક માસ બાદભાવિન બંસરીની નજર સામે વારંવાર આવતોથયેલ ગયો. બંસરી કોલેજમાં નારણપુરાથી બસમાં આવતી અને જતી હતી. ત્યારે એ લગભગ ઇરાદાપૂર્વક જ બંસરી સાથે થઈ જતો. અને કોલેજથી છૂટીને બસ સ્ટોપ પર બંસરી પહોંચે તે પહેલાં તો ભાવિન ત્યાં સામે જ ઊભો હોય. પછી મારી જ બસમાં બેસે અને બને એટલું એ મારી નજીક રહેવાનો પ્રયત્ન કરતો. એક દિવસ એણે બસમાં મારી જગ્યા રોકી અને મને બેસવાનું કહ્યું. શરૂઆતમાં મને એનું વર્તન થોડું વિચિત્ર લાગતું પણ એ દિવસે હું એની પાસે બેઠી પણ ખરી. એણે મને એ દિવસે તો ફક્ત બે જ પ્રશ્ન પૂછ્યા કે ક્યાં રહો છો? અને તમારું નામ શું છે? મેં કહ્યું મારું નામ 'બંસરી.'
પછી બસમાં વારંવાર આ જ રીતે થોડી થોડી અલકમલકની ઔપચારિક વાતો થતી રહેતી હતી. એનું નામ ભાવિન તેનું મુળ વતન પણ અમારા ગામની બાજુના ગામમાં જ રહેતો હતો. એ બીજી નજીકની કોલેજમાં ભણતો હતો પણ કૉલેજ મીસ કરીને ફક્ત મારા માટે આ રીતે આવતો હતો. એણે એક દિવસ મને ફ્રેન્ડશીપમાટે પ્રપોઝ કર્યું, અને મેં તે સ્વીકારી લીધું. બસ ત્યાર બાદ ત્રણેક મહિના બાદ એણે મારા પ્રત્યેના પ્રેમનો એકરાર કરી લીધો. મિત્રો તરીકે તો સોશ્યલ મીડિયા વોટ્સએપ પર અમે મળતા જ રહ્યા પછી તો પ્રેમ થઈ જવાને કારણે સતત સાથે રહેવા માંડ્યા અને આખો દિવસ વ્હોટ્સ એપ પર ચેટ કરતા રહ્યા.
પછી એક દિવસ એણે મને સવારે ગાર્ડનમાં મળવાનું કહ્યું. અને બંસરી કોલેજમાંથી ગુલ્લી મારીને જેને જણાવેલ ગાર્ડનમાં મળવા ગઈ. જેની કોલેજ મોર્નિંગ હતી એટલે એ સમયે અમે ખાસ્સો લાંબો સમય એકબીજા સાથે પસાર કર્યો. અમે બંનેને ઘણાબધા લોકોની નજર ચૂકવીને આ રીતે મળવાનું ખૂબ સારું લાગ્યું. પછી તો અમને એકબીજાનો સાથ અને સહવાસ એટલો પસંદ પડતો કે, અમે આ રીતે વારંવાર મળવા લાગ્યા.
આમ ને આમ કોલેજના ચાર વર્ષ પુરા થવા આવ્યા પરીક્ષા પૂરી થઈ ગયેલી ત્યારે મારા માટે પ્રશ્ન એ હતો કે, હવે ઘરની બહાર કેવી રીતે જવું. ભાવિનને મળી શકાય એ આશયથી બંસરીએ કૉમ્પ્યુટર ક્લાસ જોઈન્ટ કરી લીધા અને આ ગ્લાસને સહારે ભાવિનને મળવાનું ચાલુ રાખેલું. બંને એકબીજાને ખરા અંતરથી ખૂબ જ પ્રેમ કરતાં. અન્ય પ્રેમી પંખીડામાં ઉદ્દભવતી પરિસ્થિતિ આ બંનેમાં પણ જોવા મળેલ હજી જેઓ પણ એકબીજા વગર રહી જ શકતા નહતા. અલબત્ત બધાને થાય છે તેમ તેઓની વચ્ચે ક્યારેક નાના પરંતુ મીઠા ઝઘડાઓ થતા પણ એક જ દિવસમાં અમે એ ઝઘડો સમાપ્ત કરી દેતા.
