નાદાન દિવ્યની બિમારી વિશે વાંચો આગળ......
રમણસરે મનોમન નક્કી કર્યુ કે, દિવ્યના મમ્મીને કોઈપણ ભોગે સમજાવીને જ આજે ઘેર જવું છે.
જુઓ બેન..... જે ગાંડા માણસો હોય એમને જ મનોરોગી ડૉકટરની પાસે લઈ જવાય એવું હોતું નથી. મારા એક મિત્ર કે જેઓ, ભુલી જવાની આદતથી પરેશાન હતા. પાર્કિંગ કરેલ બાઈકનું સ્થાન ભુલી જતા.... કોઈને મળવાનું વચન આપ્યું હોય તો ભુલી જતા.....ઓફિસેથી પાછા આવતા બજારમાંથી કરિયાણું મંગાવ્યું હોય તો ખાલી હાથે, હાથ હિલોળતા હિલોળતા પાછા આવતા.....પછી તો ઘરમાં કેવું મહાભારત રચાય એ તો તમે જાણો જ છો.....!!
ડૉ. અંકિતે તેમનું અડધા કલાક સુધી કાઉન્સેલિંગ કર્યુ અને ભુલી જવાનું સાચું કારણ શોધ્યું. જેનું સોલ્યુશન પણ આપ્યું. આજે તેઓ બધી બાબતો યાદ રાખતા થઈ ગયા છે.
કેવું સોલ્યુશન આપ્યું ? દિવ્યના મમ્મીએ આતુરતાપુર્વક પુછ્યું........
એ જ કે, મારા મિત્ર જ્યાં નોકરી કરતા હતા, ત્યાં એમના નવા બોસ આવ્યા હતા. જે કડક હતા......તેમની હાથ નીચેના કર્મચારીઓની કામ કરવાની વૃતિ અયોગ્ય હતી. કેટલાક તો ઓફિસનું કામ સાઈડમાં મુકીને મોબાઈલમાંથી ઉંચા આવતા નહોતા....મારા મિત્રના બાજુના જ ટેબલ પરના કર્મચારી કે જેઓ ઘણા વર્ષથી નોકરી કરતા હતા પરંતુ ઓફિસના ફોન પરથી કલાકોના કલાક સુધી ઘરના સભ્યો સાથે.....મિત્રો સાથે....સગા સબંધી સાથે....સમય પસાર કરતા...સમજો કે મફતનો પગાર ખાતા હતા...તમે જ કહો આવા કર્મચારી સાથે બોસ શુ કરે ?
નોકરીમાંથી તગેડી મુકવા જોઈએ....દિવ્યના મમ્મી એકી શ્વાસે બોલ્યાં....
એ જ તો......બોસે નોકરીમાંથી કાઢી મુક્યા.....
બસ આ જ વાત મારા મિત્રના મગજમાંથી ખસતી નહોતી...તેને સતત થયા કરતું કે, હજુ મારે બે સંતાનોના લગ્ન લેવાના બાકી છે....મકાનના લોનના હપ્તા બાકી છે....એવા સંજોગોમાં બોસ મારી સાથે આવી રીતે પેશ આવશે તો.....મારી નોકરી જતી રહેશે તો........સતત આ જ વિચારોમાં રહેતું મગજ બીજા કામમાં ધ્યાન આપતું નહોતું.....જેથી તેઓ જરૂરી બાબતો ભુલી જતા હતા.....અંકિતે સમજાવ્યું કે, જુઓ તમે પ્રામાણિકતાથી ઓફિસમાં કામ કરશો તો તમારી નોકરી સલામત જ છે....બોસને પણ સારા કર્મચારીઓની જરૂરિયાત હોય જ છે.....એટલે ઓફિસમાં રહો ત્યારે ઓફિસના કામમાં મગ્ન રહો, ઘરે રહો ત્યારે પરિવારના સભ્યો સાથે આનંદમાં રહો.....ધીરે ધીરે તમારી ભુલવાની કુટેવ ગાયબ થઈ જશે...... એવું જ થયું આજે મારા મિત્ર ખુબ જ આનંદમાં છે.
વગર દવાએ........!!
દિવ્યના મમ્મીના મુખમાંથી શબ્દો સરી પડ્યા.....
હાસ્તો.....રમણ સર મક્કમતાથી બોલ્યા.
સારું સાહેબ......કાલે દિવ્યને લઈને અમદાવાદ જવાનું પાકકુ....દિવ્યના મમ્મી ખુશ થતા બોલ્યાં.......રમણ સર જીતી ગયા....ખુબ પ્રસન્નતાથી વિદાય લીધી....