એક દિવસ બંસરીના ઘરે ખબર પડી ગઈ કે તે કૉમ્પ્યુટર ક્લાસ મિસ કરું છું. બસ એ દિવસે મારા ઘરમાં ખબર પડી ગઈ કે, 'બંસરી‘ ની જીંદગીમાં કોઈક બહારનીવ્યક્તિજેને કે તેનું દીલ આપેલ હોય તેવી પણ છે....' બંસરી આમ કે હિંમતવાળી છોકરી હતી એટલે તેણીએ એ દિવસે બધી હિંમત એકઠી કરીને હિંમતપૂર્વક ઘરના સભ્યોને કહી દીધું હતું કે, હું ભાવિનને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરીશ અને એ વ્યક્તિ પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે. એ દિવસે ઘરના સભ્યોએ મને થોડી શિખામણ આપી અને એ વાત ત્યાં પૂરી થઈ ગયેલી.
આ ઘટના બન્યા બાદ બંસરી અને ભાવિને થોડો સમય મળવાનું ટાળ્યું અને ત્યારબાદ ફરીથી અમે મળવાનું શરૂ કરી દીધું. પછી ઘરે સમજાવીને એમ.કોમ જોઇન્ટ કર્યું અને પાછી કૉલેજમાં આવી ગઈ અને પછી તો જાણે બંસરીના જીવનનોજાણે સુવર્ણકાળ જ સમજી લો... બધાથી દૂર મારી એક અલગ જ દુનિયા... બંસરી અને ભાવિન... બંનેની નિકટતા અનેજાણે કેમનો અમર પ્રેમ... બંને એકબીજાને આપેલા વચનો અને બંનેએ સાથે મળી જોયેલા સ્વપ્નો. જેમને જાણે એવું લાગતું હતું કે, હું તો કંઈક અલગ જ દુનિયામાં વિહરતી હતા.
તેમના આ સંબંધને આશરે એકાદ-દોઢ વર્ષ પૂરા થયાં અને બીજુ વર્ષ ચાલી રહ્યું હતું.... કોણ જાણે કેમ જેઓની જીંદગીમાં આજે એક વળાંક આવી જવાનો હતો.
એક દિવસ બંને રીવરફ્રન્ટ ના કિનારે ફરવા ગયા અને તેઓને કોઈ જોઈ ગયું. બસ, પછી તો બંસરીના ઘરે આ વાતના સમાચાર વાયુવેગેપહોંચી ગયા અને ઘરમાં ફરી તોફાનનું વાતાવરણ સર્જાઈ ગયું. ઘરના વડીલોએ ભેગા મળીને તેણીને શિખામણ આપી અને થોડો ઠપકો પણ આપ્યો. બંસરી એ ભાવિન અંગેની પ્રાથમિક માહિતી ફરીથી આપી અને એમને જણાવ્યું કે, અમે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે બંનેના ઘરના વડીલોએ આ બાબતે મને ધરાર ના ન પાડી અને એમના તરફથી એક જ જવાબ મળ્યો છે કે, 'હમણાં થોડો સમય થોભી જાઓ. થોડા સમયમાં જ તારા લગ્નનો સમય આવશે ત્યારે આ બાબતે વિચારીશું.'
અને અમે બંને જ્યાં હતા ત્યાં અટકી ગયા છીએ. આખરે અમારો પ્રેમ ભલે ઊંડો પણ એકબીજાની સાથે અમે અમારા પરિવારને પણ ચાહીએ છીએ. એટલે લગ્નની વાતની શરૂઆત થાય તેની રાહ જોઈ રહ્યા છીએ. અમે વોટ્સએપ પર મળતાં, પણ રૂબરૂ માળવાનું બંધ કરી દીધું હતું. બંને તેમના બંને પક્ષના વડીલોની સહમતીથી આગળ વધવામાં માનતા હતા. એટલે અમે બંને વડીલોની વાતને પ્રથમ સ્થાન આપીને મળવાનું બંધ કરી દીધું હતું.
હવે મારો સમયએકાએક બદલાઈ ગયો હતો. અત્યારે અમારી સાથે કંઈ છે તો એ છે અમે સાથે વીતાવેલા સમયોની યાદો.... અમે એકબીજાને આપેલા વચનો... અમે સાથે જોયેલા સ્વપ્નો.... હું રાહ જોઈ રહી છું એ દિવસની કે ક્યારે લગ્નની વાતની ઘરમાં શરૂઆત થાય એટલે તરત જ ભાવિનના લગ્નની વાત મારા માટે આવે અને હું "હા" પાડી દઉં...
ज़िन्दगी, तू ही मेरी ज़िन्दगी है
तेरे बिना मैं जी ना सकूँ
दिल्लगी, तू ही मेरी दिल्लगी है
तेरे बिना साँस ले ना सकूँ
इतना हसीं एहसास है, तू जो मेरे पास है
इतना हसीं एहसास है, तू जो मेरे पास है
सुकूँ मिले तुझे देखूँ तो...
सुकूँ मिले तुझे देखूँ तो तुझसे जुड़ा हर ख़्वाब है
ज़िन्दगी, तू ही मेरी ज़िन्दगी है
तेरे बिना मैं जी ना सकूँ
જિંદગીને જિંદાદિલીથી જીવવા વાળી વ્યક્તિ હમેશા આનંદી પ્રફુલ્લિત અને ઉત્સાહિત હોય છે. એટલે જ તેના માટે જિંદગી એટલે જિંદાદિલી એવું કહેવામાં આવે છે.
જીવન ટકાવી રાખવા માટે સુખની ખૂબ જ જરૂર છે કારણ કે માત્ર ખુશ હૃદય વ્યક્તિ જ ખરેખર જીવિત હોય છે. પરંતુ સુખ ક્યાં છે અને તેને કેવી રીતે શોધવું ?
કોઈને સંપત્તિમાં, કોઈને કીર્તિમાં, કોઈને આધ્યાત્મિકતામાં, કોઈને વાંચન-લેખનમાં, કોઈને સમાજ સેવામાં અને કોઈને ખબર નથી કે કયા ક્ષેત્રમાં સુખ મળે છે. પણ વાસ્તવિકતા એ છે કે સુખ આપણી અંદર છે અને આપણે કસ્તુરીની સુગંધ માણ્યા પછી કસ્તુરી હરણની જેમ તેને બહાર શોધીએ છીએ, જ્યારે તે તેની નાભિમાં હોય છે ત્યારે તેને બહાર શોધીએ છીએ. વાસ્તવિક સુખ આપણને જીવંત બનાવે છે.
ભાવિન-બંસરીના જીવનમાં પણ કંઇક અનેક મોડ આવેલ હતાં. પરંતુ બંને પોત પોતાની રીતે મકકમ હતા કે જીંદગીને જો લગ્નજીવનથી માંડવી છે તો સાથેજ માંડશું એવું દ્ઢ મનોબળ તેમનામાં ઘર કરી ગયેલ હતું. તેમના આ દ્રઢ મનોબળને કારણે જ ના છુટકે બંનેના માતા-પિતા પણ સમયની સાથે તાલ મીલાવીને સામે આવ્યા અને બંનેને તેમનું દાંપત્ય જીવન તેમની મરજી અનુસાર ઘડવાની મંજૂરી આપી અને પાંચ વર્ષના અખંડ પ્રેમનો આખરે વિજય તો થયો બંનેના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યું. અને લગ્નના બારમા માસે તેમના લગ્નજીવનની પ્રતિક સમી લક્ષ્મી સ્વરૂપની દીકરી પણ અવતરી અને આનંદથી સુખભરી જીંદગી માણી રહેલ છે.
DIPAK CHITNIS (dchitnis@gmail.co) [DMC]