ઘરે જતા રસ્તામાં રમણસરના પત્ની કહે.....વાહ...શું વાત છે.... છોકરાંને સમજાવતા સાહેબ છોકરાંના વાલીઓને પણ સમજાવતા થઈ ગયા...
બીજા દિવસે ડૉ. અંકિતના દવાખાને......
દિવ્યનું કાઉન્સેલિંગ કરતા કરતા અંકિતે કહ્યું...પ્લીઝ હવે તમે બધા બહાર બેસો મારે એકલા દિવ્ય સાથે વાત કરવી છે...પછી જરૂર પડે...વારાફરતી દિવ્યના મમ્મી-પપ્પા સાથે પણ આ કેસમાં એકાંતમાં વાત કરવી પડશે.
દિવ્યનું કાઉન્સેલિંગ પંદર મિનિટ ચાલ્યું....
દિવ્યના મમ્મીનું દસ મિનિટ....
દિવ્યના પપ્પાનું પાંચ મિનિટ.....
ડૉ.અંકિતે કંમ્પાઉન્ડરને બોલાવી કહ્યું, દિવ્યને બહાર બેસાડો...એના મમ્મી-પપ્પા અને રમણસરને અંદર મોકલો.
આવો, બધા બેસો....
બધાની આંખો,કાન,મસ્તિષ્ક બધી જ જ્ઞાનેન્દ્રીઓ ડૉ.અંકિતના ચહેરાને વાંચવા તલપાપડ બની.....
અંકિત રમણસરની સામે જોઈને બોલ્યો...
ઢાપલાવેડા.....
હે..........!! બધાની આંખો પહોળી.......
હા.... જુઓ આવા કિસ્સા આજકાલ છોકરાઓમાં વધતા જાય છે. તમે બધા જાણો જ છોને કોરોનાકાળમાં છોકરાઓનું ભણવાનું બગડ્યું છે.....ઓનલાઈનમાં ભલીવાળ આવ્યો નથી...આગળના ધોરણની ખામીઓ અત્યારના ધોરણમાં નડતરરૂપ બનીને ઉભી છે. વિધ્યાર્થીઓ નાસીપાસ થયા છે...વાલીઓની આકાંક્ષાઓ અડીખમ છે....શિક્ષકો બોર્ડના પરિણામથી ચિંતિત છે.....બિચારો વિધ્યાર્થી કરે તો શું કરે.....નઠોર વિધ્યાર્થીને કોઈ અસર ના થાય.....પરંતુ દિવ્ય જેવા લાગણીશીલ વિધ્યાર્થીઓને અસર થાય...
દિવ્યના મમ્મી-પપ્પાની સામે જોઈને અંકિતે કહ્યું..
આપની વાતો પરથી મને એવું લાગે છે કે, દિવ્ય બે વર્ષ પહેલા ભણવામાં હોશિયાર હતો...તે સારું પરિણામ લાવતો હતો પણ હવે ગયા વર્ષના પરિણામથી તમે તો નારાજ છો...પરંતુ દિવ્ય તમારાથી પણ વધારે હેરાન છે....તેને સતત એવું લાગ્યા કરે છે કે, મને ભણવાનું આવડતું નથી...મારું પરિણામ નબળું આવશે...મમ્મી-પપ્પા નારાજ થશે...ભાઈબંધો હસી મજાક કરશે...શિક્ષકો ધમકાવશે....એટલે એવા વિચારોમાં ને વિચારોમાં એની ખોરાક લેવાની અનિયમિતતા....તેના શરીરની ક્રિયાઓ પર અસર કરે છે....આ બધાથી બચવા દિવ્યનું મગજ છટકબારીઓ શોધવા પ્રેરાય છે...ચક્કર આવવાના ઢાપલાવેડા કરે...એટલે ઘરમાં કોઈ કશું કહે નહીં...શાળામાં પણ કોઈ શિક્ષક બોલે નહીં...કોઈ વિધ્યાર્થી હસી મજાક કરે નહીં...એ રીતે દિવ્ય તેની જાતને સુરક્ષિત બનાવે છે....આવા છોકરાઓ એકાંત શોધવા ઘરેથી નિકળી જાય... અથવા તો મન બહેકાવવા ખરાબ સંગતે પણ ચડી જાય.... એટલે આપણે બધાએ ખુબ ધીરજતાથી, ચીવટતાથી કામ લેવું પડશે....!!
દિવ્યના ભવિષ્યને કાજ રમણસરના અડગ નિર્ણયો....વાંચતા રહો ભાગ - 6
- કનુભાઈ પટેલ (કનુ સેઢાવી)